મલય અને સોનિયા વાતો કરતા કરતા બેઠા હોય છે ત્યાં જ મલય ને પાછળ થી એક મુક્કો જોર થી પડે છે...
મલય તરત જ પાછળ ફરે છે અને પેલા માણસ ને એક મુક્કો સામે મારે છે એટલે એ વ્યક્તિ નીચે પડી જાય છે એટલે મલય એને પાછળ થી આવી ને ગળે થી પકડી લે છે એટલે એ વ્યક્તિ બૂમો પાડે છે... છોડી દે યાર! મારી જઈશ હુ!!!
માફી માંગ તો જ છોડુ... મલય બોલે છે...
ત્યાં જ એ માણસ પોતાના હાથ પાછળ કરી ને મલય ને ગલીપચી કરવા લાગે છે એટલે મલય એને છોડી દે છે અને બોલે છે,... સાલા હરામી ચીટર રાજ! તને હુ છોડીશ નહિ...
મલય રાજ ને પકડવા ભાગે છે અને રાજ સોનિયા ની આગળ પાછળ મલય ને દોડાવે છે પછી બંને થાકી જાય છે એટલે શ્વાસ ચઢવા લાગે છે બંને નો!!
રાજ અને મલય બંને હસી પડે છે અને એક બીજા ને ગળે મળે છે... સોનિયા પણ બંને ને જોઈ ને ખુશ હોય છે... મલય થોડી વાર માં હસતા હસતા રડી પડે છે.... રાજ અને સોનિયા મલય ને સંભાળે છે...
જે થવાનું હતું એ થઇ ગયુ... છોડ ને! હવે તો તારી નેહા આવી ગઈ ને!!! એને આ વખતે તારા થી દૂર નહિ જવા દઉ હું... રાજ બોલ્યો...
૩ દિવસ થઇ ગયા યાર!!! ભાન માં જ નથી આવતી એ... એક વાર એ હોશ મા આવી જાય બસ... પછી હુ એને બધુ પૂછવા માંગુ છુ... ક્યાં હતી એ અત્યાર સુધી? એક વાર એને મારી યાદ ના આવી? એક વાર મને મળવુ જરૂરી ના લાગ્યું એને? બસ એક વાર એ હોશ માં આવી જાય... મલય રડતા રડતા બોલ્યો...
શાંત થઇ જા મલય... ચાલ પહેલા જમી લઈએ.... પછી આગળ બધુ વિચારીએ... રાજ એ કીધુ ... એટલે મલય એ જમવાની ના પાડી કે એને ભૂખ નથી...
મને સોનિયા નો ફોન આવ્યો કે તને ખાવુ નથી... નેહા ને હોશ આવતા આવતા તું ભૂખ ના લીધે બેભાન થઇ જઈશ તો?? ચાલ જમી લે પહેલા... પછી વાત... રાજ એ કડક અવાજ માં કીધુ...
હા મલય! પહેલા કંઈક ખાઈ લઈએ પ્લીસ... મને પણ બોવ ભૂખ લાગી છે... પછી બેસીએ છીએ અહીં જ... સોનિયા બોલી... મલય એ હકાર માં માથુ હલાવ્યુ...
રાજ બહાર થી જમવાનું લઇ ને જ આવ્યો હતો... રામુકાકા ને બૂમ પાડી એટલે રામુકાકા થાળી માં પીરસી ને ઉપર લઇ ને આવ્યા...
રામુકાકા તમે પણ જમી લેજો પ્લીસ... સોનિયા બોલી એટલે રામુકાકા હકાર માં માથુ હલાવી ને જતા રહ્યા.
ત્રણેય જણા જમી ને નેહા જે રૂમ માં સુઈ ગઈ હતી ત્યાં જ ગેલેરી માં બેસી ને ગપ્પા મારી રહ્યા હતા...
રાત ના ૧૧ વાગ્યા ને સોનિયા ને ઊંઘ આવી રહી હતી... એટલે મલય બોલ્યો, સોનિયા તને ઊંઘ આવતી હોય તો મારા રૂમ માં જઈ ને આરામ કર હમણાં...
ના આજે હું અહીં જ સુઈ જઈશ... સોનિયા બોલી અને એક ગાદલું લઇ આવી અને નેહા ના બેડ આગળ નાખ્યુ...
નીચે? રાજ એ અવાચક થઇ ને પૂછ્યું...
જી નહિ... નીચે તમે બંને સુઈ જાઓ... હું નેહા ની બાજુ માં સુઈ જઈશ... એમ પણ આટલો મોટો બેડ છે... સોનિયા બોલી એટલે ત્રણેય જણા હસવા મંડ્યા...
મોડી રાત થવા આવી હતી સોનિયા તો ક્યારની નેહા ની બાજુ માં સુઈ ગઈ હતી... રાજ પણ સુઈ ચુક્યો હતો... બસ મલય ગેલેરી માં આંટા મારી રહ્યો હતો...
મોડી રાત નો ઠંડો પવન... ખાલી ખમ રસ્તો જતો હતો... ના કોઈ આગળ દેખાય ના કોઈ પાછળ દેખાય... બસ વિહાન ચાલે જતો હતો... એના હાથ માં એક બેગ હતી... એ પાછળ ફરી ને એની દીદી ને બાય બાય કરી રહ્યો હતો... ત્યાં જ અચાનક એક ગાડી આવે છે અને વિહાન નો એક્સિડન્ટ થાય છે....
નેહા એક ઝાટકે બેઠી થઇ જાય છે એના ચહેરા પર પરસેવો થઇ જાય છે... એ બૂમો પાડવા લાગે છે... વિહાન... વિહાન.... વિહાન તને કઈ નહીં થાય... પ્લીસ કોઈ મદદ કરો... પ્લીઝ કોઈ મદદ કરો અમારી... નેહા ની આંખો હજુ બંધ જ હોય છે...
સોનિયા મલય રાજ ત્રણેય નેહા ના બેડ પાસે આવી જાય છે... મલય પોતાના બંને હાથ થી નેહા ને પકડી રાખે છે....
નેહા હોશ માં આય... નેહા... નેહા... અહીં કઈ નથી... તુ મારા પાસે છે... નેહા... નેહા... મલય બૂમો પાડે છે... સોનિયા બધી લાઈટ્સ ઓન કરી દે છે...
રામુકાકા પણ ઉપર આવી જાય છે..
નેહા પોતાની આંખો ખોલે છે અને સામે જ મલય ને જોવે છે... આ બાજુ સોનિયા હોય છે અને એના જોડે રાજ...
આખરે કોણ છે આ વિહાન?
આખરે શું સંબંધ છે વિહાન નો નેહા જોડે?
મલય ને જાણવા મળશે કે નેહા ક્યાં હતી?
જાણવા મારે જોડાયેલા રહો અને મને ફોલો કરો...
અભિપ્રાય આપવાનું ભૂલી ના જશો...
-DC