ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ

*******

અગ્નિના પ્રકારમાં જઠરાગ્નિ એ સહુથી અગ્રિમ છે. એ ક્યારેય બુઝાતો નથી. એ સંતોષાય છે ખૂબ જલ્દી, પણ તેની ઝીણી જ્યોત હંમેશા જલતી રહે છે. જ્યારે કરસન નાનો હતો ત્યારે અનુભવી ચૂક્યો હતો. બે બહેનોનો એકનો એક લાડકો નાનેરો ભાઈ હતો. પણ વિચાર હંમેશા  ઉમદા અને પ્રગતિની દિશામાં કૂચ કરતાં.

ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરી જ્યારે વકીલ બન્યો ત્યારે પિતાની આંખો ખુશીથી છલકાઈ ઉઠી. મા તો બિચારી આખી જીંદગી વૈતરું કરી એવી કંતાઈ ગઈ હતી કે બે દીકરીને પરણાવી ચાલવા માંડ્યું. કરસનની પ્રગતિ તે ન જોઈ શકી, ન માણી શકે ! કરસન તેને કૃષ્ણ પર ભરોસો અને જાત માં વિશ્વાસ, યેનકેન પ્રકારેણ લંડન જઈ બેરિસ્ટર બનીને પાછો આવ્યો.

તેના સ્વપ્ન પૂરા કરવાનો રસ્તો સરળ બન્યો. પિતાની હાલત નાદુરસ્ત રહેતી. બન્ને બહેનોનો સાથ અને કરસનની પિતૃભક્તિ પૂરી સેવા ચાકરી કરી. અરે, લગ્ન પણ મોકૂફ રાખ્યું. તે જાણતો હતો નવી આવનારી પિતાને અન્યાય કરે.’ તેના દિલમાં બુઢા સસરા માટે લાગણી જન્મી મુશ્કેલ નહીં નામુમકિન હતી.’ જે તેનાથી સહન નહી થાય. પિતા આખરી શ્વાસ લેતાં કહ્યું ,

“બેટા તમારી બધી મનોકામના પૂર્ણ થશે. મને મરતાં સમયે વચન આપ કે ,હવે તું લગ્ન કરી સંસાર માંડી સુખી થજે .”  પિતાને ના ન પાડી શક્યો.

લંડનમાં કેતકી સાથે પ્રેમ થયો હતો. કેતકી તેના વિચારો અને તેની મનોકામના જાણતી હતી. તે પણ પાછી ભારત આવી પોતાના પિતા સાથે હાઈકોર્ટમાં જતી હતી. હવે કરસનનો માર્ગ ખુલ્લો થયો. મંઝિલ પર દોડવાના ઈરાદે કેતકી સાથે લગ્ન કરી રાજકારણમાં ઝંપલાવ્યું. તેને સ્વચ્છ વિચારો અને સત્યના આગ્રહને કારણે પ્રગતિ કદમ ચૂમતી આવી. રાજકારણમાં ફેલાયેલી બદી, અંધાધૂંધી અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો નિર્ધાર કર્યો.

કેતકી સાથે મસલત કરી બન્ને જણા સુંદર વિચાર ને હકીકતમાં ફેરવવાનો પ્રયાસ કર્યો. કેતકીને મેળવી કરસન જીવનના કાર્યો એક પછી એક આટોપતો આગળ વધી રહ્યો હતો.

નાતાલની ઉજવણી હોય પછી પૂછવું જ શું ? ચારે તરફ ખાણીપીણીની રેલમછેલ હતી. એક એક થાળીના ૫૦૦૦ રૂપિયા હતાં. કોંગ્રેસના વળતા પાણી હતાં. નોટ બંધીએ નવરાવ્યા હતાં.

હા,’ સારું થયું કે પપ્પુ અને સોનિયાને હાર્ટ એટેક ન આવ્યો.

પેલી જયલલિતાનું શું થયું ? એના કોઈ સમાચાર નથી.

લાલુ અને રબડી પણ ભૂગર્ભમાં ઉતરી ગયાં.

કાળા બજારીયા તેમના ઘરની તિજોરીમાં નોટોના થોકડા જોઈ ,”મ્હો વાળે છે”.

આ પ્રથા પહેલાંના જમાનામાં કોઈ પણ વ્યક્તિનું મરણ થાય ત્યારે ગુજરાતના ગામડાંઓમાં હતી. આજે પ્રચલિત છે કે નહીં તેનાથી સાવ અજાણ છું. ‘હવે આ નોટોનું શું કરીશું ?

કચરા ટોપલીમાં પધરાવવાની, બીજું શું ‘.

ફિકર હોય તે રસ્તા શોધે. તેને કારણે કાંઈ જીવન અટકતું નથી, નાતાલના તહેવારની ઉજવણી ખૂબ મોટા પાયા પર ચાલતી હતી. મહેફિલ જામી હતી. ચારે બાજુ હાસ્યની છોળો રેલાઈ રહી હતી. શરાબની બાટલીઓનો ટંકારવ કર્ણપ્રિય લાગતો હતો. સંગીતના સૂર પર સહેલાણીઓ ઠુમકા મારી રહી હતી. ધરતી પર જો સ્વર્ગ હોય તો અહી જ છે . ભલેને નોટો બદલાય પણ તેની પાસે ટેક્સ ભર્યા પછી પણ અઢળક ધન હતું તે આનંદ ચાર હાથે લુંટવા માંગતા હતાં. આખી જીંદગી ગરીબોનાં લોહી ચૂસતા હતાં. તેમને જરા પણ શેહ શરમ ન અડે.

માદક અને મદહોશી પ્રસરી રહી હોય એમ ભાસતું હતું. આજના મુખ્ય મહેમાન આદરણિય પ્રધાન સાહેબ હજી પધાર્યા ન હતાં. જામેલી મહેફિલ થોડી કાબૂ બહાર હતી. છતાં સંયમની મર્યાદા જાળવી સહુ પોતાના વર્તન કરતા હતા. કેમ ન કરે સમાજનો ઉપલો વર્ગ મળ્યો હતો !

સમાજનો એ વર્ગ , જેના ખિસ્સામાં પૈસાનું જોર હોય છે. તેઓ પોતાની  જાતને ખૂબ હોશિયાર સમજે છે. અભિમાન તો તેમને નાકને ટેરવે બેઠેલું હોય. ‘ હું પણું’ તેમના વાણી અને વર્તન દ્વારા છતું થતું હોય. તેમના અવાજનો રણકો શંખનાદ કરતા પણ બુલંદ હોય. જ્યાં ભપકો અને આડંબર સિવાય બીજું કશું નજરે ન પડે. આ એમનું જીવન અને આ એમનું મિત્ર મંડળ.’ જ્યાં પૈસો બોલે અને માનવી ડોલે.’ હા જ્યારે આવા ફંડફાળા ભેગા કરવાના હોય ત્યારે તેમનો પૈસો કામ લાગે.

આજની મહેફિલનો મુખ્ય હેતુ, ‘બાબુલનાથ અનાથ આશ્રમના” બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેના માટે ફંડ ભેગું કરવાનો હતો. એક જમવાની થાળી પાંચ હજાર રૂપિયા તેમને મન મોટી વિસાત ન હતી. કારણ સુંદર હોવાને લીધે ‘કેટરિંગ કંપનીના માલિક' એક પણ પૈસો લેવાની ના પાડી હતી. જે સભાગૃહ હતું તેનું ભાડું લેવાની તેના માલિકે પણ ના પાડી. સારા કાર્યમાં સહુ પોતાનો ફાળો નોંધાવવા આતુર હતાં.

આમ આજના કાર્યક્રમની આવકના ૧૦૦ ટકા અનાથ આશ્રમના બાળકો ઉચ્ચ શિક્ષણ પામે તેની માટૅ વપરાવાના હતાં.

એટલામાં પ્રધાન સાહેબ પધાર્યાની ઘોષણા થઈ. સોય પડે તો પણ સંભળાય તેવી શાંતિનું સામ્રાજ્ય ચારેકોર છવાઈ ગયું.પ્રધાન આવે એટલે એની આજુબાજુ લોકો માખીની માફક બણબણે. આ માન પ્રધાનને નહી  પણ તેમની ‘ ખુરશી’ ને છે. પ્રધાન સાહેબ પોતે પણ આ વાતથી વાકેફ હતાં.  ટૂંકું ટચ ભાષણ આપી સહુને આવકારી  બેસી ગયા. બે પાંચ નાના મોટા ભાષણ થયા. પ્રધાન સાહેબ બીજી બે પાર્ટીમાં જવાના હતા.. તેમને ખબર હતી જો રાતના ૯ વાગ્યા પહેલાં ઘરે નહીં પહોંચે તો તેમના,’હોમ મિનિસ્ટર’ તેમની રેવડી દાણાદાણ કરી મૂકશે.

મનોરંજનનો કાર્યક્રમ ચાલુ થયો. લોકો પોતાની માતૃભૂમિ માટેનો પ્રેમ દર્શાવવામાં તલ્લિન હતાં. જ્યારથી શ્રી નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન થયા છે ત્યારથી દેશ ભક્તિના દર્શન થાય છે, પ્રજા જાગૃત બની છે. કૌભાંડ સંભળાતું નથી. અને ચલણી નોટોને રદ કરી એ તો ખૂબ અગત્યનું પગલું લીધું છે. દેશની પ્રજામાં સહકારની ભાવના પણ જણાય છે. કાર્યક્રમ ખરેખર ખૂબ રસપ્રદ હતો.

પ્રધાન સાથે બીજા બે અગત્યના રોકાણ હતા. તેથી જેવો કાર્યક્રમ પૂરો થયો કે દરેક જણ પોત પોતાની જગ્યા પર ગોઠવાયા અને કતારબંધ ખાવાનું પીરસવા વાળા નીકળી પડ્યા. ડીનર માટેની વાનગી નો દમામ પેલા મંદીરમા ઠાકોરજીના અન્નકૂટને પણ ઝાંખો પાડી દે તેવો હતો. જેની સોડમ આટલી સુંદર હોય તે અન્ન કેટલું ભવ્ય અને સ્વાદિષ્ટ હશે ? તેની કલ્પના જ કરવી રહી.

ભોજન બધા પીરસાઈ ગયા. સમૂહમા પ્રાર્થના કરી જમવાની શરૂઆત  કરી. ‘ચિયર્સ’ કરીને એકબીજાના જ્યુસ પીવાના ગ્લાસ ટકરાયા. હજુ તો માંડ શરૂઆત કરી ,અચાનક “આગની ભય સૂચક” ઘંટડી વાગી, દરેકના હાથમાં રહેલો કોળિયો મુખ સુધી પહોંચ્યો પણ નહીં. શું કરવું તેની વિમાસણમાં હતાં. ત્યાં સહુથી પહેલા પ્રધાન એંઠા હાથે દરવાજા તરફ દોડ્યા.

પ્રધાન બહાર આવી ગયા એટલે હાજર રહેલા કોઈ પણ વ્યક્તિ કેવી રીતે  ભોજનનો રસાસ્વાદ માણી શકે. દરેક જણ મિનિસ્ટરને અનુસર્યા. મોટા શણગારેલા ભોજનના કમરામાંથી બહાર નિકળી વરંડામા જમા થયા. શું થયું ? કેમ આ ઘંટડી વાગી ? સહુ અટકળ કરતાં હતાં. પીરસાયેલા ધાન રઝળી પડ્યા. સહુને ભૂખ લાગી હતી. પ્રધાન જ જ્યારે બહાર હોય તેમની આમન્યા જાળવવા સહુ બહાર એકઠ્ઠા થઈ અટકળ કરતાં હતાં.

ત્યાં તો બીજી તરફના બારણેથી લગભગ ૩૦૦ જેટલા ગરીબ બાળકો અંદર ધસી આવી સહુના એંઠા ભાણા પર તૂટી પડ્યા. આંખના પલકારામાં ભપકાદાર શણગારેલાં રૂમની દશા બદલાઈ ગઈ. જ્યાં માંડ બસો માણસોનો સમાવેશ થયો હતો ત્યાં ૩૦૦ બાળકોની વાનર સેના ?

મહેમાનોને કશી ગતાગમ પડતી નહતી. મજેદાર મિષ્ટાન અને ફરસાણની સોડમ પીછો છોડતું ન હતું . ત્યાં શિવજીના તાંડવ જેવું દૃશ્ય જોઈ બધા નવાઈ પામ્યા. આમંત્રિત મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ. આ શું ચાલી રહ્યું છે, એ સમજવાના હોશકોશ ઉડી ગયા હતાં. બધું જ મનભાવન ખાવાનું સફાચટ થઈ ગયું.

અચાનક પ્રધાન સાહેબનો માઈક ઉપરથી અવાજ સંભળાયો. આમંત્રિત મહેમાનો, જે જોઈ રહ્યાં છો, તે સત્ય છે. મારી વિનવણીથી આ નાટક કરવામાં આવ્યું હતું. યાદ રહે આપણા “ભારતના ગરીબ વર્ગનો જઠરાગ્નિ” જે દિવસે જાગશે ત્યારે ખંડેરની ભસ્મ કણી પણ હાથ નહી લાગશે. '

સમજો તો સારું નહીતર પરિણામ માટે તૈયારી રાખજો. આ તો માત્ર ઝલક છે. એ હતા આપણા લાંચરુશ્વતથી અળગા રહેનારા પ્રધાન “_ _ _ *