ચશ્માનો ચંચુપાત Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

ચશ્માનો ચંચુપાત

ચશ્મા, ચશ્મા, ચશ્મા આ રોજની રામાયણ હતી. ભગવાન સહુથી પહેલાં આંખને કમજોર બનાવી. ૪૨ના થયા નથી ને ‘બેતાલાં’ આવી ગયા. નજર ભલે કમજોર થતી જાય પણ જો ખૂબ સુંદર સ્ત્રી જતી હોય તો ભલભલા પુરુષ આખી ગરદન ઘુમાવે. ઘરમાં ભલે કાચની પૂતળી જેવી પત્ની હોય કે પછી રણચંડી નજર ત્યાં જાય. ચશ્માની ત્રણથી ચાર જોડી જોઈએ. ‘તુ નહી ઔર સહી ઔર નહી ઔર સહી’. એમાં નિવૃત્તિ પછી તો આખું વાતાવરણ ફરી જાય.

રોજ સવારે ગઈ કાલનું આવેલું ચોપાનિયું પસ્તી માંથી મળે! તે  ન દેખાય એટલે ઘરમાં ચંચુપાત ચાલુ થઈ જાય. ચંપક કાકા ચા, ચોપાનિયું  અને ચશ્મા આ ત્રણે નો ત્રિવેણી સંગમ થાય ત્યારે ” કૉલ” આવે. ત્યાં સુધી ખુલાસો ન થાય. અંતે દિમાગનો પારો હેઠો ઉતરે. હવે ચશ્મા ક્યાં મુક્યા હોય તો યાદ રાખવાનું કામ ચોખલિયાળી ચમેલી કાકીનું. તેમને બધી વસ્તુ ‘ઠેકાણે’ જોઈએ ! મજાની વાત તો એ કે, ઠેકાણું યાદ ન રહે. પરિણામે સવારના પહોરમાં થઈ જાય શરૂ. ‘ચશ્મા ઢુંઢો’ પારાયણ! ચંપક કાકા, છાપું સવારે વાંચવું ગમે.

જ્યારથી નિવૃત્ત થયા અને ઘરમાં ઝાંઝર રણકાવી બે વહુવારુ આવી ત્યારથી દિનચર્યા એ ગોળ વળાંક લીધો. તેમના બન્ને સુપુત્રો નોકરીએ જાય પછી છાપું વાંચવા મળે. જો એ પહેલાં ભૂલેચૂકે વાંચવા બેસી જાય તો પેલી નાની બરાડા પાડે અને મોટી ધમ ધમ કરતી ઘરમાં ચાલે. બિચારા ચમેલી કાકી એક પણ અક્ષર ન બોલે. નહીં તો સાસુ પુરાણ ચાલુ થઈ જાય. એ તો સારું હતું કે આવડું મોટું ઘર  ચંપકકાકા તેની પ્યારી પત્નીના નામ પર લીધું હતું. બન્ને છોકરા કમાય સારું પણ ઘર લેવાના પૈસા તો એકઠા કરવા ખાવાનો ખેલ ન હતો. ત્યાં સુધીમાં જુવાની હાથતાળી દઈ ને જાય. મુંબઈની મોંઘવારીમાં એ નામ ન લેવાય !

બન્ને નરિમાન પોઈન્ટ ઉપર ‘મોતી મહાલ’માં મોટા થયા હતા. પરામાં રહેવા જવાનું પાલવે નહી. નોકરી હતી કોલાબા પર. ગાડી તેને મૂકી આવે પછી આખો દિવસ ડ્રાઈવર ઘરે બધાના કામ કરે. આ ઘર ચંપક કાકા એ પોતાની બાહોશી થી લીધું હતું.  હર્ષદ મહેતાના રાજમાં પૈસો કૂદકેને ભૂસકે વધ્યો અને તરત જગ્યામાં રોકવાનું શાણપણ વાપર્યું. દીકરા અને દીકરી બહોળો પરિવાર હતો. ચમેલી કાકીએ હીરા, મોતી અને સોનું વસાવ્યું. ઘર ભપકાદાર બનાવી દીધું. હવે વળતા પાણી હતાં, ચશ્મા આવે એ પહેલાં દીકરી પરણાવી હતી. આ ચંચુપાત શરૂ થયો ચશ્માના અને વહુના આગમને !

આજે સવારથી ચંપક કાકા, ચશ્મા માટે રાડો પાડે. હવે આદત કેળવી હતી, આગલા દિવસનું છાપું સવારના પહોરમાં વાંચે. ચિત્રલેખા ગુરુવારે આવે. તેમણે નક્કી કર્યું શુક્રવારે પસ્તીના ઢગલામાં પડ્યું હોય, એટલે શોધવું ન પડે. કાકા સમજી ગયા હતા, જો ઘરમાં શાંતિ જોઈતી હોય તો જાતે બદલાવવું પડે.

ચા તો ચમેલી કાકીએ જ બનાવવાની. તેની ચા માં પાણી થોડું અને દૂધ ઝાઝુ જોઈએ. હવે દૂધના ભાવ આસમાને પણ કાકી પોતે અડધો કપ લે અને પોતાના પતિદેવને સરસ મજાની રબડી જેવી ચા પીવડાવે. ચા સાથે ગરમ નાસ્તો હવે ન મળતો. કાકાએ સ્વીકાર્યું, પણ ખાખરા સાથે સંભારો ન મળે તો  ઉકળી પડે. માણસ કેટલું જતું કરે. આખી જિંદગી મહેનત કરીને કમાયા કોને માટે ? હવે નિવૃત્તિ કાળ દરમિયાન કંઈ બધી આદત છૂટે ?

એ તો વળી સારું હતું કે ચમેલી કાકીના સારા સંસ્કાર બંને દીકરીઓ સાસરીમાં સમાણી હતી. એક ડૉક્ટર બની અને બીજી વકીલ. કમાય સારું એટલે ઘરમાં બાઈ તેમજ નોકરની વ્યવસ્થા કરી આપી હતી. ઘરમાં આવે એટલે સહુની આમન્યા જાળવે. ચંપક કાકા નો વટહુકમ હતો, ‘જો , ફરિયાદ કરવી હોય તો આ ઘરના બારણા બંધ છે’! કાંઇ પણ જોતું હોય તો મળશે, હસતા રમતા આ ઘરમાં આવજો તમે પોંખાશો’.

પેલી મોટી દીકરી, તો આવતાની સાથે પપ્પાને પહેલા ચશ્મા આપે. વકીલ હતી! રસપ્રદ વાંચવાના કાગળ બાપા માટે લાવી હોય. તેણે પપ્પાના એક જોડી ચશ્મા પોતાની બ્રિફ કેસમાં રાખ્યા હતા. ઘરમાં ક્યાં હોય કોને ખબર ? શોધવા માટે સમય ન બગાડવો પડે. શાણા માતા અને પિતાની દીકરી શાણી હોય તેમાં શું નવાઈ.

નાની ડોક્ટર , મમ્મી અને પપ્પાની દવા તેમજ ચશ્મા બંને જાણે તેની જવાબદારી. એના પપ્પા દવામાં શું છે  એ વાંચ્યા વગર મ્હોંમાં ન મૂકે. આમ  સંયુકત કુટુંબની ભાવના જળવાઈ રહી હતી. ચંપકકાકા, બંને દીકરા  ખૂબ ડાહ્યા. માતા અને પિતાની લાગણી ખૂબ હતી. પત્ની સમક્ષ જતાવતા નહી બાકી સમજે બધું. ચમેલી કાકી વિચારે ભલેને વહુઓ આમ કરે સાન આવે જ્યારે પેટ બાળક આવે !

ઘણીવાર ચશ્મા માથા પર હોય અને આખું ઘર ગજવે. તેમને ખ્યાલ જ ન હોય કે ક્યાં મૂક્યા છે. ત્યાં ચમેલી કાકીનો ખડખડાટ કરતો અવાજ સંભળાય,’રે, સાંભળો છો.આ તમારા માથા પર છે’! ત્યારે ચંપકકાકા  ભોંઠા પડી છાપામાં મ્હોં ઘાલે.

આજે ચશ્મા એ ઘરમાં મહાભારત મચાવ્યું. આ રોજનું હતું એટલે બંને જણા રૂમમાંથી બહાર પણ ન આવી. ચંચુપાત નો અવાજ ઘરની ભીંતોને ભેદી બહાર  ગયો. બાજુમાં રહેતા રૂસ્તમજી, થયું આજે કંઈ મોટો બવાલ થવાનો. ચમેલી કાકી મોઢા પર ‘ડક્ટેપ’ લગાવીને બેઠા હતા. એટલે ચંપકકાકા વધારે ઉકળ્યા.

‘કેમ મ્હોંમાં મગ ભર્યા છે”?

ડોકું ધુણાવીને જવાબ આપ્યો ,’ના’.

‘મારા ચશ્મા કેમ મળતા નથી ‘?

‘મને શું ખબર કહીને હાથનો લહેકો કર્યો’.

કોને ખબર કેમ આખું ઘર શોધી વળ્યા ચશ્મા ક્યાંય દેખાયા નહી. ચંપકકાકા વિચારે ચડ્યો. જ્યારે ઘરમાં કોઈને ચશ્મા ન મળે ત્યારે પોતાની દિમાગી કસરત કરે. છેલ્લે મેં શું વાંચ્યું હતું ? એ યાદ કરવામાં અડધો કલાક દિમાગ વ્યસ્ત રહે. માંડ માંડ યાદ આવે ત્યારે, કયા રૂમમાં , ગેલેરીમાં, સ્ટડી રૂમમાં કે પોતાના સૂવાના રૂમમાં એ યાદ કરતાં બીજી વીસ મિનિટ થાય. અંતે જ્યારે બધું યાદ આવે ત્યારે, કાકા ચોક્કસ પણે માને કે પ્રિય ચમેલીએ ‘ઉંચા’ મૂક્યા હશે. હવે એ જગ્યા ન તો કાકાને ખબર હોય કે ન ચમેલી કાકીને  યાદ હોય!

ચમેલી કાકી જેમનું નામ ખૂબ હોંશિયાર હતા. જ્યારે કાકાના ‘ચશ્મા નો  ચંચુપાત’ હદથી બહાર જાય ત્યારે ધીમે રહીને બીજી જોડી ચશ્મા કરીને સંતાડ્યા હોય તો લાવીને આપે. કાકા સાવ ભોળા તેમને ખબર ન પડે કે આ ચશ્માની જોડી બદલાઈ ગઈ છે. કાકીને ઘણીવાર થતું આ એનો ‘વર’ જુવાનીમાં કમાયો કેવી રીતે હતો ? જો કે આ દરેક ઘરની ખાનગી વાત છે. “કોઈ પણ સ્ત્રી પતિની કિંમત સમજતી હોતી નથી ! પોતાને ખૂબ હોંશિયાર માને તેમાં ભલેને ફદિયું કોઈ દિવસ કમાયા પણ ન હોય!”

‘ચશ્મા્ના ચંચુપાત પર તાત્કાલિક કરફ્યુ લાગી ગયો. શાંતિથી ચમેલી કાકીની બનાવેલી ચા પીતા પીતા છાપું વાંચવા લાગ્યા. આજે ગરમ બટાકા પૌંઆ નાસ્તામાં હતા. ચંપક કાકા ચશ્મા માંથી ચમેલી કાકી સામે જોયું.

આંખના ઇશારા વાંચવા ટેવાયેલા ચમેલી કાકી બોલ્યા,’લ્યો ચશ્માના ચંચુપાતમાં ભૂલી ગયા આજે આપણા લગનની ૫૦મી વર્ષગાંઠ છે” !

ચંપક કાકા નાકની દાંડી થી ચશ્મા ઉંચા કર્યાને ચમેલીકાકીને આંખ મારી. મારવા ગયા ડાબી, મરાઇ ગઈ બંને  !!!!!!!!