પાષાણ હ્રદય Jayesh Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાષાણ હ્રદય

                  

 

" તું વનિતા ને ભૂલીજા ..તું જેટલો જલ્દી એને ભૂલીશ એટલો તું વધારે ખુશ રહીશ ... પંકજે જૈનિશ ને કીધું .

" તો શું હું અત્યારે ખુશ નથી ? અને રહી વાત ભૂલવા ની તો "વો મુજે ભૂલ જાયે એ હક હૈ ઉનકો ..મેરી બાત ઓર હૈ મેને તો મુહોબત કી હૈ ."

" તારી મુહોબત ને એ ઘાસ પણ નથી નાખતી, અને તું એને .."

" પંકજ, મને એનું નામ ગમે છે ,એની યાદો વહાલી લાગે છે, એના સ્ટેટ્સ અને મેસેજ મને ખુશી આપે છે,"

"પણ એ તારી સાથે રમત રમે છે "

" મારી સાથે ? એને શું મળવા નું ?"

" શી ખબર ? કોઈ ને સતાવવા નો છૂપો આનંદ ?

" ના , હવે મારી વનુ એવી નથી ..

" છોડ ને યાર ,ચાલ હવે  કાઉન્ટર પર જઇયે ..

બંને મિત્રો  મોલ ના કેશ કાઉન્ટર પર આવે છે. અને એમના કામ માં વ્યસ્ત થઇ જાય છે.

આવી સમજાવટ ની વાતો તો પંકજ દિવસ માં બે ત્રણ વાર કરતો હશે. પણ જૈનિશ ને વનિતા એટલી ગમતી કે તે કોઈ વાત માનવા જ તૈયાર ન હતો.

વનિતા ને જૈનિશ ની મુલાકાત મ્યુઝિકલ લાઈવ શો દરમ્યાન થઇ હતી.એના જ મોલ દ્વારા લાઈવ મ્યુઝિક શૉ નું આયોજન કરવા માં આવ્યું ત્યારે જૈનિશ કલેક્શન વિભાગ માં હતો અને તેની નોંધ કરતો હતો. બહાર હોલ માં જયારે વનિતા એ લતા દીદી નું "સાવન કે ઝૂલે પડે " ગીત ગાયું ત્યારે જૈનિશ સાંભળતો જ રહી ગયો. શો પૂરો થઇ ગયો પણ એ અવાજ ની મીઠાશ હજુ એના કાન માં ગુંજતી હતી .

તે ઝટપટ રૂમ ની બહાર આવ્યો, જોયું તો એક સિંગલ બાંધાની, ઠીક ઠાક દેખાવ ધરાવતી  વનિતા ને બધા આ ગીત બદલ અભિનંદન આપતા હતા. મોલ ની બહાર પાર્કિંગ માં તે ગયો તેને વનિતા ને આવતા દેખી, જૈનિશ સામે થી તેની તરફ ગયો  અને એક બોક્સ તેને ગિફ્ટ આપ્યું.

" શું છે ? અને મને કેમ ?"

" મેમ, તમારો અવાજ મને ગમ્યો, ગીત ની પસંદગી પણ સારી હતી,મારા તરફ થી આ એક ગિફ્ટ .."

" થેંક્યુ, પણ હું આ કેવી રીતે લઇ શકું ? આપણે બંને અજાણ .."

"મારુ નામ જૈનિશ,હું અહીં સેલ્સ કાઉન્ટર પર કામ કરું છું, તમારું વનિતા ..હવે બોલો .."વનિતા આગળ નું વાક્ય અધૂરું રાખી ને તે બોલ્યો .

તેની આ રીત થી વનિતા એટલી ખડખડાટ હસી પડી ..એકદમ નિખાલસ ..અને પવિત્ર ..હસી .. જૈનિશ થી ના રહેવાતા  બોલ્યો

"મેમ, તમારું હાસ્ય બહુ જ કાતિલ  છે ,મારા જેવા ને તો ઘાયલ થતા વાર જ ના લાગે "

" જો પેહલા તો તમે મને મેમ  ના કહેશો,બીજું હું તમારી ગિફ્ટ ના લઇ શકું ..આપણી વચ્ચે કોઈ સંબંધ નથી ..એટલે ક્યાં હક થી હું ગિફ્ટ લઉં?"

ગિફ્ટ ત્યાં મૂકી ને માનુની ચાલતી થઇ ગઈ.

આ પહેલી મુલાકાત હતી.ત્યાર પછી બંને વારંવાર મળતા થયા. કલાકો સુધી ચેટીંગ ચાલે પણ આ સંબંધ હજુ પણ અધૂરો જ હતો બે નામ હતો.  

એક દિવસ જૈનિશ ને રજા હતી.સવાર માં વનિતા નો  ગુડ મોર્નિંગ નો મેસેજ જોયો .. જૈનિશ ને થયું શું હું જેટલો એને જંખુ છું તે પણ મારા માટે એટલી ઝૂરતી હશે.?

તેને કોલ કર્યો ,

"હેલો, ગુડ મોર્નિંગ "

" ગુડ મોર્નિંગ ..કેમ આજે સવાર માં ..નવરા "

" આજે જોબ નથી જવાનું, વનિતા એક વાત કહું "

" કહેને . એમાં પૂછવા નું શું ..મેસેજ માં કેટલું બધું લખે છે ત્યારે કઈ પૂછે છે ?"કહી ને હસી ..

" એક તો આ તારું સ્મિત અને હસવા ની અદા.. મને બહુ જ ગમે છે .."

" એમ આ કહેવા ફોન કર્યો તો ..બીજું શું ગમે છે બોલ ..મને કોઈ મારા વખાણ કરે તે બહુ ગમે"

" તારા વખાણ કરવા બેસું તો કલાકો ઓછા પડે  પણ આજે મારે તને બીજી વાત કરવી છે "

" બોલ "

" એક વચન આપ વાત સાંભળ્યા પછી પરિણામ જે હશે તે પણ તું મેસેજ કરવા નું કે વાતચીત કરવાનું બંધ નહિ કરે "

"તું કહે તો ખરો ..એ તારી વાત પર નિર્ભર રહેશે .."

" ના , તું વચન આપે તો જ ..

" આપ્યું બસ ..હવે તો કહે ..વનિતા પણ સાંભળવા એટલીજ આતુર હતી જેટલો પેલો કહેવા ..

" આપણે બંને કેટલા દિવસો થી ચેટિંગ કરીયે છે ..એક બીજા ની એટલા નજીક આવીગયા છે કે મને તારા સિવાય કશું સુજતુ નથી ..મને તારા વિચારો,સ્મિત ,તારી DP અને તારા મેસેજો વગર કશુજ ગમતું નથી .

હું ઈચ્છું છે કે આપણા સંબંધ ને એક નામ મળે ..

"જો આપણે બંને દોસ્ત છે અને દોસ્ત રહીશું.  અને મેં તને ક્યારે પણ બીજી કોઈ નજર થી જોયો નથી, તું મને તારી લાગણી જણાવ ..

ફોન પર આટલું સાંભળતા જ જૈનિશ નું મગજ  સુન્ન થઇ ગયું. તેને ક્યારેય "ના " ની તો કલ્પના જ નહોતી કરી ..અને આટલા દિવસો ના સાથ માં વનિતા ના વર્તન પર થી એવુજ સમજ્યો કે " ના" તો ક્યારેય નહિ થાય "

આ હતો બંને ના મીની બ્રેકપ નો કિસ્સો ..

આ બ્રેકકપ પછી જૈનિશ થોડો અંદર થી ભાગી પડ્યો હતો ..તેને ક્યારેય બીજી કોઈ માંગણી કરી જ નહોતી .તે તો બસ વનિતા ને ખુશ રાખવા પ્રયત્નો કરતો. તેને કયારેય વરસાદ માં કોફી પીવા, પહાડ પર ફરવા, દરિયા કિનારે બેસી રહેવા  વનિતા ના સાથ ની જરૂર પડતી પણ આ તેની ઈચ્છા ઓ ઈચ્છા જ રહી.  તે દિલ થી એની પૂજા કરતો હતો ,ચાહતો હતો પણ વનિતા સમજી ના શકી... થોડો સમય વીત્યો અને એ પણ રોજિંદા કામ માં વ્યસ્ત થઇ ગયો ..એને એક અફસોસ હતો  કે  એક કોફી પણ ના પી શક્યો વનિતા સાથે , એની નાજુક આંગળીઓ ના સ્પર્શ  થી વંચિત રહ્યો. જૈનિશ એક દમ સિરિયસ હતો આ સંબંધ ને લઇ ને  પણ વનિતા  તરફ થી એવું કાંઈ ન હતું.

તેમની મિલન ,મુલાકાત અને બ્રૅકકપ પછી ફરી પાછા સોશ્યિલ મીડિયા ની મદદ થી "ઓન લાઈન " ભેગા થયા.બંને જૂની વાતો ભૂલી નવેસર થી બેનામ સંબંધ ની શરૂઆત કરી. હવે બંને વગર સંબંધે સ્થિતિપ્રજ્ઞ ની જેમ વાત કરતા.

હજુ પણ વનિતા તેની ટેવ મુજબ ક્યારેય સામે થી પહેલ ના કરે ..ના વાતની કે મેસેજ ની ..દર વખત જૈનિશ પોતાનું સ્વમાન છોડી દેતો ..તેજ સામે થી સરુવાત કરતો .. જયારે વનિતા તેના થી વિપરીત

જિદ્દી ..થોડીક અભિમાની ..પોતાની લાગણી સંતાડી ને રાખે ..

આ બંને ની પ્રેમ કહાની આગળ વધતી ન હતી. પંકજ ને કાયમ જૈનિશ ની દયા આવે. જયારે જૈનિશ ખુશ હોય તો મેસેજ કે કોલ આવે તો  અને વનિતા તરફ કોઈ રિપ્લાય ના હોય એટલે સાહેબ ગમ ના દરિયા માં ડૂબકી મારતા હોય.

એક સાંજે પંકજ જૈનિશ ના ઘરે જાય છે ..જૈનિશ દેવદાસ થઇ ને બેઠો છે. આંખો ભીની અને ચહેરો ઉદાસ ..

 

"શું થયું ?" એક વેધક સવાલ

" યાર, તે મારા પ્યાર ને સમજતી જ નથી,એ ક્યારેય એની લાગણી જાહેર કરતી જ નથી .. એનો "ઈગો" હું કાયમ ચલાવી લઉં ..હું એની દરેક ઈચ્છા પુરી કરવા તૈયાર છું .. એ મારો પ્રેમ સ્વીકારવા તૈયાર નથી ..

મારા પ્યાર માં શું કંઈ છે ? ..મારી કમજોરી એ છે કે હું એના વગર રહી તો શકું છું  જીવી નથી શકતો. મારો પ્રેમ પૂજા છે ..મારે એના શરીર ની નહિ એના મન ની જરૂર છે બસ એકવાર એ સ્વીકાર કરી લે તો

 મને બધું જ મળી જાય "

" તું જમાના ની સાથે નથી ,,તારો નિસ્વાર્થ પ્રેમ મોર્ડન  યુગ માં નહિ ચાલે ..સંબધો પણ સ્વાર્થ ના પાયા પર ઉભા રહે છે.તું એને ભૂલી  જા ..

" શું કરું કઈ ખબર નથી પડતી ..તે સમજતી છે નહિ હું એના વગર જીવી  નથી શકતો ...

" એના નસીબ માં તારો જેવો સરળ વ્યક્તિ નહિ હોય ..કોઈ બીજો હશે ... જો પથ્થર પર પાણી રેડો તો ભૂલ કોની ? પથ્થર ની ના કે'વાય.પથ્થર ને ક્યારેય કૂંપળ ફૂટે નહિ ..

" મારા હ્રદય માં દિલ જેવું કાઈ ધડકે છે  એના હ્રદય માં શું  છે  એજ સમજાતું નથી ?

"પથ્થર નો ટુકડો છે ..પાષાણ હ્રદય  ધરાવે છે તારી દેવી ...

" એ તારું માનવું છે ..હું તો  એટલું માનીશ કે મારા પ્રેમ હજુ કોઈ ઉણપ છે જેથી હું એને મારી ના બાવી શક્યો .

એક દિવસ આવશે ..એ સમયે થી મારા પ્રેમ ને સ્વીકાર કરશે ...

" તો પછી ઉદાસ થઈ ને કેમ બેસી ગયો .?

" એનો આ ઈગો  અને જીદ ને હું જીતી નથી શકતો એટલે હિંમત હારી જઉં છું ..પણ તું આવે છે ને મને નવી પ્રેરણા મંળે છે .

" અલા,ભાઈ હું તને એનાથી દૂર જવા નું કહું છું  ને તું એનું પૂછડું જ નથી મુકતો ..પંકજ રીતસર નો ગુસ્સે થઈગયો.

" તે કીધું ને પથ્થર ને કૂંપળ ના ફૂટે..હું એ અશક્ય ને શક્ય કરી ને બતાવીશ ..પથ્થર ને પણ લાગણી હોય પણ એ બતાવે ના ..

તે ઉભો થયો  અને ઘર ની બારી માં થી કૂદકો મારી દીધો.

પંકજ ને ખબર  પણ ના પડી અને એનો મિત્ર કોઈ પાષાણ હ્રદય દ્વારા છીનવી લેવા માં આવ્યો.

જૈનિશ ના મૃતક વિધિ ના દિવસે વનિતાફોર વહીલર માં એના મંગેતર સાથે  આવી.પંકજ ની આંખો આ જોઈ ને રડી પડ્યો

પાષાણ હ્રદય માં કયારેય લાગણી ની કૂંપળ ના ફૂટે એ જો તું વહેલો સમજી ગયો હોત તો આજે તું મારી સાથે હોત અને આ તારા જ પ્રંસંગ માં તારી કમી ના હોત ..

                                                               

                                       -: સમાપ્ત :-

 

   (માત્ર કાલ્પનિક સ્ટોરી છે,હેતુ મનોરંજન પૂરતો જ છે )