નો ગર્લ્સ અલાઉડ - ભાગ 27 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 27



વશિષ્ટ ગામે અનન્યાની ગાડી પહોંચી ગઈ. આ નાનકડા ગામમાં અનેકો ગરમ પાણીના ઝરણાં જોવા મળ્યા. કુદરતના રંગઢંગમાં રંગાતી અનન્યા નજદીકના એક ચાની ટપરી પર પહોંચી. ત્યાં થોડીવાર આરામ કર્યો અને ગરમ ચાનો આનંદ પણ માણ્યો.

" અહીંયા એકલી આવી તો ગઈ છું પણ એકલી એન્જોય કરું કઈ રીતે?" તેણે આસપાસ નજર કરતા વિચાર કર્યો. ક્યાં જવું ને ક્યા રોકાવું એને કોઈ ખ્યાલ નહતો આવી રહ્યો. ત્યારે જ સામેની ટેબલ પર બેસેલા બે વડીલોના મુખે સાંભળવા મળ્યું કે અહીંયા નજદીક જ એક સરસ મંદિર આવેલું છે જે ખરેખર એકવાર જોવા જેવું છે. અનન્યા એ પણ એ મંદિર તરફ જવાનું નક્કી કર્યું. ગાડીની ચાવી ફરી ઉપાડી અને મંદિર તરફ જવા રવાના થઈ.

અહીંયા આદિત્યે મીટીંગને નક્કી કરેલા સમય પહેલા જ પતાવી લીધી. કોફીનો કપ હાથમાં લઈને તેણે આરામ કરવાનું નક્કી કર્યું. પરંતુ અનન્યા સાથે સમય ગાળ્યા બાદ એમનું મન વારંવાર અનન્યાના વિચારોમાં જ આકર્ષાઈ રહ્યું હતું. અનન્યા સાથે થયેલી રાતની એ ઘટનાને યાદ કરતા આદિત્યને પસ્તાવો થઈ રહ્યો હતો. ' મારે અનન્યા સાથે એ રીતે વાત નહોતી કરવી જોઈતી, મારી સ્ત્રી સાથેની નફરતમાં એ બિચારીનો શું વાંક! એણે તો માત્ર પોતાનો મંતવ્ય જ મૂક્યો હતો ને! અને મેં શું કર્યું? કંઈ પણ જોયા જાણ્યા વિના એને બે વાતો સંભળાવી દીધી... એ બિચારી એકલી આ ટ્રીપ પર આવી છે એ પણ મારા ભરોસે... શેટ! મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ!.." આદિત્ય પસ્તાવો અનુભવ કરી રહ્યો હતો.

" સર, એડની બધી તૈયારી થઈ ગઈ છે, તમે કહો તો શૂટિંગ શરૂ કરીએ..."

" એક કામ કર, એડની શૂટિંગ તું જ કરી લે..."

" સર, પણ હું કઈ રીતે?"

" સવાલ ન કર, મોકો મળ્યો છે મને ઇમપ્રેસ કરવાનો..એડ સારી રીતે શૂટ થઈ ગઈ તો બની શકે તારી સેલેરી પણ ડબલ થઈ જાય..."

" થેન્ક્યુ સર..."

આદિત્યે એડનું બધું કામ એના એક વિશ્વાસપાત્ર વ્યક્તિ પર છોડી દીધું. તે એ જગ્યાએથી થોડોક દૂર ગયો અને અનન્યાને કોલ કર્યો. બે રીંગ પૂરી થઈ ગઈ છતાં અનન્યા એ કોલ રિસિવ ન કર્યો.

" અનન્યા, આવી તે કેવી નારાજગી..? પ્લીઝ કોલ તો રીસિવ કર..." આદિત્યે ફરી એક વખત કોલ કરવાની ટ્રાય કરી પણ રીજલ્ટ ફરી એ જ આવ્યું. આદિત્યને કઈક વિચાર આવતા એ પોતાનાં રૂમ તરફ દોડ્યો. રૂમને ખોલતા જ તે બેડની આસપાસ જોવા લાગ્યો. ત્યાં જ એમને ટેબલ પર અનન્યાનો ફોન મળ્યો.

" છે ને એકદમ પાગલ, ફોન તો અહીંયા જ ભૂલી ગઈ!" ફોનને હાથમાં લેતાં આદિત્યે કહ્યું.

ફોનમાં નજર કરી તો આકાશના પાંચ મિસ કોલ નોટીફિકેશન બારમાં દેખાડી રહ્યા હતા. આદિત્ય આગળ કઈ વિચારે એ પહેલા જ આકાશનો ફરી કોલ આવ્યો.

" આકાશનો કોલ રિસિવ નહિ કરું તો એ બિચારો ત્યાં પરેશાન થયા કરશે, અને કોલ ઉપાડીને હકીકત કહીશ તો પણ અનન્યાની ચિંતા કરશે..શું કરું? શું કરું?" વિચારોની જડપે આદિત્યે ફોન રિસિવ કરવાનું નક્કી કરી જ લીધું.

ફોન ઉપડતા જ આકાશે કહ્યું" અનન્યા! ક્યાં છે તું? ક્યારનો તને કોલ કરું છું તને ખબર છે? મેં તને કહ્યું હતું ને કે હું જ્યારે પણ તને કોલ કરું તો તારે મારો કોલ ઉપાડવો પડશે...તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી તારી..."

" આકાશ..." આદિત્યે કહ્યું.

' આ તો આદિત્યનો અવાજ છે પણ એની પાસે અનન્યાનો ફોન કેમ છે?' મનમાં આકાશે ઘણું વિચારી લીધું.

" આદિત્ય તમે?"

" હા, એક્ચ્યુલી..અનન્યા અત્યારે અહીંયા છે નહિ..."

" અનન્યા ત્યાં નથી! તો ક્યાં છે એ?"

" આકાશ તમે રિલેક્સ કરો...ચિંતા કરવાની કોઈ જરૂર નથી... એ અહીંયા નજદીકના સ્થળે જ શોપિંગ કરવા ગઈ છે...ઉતાવળમાં એ ફોન ઘરે જ ભૂલી ગઈ...."

" તમે સાથે છો તો મારે ચિંતા કરવાની શું જરૂર પડે, પણ જેમ અનન્યા આવે તો પ્લીઝ એમને કહેજો કે એ તુરંત મને કોલ કરે.."

" અફકોર્સ..."

" ઓકે બાય..." આકાશે કોલ કટ કર્યો.

" હાશ...આકાશને તો ગમે તેમ કરીને સંભાળી લીધો પણ અનન્યા ખરેખર ઠીક તો હશે ને?" આદિત્યને પણ અનન્યાની ચિંતા સતાવા લાગી હતી. આદિત્યથી વધારે રાહ ન જોવાઈ. તેણે તરત બીજી એક ગાડીની વ્યવસ્થા કરી અને અનન્યા જે રસ્તે ગઈ હતી તે તરફ ગાડી ચલાવવા લાગ્યો. ગાડીની સ્પીડ મર્યાદા કરતા કંઇક વધારે જ તેજ ગતિએ ચાલી રહી હતી. જ્યારે મનમાં બસ અનન્યાનું નામ જ રટણ થઈ રહ્યું હતું.

અહીંયા આકાશનો ગુસ્સો ચરમસીમા એ પહોંચી ગયો હતો. ગુસ્સો અનન્યા ઉપર હતો કે આદિત્ય ઉપર એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યું હતું. અનન્યા અને આદિત્ય વચ્ચેની નજદીકતામાં વધારો કરવા કિંજલ આકાશની ઓફિસે આવી પહોંચી.

" ગુડ મોર્નિંગ...." કિંજલે આવતા કહ્યું.

" કિંજલ! તું...કેટલા સમય પછી..આવ આવ...."

કિંજલ આરામ ખુરશી પર બેસી અને બોલી. " કેવો ચાલે છે બિઝનેસ? મારે લાયક કામ હોય તો કહેજે હો...હા હું અનન્યા જેટલી સ્માર્ટ તો નથી પરંતુ એની જગ્યાએ થોડી ઘણી હેલ્પ તો હું કરી જ શકું છું ને..."

" અરે ના ના...એની કોઈ જરૂરત નથી...એમ પણ બે દિવસ તો પસાર થઈ ગયા છે બસ હવે બે ત્રણ દિવસ જ બાકી છે એટલા દિવસ તો હું આરામથી એકજસ્ટ કરી લઈશ..."

" અનન્યા સાથે કોઈ વાત થઈ તારી?"

" હા...ના...મતલબ..."

" હા કે ના?"

" મિન્સ..કે મેં હમણાં જ અનન્યાને કોલ તો કર્યો હતો પણ ફોન આદિત્યે ઉઠાવ્યો...અનન્યા શોપિંગ કરવા ગઈ હતી અને ફોન એ હોટલ રૂમમાં જ ભૂલી ગઈ..."

" શું? અનન્યા ફોન મુકીને એકલી શોપિંગ કરવા જતી રહી?"

" હા મને હમણાં આદિત્યે એવું જ કહ્યું..."

" તો આદિત્ય જરૂર જૂઠું બોલતો હશે....."

" કેમ?"

" કેમ શું? હું અનન્યાને સારી રીતે ઓળખું છું... એ એકલી શોપિંગ કરવા તો જાય જ નહિ.... ઈમ્પોસિબલ છે! ... એ પાણીપુરી ખાવા એકલી જતી નથી ને એ શોપિંગ કરવા એ પણ મનાલીમાં એકલી જાય....આદિત્ય એ જરૂર તારી સાથે મઝાક કરી છે...."

આકાશની નજર આમતેમ ફરવા લાગી. જાણે અનન્યાને ખોવાનો ડર એમના મનના બેસી ગયો હતો. તે તુરંત ઉભો થયો અને ફોન લઈને અનન્યાને કોલ કરવાની ટ્રાય કરી.

" હેલો...અનન્યા..."

" કોણ બોલો છો?"

સામેથી અજાણ્યા વ્યક્તિનો અવાજ સાંભળતાં આકાશે પૂછ્યું. " હું આકાશ બોલું છું..અનન્યા છે?"

" સોરી સર....અનન્યા મેમ હજી નથી આવ્યા...."

" આદિત્યને કોલ આપશો મારે અર્જન્ટ એમનું કામ છે..."

" આદિત્ય સર પણ નથી.. એ હમણાં જ ગાડી લઈને નીકળ્યા છે..."

" ક્યાં ગયા છે કોઈ એડ્રેસ...આપ્યું એમને?"

" નો સર..."

" ઓકે થેન્ક્યુ..." આકાશના મનમાં અનેક ખરાબ વિચારો આવવા લાગ્યા.

" શું થયું આકાશ?"

" કંઈ ખબર નથી પડતી ત્યાં શું ચાલે છે? પહેલા અનન્યા ગાયબ અને હવે આદિત્યનો પણ કોઈ કોન્ટેક્ટ નથી..."

આકાશને આટલી ચિંતા કરતા જોઈ કિંજલે કહ્યું. " આકાશ, તું અનન્યા ચિંતા કરવાનું છોડી દે....અનન્યા જ્યાં પણ હશે સુરક્ષિત હશે...અને એમ પણ આદિત્ય છે જ ને એની સાથે..."

આકાશે મનમાં કહ્યું. " એનો તો ડર છે કે આદિત્ય એની સાથે છે..."

ક્રમશઃ