Naari Mann ane sex vishe ketlaak lekho - 3 books and stories free download online pdf in Gujarati

નારી મન અને સેકસ વિશે કેટલાક લેખો - ભાગ 3


Social ડેટિંગ એપ્સ વિશે: સાવધાની એ જ સુરક્ષા.
****************************************
વિશ્વ એક જાળથી એકબીજા સાથે જોડાયેલુ છે.. ફેસબુક થી વોટ્સએપ અને વોટ્સએપ થી ટેંગો લાઈવ, ટીન્ડર અને બમબલ સુધી.. આપણે રોજ નવા નવા લોકો ને મળવા અને તેમની સાથે ઓનલાઈન વાતો કરવા આતુર રહીએ છીએ..

ટેકનોલોજી વિશ્વ ના પ્રત્યેક ખૂણા માં વાસ કરતા લોકો ને એકબીજા સાથે કનેક્ટ કરી ,લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ ના દ્વાર ખોલે છે.. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ એટલે કે (એલ ડી આર) એક નોર્મલ વસ્તુ થઈ ગઈ છે..
ઓનલાઈન ડેટિંગ સાઇટ પર પ્રોફાઈલ બનાવવી..અને તમારી જેમ જ અસંખ્ય લોકો એ બનાયેલી પ્રોફાઈલસ સ્વાઇપ કરવી ,તમને ગમતાં લોકો ને લાઈક કરવા અને એ પણ તમને લાઈક કરે તો વાત ચાલુ કરવી.. અને બન્ને વીડિયો કોલ કરી શકો.. એકબીજાને મળી શકો અને ઇન્ટિમેટ રિલેશનશિપમાં જઈ શકો.. આ હેતુ થી આ ઓનલાઈન એપ્લિકેશન કામ કરે છે.. આમાં ફ્રી અને પેઈડ ઓપશન હોય છે..
મારે વાત કરવી છે ,આ ડેટિંગ એપ્સની સારી અને ખરાબ બાજુની..

પહેલા સારી બાજુ વિશે વાત કરી લઈએ...
(1) ડેટિંગ એપ્સ તમને તમારી પર્સનાલિટી અને ગમાં અણગમાં વિશે અવગત કરે છે.. તમારી માટે અસંખ્ય પ્રોફાઈલસ ઓપન કરી તમારા મન ને સાચે માં કઈ વ્યક્તિ ગમશે તેના વિશે થોડીક માહિતી આપે છે.. તમે પોતાની પસંદ અને નાપસંદ ને વધુ સારી રીતે સમજી શકો છો.
(2) જે લોકો વાતચીત કરતા શરમાય છે અથવા પોતાની અંગત બાજુ ને એક્સપલોર કરવા માંગે છે એમના માટે ડેટિંગ એપ્સ વધુ સારી છે.
(3) જે લોકો પોતાના જેવા સમાન રસ અને ખ્યાલો ધરાવતા લોકો સાથે મિત્રતા કરવા માંગે છે એમના માટે આ એપ્સ મદદ રૂપ થઈ શકે છે.
(4) જો તમે પ્રોફેશનલ ઓળખાણ વધારવા માંગો તો પણ આવી એપ્સ મદદરૂપ થાય છે.
(5) ડેટિંગ એપ્સ તમારો ઓનલાઈન અભિગમ અને તમારી જાત ને પ્રેઝન્ટ કરવાની તમારી રીત બદલી શકે છે.
(6) જો તમારા નસીબ માં હોય તો લાંબા ગાળા નો યોગ્ય પાર્ટનર પણ મળી શકે છે.

હવે જરાક નકારાત્મક બાજુ પણ જોઈએ.
(1) ડેટિંગ એપ્સ પર પ્રોફાઈલ બનાવનાર ,અને પોતાને પ્રેઝન્ટ કરનાર વ્યક્તિ ,વાસ્તવિક જીવનમાં અલગ હોઇ શકે.
(2) ફેક પ્રોફાઈલ અને ગેરસમજ ઉપજાવનાર માહિતી પણ આપી શકે.
(3) ફોન પર અથવા ટેકનોલોજી થી મળેલી માહિતી નો તમારા વિરુદ્ધ દુરુપયોગ પણ થઈ શકે.
(4) ડેટિંગ સાઇટ્સ સેક્સ્યુઅલ રેકેટ ચલાવવાની અને પૈસા કમાવવા ની પદ્ધતિ પણ છે.

સાવધાની એ જ સુરક્ષા છે.
હસ્તમૈથુન વિશે વ્યાપક પ્રમાણમાં ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. હસ્તમૈથુન તદ્દન નિર્દોષ છે.. માણસ જો પોતાની સેક્સ ઈચ્છા દબાવી રાખે તો શારીરિક તકલીફો થવાના ચાન્સ છે.. પણ હસ્તમૈથુન તો સેક્સ ઈચ્છા વ્યક્ત કરવાનો સૌથી સુરક્ષિત માર્ગ છે. સેક્સી સ્વપ્ન આવવા પણ યુવાની માં થતા હોર્મોન્સ પરિવર્તન ના કારણે નોર્મલ છે. અને અઠવાડિયા માં બે થી ત્રણ વખત હસ્તમૈથુન પણ સામાન્ય છે.. ફક્ત ધ્યાન એટલું રાખવું કે આ જડ,લાગણીશૂન્ય અને યંત્રવત રીતે ન કરવા માં આવે.. આ ક્રિયા અ
અપરાધભાવથી મુક્ત હોય અને તેની આદત ન બને.. હસ્તમૈથુન કરતા વખતે અને પછી પણ યોગ્ય સાફસફાઈ રાખવી જરૂરી છે.
જ્યારે તમે ટીનએજ માં હોવ,તમે અરેન્જ મેરેજ કર્યા હોય અથવા તમે કોઈ.પણ રીતે તમારા પાર્ટનર ને પહેલેથી બરાબર ન જાણતા હોવ તો તમારે પાર્ટનર સાથે સેક્સ સંબંધ બાંધતા પહેલા આ બાબતો વિશે ચર્ચા કરવી જરૂરી છે.....
(1) તમારા પાર્ટનરનું બોડી હાઇજિન એટલે કે એ પોતાના શરીરને કઈ રીતે સાચવે છે? પોતાના ગુપ્તાંગને નિયમિત સાફ રાખે છે કે નહીં?
(2) તમારા પાર્ટનરને બાળપણમાં કોઈ જાતીય સતામણી નો અનુભવ થયો છે અથવા એમનું બાળપણ બધી રીતે સલામત હતું કે નહીં?
(3) તમારા પાર્ટનરને પહેલી વાર સેકસ વિશે જાણકારી ક્યારે મળી.. ક્યાં રિસોર્સ દ્વારા.. શું એને હસ્તમૈથુન કરવાની ટેવ છે ? અથવા એ હસ્તમૈથુન વિશે શું માને છે?
(4) તમારા પાર્ટનરને કોન્ડોમ વિશે ,ફોરપ્લે વિશે અને ઇન્ટરકોર્સ વિશે સમજ છે?
(5) પાર્ટનર પોર્ન અથવા અશ્લીલતા જોવે છે . એ પોર્ન ને સહજ રીતે લે છે કે પોર્ન નો/ની બંધાણી છે?
(6) તમારા પાર્ટનરની રિલેશનશિપને લઈને કોઈ ફેન્ટસી છે?
(7) તમારા પાર્ટનર ને તેનો કયો બોડી પાર્ટ સૌથી વધુ સેન્સિટિવ અને સેક્સી લાગે છે?
(8) તમારા પાર્ટનરને વ્યસન છે? ગાળ બોલવાની ટેવ છે? એ સ્ટ્રેસ અને ડિપ્રેશન નો શિકાર હતો/હતી જો હા, .. તો કારણ જાણી લેશો. જરૂર જણાય ત્યાં.. યોગ્ય થેરાપી અને કાઉન્સેલિંગ પણ લેશો.


આ બાબતો ઘણી નાજુક છે.. આ બાબતો અંગે જો તમારા મગજ માં કલેરિટી હશે. તો કપલ તરીકે બન્નેની સેક્સલાઇફ ઘણી સારી જશે. અને સેક્સ ના કારણે થતા સંબંધ વિચ્છેદ અને અફેર્સ નું પ્રમાણ ચોક્કસ ઘટશે. ઉપરથી તમે સેક્સ્યુઅલ ઇન્ફેક્શન અને અબયુઝ થી બચી શકશો.
ગેમ્સ વિશે..

ભાવનાત્મક વિશ્લેષણ ના પ્રયોગો માં જાણવા મળ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, એનું આખું શરીર બે જ ભાવ થી સકારાત્મક રીતે 100% એક્ટિવ થાય છે.. એક ખુશી એટલે કે આનંદ અને બીજું ઉત્સાહ અને પ્રેમ.. એટલે જો સેક્સ કરતા પહેલા બન્ને પાર્ટનર ખુશ હોય , એક બીજા પ્રત્યે પ્રેમ અનુભવતા હોય અને સેક્સ માટે જ નહીં પણ એકબીજાને સમય આપવા માટે.. પ્રેમ આપવા માટે અને સાથે રહેવા માટે પણ ઉત્સાહિત હોય તો સેક્સલાઇફ ની ગુણવત્તા સુધરે છે..
સેક્સ ની પહેલા
*રોમાન્સ ને વધારે એવી ગેમ્સ રમી શકાય..
*એકબીજા ને ગમતા કપડાં અને પરફ્યુમ્સ લગાવી શકાય.
*સેક્સ ને રૂટિન કપડાં અને રૂટિન વાતાવરણ માં પરફોર્મ ન કરતા એક ખાસ પ્રકાર નું વાતાવરણ ઉભું કરી શકાય.
* મનગમતા વ્યક્તિ નું ચરિત્ર ભજવી પ્રેમ કરી શકાય..
* રોમેન્ટિક ડિનર,વાઈન અને ડાન્સ નું આયોજન કરી શકાય..
*હળવા સંગીત માં, પાણી ના ફુવારા નીચે ફોરપ્લે નો આનંદ માણી શકાય.

રોમાંસ વધે એવી ગેમ્સ
*************
રિમુવ ધી કલોથ
***********
આ ગેમ માં એક પાર્ટનર ,બીજા પાર્ટનર ને પોતાની પસંદ અને નાપસંદ વિશે કેટલાક પ્રશ્ન પૂછે છે.. એ જો સાચા જવાબ આપે તો પાર્ટનર એના અને પોતાના એક એક વસ્ત્ર ઉતારતો /ઉતારતી જાય છે.

સિલેક્ટ ધી સ્વીટ
************
આ ગેમ માં એક પાર્ટનર બીજા પાર્ટનર ની સામે પાંચ વસ્તુઓ મૂકે છે..ઉદાહરણ તરીકે (1)ચોકલેટ (2) દ્રાક્ષ અથવા કોઈ પણ ફળ (3) બટર (4) ચીઝ (5) કેક..
અને પોતાના પાર્ટનર ની આંખો પટ્ટીથી બાંધી દે છે.. એ પાર્ટનર જે વસ્તુ પર હાથ મૂકે એ જ વસ્તુ નો ઉપયોગ કરી બીજો પાર્ટનર તેને લિપ લોક કરે છે.. અને પછી એની આંખ ખોલે છે.
ધ ફેન્ટસી પાર્ટનર
*********
આ ગેમ માં એક પાર્ટનર બીજા પાર્ટનરનું મનગમતું ચરિત્ર ભજવી સેક્સ ની પહેલ કરે છે.. દાત : રચના ને બાળપણથી જ સ્પાઇડરમેન પ્રત્યે ખૂબ લગાવ છે.. વિવેક ને આ વાત ખબર છે.. એટલે એક દિવસ એ અદ્દલ સ્પાઇડર મેન નો વેશ ધરી રચના ને કિસ કરે છે.. રચના ની ખુશી નો કોઈ પાર નથી રહેતો.

ઓનર એન્ડ ધી સ્લેવ
************
આ રમત માં એક પાર્ટનર રાજા અથવા રાણી બને છે અને બીજો પાર્ટનર તેનો દાસ અથવા દાસી બને છે .. અને જે પાર્ટનર રાજા અથવા રાણી બને છે એ દાસ અથવા દાસી બનેલા પાર્ટનર ને જે ઓર્ડર કરે એ પ્રમાણે તે પાર્ટનર કરે છે.. આ ગેમ માં એકબીજા ના શરીર ને કોઈ પણ પ્રકાર ની હાનિ થાય તેવું કરવું નહીં..

સિલેક્ટ ધી ચિટ
********
આ ગેમ માં બન્ને પાર્ટનર પોતાના મનગમતા ફિલ્મી હીરો હિરોઈન ના નામ લખે છે.. અને 5 ચિઠ્ઠી બનાવે છે.. જે હિરો અથવા હિરોઈન ના નામ નીકળે એમના અંદાજ માં બન્ને રોમાન્સ કરે છે.
આવી ઘણી બધી ગેમ્સ તમે શોધી શકો છો. આ ગેમ્સ નો હેતુ કપલ્સ વચ્ચે પ્રસન્નતા અને રોમાન્સ વધે તથા રૂટિન સેક્સ બોરડમ થી જે કંટાળી ગયા હોય એમને નવી તાજગી મળે છે..

વસન શબ્દ નો અર્થ થાય છે.. શરીર
અને વાસના એટલે જે શરીર સાથે જોડાયેલ છે તે શરીર નો અર્થ ..હવે જ્યાં વસન છે.. ત્યાં વાસના હોવાની અને જ્યાં વાસના છે ત્યાં સેક્સ હોવાનું...
એક બહુ જ સરસ વાક્ય મેં વાંચ્યું હતું...
*પુરુષ એટલે સેક્સ પ્રત્યે એટલો આતુર હોય છે કારણ કે એના મગજ માં સેક્સના વિચારો આવતા હોય છે અને એ લાગણી માં રૂપાંતરિત થતા હોય છે અને સ્ત્રી સામાન્યપણે સેક્સ ને બહુ મહત્વ આપતી નથી કારણ કે તેનું પૂરું શરીર જ સેક્સ એટલે કે જાતીય લાગણી છે. તેના મનમાં અને મગજ માં પણ વિચારો અને લાગણીઓ તો છે જ.. પણ તે સેક્સ કરતા વધારે આત્મીયતાની હોય છે.
આ વાક્ય સાચું છે પણ અધૂરું છે.. કારણ કે પુરુષ કે સ્ત્રી એ શરીર દ્વારા જ નિર્માણ પામે છે અને સેક્સ અને શરીર ક્યારેય ભિન્ન હોતા નથી. જે લોકો શરીર અને સેક્સ ને ભિન્ન માને છે એના માટે સેક્સ શરમ અને સંકોચ નો વિષય હોય છે.. પણ જે વ્યક્તિઓ સેક્સસબંધ ને સહજ અને સામાન્ય રૂપ થી શરીર અને મન દ્વારા એકબીજાને પ્રેમ કરવાના ,મજા કરવાના અને એકબીજા ને હૃદયપૂર્વક ખુશ કરવા ના લાગણીજન્ય સબંધ તરીકે ઓળખે છે .. એ લોકો માટે સેક્સ એક આરોગ્યપૂર્ણ થેરાપી છે. એટલે સ્ત્રી હોય કે પુરુષ બન્ને નું શરીર સેક્સ થી ભિન્ન નથી.

વ્હાલ અને સામીપ્ય નું મહત્વ
*****************
નાના બાળકો થી મોટા વૃધ્ધો સુધી આપણને બધા ને જ જ્યારે કોઈ પણ પ્રિય સ્વજન કે મિત્ર સમય આપે છે.. ભેટે છે.. આશીર્વાદ લે છે..પ્રેમાળ ચુંબન કરે છે.. મનગમતું અને હળવું વાતાવરણ આપણી આજુબાજુ બનાવે, કાળજી લે અને આપણને ખુશ રાખે છે તો એની સાથે આપણે મનથી અને આત્માથી જોડાયેલા રહીએ છે.. એના માટે આપણા મન માં એક વિશેષ લાગણી જન્મ લે છે.. એવા સ્વજનોના આગમનથી સમય જલ્દી પસાર થઈ જાય છે.. એનો અર્થ છે કે વ્હાલ ,સામીપ્ય ,પ્રેમાળ સ્પર્શ અને ખુશ રહેવાનો અને હોવાનો અહેસાસ આપણને નવી તાજગી અને જીવન ઉર્જાથી ભરી દે છે.. તો આ પણ એક થેરાપી જ છે. પ્રેમ, સ્પર્શ ,આલિંગન અને ચુંબન એ લાગણીઓ ને વ્યવસ્થિત કરે છે.. મૂડ સુધારે છે અને ઘણીવાર દુઃખ ,પીડા અને મન નો ભાર હળવો કરે છે..

સેક્સલાઈફ માં ફોરપ્લે નું મહત્વ
*******************
ઉપર ના ફકરા માં આપણે પ્રેમ અને સામીપ્ય નું મહત્વ જોઈ ગયા.. સેક્સલાઇફ માં પણ પતિ અને પત્ની એક બીજા ને માનસિક અને શારીરિક સામીપ્ય ,પ્રેમ અને હૂંફ આપે તો સેક્સલાઇફ તરોતાજા રહે છે.. પુરુષ અને સ્ત્રી એકબીજા ને ચુંબન કરે,આલિંગન આપે ,પ્રેમ થી પંપાળે .. એક બીજા ના શરીરના સુંદર અને સંવેદનશીલ ભાગો,મન અને રસ ને જાણી તેના વખાણ કરે ,પાર્ટનર નો ઉત્સાહ વધારે અને આ રીતે વધુ માં વંધુ સમય એકબીજાની નજીક રહે તો ..પતિ -પત્ની બન્ને નો મુડ સારો રહે છે.. ભાવનાત્મક રીતે બન્ને ના જીવન માં સ્થિરતા આવે છે.. બન્ને નો સંબધ સુધરે છે.. એકબીજા પ્રત્યેની લાગણીઓ વધુ સ્વસ્થ થાય છે.. પ્રસન્નતા વધે.. સેક્સ લાઈફ એ બીજુ કઈ નહિ પણ ફોરપ્લે અને આફ્ટર પ્લે માં આજ રીતે આપવામાં આવતો સમય છે.. ફોરપ્લે પછી સંભોગ અને પછી આફ્ટર પ્લે ,આ રીતે જો ક્રમ રહે તો આ પ્રકારની સેક્સ લાઈફ તન અને મન તથા લાગણીઓ માટે એક આરોગ્યપૂર્ણ થેરાપી છે. ફોરપ્લે અને અફટરપ્લે ના કારણે મગજ માં પ્રેમ ,સંતોષ અને ખુશી ના રસાયણો પ્રવાહિત થાય છે.. જેના કારણે સામાન્ય જીવનમાં વ્યક્તિ સુખી, પ્રસન્ન અને સંતોષી રહે છે.બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED