વરદાન કે અભિશાપ - ભાગ 34 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 34

વરદાન કે અભિશાપ (ભાગ-૩૪)

            (વીંટીના પ્રતાપે નરેશની પ્રગતિમાં ઉત્તરોતર વધારો થઇ રહેલ હતી. દિવાળીનો તહેવાર નજીક હતો. ધનરાજભાઇના ઘરે તો મોટા પાયે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. ધનરાજભાઇ ફોન કરીને નરેશને સહપરિવાર સાથે અહી ઘરે ત્રણ દિવસ રહેવા આવી જવા માટેનું જણાવી દે છે. આ બાજુ ધનરાજભાઇ નાના ભાઇ દેવરાજભાઇ, ભાભી, તેમના દીકરાઓ અને દીકરીઓને પણ દિવાળી પર આવવાનું આમંત્રણ આપી દે છે. ત્રણ દિવસ પછી નરેશ અને તેનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જાય છે. એ જ જગ્યાએ તેનો મોટો ભાઇ સુરેશ પણ તેના પરિવાર સાથે અહી લગ્નમાં આવે છે. નરેશને કંઇક અણસાર થઇ રહ્યો હતો. તેની સુરેશથી અલગ થવાની ઇચ્છા જ ન હતી. હવે આગળ.................)

            નરેશનો પરિવાર અને તેના મોટા ભાઇ સુરેશનો પરિવાર બધા સાથે જમવા બેસે છે. આ બાજુ સુશીલા અને ભાનુ વચ્ચે ઘર વિશેની અંગત વાત ચાલી રહી હતી.

સુશીલા : તમે તો અમારા ઘરે આવતા જ નથી... કોક વાર આવો અમારા ઘરે. તો અમને પણ સારું લાગે.  

ભાનુ : આવીશું. તમારા જેઠને હમણા ઓફિસમાં વધારે કામ રહે છે એટલે કયાંય જવાતું જ નથી.

સુશીલા : હમમમ..... સાચી વાત. વચ્ચે બા જોડે કંઇક મગજમારી થઇ હતી ? તમારા દિયર કહેતા હતા.

ભાનુ : હા સુશીલા... એ તો બા એમ કહેતા હતા કે તમને તો સાસુ-સસરાનું તો ઘર દેખાતું જ નથી. બસ પિયરીયું જ દેખાઇ જાય છે. તે પિયર વાડા દર અઅઠવાડીયામાં તમારા ઘરે આવી જાય. (એમ કહી તે થોડા ઉદાસ થઇ જાય છે.)

સુશીલા : અરે બા ની વાતનું ખોટું ના લગાડશો. એ તો બધાને આમ જ કહે છે. આમ પણ આપણે તો અળખામણા છીએ.  

ભાનુ : ના સુશીલા, આ વખતે મે નકકી જ કર્યું છે અહી નથી રહેવું. કયાંક દૂર જતું રહેવું છે.

સુશીલા : (તેને ભાનુના ચહેરા પર કંઇક ઉદાસીનતાનો ભાવ દેખાતો હતો અને અજુગતું થવાનો અણસાર થતો હતો.) આમ કેમ કહો છો ? બધું સારું થઇ જશે.

ભાનુ : સુશીલા, તમે જે મકાન લીધું ત્યાં રહેવા માટે મે બા ને કહેલું હતું. પણ બા એ મને તે મકાન જ ના આપ્યું.

સુશીલા : આ વાતની તો મને ખબર જ નથી. અમને તો બા એ પરાણે અહી મોકલ્યા છે. મને ખબર હોત કે તમારે અહી રહેવાની ઇચ્છા છે તો હું જાતે જ બા ને વાત કરત.

ભાનુ : એમ ? તને આ વાતની ખબર નથી ? તારા જેઠ તો ખાસ બા-બાપુજીને મળવા આવ્યા હતા. કદાચ એ દિવસે તમે કયાંક બહાર ગયા હતા.

સુશીલા : હા એવું બની શકે. તો સાંભળોને, હું આજે જ બા ને વાત કરીને તમને મકાન આપવાની વાત કરું છું. તમારા દિયરને પણ વાત કરી લઉં છું એ બા ને સારી રીતે સમજાવી દેશે.

ભાનુ : ના ના, સુશીલા. તને તારા મયુરના સમ છે. આ વાત હવે તું કોઇને પણ ના કહેતી.

સુશીલા :  કેમ પણ ? તમે આટલા દુઃખી છે એ મારાથી નથી જોવાતું. તમને દુઃખી કરીને મારે આ ઘરમાં નથી રહેવું.

ભાનુ : અરે તમે અને નરેશભાઇ આ ઘરમાં રહો એમાં મને કોઇ જ વાંધો નથી. અમે દુઃખી તો બા-બાપુજીથી છીએ કે એમણે અમને ઘર માગવા છતાં પણ ના આપ્યું. મારા તો આશીર્વાદ છે કે તમને સુખ, શાંતિ અને સમૃધ્ધિ મળે. અમારું તો શું અમે તો અહી રહેવા જ નથી માંગતા. મનની શાંતિ માટે કયાંક દૂર જવું છે.

સુશીલા : (તે તો ભાનુને ધારી-ધારીને જોઇ રહી હતી. ) ચિંતા ના કરો. બહુ ના વિચારશો. બધાનું સારું જ થશે.

ભાનુ : સારું તો થશે જ ને ફકત કમલેશભાઇનું. કેમ કે બા એ કદી પણ આપણા કોઇનું તો વિચાર્યુ જ નથી.  

સુશીલા : તમારી વાત તો સાચી છે. પણ આપણે કંઇ કરી શકીએ તેમ નથી. સમયની રાહ જોયા વગર આપણી પાસે કશું જ નથી.   

ભાનુ : (ઉંડો નિઃસાસો નાખે છે અને આકાશ તરફ જોવે છે.)

 

(નરેશને મનમાં જે અણસાર થઇ રહ્યો હતો તેનો તેનો સુરેશ અને ભાનુ સાથે કોઇ સંબંધ હતો ? અને એ જ અણસાર આજે સુશીલાને પણ થયો. શું કોઇ અનહોની ઘટવાની હતી જેની અગમચેતી હાલમાં તેમને મળી રહી હતી? )

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૩૫ માં)

 

-  પાયલ ચાવડા પાલોદરા