Prem Samaadhi - 35 books and stories free download online pdf in Gujarati

પ્રેમ સમાધિ - પ્રકરણ-35

પ્રેમ સમાધિ
પાર્ટ – 35

કલરવે વિજયઅંકલ સાથે વાત કરી... કલરવને પૂછ્યું "તું જૂનાગઢથી નીકળ્યો એને 6 મહિના ઉપર થઈ ગયું તારી મમ્મી અને નાનીબહેનનાં સમાચારથી ખુબ દુઃખ થયેલું..”. કલરવે અટકાવીને કહ્યું "અંકલ બધુંજ કહું છું... એણે ગાડીની અંદર બેઠેલી સ્ત્રીની સામે જોયું... એને જાણે ખ્યાલ આવી ગયો કે આ વિજયઅંકલની પત્ની નથીજ. એને ખ્યાલ આવ્યો કે વિજયટંડેલ એની સામેજ જોઈ રહ્યો એણે નજર હટાવી લીધી.
વિજય ટંડેલે કહ્યું "સારું થયું તું સમયસર આવી ગયો થોડો મોડો પહોંચ્યો હોત તો હું બહાર નીકળી ગયો હોત. અહીં તને કોઈ ઓળખે નહીં... પણ તેં પછી મને ફોન...” પછી પોતાની સ્થિતિ યાદ આવતાં ચૂપ થઇ ગયો.
કલરવે વાત પકડી લીધી બોલ્યો "અંકલ મેં તમને જયારે ફોન કર્યો તમે હોસ્પિટલમાં હતાં...” અને.. પછી.. વિજયે વાત બદલતાં કહ્યું "તું થાકીને આવ્યો છે પહેલાં બંગલામાં જઈએ તું ફ્રેશ થા પછી શાંતિથી વાતો કરીએ છીએ.” એમ કહી દરબાનને કલરવનો સામાન અંદર લઇ આવવા સૂચના આપી... ત્રણે જણાં ઘરમાં આવ્યાં... વિજયે પેલી સ્ત્રીને કહ્યું “તું નીચે રૂમમાં જા હું ઉપર જઉં છું એને રૂમ બતાવું... મને મોડું થશે હું કલરવ સાથે વાત કરું છું” પેલી સ્ત્રીએ હસીને કહ્યું "ભલે તમે જાવ... હું રાહ જોઇશ” એમ કહી નીચે રૂમમાં જતી રહી...
કલરવ વિજયની પાછળ પાછળ દાદર ચઢતો ગયો પણ પાછું વળીને પેલી સ્ત્રીને ફરીથી રૂમમાં જતાં જોઈ. વિજય ટંડેલ આગળ દાદર ચઢી રહેલો. ઉપર આવી વિજયે ખુણાનો બેડરૂમ બતાવી કહ્યું "આજથી આ રૂમ તારો તું ફ્રેશ થઇજા અંદર બધી વ્યવસ્થા છે” પછી લાઈનમાં બીજા બે રૂમ હતા એમાં એક રૂમ તરફ આંગળી ચીંધી કહ્યું “સામેનાં રૂમમાં આવી જજે”. લોક મારેલો એક રૂમ પણ ત્યાં હતો.
કલરવ પ્રશ્નાર્થ નજરે જોઈ રહેલો પછી બોલ્યો “ભલે અંકલ હું હમણાં આવું છું” વિજય ટંડેલ કંઈક વિચારતો એનાં રૂમમાં ગયો. કલરવ એને બતાવેલ રૂમમાં પ્રવેશ્યો. વિશાળ રૂમમાં ગયો. કલરવ એને બતાવેલ રૂમમાં પ્રવેશ્યો વિશાળ રૂમમાં બધી વ્યવસ્થા હતી એણે પોતાનો સામાન મુકેલો જોયો. આટલો મોટો બેડ ? એણે બધે નજર ફેરવી કુતુહલ વશ એણે બધું જોયું પછી બેગમાંથી કપડાં કાઢ્યાં અને બાથરૂમ તરફ ગયો.
એને મનમાં વિચાર આવ્યો મારી 6 મહિનાની રઝળપાટ પછી પાપા ના મળ્યાં... વિજય અંકલનું સરનામું કેવી રીતે મળ્યું... વિચારતાં વિચારતાં બાથરૂમમાં આવ્યો. બાથરૂમની વ્યવસ્થા જોઈ દીલ ખુશ થઇ ગયું એને થયું જાણે કેટલાય સમય પછી હું અહીં સારી રીતે સ્નાન લઈશ... કપડાં સેલ્ફ પર મૂકી ન્હાવા માટે શાવર પાસે આવ્યો... કોક ખોલી શાવર ચાલુ કર્યો... પહેલાં કપડાં પલળી ગયાં એ આઘો ખસી ગયો.. વિચારવંટોળમાં કપડાં કાઢવાંજ ભૂલેલો.
કલરવને પોતાનાં ઉપરજ હસું આવ્યું... કપડાં કાઢ્યાં અને ફરીથી શાવર નીચે આવ્યો. શાવર નીચે સ્નાન કરતાં દુનિયા ભુલ્યો એને હાંશ થઇ શરીરને સ્પર્શતાં કોકરવર્ણા પાણીથી ખુબ નાહ્યો, સુગંધીદાર સાબુથી શરીર ચોખ્ખું અને 6 મહિનાનો મેલ જાણે સાફ કર્યો. સ્નાન લઇ ટુવાલથી દિલ લુછ્યું અને કપડાં બદલ્યાં.
બાથરૂમથી બહાર નીકળી અરીસામાં મોઢું જોયું આજે ઉજાસ દેખાયો વાળ ચોળ્યાં અને વિચારમાં પડ્યો... આ વિજય અંકલ પાસે કેટલો પૈસો હશે ? દરિયામાં વહાણ... પોરબંદરમાં મકાન, અહીં દમણમાં આટલો મોટો બંગલો ગાડી, નોકર ચાકર... આને સુખ કહેવાય.
વિચારો ખંખેરી એણે રૂમમાંથી નીકળી વિજય ટંડેલનાં રૂમ તરફ આગળ વધ્યો. થોડાં અચકાટ સાથે એણે રૂમને ટકોરા માર્યા... ત્યાં વિજયનો સત્તાવાહક અવાજ સંભળાયો "કલરવ અંદર આવીજા... ".
કલરવ દરવાજો ખોલી અંદર ગયો. એ તો રૂમ અને એની જાહોજલાલી, ઝૂમરવાળી લાઈટો વિશાળ બેડ - રાચરચીલું જોઈ આંખો ચકાચોંધ થઇ ગઈ એણે વિજય સામે જોયું ના જોયું આ બધું જોવામાં ખોવાઈ ગયો.
વિજયે એને જોયો બોલ્યો હસીને... “કલરવ આવ આ ખુરસી પર બેસ અને પોતે સોફા પર બેઠો... કલરવ તારે જમવાનું બાકી છે ને ? હું રસોઈ તૈયાર કરાવું છું” કલરવે કહ્યું “ના અંકલ મેં સ્ટેશન પર ખાધું છે હમણાં રાત્રે મારે કંઈ નહીં જોઈએ સવારે જમીશ...” એમ કહી હસ્યો પછી મનમાં જે વાત હતી એ નીકળી... “અંકલ તમારો બંગલો તો રાજમહેલ જેવો છે... તમે અહીં એકલા ? અને પેલા...” વિજય બધું શાનમાં સમજી ગયો બોલ્યો... “મારી વાત પછી પહેલાં તારી વાત કર, મને ખબર છે તારી મુલાકાત શંકરનાથ સાથે નથી થઇ... તું અહીં સુધી આવ્યો કેવી રીતે ? શું શું થયું કોને કોને મળ્યો એ કહે...”
વિજયે પ્રશ્ન કરીને... ઇન્ટરકોમ પર વાત કરી અને કોફી નાસ્તો મંગાવ્યો. કલરવને થયું આમને રસોડું 24 કલાક ચાલતું હશે ? કોણ બનાવતું હશે ? પેલી સ્ત્રી ? એ કોણ હશે ?
વિજયે કલરવ સામે જોઈને કહ્યું “બહુ વિચારો ના કર તારાં મનમાં બધાં પ્રશ્નો થાય સ્વાભાવિક છે આપણે ત્યાં નોકર ચાકર, રસોઈયા બધાં છે એ જયારે જોઈએ ત્યારે બધું બનાવી આપે છે આપણે વાત કરતાં કરતાં કોફી અને નાસ્તો કરીશું... હું પણ બરાબર આજે જમ્યો નથી... ઘરમાં હું એકલોજ છું મારુ ફેમીલી પોરબંદરમાં છે પણ ...હવે ફેમીલીમાં...” પછી અટક્યો...
કલરવને વધુ આગળ સાંભળવું હતું એને જિજ્ઞાસા હતી પણ વિજય અટકી ગયો. કલરવે વિજયનાં ચહેરાં પર જોઈને કહ્યું “તમારી એક આંખ પર કાળી પટ્ટી શેની છે ? આંખને ઇજા પહોંચી છે ?”
વિજયે કહ્યું”એ લાંબી વાત છે મને સુરત આવતાં રસ્તામાં એક્સીડેન્ટ થયેલો આંખમાં કાચ ઘુસી જતાં આંખ ઘુમાવી છે ઓપરેશન કરાવવાનું બાકી છે..”. કલરવે કહ્યું “એજ સમયે મેં ફોન કરેલો તમને. મારે ત્યાં મારી માં અને નાનકીને કોઈ નરાધમોએ ગોળીઓ મારી મારી નાંખેલાં... પોલીસ પટેલ સરે ફોન કરવાં કીધેલું પાપા સાથે વાત પણ થયેલી... પછી ફોન કરવા કીધેલું પાપા સાથે વાત પણ થયેલી... પછી ફોન કટ થયો પછી એમનો કોઈ સંપર્ક ના થયો. બધી વિધી પતાવી હું સુરત પાપાને શોધવા નીકળી પડેલો... સુરત ઉતરેલો...” ત્યાં વિજયનાં મોબાઈલમાં રીંગ આવી... નામ જોઈ આશ્ચર્ય સાથે ઉપાડ્યો... સામેથી...

વધુ આવતાં અંકે - પ્રકરણ -36


બીજા રસપ્રદ વિકલ્પો