દિકરી મારી લાડકવાયી Bhavinkumar Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

દિકરી મારી લાડકવાયી

એમ જોવા જઈએ તો દીકરી માટે ઘણું બધું લખાયું છે એટલે આજે જે કંઈ હું લખીશ તેમાં કદાચ સંલગ્નતા હોઈ શકે. પણ આજે મારે દીકરી વિષે કઈંક લખવું છે. એક સમય એવો હતો જ્યારે દરેક દંપત્તિની અપેક્ષા એ જ હતી કે પોતાનું પહેલું સંતાન તો દીકરો જ હોવું જોઈએ. કારણકે દીકરો વારસો સાચવે! પોતાનો વંશ આગળ વધારે! પરંતુ હવે આજે ૨૧ મી સદીમાં એ માનસિકતામાં ઘણો બદલાવ આવ્યો છે. સ્ત્રી સશક્તિકરણ, દીકરી બચાવો, અને બેટી બચાઓ બેટી પઢાઓ જેવા સરકાર દ્વાર ચલાવવામાં આવેલ વિવિધ કેમપેઈનો થકી જનસમાન્યમાં આજે જાગૃતિ આવી છે. 'દીકરો - દીકરી એક સમાન' એ સૂત્રો દ્વારા આજે દીકરા-દીકરી વચ્ચે સમાનતા કેળવવાની વાત આગળ વધી રહી છે. એ ઘણી ગૌરવની વાત છે. તેમ છતાં આજે ૨૧મી સદીમાં કેટલાક અંતરિયાળ વિસ્તારો કે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ એવી માનસિકતા પ્રવર્તે છે કે પહેલું સંતાન તો દીકરો જ હોવું જોઈએ અથવા તો દીકરીનો જન્મ થાય એટલે માથે બોજ ! એવું સમજવામાં આવે છે. પણ ઘણી વખત દીકરી આવે પછી ઘણા ચમત્કારોને સર્જાતા જોયા છે. ઘણાના મન પરિવર્તન થતાં જોયા છે. તેવી જ એક વાર્તા જે મેં મારા કાને સાંભળેલી આજે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું.  

અમારી સાથે ફિલ્ડમાં કામ કરનાર એક મિત્ર જિગ્નેશભાઈ એક ગામડામાં ઉછરેલો અને જિવતો અલાયદો જીવ. જીવનમાં ઘણા બધા પ્રશ્નો સાથે પણ એના પરિવાર અને માતા-પિતાને જ પોતનું સર્વસ્વ માનીને જીવે છે. એના માટે એનો પરિવાર જ એની દુનિયા. સામાન્ય રીતે ગામડામાં નાની ઉંમરે લગ્ન થઈ જતાં હોય છે પણ જિગ્નેશભાઈ પરિવારને મદદરૂપ થવા પરિવારની જવાબદારી જલ્દી માથે ઉપાડી લીધેલી. લગ્ન માટે તપાસ તો ઘણી થાય પણ જવાબ કોઈ સરખો આવે નહીં. કોઈને ભણતર ઓછું લાગે તો કોઈને એમનું રેહઠાણ ગામડે લાગે. ભલે ને પછી ઘરમાં બધી જ સુવિધા કેમ ના હોય! હા-ના થતાં થતાં ઉમર વધવા લાગી. અંતે ભાઇનો ૩૮ વર્ષે નંબર લાગ્યો! લગ્ન મોટી ઉંમરે ૩૮ વર્ષે થયા. બંને પતિ-પત્ની વચ્ચે ઉંમરમાં પણ ઘણો મોટો તફાવત. લગભગ ૧૦ વર્ષ તો ખરો. એટલે ઘણી વાર કેટલીક બાબતોમાં બંનેના વિચારો એકબીજા થી વિરુદ્ધ પણ હોય છતાં પણ એકબીજા સાથે એડજસ્ટ કરીને પોતાના લગ્નજીવનનું ગાડું આગળ ધપાવી રહ્યા છે. જીગ્નેશભાઈ પોતે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા એટલે ખેતી કામમાં વધારે સમય આપવાનો થાય અને પત્નીને ઘરે એકલા કંટાળો ના આવે એટલે ગામની પંચાયતમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ ગોઠવી દીધી. લગ્નના દોઢ વર્ષ પછી તેમને ત્યાં સારા સમાચાર આવ્યા. સંસારની દરેક સ્ત્રી જેની ઝંખના જીવનમાં રાખતી હોય એ માતૃત્વનું સુખ એમને પ્રાપ્ત થયું. સમય વિતતો ગયો, નવ મહિના ક્યાં પસાર થઈ ગયા એ પણ ના ખબર પડી. અને એ દિવસ આવી ગયો જ્યારે જિગ્નેશભાઈના પત્નીને પ્રસવ પીડા ઉપડી! ગાડી લઈને તાત્કાલિક નર્સિંગહોમ પહોંચ્યા. ડૉક્ટરે બધી તપાસ કરી. અને નિદાન કર્યું કે તાત્કાલિક ડિલિવરી કરવી પડશે. તાત્કાલિક એમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. બાળકનો જન્મ થયો. જ્યારે ડૉક્ટરે બહાર આવીને કહ્યું કે ખૂબ-ખૂબ અભિનંદન તમારે ત્યાં દીકરી જન્મી છે લક્ષ્મી આવી છે. ત્યારે જિગ્નેશભાઈનો ચેહરો થોડો ઉતરી ગયો, એમના ચેહરના ભાવ બદલાઈ ગયા. કેમ ના બદલાય ! જ્યારથી સારા સમાચાર મળ્યા ત્યારથી એમના મનમાં તો એમ જ કે દીકરો જ જન્મ લેશે અને દીકરીનો જન્મ થયો! આજે ખુશી પણ થાય પરંતુ તેઓ જે સમાજમાંથી આવે છે ત્યાં દીકરી જન્મે એટલે એનાં લગ્નની ચિંતા સૌથી વધારે મા-બાપને સતાવતી હોય છે. કારણ કે એમના સમાજની અંદર દીકરીના લગ્ન કરવા એટલે દીકરીના મા-બાપ થવું એટલે બહુ મોટો ગુનો કહેવાય કારણ કે દીકરીનો જન્મ થાય એના લગ્ન કરવાના હોય તો દહેજમાં લાખો રૂપિયા રોકડ આપવી પડે સાથે વરપક્ષની જે કંઈ પણ ડિમાન્ડ હોય ઘરેણાં, કપડાં, ગાડી, ઘર એ બધું જ દીકરીના મા-બાપે પૂરું કરવાનું હોય છે અને જો એમાં તેઓ પાછા પડે તો દીકરીને સાસરિયામાં પરેશાની ભોગવવી પડતી હોય છે.  દીકરીને હેરાન કરવામાં આવતી હોય છે અને એટલે જ કદાચ જીગ્નેશભાઈના ચહેરાના ભાવ બદલાઈ ગયા પણ કહેવાય છે ને કે દીકરીએ પોતાનું નસીબ સાથે લઈને આવતી હોય છે.  કોઈપણ બાળક આ સંસારમાં જન્મ લેતું હોય છે ત્યારે પોતાનું નસીબ પોતાની સાથે લઈને આવતું હોય છે.  ડીલેવરીના બે દિવસ પછી રજા આપવામાં આવી પરિવાર સાથે બધા પોતાના ઘરે પહોંચ્યા. દીકરીની છઠ્ઠી થઈ. ફોઈએ નામ રાખ્યું “ભાગ્યલક્ષ્મી”! જાણે એ પોતાના મા-બાપનું ને પોતાના પરિવારનું ભાગ્ય લઈને ના આવી હોય! જોકે જીગ્નેશભાઈ દીકરીથી થોડા અળગા રહેતા હતા. વરસાદની મોસમમાં એક દિવસ દીકરીને તાવ વધ્યો અને ઘરમાં કોઈ બીજું વ્યક્તિ પણ ન હતું. પત્ની સાથે બંને જ હતા.  તેમણે પોતે જ પત્ની જોડે દીકરીને લઈને દવાખાને જવાનું થયું. એ દિવસે જાણે ચમત્કાર થયો હોય દવાખાનામાં દીકરી એની મમ્મી પાસે રહેતી ન હતી. જીગ્નેશભાઈનો હાથ એટલે જોરથી પકડ્યો હતો કે એમના હાથ ઉપર આંગળીની નિશાની પડી ગઈ હતી.  આ ઘટના એ જિગ્નેશભાઈની માનસિકતા બદલી. જીગ્નેશભાઈને એમ થયું કે કદાચ આજ મારું ભાગ્ય છે એટલે એને સ્વીકારીને આગળ જીવનમાં વધતાં રહીએ. આ પ્રસંગની વાત કહેતા જીગ્નેશભાઈના ચહેરા ઉપર કંઈક અલગ જ આનંદ હતો.  એમણે કહ્યું કે મારી દીકરીએ મારી જે આંગળી પકડી હતી એ કંઈક અલગ જ અનુભૂતિ હતી અને એવું લાગ્યું કે આ મારો ખોટો વિચાર છે કે દીકરો જન્મ્યો હોત તો સારું! દીકરી જન્મી છે તો એ એનું નસીબ સાથે લઈને જ આવી છે એટલે જ કદાચ ભગવાને આ માંદગી મૂકી અને મને એનો અહેસાસ કરાવ્યો. પણ આજે જ્યારે પણ એ પ્રસંગને યાદ કરું છું તો ઈશ્વરનો મનોમન આભાર માની લઉં છું કે મને દીકરી આપી. ને હાચુ કહું ને તો મારી પાસે ઘણા એ પૈસા લીધા હતા, ઘણી જગ્યા એ મારા પૈસા ને કામ આટવાયેલા હતા પણ મારી દીકરી આયવી પછી મને લોકો હામેથી ફોન કરી ને કેય કે તમારા પૈસા લઈ જજો. હવે આનાથી મોટું હું કે’વાય કે એ એનું નસીબ જાતે જ લઈ ને આયવી છે! ને આજે ઘણા મને કેય કે દીકરો હોત તો સારું! અને ત્યારે હું જ એ લોકોને પાછા વાળું કે દીકરો અને દીકરી બધા હરખા જ. આજે દીકરો જેટલું મા-બાપનું નહીં કરતો હોય એટલું દિકરી કરતી હોય છે. ભલે એ લગન કરીને એના સાસરે જતી રેય છતાં સાસરેથી પણ પોતાના મા-બાપની ફિકર રાખતી હોય છે. ને એમ બી આપણે રોજ પેપરમાં ને ન્યૂઝમાં રોજ કોઈને કોઈ એવા સમાચાર તો આવતા જ હોય કે લગન પછી દીકરાએ માં-બાપને ઘરથી અલગ કરી દીધા કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો. પણ આવા કિસ્સામાં દીકરી માં-બાપને પોતાના સાસરે લઈ જવાની તૈયારી બતાવતી હોય છે. એટલે આજે બધાને જ હું કહીશ કે દીકરી કે દીકરો બધુ હરખું આપણે કે’તા હોયે પણ દીકરી દીકરા કરતાં હવાયી હોય છે એ મેં અનુભયવું  છે.