મજાક Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મજાક

: મજાક :
ચૈત્ર હજુ માથે ચડ્યો જ હતો. તડકો હવે તાપ માં ફેરવાઈ ગયો હતો.શહેર ની ચોકડી જેવું આમ દ્રશ્ય હતું.
મોટર સાયકલ અને રીક્ષા ની ભરમાર ની વચ્ચે પરસેવા થી ન્હાતો એક મજુર હાથલારી પર તેના જીવન જેટલું જ વજન ખેંચતો ભાગતો હતો.બે સરકારી બાબુ રોડ ની સાઈડ પર ઉભા ઉભા લસ્સી ની મજા માણી રહ્યા હતા.પવન સત્ય ની જેમ છુપાઈ ગયોહતો .કાળઝાળ ગરમી ના આ માહોલ વચ્ચે ક્યાંય થી એક ૨૫-૨૬વર્ષ નો યુવાન પગે સ્લીપર ની જગ્યા એ પ્લાસ્ટિક ની કાપેલી બોટલ, ઉપર ચીથરા લપેટી ને આવ્યો.
તે લલચાઈ નજરે બે લસ્સી ના ગ્લાસ બાજુ જોઈ રહ્યો. ફાટેલ કપડાં ,તૂટેલ હાલ,વિખેરલ વાળ,ભીખ માંગવા આવ્યો હતો.
પેલા બે બાબુ કઈ કહે તે પહેલા તો એક ચમચમાતી ગાડી તેમની પાસે આવી ને ઉભી રહી.
ભિખારી ની સામે ૫૦૦-૫૦૦ ની બે નવી નોટ ગાડી માંથી બહાર આવી.લસ્સી વાળી ચાર આંખો પણ આ તરફ મંડાઈ.
એક સજ્જન જેવા લાગતા શેઠ એ બોલ્યા," એય,શું નામ લા "?
ભિખારી : "રમલો, શાયેબ.."
શેઠ કહે લે આ પૈસા અને પગરખા લઇ આવજે, ભરપેટ જમજે ..
"ભલે, શાયેબ, રામ રામ .." કહી ને પૈસા લઇ ને ચાલવા લાગ્યો.
" ઉભો રહે " પેલો અટક્યો,પ્રશ્નસૂચક નજરે જોવા લાગ્યો.
" કઈ કામ ધંધો કરતો હોય તો?"
" શેઠ, મને કામ કોણ આપે? તમે આપશો ?
શેઠ કઈ પણ બોલ્યા વિના ગાડી સ્ટાર્ટ કરી ને જતા રહ્યા.પેલો ૧૦૦૦ રૂપિયા ની ઠંડક લઇ ભર ઉનાળે જેમ કેસુડો મલકાય તેમ મલકતો મલકતો ચાલવા માંડ્યો.
થોડે દૂર સુધી ચાલ્યા પછી એક ચબુતરો આવ્યો.તે ત્યાં બેઠો.બાજુ માં પડેલા જુના ટાયર માંથી એક થેલી કાઢી.થેલી માં નવા કપડાં,બુટ કાઢ્યા.કપડાં ને બુટ પહેરી વાળ સરખા કરતો હતો તે સમયે તેનો જોડીદાર સવજી આવ્યો. તે અપંગ હતો ઘોડી ના સહારે ચાલતો.
" ગિરીશ, આ તું સારું નથી કરતો, જે લોકો દાન કે ઉપકાર કરે તેમની ભાવના ની તું મજાક ઉડાડે છે"
" સવા, મજાક તો ઉપર વાળા એ આપડી સાથે કરી છે,પેટ શિક્ષણ આપ્યું તો નોકરી નહિ અને પેટ આપ્યું તો અનાજ નહીં,જીવન આપ્યું તો પૈસા નહિ.પૈસા વિનાનું જીવન એટલે લાચારી,અપમાન અને ઘૃણા નો કસુંબો.."
એ શેઠ, દાન કરવા નહિ પોતાના કોઈ પાપ હલકા કરવા આવ્યો હશે,જો ખરેખર દાની હોય તો મને નોકરી ના આપી શકે?"
સવજી ચૂપ થઇ ને સાભળ્યા કર્યો.
"ને સવજી તારો શું વાંક હતો? તું તો સુતો હતો ને ફૂટપાથ પર, કોણ તારા પગ કચડી ને જતું રહ્યુ? આ ઈશ્વરે આપડી સાથે કરેલી મજાક છે. એટલે હાલ તો હું આજ રીતે જીવન જીવીશ..પેલા લસ્સી વાળા બાબુઓ ની જગ્યા એ હું કામ કરતો હોત..કહેતા તેનો ચહેરો અતીત માં ખોવાઈ ગયો.ગમગીની ખંખેરી ને તે જતો રહ્યો.
અચાનક લોકટોળું જ્યાં હતું ત્યાં પહોંચ્યો.પેલા શેઠ છાતી પર હાથ રાખી ને પડ્યા હતા.મામલા ની ગંભીરતા સમજી ને તેને શેઠ ને ગાડી માં સુવાડ્યા અને ગાડી પોતે ચલાવી ને હોસ્પિટલ માં લઇ ગયો.
શેઠ ને બેડ પર સુવાડ્યા, ટ્રીટમેન્ટ ચાલુ કરી,આંખો ખોલી..શેઠ ને યાદ આવ્યું પોતે ડુપ્લીકેટ નોટ નું દાન આપવા ગયો અને પછી પોતાની આ મજાક પર એકલો એકલો હસતો તો ત્યારે છાતી માં દુખાવો થયો અને ....અહીં બેડ પર ..સુતેલી અવસ્થા માં પોતે મળ્યો.
ડોક્ટર ના કાન પર શબ્દ પડ્યા "યંગ મેન, આ હાર્ટ અટેક હતો ..કોઈ મજાક નહોતી જો મોડા પડ્યા હોત તો ...
પેલો યુવાન ૧૦૦૦ ની નોટ જોઈ ને ..ડોક્ટર ના ટેબલપર મૂકે છે..આ હોશ માં આવે તો આપી દેજો.

" કોઈ મજાક નહોતી જો મોડા પડ્યા હોત તો ...

..મારી માટે તો મજાક જ હતી ને...આ પણ ..."

 

 

-જયેશ ગાંધી ૨૧.૦૨.24