Naari Mann ane sex vishe ketlaak lekho - 8 books and stories free download online pdf in Gujarati

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 8

મિત્રો... પ્રેમલગ્ન અને કામકલા વિજ્ઞાન નામની સારી એવી ચર્ચિત નવલકથા લખ્યા પછી વાંચકો ના મન માં કેટલાક સામાન્ય પ્રશ્નો હશે જેના ઉત્તર અહીં આપું છું. આ વિષય ના કેટલાક ડોકટર મિત્રો પાસે થી અને કેટલાક અધિકૃત સાહિત્યનો અભ્યાસ કર્યા પછી હું આ લેખ આપની સમક્ષ લખી રહ્યો છું. એક જ્યોતિષ અને ન્યુમરોલોજીસ્ટ હોવાની સાથે સાથે હું એક કન્સલ્ટન્ટ અને શિક્ષક પણ છું. અને આ વાત મને આ વિષે લખવા માટે વધુ પ્રોત્સાહિત કરે છે. આ વિષય સાથે સંબંધિત કેટલાક પ્રશ્નો રજૂ કરું છું.

(૧) અમે વર્ષો થી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતા..હવે મારો પ્રેમી /પ્રેમિકા મને છોડી ને જતા રહ્યા છે.. અમે એમને કઈ રીતે પાછા મેળવી શકીએ?
(જ.) સામાન્ય રીતે પ્રેમ સંબંધો માં કોઈ પણ વ્યક્તિ ભાવનાત્મક રીતે જોડાય છે. જ્યારે વ્યક્તિ ઈમાનદારી સાથે અને સંપૂર્ણ સમર્પિત ભાવનાથી કોઈ ને પણ પ્રેમ કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તે પોતાને પ્રેમી કે પ્રેમિકા પર નિર્ભર પણ કરી દે છે. એ અપેક્ષા રાખે છે કે પોતાના જીવનના નાના મોટાં નિર્ણયો માં તેનો પ્રેમી અથવા પ્રેમિકા ભાગીદાર બને... અને તેઓ સદાય તેમના સંપર્ક માં રહે , પણ સદાય એવું થતું નથી. આજના લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપના સમયમાં ક્યાંક એકબીજા પર વધુ પડતો વિશ્વાસ મુકવો પણ જોખમી છે. ચાલો માન્યું કે તમે સામેવાળા વ્યક્તિ ને ખૂબ પ્રેમ કર્યો છે.. પણ તમને સુખી કે દુઃખી કરવાનો એકાઅધિકાર તમેં એને અને એને જ આપી દો એ ક્યાંક તમારા જીવન માટે સારું નથી. કોઈ પણ વ્યક્તિ ને વધુ પડતો હક્ક આપી દેવો કે એના પર એટલું નિર્ભર થઈ જવું કે એને તમારા જીવન ને કોઈ પણ દિશા કે દશા આપવાની સત્તા મળે એ જોખમી છે. ખાસ કરી ને લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં આ ધ્યાન રાખવું જોઈએ અંતે તમારા જીવન ની જવાબદારી તમારી પોતાની જ છે. કોઈ પણ વ્યક્તિ ને એની મરજી વિરુદ્ધ તમે રોકી શકો પણ સદાય સાથે રાખી શકો નહિ. અને એક જ્યોતિષ તરીકે કહું છું કે આ માટે કોઈ પણ પ્રકારના મંત્ર,તંત્ર ,વિધિ વિધાન માં પડવું નહિ. પ્રેમી કે પ્રેમિકા નું વશીકરણ કરવુ કે કોઈ પણ પ્રકાર ના ચમત્કારની આશા રાખવી આ પ્રકારના કેસ માં ખૂબ જોખમી છે.

(૨) મારો પ્રેમી/પ્રેમિકા કે મિત્ર રોજ રાત્રે મોબાઈલ સેક્સ અથવા સેક્સ ચેટ કરવાની માંગણી કરે છે. હું શું કરું?
(જ.) આજના સમય માં ઘણા પ્રેમી યુગલો ટેકનોલોજી નો ઉપયોગ કરી સેક્સી મેસેજ અથવા વીડિયો ની આપ લે કરતા હોય છે. ભલે તમે તમારા પ્રેમી કે પ્રેમિકા ને વર્ષો થી જાણતા હોવ,તેમના પર વિશ્વાસ કરતા હોવ પણ નગ્ન તસવીરો ની માંગણી અથવા દબાણપૂર્વક સેક્સ ચેટ કરવા ની માંગણીઓ ને *ના* કહેવી ખૂબ જરૂરી છે. આવી રીતે ટેકનોલોજી ના માધ્યમ થી સેક્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરવી એટલે કે સેક્સટિંગ કરવું કાયદાની દ્રષ્ટિએ એક ગુનો છે. તમારી અંતરંગ કલીપ,ફોટા ,ચેટ કોઈ પણ ત્રાહિત વ્યક્તિના હાથ માં આવી શકવા ની શકયતા પુરે પુરી છે અને તેનાથી બ્લેકમેઇલિંગ નું જોખમ વધી શકે છે. આ રીત ના દબાણ અને માંગણીઓ સામે તમેં પુરાવા ની સાથે પોલીસ ફરિયાદ કરી શકો છો. આ રીત ની માંગણી સ્વીકારવી કે નહીં એ અંતે તમારો જ નિર્ણય હોઇ શકે.

(૩) અમે બન્ને ડેટિંગ એપ/સોશિયલ મીડિયા પર મળ્યા છીએ. એ મને પહેલી વાર મળવા બોલાવે છે.. શું કરું?
(જ.) ડેટિંગ એપ એ કોઈ ખાતરી આપતી નથી કે તમે જે વ્યક્તિ ને મળવા જાવ છો એ કોઇ ખૂબ સારા અને સંસ્કારી પરિવારની સભ્ય વ્યક્તિ છે. આ પ્રકાર ના સબંધો માં બે વ્યક્તિ સાવ અજાણ્યા હોય છે. ઘણી વાર એવું પણ બને છે કે ડેઇટિંગ એપ પર ફોટો કે વીડિયો અથવા નામ અલગ હોય અને વ્યક્તિ જે મળવા આવે એ સાવ અલગ હોય. એવું બનવાની શકયતા ઘણી છે. જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિ ને સૌ પ્રથમવાર મળવા જાવ ત્યારે પરિવાર ના કોઈ મોટા અનુભવી વ્યક્તિને સાથે રાખો અને કોઈ મિત્ર અથવા ભાઈ બહેન ને આ વાતે અવગત રાખો. સાવચેતી અને સુરક્ષાની સંપૂર્ણ તકેદારી રાખો. ભીડભાડ વાળી જગ્યા એ પ્રથમવાર મળવાનું રાખો એ વધુ હિતાવહ છે. ડેટિંગ એપ કે સોશિયલ મીડિયા પર સંપૂર્ણપણે ભરોસો મુકવો યોગ્ય નથી.

(૪) હુક અપ કે વન નાઈટ સ્ટેન્ડ કરવું કેટલું યોગ્ય છે?
(જ.) હુક અપ અથવા વન નાઈટ સ્ટેન્ડ એટલે માત્ર શારીરિક આકર્ષણ ના જોરે અને શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા સાથે રાખવા માં આવતો ખૂબ જ ટૂંકા ગાળા નો સંબંધ.. આ સંબંધ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ બાંધી શકે છે પણ તમે જે વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છો છો તે વ્યક્તિના સ્વાસ્થ્ય, એની નિયત,એની જાતીય આદતો અને તે વ્યક્તિ ની સુઘડતા અને સ્વચ્છતા વિશે માહિતગાર હોવા જરૂરી છે. અને આવા સંભોગ માં નિરોધ(કોન્ડોમ) નો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આવા સંભોગ આનંદમય હોવાની સાથે સાથે સુરક્ષિત હોય એ ખૂબ આવશ્યક છે.

(૫) પ્રેમી/પ્રેમિકા ને પ્રથમ કિસ (ચુંબન) કરતા વખતે શું ધ્યાન રાખવું?
(જ.) કોઈ પણ વ્યક્તિ માટે તેનું પ્રથમ ચુંબન યાદગાર હોય છે તેને શક્ય તેટલું સ્પેશિયલ અને આત્મીય બનાવી શકાય છે.
(૧)કિસ કરતા પૂર્વે તમે તમારું મુખ સાફ કરી લો તે આવશ્યક છે.કોઈ પણ પ્રકાર ની દુર્ગંધ તમારા મુખ માંથી અથવા શરીર માંથી આવતી હશે તો તે તમારા પ્રિય પાત્ર ને ન ગમે એવુ બની શકે. તમને સિગરેટ,તમાકુ ની આદત હોય તો તે પણ તમારા ઓરલ હાઇજિન પર ખરાબ અસર કરી શકે છે. (૨) કિસ એકદમ રિલેક્સ થઈને પ્રેમ થી કરો.. શક્ય હોય તો આવી બાબતો માં સરપ્રાઈઝ આપવા નું ટાળો .. તમારા પ્રિય પાત્ર ની *હા* થી જ આગળ વધો.. નહિતર આ સરપ્રાઇઝ ની જગ્યાએ શોક બની શકે છે. (3) પ્રથમ કિસ શક્ય તેટલી લાંબી અને કમ્ફર્ટેબલ રાખો.. કિસ પૂર્વે તમે પ્રેમી અથવા પ્રેમિકા ના કાન માં સેક્સી અથવા પ્રેમાળ વાતો કરી શકો છો, અથવા તેમના વખાણ કરી શકો છો.(૪) પ્રથમ કિસ વખતે બાઈટ કરવાનું ટાળો. સ્વીટ મુવમેન્ટ કરી શકો. પ્રથમ કિસ વખતે પ્રેમી/પ્રેમિકાના વાળ પંપાળવા અથવા તેમના સ્તન પંપાળવા જેવી નાની મોટી છૂટછાટ લઈ શકો પણ તમારા પાર્ટનરની ઈચ્છા મુજબ જ. (૫) ધીરજ રાખો... કિસ એ પ્રેમ કરવાનું માધ્યમ છે.. એનો અર્થ એ નથી કે તમે અથવા તમારો પાર્ટનર સેક્સ માટે તૈયાર જ હોય.
********************************

(1) મારા ગ્રુપમાં બધા જ મિત્રો રિલેશનશિપમાં છે. મારા જીવન માં હજી કોઈ નથી. મને પણ પ્રેમ માં પડવાની અને ઇન્ટિમેટ થવાની રોજ ઈચ્છા થાય છે. ઘણીવાર મને પોતાની અંદર જ ઉણપ હોવાની લાગણી થાય છે.. હું શું કરું? મને મારો/મારી સોલમેટ ક્યારે મળશે?
(જ.) સામાન્ય રીતે 12-13 વર્ષ ની ઉંમર પછી સ્ત્રી અને પુરુષ બન્ને માં હોર્મોનલ ચેન્જીસ થાય છે. મગજમાં એન્ડોરફીન સ્ત્રાવ ના કારણે કોઈ પ્રિય વ્યક્તિના સંગથી આનંદની લાગણી થાય છે. વ્યક્તિનો સ્વભાવ જો પહેલેથી જ મળતાવડો , સહજ અને વાતોડીયો હોય તો તેનું સોશિયલ સર્કલ વધારે હોવાનું.. પણ ઘણી વ્યક્તિઓ અંતર્મુખી ,એકાંત પ્રિય અને ઓછું બોલનારી હોય છે.. તેઓ સ્વાભાવિક રીતે પોતાની દુનિયામાં અને બધાથી જુદા રહેવાનું પસંદ કરે છે... આવા લોકો માં પણ આવી ઈચ્છાઓ થાય છે તો ખરી જ.. હોર્મોનલ ચેન્જીસ અને સ્ત્રાવ લગભગ બધા ના જ મગજ માં થાય છે પણ પ્રમાણ સરખું હોતું નથી. તમારા પ્રશ્ન મુજબ તમારું આખું ગ્રુપ છે.. તેમાં બધા જ મિત્રો કોઈ -કોઈ ની સાથે રિલેશનશિપમાં છે. ..આ ખૂબ સ્વાભાવિક છે. પણ બધા ના જીવન સરખા હોય એ જરૂરી નથી. ઘણા લોકો ના જીવન માં આવા અંગત મિત્રો જલ્દી આવે છે અને કેટલાક ના જીવનમાં મોડા આવે છે. .. અથવા તેમના લગ્ન થઈ જાય છે.. આ બાબત સાહજિક અને સ્વૈચ્છિક છે. કોઈ પણ સંબંધ બે વ્યક્તિની ઈચ્છાથી થતો હોય છે. તમને કોઈ ગમે પણ એ જરૂરી નથી કે તેને પણ તમે ગમી શકો.. પણ એનો અર્થ એ નથી કે તમારા માં કોઈ ખામી છે. પોતાની જાત નો વિકાસ કરવાનો અને નવી નવી વાતો જાણવાનો પ્રયત્ન બધા જ કરતા હોય છે... જેટલા વધુ તમે લોકો ની સાથે જોડાશો.. ઇત્તર પ્રવૃત્તિઓ માં ભાગ લેશો.. સામાજિક બાબતો માં વધુ સમય આપશો એટલું તમારું મન વધુ ખુલ્લું થશે.. નવા લોકો સાથે મળવાની વધુ તક મળશે. દરેક શહેરો માં શનિ/રવિ દર મહિને સારા સારા ઓફલાઇન ઇવેન્ટ થતા હોય છે.. આવા ઇવેન્ટ કેફે અને રેસ્ટોરન્ટ માં થાય છે. મુખ્યત્વે આ ઇવેન્ટ પબ્લિક સ્પીકિંગ,કવિતા,ગાયન,સ્ટેન્ડ અપ કોમેડી,પપેટ શો અને આવા જ અલગ અલગ વિષયો સાથે થતા હોય છે. તમે એવા ઇવેન્ટ્સ ની મેમ્બરશીપ લઈ શકો. આનાથી તમારું ગ્રુપ વધવાની શકયતા વધી જશે. લઘુતાગ્રંથિ દૂર કરી ને યોગ્યતા અને આવડત વધારવા પર ધ્યાન આપો. સમય આવતા બધું જ થશે.

(2) મને કોઈ ગમે છે.. અને મને સતત એવું થાય છે કે હું પણ એને ગમતો/ગમતી હોઈશ. આ વિશે હું એને કઈ રીતે કહું.. મને ખુબ સંકોચ થાય છે.. હું શું કરી શકું?
(જ.) આ સમસ્યા સ્વાભાવિક છે. આ સંકોચ ની પાછળ
" તે વ્યક્તિ જો ના પાડશે તો?" "તે મારા વિશે શું વિચારશે?" "શું સાચું કહેવાથી સબંધ તૂટી શકે? આ પ્રકારનો ભય હોય છે.. જ્યાં ભય છે.. ડર છે.. ત્યાં હિંમત રહેતી નથી. નવા સંબંધ શરૂ કરવા અને ટકાવી રાખવા હિંમત ની જરૂર પડે છે. ના સાંભળવા નો ભય એટલો બધો વધી જાય છે કે કદાચ હા સાંભળવાની શક્યતાઓ વધુ હોઇ શકે એ વાત પર ધ્યાન જતું નથી. તમને સાચે જ તે પાત્ર ગમતું હોય તો ડર અને સંકોચ છોડી હિંમત થી કામ લો. સંબધો માં જેટલી વધુ કલેરિટી અને પારદર્શિતા હોય એટલા વધુ એ વિકસે છે. અને જો તે પાત્ર ના કહે તો તે પણ સ્વીકારી લેવાની હિંમત રાખો. કહેશો જ નહીં તો રહી જશો.. કહી દેશો તો કદાચ તરી જશો.. કામ પાર પડી જશે.. આ સૂત્ર યાદ રાખો.. પહેલ કરવામાં પહેલ રાખો. બીજા વ્યક્તિઓ ને વચ્ચે માધ્યમ બનાવશો નહિ. તમારા મન ની વાત તમે જ કહો એ વધુ જરૂરી છે.

(3) હસ્તમૈથુન કેટલી વખત કરવું નોર્મલ ગણાય?
(જ.) નોર્મલ ની આ સંબંધે કોઈ એકસરખી વ્યાખ્યા નથી. હસ્તમૈથુન કરવાની કોઈ નિશ્ચિત સંખ્યા નથી. દરેક વ્યક્તિ પોતાની કામેચ્છા શાંત કરવા આ ક્રિયા કરે છે.. હા પણ એટલું અવશ્ય કહીશ કે આ ક્રિયા હળવા મનથી...પ્રસન્ન ચિત્તે કરવી જોઈએ. હસ્તમૈથુનની આદત એક સ્વસ્થ આદત છે પણ જો આ ક્રિયા એક ન છોડી શકાય એવી આદત બની જાય અને તમારા રોજીંદા સામાન્ય જીવન પર ખરાબ અસર પડે તો તરત જ ડોકટર પાસે જઈ ને કાઉન્સેલિંગ કરાવવું. ઘણા વ્યક્તિઓ ને હસ્તમૈથુન કર્યા વગર ઊંઘ આવતી નથી. એ હસ્તમૈથુન નો સ્લીપિંગ પિલ તરીકે ઉપયોગ કરે છે. આ કોઈ બ્રશ કરવા જેવી દિનચર્યા પણ નથી .. જે રોજ ફરજિયાત કરવી જ પડે.. આવા ફરજિયાતપણાં થી બચવું યોગ્ય છે. હસ્તમૈથુન કરવું એ 100% હાનિરહિત છે.

(4) શું એસ્ટ્રોલોજી/ન્યુમરોલોજી ની મદદ થી કોઈ પણ વ્યક્તિ વર્જીન છે કે નહીં તે જાણી શકાય છે? શું મારો પતિ/પત્ની ચારિત્ર્યહીન છે કે નહીં તે જાણી શકાય?
(જ.) કોઈ પણ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ વર્જિન છે કે નહીં એ કોઈ પણ રીતે જાણી શકાય નહીં સિવાય કે તે વ્યક્તિ પોતે જ આ વિશે ન જણાવે. એસ્ટ્રોલોજી કે બીજું કોઈ પણ વિજ્ઞાન વ્યક્તિ નો સ્વભાવ અને તેના ગુણ /અવગુણ જણાવી શકે .. અને તે પણ માત્ર અભ્યાસ અને અનુમાન ના આધારે... એ પણ 100% સાચું હશે કે નહીં એ ખાતરી પૂર્વક કહી શકાય નહીં. વ્યક્તિનું ચારિત્ર્ય એ પોતે જ જણાવી શકે.. કોઈ જ્યોતિષ ભુવા તંત્ર મંત્ર કે આવી ખોટી માન્યતાઓ માં પડવું નહિ. સંબંધો નો પાયો જો શંકા હોય તો આવા સંબંધો કડવો અનુભવ આપી શકે છે.

(5) શું વિવાહ માટે કુંડળી મેળવવી જરૂરી છે? અને એ મેળવ્યા વગર વિવાહ થાય તો કઈ ખોટું થઈ શકે?
(જ.) કુંડળી મેળવવી જ જોઈએ એવો આગ્રહ ભૂલ ભરેલો છે. એક એસ્ટ્રોલોજર તરીકે હું કહું છું કે કુંડળી મળે તેના કરતા હૃદય અને મન મળે તે જરૂરી છે. આ બાબતે વહેમ રાખશો નહિ. જે કુંડળી મેળવ્યા વગર,મંગળ કે નાડી જોયા વગર વિવાહ કરે છે તેમનું લગ્નજીવન પણ સુખી થઈ શકે છે. સુખી અને પ્રેમાળ લગ્નજીવનનો આધાર પતિ પત્ની ના પ્રેમ ,સમજણ અને આત્મીયતા પર છે. કુંડળી પર નહિ.

(1) પોર્ન સેક્સ અને સામાન્ય સેક્સ લાઈફ વચ્ચે શું અંતર છે?
(જ.) પોર્ન અથવા વેબસિરિઝ માં જે સેક્સ બતાવવામાં આવે છે.. એ માત્ર અભિનય હોય છે. ઘણા રિટેક્સ પછી આવી ફિલ્મો તૈયાર થતી હોય છે. આ ફિલ્મો નો હેતુ વધુ માં વધુ ગ્રાહકો અને દર્શકો ને અકર્ષવાનો હોય છે.. આ ફિલ્મો માં કેમેરા નો ઉપયોગ કરી ઘણા આર્ટિફિશિયલ ફિલ્ટરસ અને સાઉન્ડસ ઉમેરવામાં આવે છે.. આવી ફિલ્મો જોનાર વધુ ને વધુ આ પ્રકાર ની ફિલ્મો જોવે એ માટે વધુ પડતી આકર્ષક બનાવવામાં આવે છે. આ પ્રકારનું આખું માર્કેટ તેમના ગ્રાહકો ના વીડિયો હિટ્સ અને વયુઝ પર ચાલે છે.. આ પ્રકાર નું સેક્સ આર્ટિફિશિયલ છે. અને પોર્ન સેક્સ એ જાતીય શોષણ, અશ્લીલતા અને બળાત્કાર જેવી બાબતોને ક્યાંક પ્રોત્સાહન આપે છે... અને તેનાથી પૈસા પણ કમાય છે.
જ્યારે સામાન્ય જીવનમાં બે વ્યક્તિઓ વચ્ચે જે સેક્સ થાય છે.. એ પ્રાકૃતિક અને સાહજિક હોય છે. તે બે વ્યક્તિઓ વચ્ચેની અંગત વાત છે.. તે બન્નેની પસંદ/નાપસંદ, શારીરીક અનુકૂળતાઓ, ફોરપ્લે ,ઇન્ટરકોર્સ,આફ્ટર પ્લે .. આ બધી જ બાબતો એક સામાન્ય અને સારી સેક્સ લાઈફ નો ભાગ છે. પોર્ન સેક્સ એ ક્યારેય સેક્સ એડયુકેશન એટલે કે જાતીય શિક્ષણ નો ભાગ નથી. બલ્કે એ તો જાતીય અજ્ઞાન છે. જે વ્યક્તિ અથવા કપલ્સ પોર્ન સેક્સ અને પોતાની રિયલ સેક્સ લાઈફની તુલના કરે છે તે ઘણી મુંઝવણમાં પડી શકે છે. સાચું સેક્સ એડયુકેશન આ વિષયના એક ડોકટર, જાણકાર, કાઉન્સેલર અથવા આ વિષય ના વૈજ્ઞાનિક પુસ્તકો વાંચવાથી મળે છે.

(2) સેક્સ એડયુકેશન માટે વાંચવા/વસાવવા લાયક ઉપયોગી પુસ્તકો જણાવશો.
(જ.) સેક્સ એડયુકેશન અથવા જાતીય શિક્ષણ અંગે સાચી જાણકારી આપનાર ઘણા પુસ્તકો છે.. હું તમને અહીંયા બે અતિમહ્ત્વ ના પુસ્તકો જણાવું છું.
(1) મુગ્ધાવસ્થાની મૂંઝવણ- જાણીતા મનોચિકિત્સક, સેક્સોલોજીસ્ટ,મોટિવેશનલ સ્પીકર અને લેખક ડો. મૃગેશ વૈષ્ણવએ આ પુસ્તક લખ્યું છે. સેક્સ વિષયક વૈજ્ઞાનિક ,સાચી અને પ્રમાણભૂત માહિતી આપે છે. (આ પુસ્તક ગુજરાતી ભાષામાં છે.)
(2) It's Normal- જાણીતા સેક્સ એક્સપર્ટ અને સ્વ. ડો.મહેન્દ્ર વત્સ દ્વારા લિખિત આ પુસ્તક સેક્સ એડયુકેશન માટેનું પ્રમાણભૂત પુસ્તક છે.(આ પુસ્તક અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.)
આ સિવાય આપ પ્રતિલિપિ પર ઉપલબ્ધ મારી લખેલી વાર્તા પ્રથમ સેક્સ પણ વાંચી શકો.

(3) ફેન્ટસી સેક્સ શું છે..?
(જ.) ફેન્ટસી એટલે કલ્પના .. દરેક વ્યક્તિ ની કલ્પના માં કેટલીક અપેક્ષાઓ હોય છે.. અને તે વ્યક્તિ તેના જીવનસાથી અથવા પાર્ટનર પાસે અમુક રીત ના વર્તન ની અપેક્ષા રાખે છે.
સેક્સ લાઈફ માં પાર્ટનર પાસે કેટલીક આવી અપેક્ષાઓ રાખવી એ ફેન્ટસી સેક્સ છે. દાત: રચના ની એક ફેન્ટસી હતી કે જ્યારે એ પ્રથમવાર સેક્સ કરે ત્યારે તેની આજુબાજુ કેંડલ્સ અને હાર્ટ શેપ ના બલુન્સ હોય. વિવેક સાથે લગ્ન કર્યા પછી રચના એ આ ફેન્ટસી ની વાત વિવેક ને કરી અને વિવેકે પ્રથમ રાત્રી એ અદ્દલ આ જ પ્રકારનું વાતાવરણ તૈયાર કરી રચનાને સરપ્રાઈઝ આપી... અને રચના ને ખૂબ મજા આવી. આ રીતે દરેક વ્યક્તિની અલગ અલગ ફેન્ટસી હોઈ શકે. જ્યાં સુધી તમારી ફેન્ટસી તમારા પાર્ટનર માટે હાનિકારક ન હોય અથવા એને અનકમ્ફર્ટેબલ ન કરે ત્યાં સુધી આ વિશે ચર્ચા કરી પરફોર્મ કરવામાં વાંધો નથી.

(4) સેક્સ વિશે વધુ પડતા વિચારો આવે તો શું કરવું?
(જ.) સેક્સ ના વિચારો આવવા ખૂબ સામાન્ય વાત છે. 12/13 વર્ષની ઉંમરે કે તેથી નાની ઉંમરમાં પણ આ પ્રકારના વિચારો આવવાની શરૂઆત સામાન્ય રીતે થઈ શકે છે. પણ આ પ્રકારના વિચારો વધુ પડતા આવે કે જેનાથી તમારા સામાન્ય જીવન,દિનચર્યા અને સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે તો આ એક મન ની તકલીફ હોઇ શકે. તમારે એક સારા ડોકટર એટલે કે સેક્સોલોજીસ્ટ અથવા સાયકોલોજીસ્ટ ને કન્સલ્ટ કરવું જોઈએ. જેમ શરીર ના અન્ય ભાગો ના ડોક્ટર હોય છે તેમ સેક્સ ના અને મન ના પણ ડોક્ટર હોય છે. તેમની સાથે નિઃસંકોચ તમારી સમસ્યાઓ વિશે ચર્ચા કરવાથી સમસ્યાનો ઉકેલ આવી શકે.

(5) યુવાન બાળકો સાથે સેક્સ વિશે એક માતા પિતા તરીકે વાત કરવી છે.. પણ સંકોચ અને શરમ નડે છે.. શું કરવું?
(જ.) એક વડીલ તરીકે તમને શરમ અને સંકોચ નડે એ સામાન્ય વાત છે. સૌથી પહેલા આ માટે તમારે બાળકો ના મિત્ર બનવું પડશે.. અને "હું તારો/તારી મિત્ર છું.. તું મને કંઈ પણ કહી શકે છે.." એવું માત્ર કહી દેવાથી મિત્ર થવાતું નથી... તમારે સંતાનો ની વધુ નજીક જવુ, એમની સાથે તમારા અનુભવ શેર કરવા .. એમની વાતો અને અનુભવને પણ જાણવા અને સમજવા, આ એક સમય માંગી લે એવી પ્રોસેસ છે..એક નિર્ણાયક કે જજ તરીકે નહિ પણ એમની ઉંમર અને સમય પ્રમાણે એમને સમજાય એવી ભાષા માં એમની સાથે બધી રીતે કનેકશન બાંધવું યોગ્ય રહશે. ઘણીવાર એવું બને કે બાળક તમારી સાથે આ વિશે વાત કરવામાં શરમ અનુભવે અથવા પહેલેથી જ તેમને સેક્સ વિશે ઘણી સારી સમજણ હોય . તમને એવું લાગતું હોય કે તમે આ એકલા નહિ કરી શકો તો તમારા ફેમિલી ડોકટર,અથવા આ વિષયના પ્રોફેશનલ ડોકટર સેક્સ કાઉન્સેલર ની મદદ લઇ શકો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED