Featured Books
શ્રેણી
શેયર કરો

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 5

આધુનિક કામસૂત્ર નો સાર

કામસૂત્ર ફક્ત સંભોગ થી સંતોષ સુધી નો ગ્રંથ નથી પણ તેની અંદર ઘણી બધી કળાઓ નું વર્ણન છે.. સંભોગ નો કાળ,ઋતુ, પ્રણય ની ક્રીડાઓ ,સંભોગ માટે ની આતુરતા જાણવાની કળા,તથા અલગ અલગ પ્રકારની કળાઓ નું વર્ણન છે.. પરંતુ આધુનિક કામસૂત્ર ફક્ત સંભોગ ને વ્યવસ્થિત અને આનંદમય બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.. જો તમારે આધુનિક કામસૂત્ર નો સાર સમજવો હોય તો યાદ રાખો પ્રણય કામસૂત્ર સાર એટલે કે સંભોગ નું 369
****************************
(1) 3 પ્રકાર ના કામઆવેગો ( Sex Desire)
(2) 6 પ્રકાર ની રતિક્રીડા (Foreplay)
(3) 9 પ્રકાર ના મૈથુનકર્મ (Sexual act)
***
સંભોગ માટે તૈયાર પુરુષ અને સ્ત્રી ના મુખ્યત્વે 3 પ્રકાર ના કામ આવેગો હોય છે..

(1) મંદ આવેગ : (Mild desire) પુરુષ અને સ્ત્રી ની સેક્સ કરવાની રુચિ અથવા રસ ઓછો હોય છત્તા એ બન્ને સેક્સ માટે પ્રવૃત થયા હોય તો એ મંદ આવેગ કહેવાય છે. આમાંથી બન્ને ની રુચિ માં વધઘટ હોઈ શકે. રતિક્રીડાથી (Foreplay) થી મંદ આવેગ વધારી મધ્યમ શકાય કરી શકાય છે.

(2) મધ્યમ આવેગ :(Medium desire) આ પ્રકારના આવેગ માં સ્ત્રી પુરુષ બન્ને ની કામ ક્રીડા માટે ની તૈયારી હોય છે.. ઉપયુક્ત એકાંત અને વાતાવરણ મળતા બન્ને કામક્રીડા માં રત થઈ પોતાનો આવેગ તીવ્ર કરી શકે છે.

(3) તીવ્ર આવેગ : (Wild desire) આ પ્રકારના આવેગ માં પુરુષ અને સ્ત્રી બન્ને ની મિલન માટે ની આતુરતા ઘણી બધી તીવ્ર હોય છે.. તેઓ ખૂબ જલ્દી જલ્દી રતિક્રીડામાં પ્રવૃત થાય છે .

(સ્ત્રી અને પુરુષ બન્ને ના આવેગ સંભોગ ની શરૂઆત ,મધ્ય અને અંતમાં અલગ અલગ હોઈ શકે.)
*******************************
6 પ્રકારની રતિક્રીડા ( 6 types of Foreplay)
******
(1) સ્પર્શ (touch, cuddling)
(2) ચુંબન ( kissing)
(3) આલિંગન (Hug)
(4) મર્દન (Stimulating)
(5) નખક્ષત (Nail biting)
(6) વાર્તા ( Love talks)

******
(1) સ્પર્શ (touching, Cuddling) : સંભોગ કર્મ પૂર્વે બન્ને પાર્ટનર એક બીજા ના અંગો ને પ્રેમથી સ્પર્શ કરે ,પંપાળે અને પ્રેમથી આંગળી દ્વારા એક બીજા ને બધા જ અંગો (સિવાય જનન અંગો) પર હળવો મસાજ કરે તો બન્ને ને સ્પર્શ સુખ પ્રાપ્ત થાય છે.. અને રતિક્રીડાનો આનંદ વધે છે.

(2) ચુંબન(Kissing) : ચુંબન એ પ્રેમ ના હસ્તાક્ષર છે. સંભોગ પૂર્વે જેટલો સમય ચુંબન કરવામાં લગાવવામાં આવે એટલી સંભોગની ગુણવત્તા વધે છે.. ચુંબન ના પણ અલગ અલગ પ્રકાર છે . આના વિશે ફરી ક્યારેક ચર્ચા કરીશું પણ સંભોગના ભોજનમાં નમક જેવું કામ કરે છે ચુંબન.

(3) આલિંગન( Hug) : રતિક્રીડા દરમિયાન એક બીજા માં ઓતપોત રહેવું.. એકબીજા ની સમીપ રહેવું જરૂરી છે.. આલિંગન વગર નો સંભોગ આત્મીયતા વગરનો હોય છે. આલિંગન દ્વારા પ્રેમ અને લાગણીઓ ની નરમાશ અનુભવી શકાય છે.

(4) મર્દન(Stimulation) : મર્દન નો અર્થ થાય છે,હળવા હાથે મસળવું.. એટલે કે શરીર ના ગુપ્તાંગ સિવાય ના ભાગો જેવા કે છાતી, સ્તન ,જાંઘ વગેરે જગ્યાઓને પ્રેમથી માલિશ કરવી. આમ કરવાથી રતિક્રીડા નું સુખ અનેક ગણું વધે છે. મર્દનથી આવેગ વધે છે.. મંદ આવેગ વાળી સ્ત્રી અથવા પુરુષ મર્દનથી મધ્યમ તથા તીવ્ર આવેગ પ્રાપ્ત કરે છે. મર્દન ઉત્તેજના વધારે છે.

(5) નખક્ષત( Nail biting) : પાર્ટનર દ્વારા રતિક્રીડા ના સુખ માં વૃદ્ધિ કરવા તેમ જ પોતાની તરફ ખેંચવા માટે મુખ પર, કમર પર અથવા છાતી ના પાછળ ના ભાગે નખથી હળવી ખરોચ આપવામાં આવે છે.. આ પીડા આપવા માટે નહીં પરંતુ તીવ્ર આવેગ દર્શાવવા માટે કરવામાં આવે છે.. આ સંભોગ દરમિયાન સહજ રીતે જ થાય છે.

(6) વાર્તા ( love talk) : વાર્તા એટલે એક પાર્ટનર દ્વારા બીજા પાર્ટનરના કાનમાં રતિક્રીડા દરમિયાન થતો કામુક વાર્તાલાપ.. વાર્તા દ્વારા એક પાર્ટનર બીજા પાર્ટનર ને પોતાની ઈચ્છાઓ જણાવી શકે છે ,પોતાના ગમાં અણગમા વ્યક્ત કરી શકે છે. પોતાના પાર્ટનરના વખાણ કરી શકે છે. વાર્તા રતિક્રીડા અને સંભોગ બન્ને દરમિયાન સુખ માં વૃદ્ધિ કરે છે.

(આ છ પ્રકારની રતિક્રીડા ( Foreplay) સંભોગ પહેલા કરવાથી સંભોગ નું સુખ અનેક ગણું વધે છે.. જો બન્ને પાર્ટનર રતિક્રીડા નું મહત્વ સમજે તો અનેક લાભ થાય છે... આ છ ક્રીડા થી યુક્ત સંભોગ કામજીવનને સંતુષ્ટ અને સંતુલિત કરે છે), ( સંભોગ પછી પણ આ ક્રીડા કરવામાં આવે તો પણ સમાગમ નો સંતોષ વધે છે. સંભોગ પછી ની આ ક્રીડા ને After play એટલે પાર્શ્વ રતિક્રીડા કહેવાય છે.)


9 પ્રકારના કામ કર્મ( 9 types of Sexual Acts)
*********
(1) સમાગમ (Intercourse)
(2) મુખમૈથુન (Oral sex)
(3) ગુદામૈથુન (Anal sex)
(4) હસ્તમૈથુન (Masturbation)
(5) ફોન સેક્સ ( phone sex)
(6) કૃત્રીમ સાધન દ્વારા મૈથુન( Sex toys and vibrator sex)
(7) હસ્ત પ્રણય મૈથુન (Hand job)
(8) ત્રિયી પ્રણય મૈથુન ( Threesome sex)
(9) વિકૃત મૈથુન (Rape, unconcentual sex)

(1)સમાગમ( intercourse) : સમાગમ દરમિયાન પુરુષનું શિશ્ન હળવા ધક્કા સાથે સ્ત્રી ની યોની માં પ્રવેશ કરે છે. પુરુષ અને સ્ત્રી વચ્ચે થતા આ સંભોગ ને સમાગમ કહેવાય છે.. સમાગમ ના અંતે પુરુષ અને સ્ત્રી પરાકાષ્ઠા એ પહોંચે છે. જો બાળક ન જોઈતું હોય અને એઇડ્સ જેવી બીજી સમસ્યાઓ થી બચવા નિરોધ વાપરી સમાગમ કરવો જોઈએ.

(2) મુખ મૈથુન ( oral sex): મુખમૈથુન એક સંભોગનો પ્રકાર છે જેમાં સ્ત્રી અથવા પુરુષ પોતાના મુખ અને જીભ દ્વારા બીજા પાર્ટનર ના આખા શરીર પર મસાજ કરે છે અથવા બીજા પાર્ટનર ના ગુપ્તાંગ ને મુખ અથવા જીભ દ્વારા ઉત્તેજિત કરે છે.. કહેવાય છે કે મુખમૈથુન દ્વારા સંભોગ ની ઉત્તેજના વધે છે.. પણ આ કરવું જ એવું જરૂરી નથી.. જો આવું કરવું તમને અનુકૂળ ન હોય તો તમે નિઃસંકોચ તમારા પાર્ટનર ને જણાવી શકો છો. મુખમૈથુન દરમિયાન ચોખ્ખાઈ ની અને મોં ની સફાઈ ની કાળજી ન રાખવામાં આવે તો અનેક પ્રકારના રોગ થઈ શકે છે.

(3) ગુદામૈથુન( Anal sex) : આ એક સંભોગ નો પ્રકાર છે જેમાં પુરુષ સ્ત્રીના મળદ્વાર માં શિશ્ન પ્રવેશ કરાવે છે.. આ એક પીડાદાયક મૈથુન નો પ્રકાર છે.. કુદરતે મળદ્વાર ની રચના મળ વિસર્જન માટે કરી છે.. શિશ્ન પ્રવેશ માટે યોનિદ્વાર છે. પરંતુ ઘણા યુગલો સ્વૈચ્છિક રીતે આ મૈથુન પ્રકાર નો ઉપયોગ કરે છે... આ અપ્રકૃતિક અને ક્રૂર પણ છે. સમલૈંગિક સમાગમ માં આ મૈથુન નો ઉપયોગ કરાય છે.

(4)હસ્ત મૈથુન(Masturbation): જ્યારે કોઈ પણ પાર્ટનર ના અભાવે સ્ત્રી અથવા પુરુષ બન્ને પોતાના જ હાથ દ્વારા પોતાની જાત ને સેક્સ સંતોષ આપે એ પ્રકારના મૈથુન ને હસ્તમૈથુન કહેવા માં આવે છે. હસ્તમૈથુન તદ્દન સુરક્ષિત ઉપાય છે.. પાર્ટનર દૂર હોય, કોઈ પાર્ટનર ન હોય, પાર્ટનર મૃત્યુ પામેલ હોય ત્યારે આ સુરક્ષિત વિકલ્પ છે.

(5) ફોન સેક્સ( Phone Sex) : જ્યારે પાર્ટનર એકબીજાથી દુર હોય ત્યારે ટેકનોલોજી ના માધ્યમ દ્વારા ,વીડિયો અથવા ઓડિયો કોલ ના ઉપયોગથી એક બીજા સાથે ફોન સેક્સ કરી શકાય છે..

(6) કૃત્રિમ સાધન દ્વારા મૈથુન( Sex toys ,vibrators) : ખાસ કરી ને સંભોગ માટે જ કૃત્રિમ સાધનો બનાવેલ હોય છે જેને વ્યક્તિ એકાંત માં અથવા પાર્ટનર સાથે પણ ઉપયોગ કરીને સંભોગ સુખ માં વૃદ્ધિ કરી શકે છે.

(7) હસ્ત પ્રણય મૈથુન( Hand job) : સમાગમ દરમિયાન જયારે એક પાર્ટનર થાકી જાય ,એનું સખલન થયુ હોય અથવા સ્ત્રીઓ ને માસિક નો સમય હોય તો, એ પોતાના હાથ કે આંગળી ઓ ના ઉપયોગ થી બીજા પાર્ટનર સાથે મૈથુન કરી શકે છે.

(8) ત્રયી પ્રણય મૈથુન(Threesome sex) : જ્યારે બે કરતા વધુ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ એકસાથે સમાગમ કરે અને સ્વૈચ્છિક રીતે કરે સંભોગ ના આ પ્રકાર ને ત્રયી પ્રણય મૈથુન કહેવાય છે.

(9) વિકૃત મૈથુન( Rape, unconcentual sex) : સમાગમ સુખ ના નામે હિંસક રીતે અને બન્ને પાર્ટનરને ઇજા થાય એ રીતે સંભોગ કરવાથી ,બળાત્કાર કરવાની ક્રિયા ને વિકૃત મૈથુન કહેવાય છે.


369......369.......369....Of kama sutra........