Naari Mann ane sex vishe ketlaak lekho - 6 books and stories free download online pdf in Gujarati

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 6

સેકસ અને ફોરપ્લે માં વૈવિધ્ય વિશે અભિપ્રાય આપશો.

રિયલ લાઈફ સેક્સ ફિલ્મ જેવું નિટ એન્ડ ક્લીન હોતું નથી.. અને થોડું ડર્ટી હોય છે.. ઘણા કપલ્સ ફિલ્મી સીન ની નકલ કરવા મથે છે પણ આબેહૂબ કરવામાં નિષ્ફળ જાય છે.. ઇન્ટિમેટ થવું એ કપલની મરજી ની વાત છે.. પણ ઇન્ટિમેટ સેક્સ લાઈફની પોતાની પસંદ અને નાપસંદ હોઈ શકે.
દાખલા તરીકે : રિના ને હમેશા કિસિંગ કરતા વધારે પેશનેટ ડાન્સ અને હગ થી ફોરપ્લે કરવાનું પસંદ હતું.. કિસિંગ એના માટે વચ્ચે ક્યાંક પરફોર્મન્સ માં લિફ્ટ લાવવાનું માધ્યમ હતું.
જ્યારે સંજય ને હમેંશા લાબું લિપ લોક પસંદ હતું.
માંધુરી હમેશા વુમન ઓન ટોપ પોઝિશન પસંદ કરતી હતી.. એ આ પોઝિશન માં વધુ કોન્ફિડન્સ ફિલ કરતી હતી પણ રાજ માટે આ દરેક વખતે કમ્ફર્ટેબલ હતું નહીં, એ વૈવિધ્ય માં માનતો હતો.. એ અલગ અલગ પોઝિશન વધુ પસંદ કરતો હતો.

સેક્સ લાઈફ માં વૈવિધ્ય,ફોરપ્લે ની કળા માં પણ નવીનતા સેક્સલાઇફ માં ચાર ચાંદ લગાવે છે.. પરંતુ એ કપલ્સ માંથી બન્ને માટે કમ્ફર્ટેબલ હોવું જોઈએ. ફોરપ્લે માં વધુ સમય લગાવવાથી કપલ્સ એકબીજાની પસંદ ના પસંદ જાણી શકે છે.
ઋષિ વાત્સાયન કહે છે.. કે એકવાર નર અને નારી પ્રેમક્રીડામાં ખોવાઈ જાય ત્યારબાદ કોઈ શાસ્ત્રીય નિયમો નથી.. આ વાત નો અર્થ સમજવા જેવો છે.
જ્યારે બે વ્યક્તિ એકબીજામાં ખોવાઈ જાય ત્યારે સ્થળ ,સમય અને સ્થિતિનું ધ્યાન નથી હોતું.. આવી સ્થિતિને પ્રણય સામીપ્ય અથવા લવ ઇન્ટિમસી કહેવાય છે. કામ ક્રીડામાં સમય કરતાં ગુણવત્તા મહત્વની છે. પુરુષો નોર્મલ હોવા છતાં.. ઇન્દ્રિય ની લંબાઈ ,સ્ખલન પહેલા નો સમય, અને ઘણી સ્ત્રીઓ પોતાના કદ, પોતાના સ્તનોના આકાર .. આ બધાંની ખૂબ ચિંતા કરે છે. આ બાબત જાતીય જીવન ને શુષ્ક અને રસ વગરની બનાવે છે..
વૈજ્ઞાનિક સંશોધનો મુજબ સંભોગ નો કોઈ નિશ્ચિત સમય હોતો નથી.. સંતોષ અને પરાકાષ્ઠાનો અનુભવ ક્ષણો માં હોય છે... મિનિટો કે કલાકો માં નહિ.. એમ વીર્ય સ્ખલન નો પણ નિશ્ચિત સમય હોતો નથી. સંભોગ માં ઇન્દ્રિય ની લંબાઈ 2 ઇંચ હોય પણ કઠણાઈ સારી હોય તો પણ સ્ત્રી ને સંતોષ આપી શકે છે.. આમ લંબાઈ નહિ પણ કઠણાઈ મહ્ત્વની છે.. સ્ત્રી ના યોનિમાર્ગનો આગળનો ભાગ ખૂબ સંવેદનશીલ હોય છે.. માટે જે પુરુષ ઇન્દ્રિય સ્ત્રી યોનિમાર્ગના અગ્રભાગ ને સ્પર્શી શકે એ સ્ત્રી ને સમાગમ નો સંતોષ આપી શકે છે.. સ્ત્રી કોઈ પૌરુષ પ્રમાણિત કરવાનો અખાડો નથી.. ખૂબ ઝડપથી સંભોગ કરવાથી પણ વીર્યપાત જલ્દી થઈ શકે છે..
જાણીતા સેક્સોલોજીસ્ટ મુકુલ ચોકસી ના મતે જાતીય સંબંધ એક પ્રેમ કરવાનો ઉત્સવ, ઉત્સાહ અને ઉમળકો છે.
જે વ્યક્તિ રિઝલ્ટ ના તણાવ સાથે સંભોગ કરે છે એ ફોરપ્લે તેમ જ સંભોગ માં ગુણવત્તાભર્યો સમય આપી શકતા નથી. અરે જેને રિઝલ્ટનું બહુ ટેનશન હોય એવો બાળક પણ ભણવાની પરીક્ષા વ્યવસ્થિત આપી શકતો નથી... તો આ તણાવ જાતીય જીવન માટે હાનિકારક કેમ ન હોય. તંદુરસ્ત જાતીય જીવન માટે સૌથી પહેલા પુરુષ અને સ્ત્રી નું ખુશ હોવું, એકબીજાની નજીક, તનાવમુક્ત અને પ્રસન્ન હોવું જરૂરી છે. એક બીજાને પ્રેમ કરવાના હેતુ થી ફક્ત બે મિનિટ નું સામીપ્ય પણ એટલો જ સંતોષ આપી શકે છે.
સિગરેટ,તમાકુ,દારૂનું સેવન લાંબા ગાળે જાતીય જીવન માટે હાનિકારક છે.આ સિવાય ઘરના કામકાજ નું ટેનશન, ધંધા ના કામકાજ નું ટેનશન.. આ બધા જાતીય જીવન સિવાય ના તણાવ પણ સંભોગ ની ગુણવત્તા ને અસર કરે છે.. આ માટે હંમેશા અંગત પળો માણતા પહેલા હળવાશનો અનુભવ કરવો જરૂરી છે.

કેટલીક ઉપયોગી ટિપ્સ
*************
(1) સંભોગ પહેલા કોઈ સારી રોમેન્ટિક અથવા કોમેડી ફિલ્મ જોવી
(2) સંભોગ પહેલા પ્રેમ ભર્યો વાર્તાલાપ કરવો.. એકબીજા ને ગમતા કપડાં અને પરફ્યુમ્સ લગાવવા.
(3)સાથે નાની મોટી રમતો રમવી.
(4) સાથે બગીચામાં કે ખુલ્લા વાતાવરણમાં ચાલવા જવું.
(5) એકબીજાને નાની મોટી ભેટ આપવી.
(6) રોમેન્ટિક સંગીત સાંભળવું.. એકબીજા ની નજીક રહેવાય એવો રોમેન્ટિક ડાન્સ કરવો. એકબીજાને પોતે સ્પેશિયલ વ્યક્તિ છે એવો અનુભવ કરાવવો.
આ ટિપ્સ ફોલો કરવાથી ઘણી મદદ મળશે.
અને છેલ્લે..
એ સોનેરી પળ મિલનની કેવી અણમોલ છે,
જ્યારે તું અને હું પ્રેમમાં એકમેકની પાસે છે.
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED