પ્રેમ સમાધિ - પ્રકરણ-34 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ સમાધિ - પ્રકરણ-34

પ્રેમ સમાધિ
પાર્ટ – 34

આખી રાત બધાએ ઉજાગરામાં કાઢી.. પરોઢ થયું પ્હો ફાટ્યું સવાર પડી... 9 વાગી ગયાં પણ શંકરનાથનાં કોઈ સગડ નહોતાં. બધાં આડોશ પાડોશમાં ગણગણ થવાં લાગ્યું... નિરાશ કલરવે કહ્યું “સર હવે અગ્નિદાહ દઈ દઈએ... જે આવવાનાં હતાં એની રાહ જોઈ કોઈ નથી આવ્યું હવે આવશે નહીં... મને ઓશીયાળો કરીને બધાં પોતપોતાનાં રસ્તે વહી ગયાં.”
******
જૂનાગઢ રેલવે સ્ટેશન પર ખુબ ભીડ હતી યાત્રીઓ ટ્રેઈન આવવાની રાહ જોતાં હતાં... આખાં સ્ટેશનમાં ગીરદી અને ખુબ અવરજવર હતી. એમાંય હાથમાં બેગ અને ખભા પર બગલ થેલા સાથે ઉતાવળો કલરવ પ્લેટફોર્મ પર આવ્યો... હજી એનાં પગલાં પડે છે અને ટ્રેઈન આવવાની જાહેરાત થાય છે... કલરવ કોઈ અદમ્ય વિચારો અને ધૂનમાં છે કોઈ સ્પષ્ટ વિચાર જાણે મનમાં આવતોજ નથી ઘુમરીએ ચઢેલું મગજ... બસ નક્કી કરી લીધું સુરત જવું છે... પાપાને શોધવા છે પ્રશ્નનાં જવાબ લેવો છે.
કલરવ ધૂનમાંને ધૂનમાં ટીકીટ લીધા વિના આવેલી ટ્રેનમાં બેસી ગયો. ટ્રેઈન આવી થોડીવાર ઉભી રહી અને ચાલુ થવાની વિહસલ વાગી ગાર્ડે લીલી ધ્વજાનો સંકેત આપી દીધો ટ્રેઈન ઉપડી... કલરવે ટ્રેઈનમાં આવી જોયું નીચે ક્યાંય બેસવાની જગ્યા નહોતી એ ઉપર છાજલી... બેસવાની અને સામાન મુકવાની જગ્યા પર ચઢીને બેઠો... બગલથેલો માથા નીચે અને બેગ પગ પાસે અને લંબાવી દીધું...
કલરવ આડો પડી પાછો વિચારે ચઢ્યો... એની આંખો ભીની થઇ ગઈ પણ આંસુ ના સર્યા... એ માનસિક જાણે કાઠો થયેલો. પાપા તરફ એને થોડીક નારાજગી અને અણગમો થવા લાગેલો. હાલમાં બનેલાં બનાવોજ એનાં મસ્તિકસમાં ચાલી રહેલાં. માં અને નાનકીને ગુમાવ્યાં... માં એ કબાટમાં મૂકેલાં પાપાએ આપેલાં 3000/- રૂપિયા સાથે લીધાં... શું હતું અને શું થઇ ગયું હતું ? આતો કુદરતની અકળ આકરી લીલા કે સજા હતી એને સમજાતું નહોતું . સુરત ક્યાં જશે ? કોને મળશે ? શું થશે ? એને કંઈ સમજાતું સુજતું નહોતું... પાપા મળશે ? હું એમને પૂછીશ તમે બધું જાણ્યું... માં નાનકી ઠાર મરાયા... હું એકલો પડી ગયેલો.. આવાં આઘાત જનક સમાચાર જાણ્યાં પછી પણ તમે ના આવ્યાં ? હું શું કરીશ ? મારાં ભવિષ્યનું શું ?...
********
પાળીયામાં સમાયેલાં બે પ્રેમરંગી જીવ જે પ્રેત હતાં એમનો જીવ ગતિ નહોતો થયો... તેઓ ભૂતકાળની વાતો વાગોળી રહેલાં. ભૂતકાળ યાદ કરતાં કરતાં... અત્યારની પળમાં પણ કલરવનો જીવ ચૂંથાઈ રહેલો એ ગુસ્સામાં જાણે હમણાં ફાટી પડશે એવો થઇ ગયો.
કાવ્યાં બધું પામી ગઈ એણે કહ્યું “તારો ભૂતકાળ અધકચરો તો હું જાણું છું તેં ખુબ પીડા સહી છે સંઘર્ષ કર્યા છે સમજું છું આપણાં અમર પ્રેમની વાત કર આપણે મળ્યાં... નજર એક થઇ... પહેલી નજરે પ્રેમ થયો એ વાત કર... તારો જીવ ચોળાયો છે હજી શા માટે એવી પીડા યાદ કરીને પીડાય છે ? આપણી વાતો કરીને... જો એમાં કેવો મીઠો પ્રેમ હતો... જે હજી જીવંત છે કેવાં આપણે બધી સ્થિતિમાં અડગ રહ્યાં... આપણી વાત વાગોળ... એમાં મધુર પ્રણય રસ છે... એય કલરવ...”
કલરવ થોડો શાંત થયો... એણે કારમો ભૂતકાળ મનમાંથી ખંખેરવા પ્રયત્ન કર્યો એનાં હોઠ પર સ્મિત આવ્યું એણે પ્રેમસંગીની કાવ્યાને કહ્યું... “સાચી વાત છે... આપણો કેવો પ્રથમ નજરનો પ્રેમ અને એ સ્પર્શ... કેવો આલ્હાદ્ક મીઠો અનુભવ... કાવ્યા... એય લવ યું...”
કાવ્યોને પ્રેત જીવ પણ કલરવનાં પ્રેતજીવને જાણે વળગી ગયો એ મધુર યાદોમાં ખોવાયાં...

******
દમણનાં પોષ વિસ્તારમાં આવેલાં એક બંગલાનો દરવાજો બંધ હતો સાંજ પડી ગઈ હતી... કલરવ થાકેલો હતો હાથમાં બેગ અને ખભે થેલો એણે મોટાં દરવાજામાં નાની બારી ખુલી અને ચોકીદારે પૂછ્યું “કોણ છે ?” કલરવે દબાતા સ્વરે કહ્યું "ચોકીદાર હું કલરવ.. દરવાજો ખોલો મારે વિજય સરને મળવું છે... હું એમનાં ખાસ...” ચોકીદારે કહ્યું "એય આટલી સાંજે ક્યાંથી આવ્યો છું શેઠ તો હમણાં બહાર જવાના જા પછી આવજે સવારે મળશે આટલી સાંજે એમનાં ખાસ માણસ સિવાય કોઈને મળતાં નથી ".
કલરવે કહ્યું “હું એમનાં ખાસ માણસનો જ દીકરો છું એમને કહો શંકરનાથ આચાર્ય નો દિકરો છું હું એમને મળવાં આવ્યો છું જૂનાગઢથી... તમે મહેરબાની કરીને એમને જાણ કરો.” ત્યાં બંગલાની અંદરથી કાર સ્ટાર્ટ થવાનો અવાજ આવ્યો... ચોકીદાર એ તરફ દોડી ગયો. ચોકીદાર કારની નજીક ગયો અને બોલ્યો “સર... સર...” વિજય ટંડેલે પૂછ્યું “શું વાત છે ? દરવાજો ખોલ... આમ દોડી શું આવ્યો ? ખોલ દરવાજો મારે બહાર જવાનું છે.” બાજુમાં સ્વરૂપવાન સ્ત્રી બેઠી હતી... એણે કહ્યું “સંભળાતું નથી દરવાજો ખોલ પહેલાં ...”
ચોકીદારે કહ્યું “હમણાં ખોલું છું આતો કોઈ બહાર છોકરો ઉભો છે તમને મળવા માંગે છે હમણાંજ...” વિજયે આશ્ચર્ય સાથે પૂછ્યું "કોણ છે ? શું નામ છે ? ક્યાંથી આવ્યો છે ?” ચોકીદારે કહ્યું “કોઈ આચાર્યનો છોકરો છે કલરવ.. એવુંજ કંઈ નામ બોલ્યો...”
વિજય આશ્ચર્યથી કારનો દરવાજો ખોલી બહાર નીકળ્યો... બોલ્યો “દરવાજો ખોલ એને અંદર લઇ આવ”. ચોકીદાર દોડ્યો એણે દરવાજો ખોલી કલરવને અંદર લીધો. કલરવ દરવાજામાં પ્રવેશ્યો એણે સામે વૈભવી બંગલામાં એક આંખ પર પટ્ટીવાળા દોરદમામ વાળા માણસને જોયો એને થયું આજ વિજયકાકા...
એણે કહ્યું “વિજયકાકા હું કલરવ... શંકરનાથ આચાર્યનો...” હજી એ વાક્ય પૂરું કરે પહેલાં વિજયે આગળ આવીને છાતીએ લગાવ્યો પૂછ્યું "તું અત્યાર સુધી ક્યાં હતો ? જૂનાગઢ છોડે તો તને છ મહિના ઉપર થઇ ગયાં... તને શોધીને તો..”. કલરવે કહ્યું “અંકલ બધુંજ કહું છું...” અંદર બેઠેલી સ્ત્રી તરફ જોયું...

વધુ આવતાં અંકે - પ્રકરણ -35