બલિદાન પ્રેમ નુ.. - 30 DC. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

બલિદાન પ્રેમ નુ.. - 30

સામે વાળુ વ્યક્તિ એ નેહા ને બે ખભે હાથ મુક્યા અને એને ધક્કો મારી ને અરીસા સામે ની દીવાલ ને ટેકવી દીધી... નેહા ની પીઠ દીવાલ ને અડી ગઈ હતી. નેહા એની આંખો માં જોઈ રહી.. એ વ્યક્તિ એ નેહા ને અડોઅડ ઉભો રહ્યો અને નેહા ની કમર ફરતે હાથ વિંટાળ્યા અને નેહા ના ગુલાબી હોટ ઉપર પોતાના હોટ મૂકી દીધા...

નેહા એ પણ પોતાના હાથ એના ગળે વિંટાળ્યા... એને પણ સામે રહેલ વ્યક્તિ ને પ્રેમ ભર્યો સાથ આપ્યો...

થોડી વાર પછી.. નેહા સામે વાળા વ્યક્તિ થી અળગી થઇ અને પછી બોલી, તારે આવુ રિસ્ક નહતુ લેવાનુ મલય... ભૂલ માં પણ જો તને અનુરાગ જોઈ જાત તો તકલીફ થઇ જાત...

અરે મારી જાન.. કહેતા મલય એ પાછી નેહા ને પોતાની તરફ ખેંચી અને ગળે વળગાડી દીધી.. નેહા તારા વગર હવે હુ એક મિનિટ પણ દુર રહી શકુ એમ નથી..

જાણુ છુ મલય.. હુ પણ તારા થી દૂર રહેવા ક્યાં માંગુ છુ? મને પણ બસ તુ જ જોઈએ છે. મને પણ તારા આલિંગન માં થી છૂટવુ જ નથી મલય.. પણ બસ હવે કાલ નો જ દિવસ છે.

હુ એ હ##* ને છોડવાની નથી... એણે મારા પાસે થી બધુ જ છીનવી લીધુ છે. મારા ડેડ ને મારી નાખ્યા એ અનુરાગ એ.. એના લીધે મારી મોમ ને મજુર જેવુ કામ કરવા જઉં પડ્યુ. ભાઈબંધો સાથે હરી ફરી ને મોજ કરવાની ઉંમર માં મારા ભાઈ ના માથા ઉપર ચિંતા ની રેખાઓ... મારા પ્રેમ ને મારે મારા થી દૂર કરવો પડ્યો... એક જાનવર કરતા બત્તર હાલત કરી નાખી હતી એણે મારી ... હુ એ મા### ને છોડીશ નહિ... નેહા ની આંખો માંથી અંગારા વરસી રહ્યા હતા.

મલય ની આંખો માં પણ ગુસ્સો હતો.. હા નેહા, તારી વાત સાચી છે. એને મારા જોડે થી પણ મારા મોમ ડેડ છીનવી લીધા છે. હોસ્પિટલ માં પણ મારી મોમ ને હાર્ટ એટેક આવ્યો એવુ અમે બધા ને કહ્યું છે પણ હકીકત એ છે કે મારી મોમ એ આત્મહત્યા કરી હતી. એ બીમાર હતી અને અમે એને હોસ્પિટલ માં એડમિટ કરી હતી અને એક દિવસ અચાનક જ... એને હોસ્પિટલ માં જ પોતાની જાત ને એક રૂમ માં બંધ કરી લીધી અને રૂમ માં આગ લાગી... એ રૂમ માં આગ પણ મોમ એ જાતે જ લગાવી હતી. અમે પોતે પણ સિસિટીવી માં જોયુ હતુ. પણ કંપની ઉપર કોઈ ખોટા આરોપ ના લાગે એટલે એ વખતે હ### વકીલ એ જ મને સમજાવ્યુ હતુ કે બહાર પાડી દો કે હોસ્પિટલ માં આગ લાગી એમાં કોઈ ને જાનહાની નથી થઇ અને અનિકા મેમ તો હાર્ટ એટેક આવા થી મૃત્યુ પામ્યા છે. એ વખતે મને એમ કે આટલા જુના વકીલ તો જે કહેતા હોય એ જ યોગ્ય.. એ સમજી ને પણ એ જ કર્યું જે એને કહ્યુ..

એના ઈરાદા ખરાબ હતા.. એને તારી મોમ પાસે થી બધી પ્રોપર્ટી પડાવી લેવી હતી.. એને તારી મોમ ને ધમકી આપી હતી.. કે બધી પ્રોપર્ટી એના નામ પર નહિ કરે તો એના ફોટોસ વકીલ સાથે ના વાઇરલ કરી દેશે... પછી અનિકા મેમ તો આ રીતે મરી ગયા... એટલે એને વિચાર્યું કે તને ફોટોસ બતાવી ને બ્લેકમેઇલ કરે પણ એ જાણતો હતો કે હવે અનિકા મેમ મરી ગયા છે એટલે કદાચ મલય ઉપર એટલી અસર ના પણ થાય... એટલે એને શાંતિ રાખી... પછી એને મેં પ્લાન બનાવી ને કીધુ કે હુ મલય સાથે લગ્ન કરી ને એના જોડે થી મને છોડી દેવાનો બદલો લઈશ. પછી મલય ને ખતમ કરી ને બધી પ્રોપર્ટી આપણા હાથ માં... બસ એ સમજી ગયો... અને આટલા વર્ષો માં મેં તારો કોઈ કોંટેક્ટ નહતો કર્યો એટલે એને મારા ઉપર વિશ્વાસ આવી ગયો.. નેહા બોલી.

બસ હવે કાલે આપણા પ્લાન મુજબ જ થશે... રાજ એ પહેલે થી જ રોની ને કોલ કરી ને લન્ડન બોલાવી લીધો છે. મલય બોલ્યો.

વેરી ગુડ... બસ તો તો રોનીયો આવતી કાલે લન્ડન માં જ હશે એની રાધા ને શોધવા... હવે કાલે હુ વકીલ ને એ જગ્યા એ લઇ જઈશ જે એના જ નામ ઉપર બુક છે પ્રોપર્ટી.. પણ એ ડફોળ જ નથી જાણતો... નેહા ખુશ થતા થતા બોલી.

હા, મેં તે કહ્યુ હતુ એમ જ કાલે એરપોર્ટ ઉપર એને નીકળવાની ઉતાવળ હતી એ સમય એ જ રાજ ને કહી ને એના જોડે સાઈન કરાવી લીધી... એટલે આજે અહીં કામ પતિ ગયુ છે.. મેં પૈસા આપી ને એક્સપ્રેસ માં કામ કરાવી ને પ્રોપર્ટી એના નામ ઉપર કરાવી લીધી છે... મલય બોલ્યો..

બસ હવે જયારે એ મરશે તો એ પ્રોપરટી એના જ નામ ઉપર નીકળશે... આપણે કોઈ લેવાદેવા નહિ... નેહા બોલી અને એના ચેહરા ઉપર એકે રહસ્યમય સ્મિત હતુ.

આગળ શુ કરશે નેહા?

વકીલ મલય ના આ રૂપ ને ઓળખી જશે?

આગળ રોની આવ્યા પછી?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.

ધન્યવાદ 🙏

-DC