Not called! books and stories free download online pdf in Gujarati

કહેવાય નહીં !

આજે સુહાની ઘરે આવીને તકીયામાં મોઢું સંતાડી હિબકા ભરી રડી રહી. કહેવાય નહિ એવું આ દર્દ ક્યાં સુધી છુપાવી શકે ? મનોમન નિર્ધાર કરી રડવા પર કાબૂ મેળવ્યો. અત્યારે ઘરમાં કોઈ હતું પણ નહીં કે પાણીનો ગ્લાસ આપે જેથી તેના હીબકાં ઓછા થાય. એ તો વળી વધારે સારી વાત હતી કે ઘરમાં તે એકલી હતી. લગ્ન કર્યાને દસ વર્ષ થઈ ગયા હતા, સુજાન બાપ બની શક્યો ન હતો. ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી.

સુજાન તો બેફિકર હતા. “મૂકને યાર પંચાત મટી. બાળકોને ઉછેરવા, તેમની પાછળ સમયની બરબાદી કરવી. કોને ખબર કેવું પાકે”?

‘કેમ આપણે કેવા પાક્યા, આપણા માતા અને પિતા માટે” ?

“છતાં પણ આ એકવીસમી સદીમાં કોઈ ભરોસો નહી.  જોતી નથી બાળકો વાળા ના પ્રશ્નો ? તેમની વાતોમાં ફરિયાદ સિવાય કોઈ સૂર તને સંભળાય છે’? સુહાની ખૂબ મનને મનાવે. ‘મને શું ઓછું મળે છે ? સુજાન મારા પર વારી જાય છે. સુજાનના મમ્મી અને પપ્પા પણ બેટા કહેતા થાકતા નથી. કોને ખબર કેમ સુહાનીને માટે આ પૂરતું ન હતું’. સુહાનીને પોતાની ગોદ ભરાઈ નથી તેનું ખૂબ દુઃખ હતું. દત્તક લેવા માટે બન્ને પતિ તેમજ પત્ની તૈયાર ન હતા.

આજે જ્યારે સુજાન ઓફિસમાં હતો ત્યારે અમેરિકાથી ફોન આવ્યો હતો. સુહાનીને એમ કે સુજાનનો હશે, બે વાર આવ્યો ત્યાં સુધી જવાબ ન આપ્યો. ત્રીજીવાર વાગ્યો ત્યારે તેને થયું કોઈને કદાચ ખાસ કામ હોઈ શકે.

સામે છેડેથી 'હલો' શબ્દ સંભળાયો ને સુહાનીના દિલના તાર રણકી ઉઠ્યા. અવાજ ખૂબ પરિચિત હતો. હા, સાંભળ્યા દસ વર્ષ ઉપર થઈ ગયા હતા.

તેના કોલેજ કાળના મિત્ર સાહિલ હતો. પળભર તો સુહાની માની ન શકે. આટલા વર્ષો પછી સાહિલે તેને કેમ યાદ કરી ? સાહિલ પણ સુહાનીનો રૂપાની ઘંટડી જેવા મધુર ‘હલો’ સાંભળી ભાન ભૂલી ગયો. ‘ સુહાની આજે દસ વર્ષ પછી ભારત આવું છું ‘?‘

“હં”

‘મને મળીશ ને ‘?

‘સમય હશે તો ચોક્કસ મળીશ’.

‘શું નહીં હોય તો તારા સાહિલને નિરાશ કરીશ’?

‘કેમ તેં, મને, નિરાશ નહોતી કરી’?

‘ખેર, હજુ પણ તને બધું યાદ છે’?

‘કેમ ન હોય’?

‘તારા ગયા પછી મારા કેવા બેહાલ થયા હતાં’?

‘મારે તેની માફી માગવી છે’.

‘સુજાનના પ્રેમમાં હવે હું બધું ભૂલી ગઈ છું. સુજાન મારી જિંદગી છે, મરતે દમ સુધી’.

‘હું જાણું છું ‘ મારે તારા દેવતા જેવા પતિને પણ મળવું છે’.

‘એ દેવતા નહી સાચા અર્થમાં માનવ છે. મને ખૂબ પ્રેમ કરે છે’.

ફોન પર વાત પૂરી થઈ. સાહિલે મુંબઈ આવી સુહાનીને મળવાનો ખૂબ પ્રયત્ન કર્યા. બની ત્યાં સુધી સુહાનીએ ટાળ્યું. આખરે ‘કોપર ચિમની માં ‘ સુજાનના મમ્મી અને પપ્પા સાથે ડીનર પર ગયા હતા ત્યાં સાહિલ ભટકાઈ ગયો. સાહિલ તો સુહાનીને જોઈ ખુશ થયો. સુહાનીએ બહુ ઉમળકો બતાવ્યો નહી. વડીલોની હાજરીમાં બહુ બોલી પણ નહીં. સુજાન સમજી ગયો તેણે તો એવું વર્તન કર્યું જાણે સાહિલ તેનો કોલેજકાળ દરમિયાન ખાસ મિત્ર ન હોય !

રાતના ડીનર પછી બધા ઘરે આવ્યા. સુહાનીએ સુજાનને આવા વર્તન પાછળનું કારણ પૂછ્યું.

‘મને ખબર છે એ તારો કોલેજકાળનો લવર હતો. હું પણ તારા પર મરતો હતો ને એ પણ. સારા નસીબે તું મને મળી. તને ખબર છે સાહિલ અમેરિકા જઈને દુઃખી,થઈ ગયો. તેની પત્ની અમેરિકન બોસને પરણી સાહિલને રઝળતા મૂકી ભાગી ગઈ. સાથે પોતાનું સંતાન પણ લઈ ગઈ. ‘

હવે સુહાની ચમકી. તેને આ કોઈ વાતની ખબર ન હતી. તેને પણ સાહિલ પ્રત્યે કરૂણા ઉપજી. સુજાનના મનમાં કોઈ જુદો વિચાર ઝબકી ગયો .

જો સુહાનીને ખબર પડે તો તેને માથે મોત ઘુમરાય.

સુજાનને ખબર હતી સુહાની દિલોજાનથી ચાહે છે. બાળક થતું નથી એ હકીકત સ્વીકારી લીધી છે. આ તો કોઈક વાર બાળક જોઈએ એવી તમન્ના હ્રદયમાં ઉછાળો મારે ત્યારે સુહાનીને સાચવવી એ સુજાન માટે ગજા બહારની વાત બની જતી. સુજાને સાહિલને મળવાનો નિર્ધાર કર્યો. સંજોગવશાત બધું અનુકૂળ ઉતર્યું. સુજાને પહેલાં સાહિલને સમજવાનો અને પછી સમજાવવાનો પ્રયત્ન આદર્યો. સાહિલ, સુજાનની વાત સાંભળીને સડક થઈ ગયો.

‘તને ખબર છે, તું મને શું કહે છે’?

‘હા, ખૂબ વિચાર અને મંથન કર્યા પછી આ નતિજો તારવ્યો છે'..

‘મને લાગે છે ,તું સુહાનીને મારા કરતાં ખૂબ વધારે ઓળખે છે’.

‘કેમ તને એમાં શંકા છે’?

‘તો પછી આવી વાત કરી પણ કેવી રીતે શકે’?

‘સહુ પ્રથમ તો મને આવા બેહુદા વિચાર પ્રત્યે પણ ઘૃણા થઈ હતી! કિંતુ ખૂબ વિચાર્યા પછી આ નતિજો પામ્યો’.

‘તારો મુંબઈમાં કેટલું રોકાવાનો ઈરાદો છે’?

‘બસ હવે દસ દિવસમાં જવાનો’.

‘આપણી પાસે સમય બહુ નથી’.

સુજાન બોલ્યો, ‘જો સાંભળ આવતા શનિવારે મારી વર્ષગાંઠ છે. હું અને સુહાની ઓબેરોયમાં ડિનર લઈ રાત રોકાઈશું. કોઈ કામ નું બહાનું કરી હું સમયસર નહીં આવી શકું. તું ઓચિંતો સુહાનીને હોટલની લોબીમાં ભટકાઈ જજે. આગળનું બધું, હું હવે તારા પર છોડીશ’.

સાહિલ હજુ માનવા તૈયાર નહતો. મિત્ર તરીકેની ફરજ બજાવવાનું સુજાન તેને કહી રહ્યો હતો. પછી તો એ કાયમ માટે અમેરિકા ચાલ્યો જવાનો. આ વખતે માતા અને પિતા ગુજરી ગયા હોવાથી બધું સમેટવા ભારત આવ્યો હતો. હવે પછી આવવાનું કોઈ બહાનું હતું નહીં. તેની સેક્રેટરી, શેનન સાથે બે વર્ષ થયા પ્રેમમાં હતો. માતા અને પિતાને ખબર ન હતી કે તેની પત્ની બાળકો લઈને છૂટી થઈ ગઈ છે. હવે કોઈને દુઃખ પહોંચે એવું સંભવ ન હતું.

આખરે સુજાનની મરજી સામે નમતું જોખ્યું. જો પોતાના વર્તનથી કોઈનું ભલું થતું હોય તો વાંધો ન હતો. સામેવાળી વ્યક્તિ એક વખતની તેની પ્રેમિકા હતી. તેના પતિની સંમતિથી આ ‘પગલું’ ભરવા તૈયાર થયો ! પત્નીને અનહદ પ્રેમ કરતા “સુજાન”ની હિંમત, દાદ આપવી ઘટે !

નક્કી કર્યા પ્રમાણે સાહિલ ઓબેરોય પર સુહાનીની રાહ જોઈ રહ્યો હતો. સુહાની ને જોઈ નવાઈ બતાવી. ‘અરે, તું અંહી ? એકલી’.

‘શું કરું, આજે સુજાનની વર્ષગાંઠ છે. અમે બન્ને ડિનર લઈ આજની રાત ઓબેરોય ના ‘હનીમુન સ્યુટમાં ‘ રોકાવાના છે. સુજાનને નીકળતા કામ આવ્યું એટલે હું ગાડીમાં આવી, તે ટેકસી લઈને આવી જશે.’

‘તો ચાલો ત્યાં સુધી હું તને કંપની આપીશ’.

બન્ને લાઉન્જમાં બેઠા. સાહિલે ડ્રીંક ઓર્ડર કર્યો. આગ્રહ કરી સુહાનીને બે પીવડાવ્યા. બે ડ્રિંકમાં સુહાનીએ હોશ ગુમાવ્યો. બેહોશીની દશામાં ખાધું પણ ખરું. યોજના પ્રમાણે સાહિલ તેને રૂમમાં લઈ ગયા. પોતાનું કામ જે સુજાને આપ્યું હતું એ પૂરું કરી જતો રહ્યો. અડધી રાતે સુજાન આવી ને સુહાની ની બાજુમાં સૂઈ ગયો. નશામાં ચકચૂર સુહાનીને રાતની કોઈ વાત યાદ ન હતી. બીજે દિવસે બન્ને પતિ અને પત્ની ઘરે આવ્યા. સોમવારે સવારે સુજાન કામે ગયો. સવારની ચા અને નાસ્તો કર્યા પછી સુહાની શનિવારની રાત યાદ કરી રહી. તેને કશું જ યાદ આવતું ન હતું. સવારે સુજાન બાજુમાં હતો એટલે  તેને શંકા પણ ન ગઈ.

ખબર નહીં કેમ તેનું અંતર કંઈ જુદું જ કહી રહ્યું હતું, સુહાની હિબકાં ભરીને રડી રહી !

સુજાન તો આનંદના અવધિમાં સ્નાન કરી રહ્યો, જ્યારે સુહાનીએ તેને શુભ સમાચાર આપ્યા !

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED