બલિદાન પ્રેમ નુ.. - 9 DC. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બલિદાન પ્રેમ નુ.. - 9

મલય નેહા ના રૂમ માં પહોચી ને જોવે છે કે નેહા મલય નો ફોટો લઇ ને ડાન્સ કરી રહી હતી અને સોન્ગ ગઈ રહી હતી...

ક્યાં પતા આગ સી
યેં કહા લગ ગઈ...

યે લગી થી વહાં
અબ યહાં લગ ગઈ...

હાલ દિલ કા કહે
યા અભી ચૂપ રહે...

મીઠા મીઠા સા યે
દર્દ કેસે સહે...

ચાંદની રાતો મેં અક્સર
જાગને હમ લગે ....

ચુપકે ચુપકે
કુછ દુઆએ માંગને હમ લગે...

હાય! યે ક્યાં કરને લગે!

ક્યાં યહી પ્યાર હે...
ક્યાં યહી પ્યાર હે!

આગળ નુ મલય ગાવા લાગ્યો...

હા યહી પ્યાર હે... હા યહી પ્યાર હે...

નેહા મલય ને જોઈ ને શરમાઈ ગઈ પછી આગળ નેહા ગાવા લાગી...
ચલતે ચલતે યુંહી રુક જાતિ હુ...
બેઠે બેઠે કહી ખો જાતિ હુ મેં...
કહેતે કહેતે હી ચૂપ હો જાતિ હુ મેં...

ક્યાં યહી પ્યાર હે... ક્યાં યહી પ્યાર હે...

એટલા માં મલય કઈ બોલવા જાય એ પહેલા જ સિંઘાનિયા સર અને નેહા ના પિતા નેહા ની મોમ બધા ત્યાં જ દરવાજા ની આગળ ઉભા હતા એ ગાવા લાગ્યા...

હા યહી પ્યાર હે.. હા યહી પ્યાર હે...

મલય અને નેહા એક બીજા થી થોડા દૂર થયા અને મલય પોતાનું માથું ખંજવાળવા લાગ્યો અને નેહા એના મમ્મી ને ગળે લાગી ગઈ...

બધા હસી પડ્યા...

ત્યાં જ સિંઘાનિયા સર એ પોતાની વહુ તરીકે નેહા ને સ્વીકારી લીધી અને કોલેજ પછી બંને ના લગ્ન થવાનું નક્કી થઇ ગયું હતુ...

પણ કિસ્મત ને કંઈક બીજું જ મંજુર હતુ...

સવાર ના 6 વાગ્યા અને આરતી નો અવાજ સાંભળી ને પોતાની યાદો માં ખોવાયેલો મલય બહાર આવ્યો...

મલય એ બહાર આવી ને જોયું તો નેહા આરતી કરી રહી હતી. મલય પાછો પોતાના રૂમ માં ગયો અને ફટાફટ નહીં ધોઈ ને નીચે આવી ગયો...નેહા આરતી કરી ને રસોડા માં ચા નાસ્તો બનાવામાં લાગી ગઈ હતી... મલય પણ રસોડા માં આવ્યો એટલે રામુકાકા કામ ના બહાને બહાર નીકળી ગયા... નેહા એ મલય સામે જોયું ત્યારે મલય ની આંખો માં પોતાના માટે ના હજારો પ્રશ્ન દેખાયા..પણ નેહા ચુપચાપ નાસ્તો બનાવામાં લાગી ગઈ... મલય નેહા ની સામે એકિટસ જોયા કરતો હતો જે જોઈ ને નેહા ને અજીબ લાગ્યા કરતુ પણ ચૂપ હતી..

આ લે તારી કોફી... નેહા એ કોફી નો કપ લંબાવતા મલય ને કહ્યુ...

મેં કોફી છોડી દીધી છે.. હું પણ ચા જ પીઉં છુ...મલય બોલ્યો.

કેમ? તને તો કોફી વગર ચાલતુ નહતુ. નેહા બોલી.

એવુ ઘણુ બધું છે જેના વગર મને નહતુ ચાલતુ... પણ લોકો ને એ યાદ નથી... મલય કટાક્ષ માં બોલ્યો.

નેહા ચુપચાપ નજર જુકાઇ ને બહાર જ નીકળવા જતી હતી કે મલય એ એનો હાથ પકડ્યો અને એને રોકી.

એ દિવસ એ શુ થયુ હતુ? તુ કોના થી સંતાઈ ને ભાગતી હતી? તુ ક્યાં હતી અત્યાર સુધી? વિહાન ક્યાં છે? મલય એ સીધા સવાલ કરી લીધા..

નેહા મલય ની આંખો માં એકિટસ જોયા કરે છે એટલે મલય ને એની કઈ ના પૂછવાનું પ્રોમિસ યાદ આવતા નેહા નો હાથ છોડી દે અને સોરી કહી ને બહાર ગાર્ડન માં ઝૂલા પર જઈ ને બેસી જાય છે...

નેહા પણ ચા નો કપ ભરી ને મલય ના પાછળ પાછળ જાય છે.

**********

રોની જયારે રાધા ના ઘરે પહોંચે છે ત્યાં એક તાળું લગાવેલું જોવે છે અને એનું મોઢુ ખુલ્લુ જ રહી જાય છે. રોની પાસે રાધા ના ઘર ની એક્સટ્રા ચાવી હોય છે જેના થી એ દરવાજો ખોલે છે તો અંદર આખું ઘર ખાલી હોય છે...

અંદર ફક્ત જયારે રાધા રહેવા આવી ત્યારે જે રીત નો સામાન હતો એ જ સ્તિથી માં ઘર જોવા મળે છે...

રોની જયારે આજુ બાજુ તાપસ કરે છે તો એને કઈ જાણવા નથી મળતુ... આજુ બાજુ વાળા પાસે થી એક જ જવાબ મળે છે કે રાધા તો જેમ રોજ નોકરી જાય એમ જ નીકળી હતી અને એનો ભાઈ પણ રોજ કોલેજ જાય એ જ રીતે ગયો હતો હા બે દિવસ થી એને બોવ જોવા માં નહતો આવ્યો અને રાધા ના મમ્મી પણ નાસ્તા બનાવની ફેક્ટરી એ જાય એમ જ પરમદિવસ એ કામ પર નીકળ્યા હતા. પણ એ દિવસ સાંજ થી અમે કોઈ ને જોયા નથી... કોઈ પણ આવ્યું નથી અહીં... સામાન તો ક્યારે લઇ ગયા એની ભનક પણ નથી લાગી અમને તો...

રોની એ પોતાનો હાથ જોર થી સામે ની દીવાલ માં પછાડ્યો... લોહી ની ધાર વહેવા લાગી જોઈ ને પાડોસી એ પાટો બાંધી આપ્યો...

રોની એ જોર થી બૂમ પાડી... રાધા.... હુ તને નહીં છોડુ...જમીન આશમાન એક કરી નાખીસ પણ તને તો પાતાળ માં થી પણ શોધી કાઢીશ હુ... રોની નો ગુસ્સો હવે આગ બની ચુક્યો હતો...

નેહા પોતાની હકીકત મલય ને જણાવશે?

રોની રાધા ને શોધી શકશે?

કોણ છે આ રાધા?

વિહાન ક્યાં છે? વિહાન અને નેહા નો સંબંધ શું છે?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો...

આપ નો કિંમતી અભિપ્રાય મને લખવાનું ભૂલતા નહીં...

-DC