હિમાચલનો પ્રવાસ - 2 Dhaval Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

હિમાચલનો પ્રવાસ - 2

હિમાચલનો પ્રવાસ - 2 (પુર્વ તૈયારી)

#હિમાચલનો_પ્રવાસ

અગાઉની પોસ્ટમાં જે વાત થઇ તે જેતે વિસ્તારમાં પ્રવાસ આયોજનની માટેની જનરલ વાતો થઇ હવે હું ફક્ત મારી હિમાચલ યાત્રાને લઈને વધુ વિગતો આપીશ. હિમાચલ પ્રદેશમાં ફરવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન અને હવાઈમથક ચંડીગઢ છે જેથી અમારી પ્રવાસની તારીખ નક્કી થઇ તુરંત અમે ત્યાં સુધીની અમારી રેલ્વેની ટીકીટ બુક કરી લીધી. આ એટલા માટે જરૂરી છે કે છેલ્લી ઘડીએ રેલ્વેની ટીકીટ સરળતાથી મળતી નથી. હવે અમારે આગળનો પ્રવાસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એટલેકે હિમાચલ સરકારની બસમાં જવાનું વિચારતા હતા અને જેતે વિસ્તારના લોકલ ફરવા માટે બાઈક કે ટેક્સી ભાડે કરવાનું વિચારેલ, એ મુજબ અને સંપૂર્ણ ખર્ચની ગણતરી કરી અને એની સરખામણી પ્રાયવેટ ટેક્સીના ખર્ચ સાથે કરી તો અમને પ્રાયવેટ ટેક્સી સસ્તી પડતી હતી, ઉપરાંત સગવડમાં પણ વધારો થતો હતો જેથી મને પ્રાયવેટ ટેક્સી વાળો વિકલ્પ અનુકુળ લાગ્યો. આમતો બજેટ યાત્રા જ કરવાની હતી પરંતુ સસ્તામાં સારું મળતું હોય તો ખોટું “હળદર વગરનું હેરાન થવું” પણ નકામું. જેથી અમે ટેક્સી પણ બુક કરાવી લીધી.

હવે બાકી હતું રહેવાની હોટેલ બુક કરવાનું, જો તમે બજેટમાં યાત્રા કરતા હોય તો જેતે વિસ્તારના સરકારી રેસ્ટ હાઉસ કે ગેસ્ટ હાઉસમાં અગાઉથી બુકિંગ કરવી શકો છો. આ ઉપરાંત ઘણા બધા સ્થળ પર "હોમસ્ટે" પણ ખીચાને પરવડે એવો વિકલ્પ છે. હોમસ્ટેના બીજા પણ ફાયદા છે જેમકે તમે ત્યાંના લોકો જોડે રહી એમને રોજગારી આપો છો, ઉપરાંત એમની સાથે રહી એમના રોજબરોજના જીવન સહભાગી બનો છો. એમના રીતરિવાજ, રહેણીકરણી અને સંસ્કૃતિ વિશે જાણકરી મળે છે. અને આજ તો છે સાચો ઉદેશ્ય છે કોઈ પણ પ્રવાસ અને યાત્રાઓનો, કે અન્ય સ્થળ અને ત્યાંના લોકો વિશે જાણવું અને એમની સારી વસ્તુ પોતાના જીવનમાં ઉતારવી.

આપ સૌ કોઈ ચીનના "યુ એન સંગ" નામના યાત્રી વિશે તો જરૂર જાણતા હશો. જેઓ એ સાતમી સદીમાં 27 વર્ષની ઉંમરે ચીનથી ભારતની યાત્રા ખેડી હતી અને કેટલોક સમય ભારતમાં રહ્યા હતા. ખાસ કરીને બુદ્ધ ધર્મ વિશે વધુ માહિતી મેળવવી એમનો ઉદેશ્ય હતો. તે જ્યારે પાછા ચીન ફર્યા ત્યારે ઘોડા ઉપર ઘણાં બધા સંસ્કૃત પુસ્તકો પણ લઈને ગયા હતા જેનો પાછળથી ચીની ભાષામાં અનુવાદ પણ કરેલો. આ વાતનો સાર એ છે કે પ્રવાસ અને યાત્રાઓ કરતા રહેવી જોઈએ અને એનો ઉદેશ્ય ફક્ત મોજમજા ના રહેતા જ્ઞાન ઉપાર્જન પણ હોવો જોઈએ અને એનું ક્યાંક સાહિત્યમાં આલેખન થાય તો અન્ય લોકો સુધી પણ એની જાણકારી પહોંચે. હું જે લખાણ લખી રહ્યો છું તેનો મુખ્ય ફક્ત અને ફક્ત માહિતી લોકો સુધી પહોંચતી કરવી એજ છે. આજે ફોટો અને વીડિયોના જમાનામાં લખાણ ઓછું થઈ રહ્યું છે તો એને જીવંત રાખી વાચકોનો રસ જળવાઇ રહે એવો ભગીરથ પ્રયત્ન કરી રહ્યો છું.

હવે મુખ્ય વાત ઉપર આગળ વધીએ, કારણકે હિમાચલની યાત્રા ઘણી લાંબી છે. હોમસ્ટે સિવાય બજેટ હોટેલનો વિકલ્પ સારો છે, પરંતુ એટલા સસ્તામાં ના જવું કે તમને સ્વચ્છતા પણ ના જોવા મળે અને ખાસ જયારે પરિવાર સાથે જતા હોવ ત્યારે પૈસા કરતા સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપવું બાકી સોસીયલ મીડિયામાં OYO ના મેમે તો જોયાજ હશે, અને ખરેખર ઘણી જગ્યાએ આવું થતું હોય છે. જેના તાજા લગ્ન થયા હોય અને પછી ફરવા જતા કે હનીમુન કરવા જતા નવદંપતી એ ખાસ સાચવવું રહ્યું. હનીમુન પેકેજનું બુકિંગ કરાવતા ઘણા કપલનો આ જ પ્રશ્ન હોય છે. હોટેલમાં તો તમને દરેક કેટેગરી અને દરેક બેજેટમાં વિકલ્પ મળી જાય છે. હવે જમાનો ઈન્ટરનેટનો છે તો તમે એના રીવ્યુ પણ ગુગલમાં અને અન્ય સાઈટ પર જોઈ શકો છો. બુકિંગ કોઈ સારા એજન્ટ પાસે કે ઓનલાઈન કરવી શકો છો. અમુક વાર ઓફલાઈન બુકિંગ ઓનલાઈન કરતા સસ્તું પણ પડે છે અને ફરિયાદના નિવારણ માટે જવાબદાર વ્યક્તિ પણ હોય છે. કોઈ પણ પ્રકારની માહિતી કે બુકિંગ માટે તમે મારો સપર્ક કરી શકો છો, માહિતીનો કોઈ ચાર્જ હોતો નથી.

હવે મારે પણ હોટેલ બુકિંગ કરવાનું હતું, મેં એ હોટેલમાં બુકિંગ કરાવી દીધું જ્યાં અમારા ટુરિસ્ટ રોકાતા હોય છે. અમે કોઈ પણ હોટેલ સૌ પ્રથમ પસંદ કરીએ ત્યારે ત્યાં રોકાઈને ત્યાની સેવા અને અન્ય બાબતોની ખરાઇ કરીને એ હોટેલ બીજા માટે બુક કરતા હોઈએ છીએ. ઉપરાંત અમુક અમુક સમયે એની મુલાકાત પણ લેતા હોઈએ છીએ મારા આ પ્રવાસનો બીજો ઉદેશ્ય આ પણ હતો. હવે હું બુકિંગ બાબતે બેફીકર થઇ ગયો કારણકે હવે બધાજ પ્રકારનું બુકિંગ થઇ ગયું હતું.

હવે બુકિંગ પછી ત્યાં ફરવા જેવા સ્થળોની યાદી કરવાનું શરુ કર્યું અને એ મુજબ દિવસ મુજબ ફરવાનું આયોજન થાય. આમતો આમારી પાસે આવા ટુર પ્લાન કે ઇટીનરી તૈયાર હોય જ છે પણ મારે અમુક અન્ય સ્થળ પર જવાનું હતું, ટ્રેકિંગ પણ કરવાનું હતું જેથી એ મુજબ દિવસ મુજબ આગોતરું આયોજન કરી લીધું. અને તમે ગમે ત્યાં પણ ફરવા જતા હોય તમારી પાસે કંઈક આયોજન હોવું જરૂરી છે નહિતર તમે ત્યાં જઈને વિચારે રાખશો કે હવે શું કરશું ? ક્યાં જઇશું ? અને કેવી રીતે જઈશું. અને ફરવાનો સમય વિચારવામાં જ જતો રહે. હવે ફક્ત ગણતરીના દિવસો જ બાકી રહ્યા હતા અમારી #હિમાચલયાત્રા ની શરૂઆત થવાને. મનમાં અને તનમાં ફરી હિમાલયમાં જવાનો થનગનાટ હતો. પરંતુ એવામાં એક નાનકડી મુશ્કેલી આવી પડી.

વિગતમાં વાત કરું તો આ પ્રવાસમાં અમે ચાર મિત્ર જવાના હતા. હું, મારા મિત્ર અને ટ્રાવેલની ફિલ્ડના મારા ગુરુ ગોવિંદ ભટ્ટ, મારી સાથે જોબ કરતા મિત્ર આંનદ કણઝારીયા અને આ પહેલાની કંપનીમાં સાથે કામ કરતા મિત્ર નિર્મલ પરમાર. હું, આંનદ અને નિર્મલ અમદાવાદથી સાથે નિકડવાના હતા. ગોવિંદજી ઉત્તરાખંડ થી દિલ્હી અને ત્યાંથી ચંદીગઢ રેલવે સ્ટેશન અમને સીધા મળવાના હતા. જવાને અઠવાડિયાની વાર હશે અને ગોવિંદના અંગત કુટુંબમાં બહેનના લગ્ન હોવાથી પ્લાન મોકૂફ રાખવો પડે એમ હતો. મારી સલાહ પણ એજ હતી કે ફરવાના પ્લાન તો બનતા જ રહેવાના, બહેનના લગ્ન એકજ વાર આવે છે. એક સભ્ય ઓછો થયાનું દુઃખ હતું ઉપરાંત મારી જવાબદારી પણ વધી ગઈ હતી કારણકે ટ્રાવેલના ક્ષેત્રમાં ગોવિંદજી ગુરુ સમાન હતા જેથી એ હોય એટલે મારે કોઈ ચિંતા ના હોય. પરંતુ હવે એ બધી જવાબદારી મારી માથે આવી પડી, આમતો આ કોઈ મોટી વાત નથી કારણકે હિમાચલના ઘણા પ્રવાસનું આયોજન કરેલ હતું અને આ બધા ક્ષેત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. ઉપરાંત મનાલી આમેય હું ત્રીજી વાર જઇ રહ્યો હતો. ધર્મશાળા,ડેલહાઉસી અને અમૃતસર પહેલી વાર જઇ રહ્યો હતો. છેલ્લે તો જે હશે એ જોયું જશે એની સાથે તૈયારીમાં વળગી ગયા.

હવે અમારી સફરને ત્રણ દિવસ જ બાકી હતા, આંનદને અમદાવાદમાં કામ હોવાથી એ મારી પહેલાજ અહીંથી નીકળી ગયો. નિર્મલ પણ સીધો અમદાવાદ રેલવે સ્ટેશનમાં જ મળવાનો હતો. હું પણ 8 ડિસેમ્બરની રાતે નીકળવાનો હતો. ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીનું રિઝલ્ટ આજે આવી ગયું, ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવ્યું હતુ. રાજકારણમાં તો આવું બધું ચાલે રાખવાનું. સાંજે સામાન પેક થઈ ગયો, નાસ્તા માટે ગુજરાતીની પ્રિય વાનગી થેપલા શ્રીમતીજી એ બનાવીને સામાન સાથે પેક કરી દીધા હતા. ઘરે થી વેરાવળ જવાની બસમાં હું બેસી ગયો અને આ સાથે મારી સફરની શરૂઆત થઈ.

હવે પછીની યાત્રા આગળના એપિસોડમાં જારી રહે છે.
આ એપિસોડ પોસ્ટ કરવાનો વિચાર તો ગયા રવિવારે જ હતો પરંતુ નોટસમાં લખેલ આ એપિસોડ કોઈ કારણોસર ભૂંસાઈ ગયો જેથી ફરીથી લખવામાં સમય લાગ્યો.

તારીખ : 26/01/2023
©- ધવલ પટેલ

જૂની પોસ્ટ અને આગામી પોસ્ટ શોધવા માટે #હિમાચલયાત્રા હેઝટેગ ઉપયોગ કરવો.

ટુરને લગતી માહિતી તેમજ બુકીંગ માટે સંપર્ક કરી શકો છો.
પોસ્ટને લઈને તમારા પ્રતિભાવ વોટ્સએપ કરવા વિનંતી.
વોટ્સએપ : 09726516505

#હિમાચલનો_પ્રવાસ
#હિમાચલયાત્રા
#tripwithdhaval
#himachaldiaries
#himachaltourism
#himachal