બલિદાન પ્રેમ નુ.. - 27 DC. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

બલિદાન પ્રેમ નુ.. - 27

અરે વકીલ સાહેબ તમે આવી ગયા! ચાલો સારુ થયુ. તમારી જ રાહ જોઈ રહ્યો હતો હુ. અને તમે કોઈ ને જણાવ્યુ તો નથી ને આ વિશે? મલય એ સવાલ કરતા અનુરાગ ની તંદ્રા તૂટી અને સ્માઈલ આપી ને મલય સાથે હાથ મિલાવ્યો અને બોલ્યો, ના ના મલય સર તમે ના કીધુ એટલે વાત ખતમ.

હમ્મ... મલય બોલ્યો.

આમને મળો, આ મારી પત્ની નેહા મલય સિંઘાનિયા. મલય ગર્વ થી બોલ્યો એટલે બધા એના સામે જોવા લાગ્યા...

હા એટલે હવે થોડી જ વાર છે ને લગ્ન ને તો.. એટલે બોલવાની આદત પાડી લઉં ને! કહી ને મલય હસવા લાગ્યો..

બધા ને પણ હસુ આવી ગયુ...
અનુરાગ સાહેબ હવે તમને હુ ચા પણ પછી જ આપીશ પહેલા તમે આ લગ્ન કરાવી આપો તો સારુ... 😀😀 રામુકાકા હસતા હસતા બોલ્યા.

જે જોઈ ને બધા ને હસુ આવી ગયુ અને નેહા ને શરમ આવી ગઈ...

અનુરાગ એ પોતાની બેગ માં થી પેપર કાઢ્યા અને મલય ને આપ્યા.. મલય એ પેપર માં સાઈન કરી દીધી અને ત્યાર બાદ એને પેપર નેહા ને આપ્યા.. નેહા ને અનુરાગ પર કોઈ પણ જાત નો વિશ્વાસ ના હોવા થી એ પેપર તપાસવા લાગી અને ચેક કરવા લાગી એટલે મલય એ કહ્યુ.. તુ મિસ્ટર અનુરાગ પર વિશ્વાસ કરી શકે છે.

નેહા એ ખોટી સ્માઈલ આપી અને અનુરાગ સામે જોયુ.. અનુરાગ નેહા ની સામે ઈશારો કરી રહ્યો હતો કે પેપર માં કોઈ પ્રોબ્લેમ નથી.

નેહા એ પેપર ચેક કરી લીધા હતા એટલે હકાર માં માથું હલાવી ને સાઈન કરી આપી. બધા તાળીઓ પાડવા લાગ્યા અને નેહા અને મલય એ એકબીજા ને હાર પહેરાવ્યા. ત્યાર બાદ એક બીજા ને મીઠાઈ ખવડાઈ ને બાકી બધા ને પણ ખવડાઈ. રાજ સોનિયા રામુકાકા પણ ખુશ હતા..

બધા સાથે જમ્યા પછી વકીલ ને ચિંતા હતી કે ક્યાંક નેહા એના સાથે દગો તો નથી કરી રહી ને! વકીલ વિચારતો બેઠો હતો એટલા માં જ મોકો જોઈ ને નેહા એ મલય અને રાજ ને કોઈક કામ થી બહાર મોકલી દીધા. સોનિયા પોતાના રૂમ માં ઊંઘી રહી હતી જયારે રામુકાકા પોતાના રૂમ માં હતા.

નેહા એ ઉપર થી વકીલ ને ઈશારો કરી ને પોતાના રૂમ માં બોલાવ્યો. વકીલ આજુ બાજુ નજર કરી ને ખાતરી કરી કે કોઈ જોઈ નથી રહ્યું ને પછી પોતે પણ નેહા ના રૂમ માં ગયો અને બારણું બંધ કરી દીધુ.

બારણું બંધ કરવાની કોઈ જરૂર નથી. નેહા મક્કમતા થી બોલી.

કોઈ જોઈ જશે તો? વકીલ એ પૂછ્યુ.

કોઈ છે જ નહિ અહીં.. એમ પણ.. નેહા બોલી.

હમ્મ.. વકીલ બોલ્યો.

આગળ શુ પ્લાન છે? વકીલ એ પૂછ્યુ.

બસ એ જ.. આપણે પંદર દિવસ પછી અહીં થી હમેશા માટે લન્ડન ... નેહા બિન્દાસ્ત થી બોલી.

તુ મને દગો તો નથી આપી રહી ને? વકીલ એ શંકાશીલ અવાજ થી પૂછ્યુ.

દગો? અને તને? હુ શુ કામ તને દગો આપુ? બદલો તો મારે મલય સિંઘાનિયા જોડે લેવાનો છે કે એક વખત એને મારી ચિંતા નહતી કે ના મને ક્યારેય શોધવાની તસ્દી લીધી.. અનિકા મેડમ તો પહોંચી ગઈ ઉપર પણ એના દીકરા ને હું નહિ છોડુ. નેહા અરીસા સામે જોઈ ને બોલી. નેહા ખોવાયેલી હતી કે તરત જ વકીલ પાછળ થી આવ્યો અને નેહા ની કમર માં પોતાના હાથ નાખી ને એને પાછળ થી પકડી લીધી.

નેહા એકદમ થી ચમકી ગઈ. એ વકીલ ના હાથ છોડાવતા બોલી આ શુ કરે છે! છોડ મને.. કોઈ જોઈ જશે તો!

એટલે જ તો દરવાજો બંધ કર્યો છે મેં... વકીલ લુચ્ચું હસતા બોલ્યો અને નેહા ને પોતાની તરફ ફેરવી ને પકડ વધારે મજબૂત કરી. નેહા અંદર થી ધ્રુજી રહી હતી. વકીલ નેહા ને અરીસા પાસે લઇ ગયો અને અરીસા ના ટેકે નેહા ઉભી હતી અને એને અડૉઅડ વકીલ નેહા ની કમર માં હાથ નાખી ને ઉભો રહી ગયો. વકીલ નેહા ની એટલી નજીક હતો કે નેહા ને એના શ્વાસ પણ સંભળાઈ શકે એમ હતા..

નેહા છૂટવાની નાકામ કોશિશ કરી રહી હતી અને બોલી છોડ મને...

કેમ આજે તો સુહાગ રાત માણવાની હશે ને! કહેતા કહેતા ફરી વકીલ ના મોઢા પર લુચ્ચું હસ્યો.. નેહા એ ગુસ્સા થી વકીલ સામે જોયુ.

વકીલ આગળ બોલ્યો, એમ પણ તુ મલય ને ખતમ જ કરવાની છે અને લગ્ન તો તારે મારા જોડે જ કરવાના છે ને! બોલ..

હા તો! નેહા બોલી.

હા તો એક નાની પ્રેમ થી કિસ તો મને આપી જ શકે શકે છે ને ! ચાલ જલ્દી કર! હમણાં કોઈ ને કોઈ આવતું હશે! મને પણ તારા ઉપર વિશ્વાસ આવી જાય મારી જાન રાધા!

નેહા પરસેવે રેબઝબ થઇ ગઈ. વકીલ પોતાના હોટ નેહા ના હોટ તરફ લઇ ગયો.. હજી તો એ નજીક ગયો જ હતો કે સોનિયા નો દરવાજો ખખડાવાનો અવાજ આવ્યો... વકીલ ની પકડ ઢીલી થઇ અને નેહા એ એને જોરદાર ધક્કો માર્યો..

નેહા એ વકીલ ને છુપાવા માટે ઈશારો કર્યો અને પોતે દરવાજો ખોલવા ગઈ. સોનિયા ની કોઈ દવા જે અહીં રહી ગઈ હતી એ લેવા માટે આવી હતી.

સોનિયા ના ગયા પછી વકીલ ને નેહા એ કહી દીધું કે તારે વિશ્વાસ કરવો હોય તો કર.. નહિ તો જા અહીં થી... વકીલ ગુસ્સા માં પગ પછાડતો નીકળી ગયો.



આપ આપ નો સુંદર અભિપ્રાય આપશો તો ગમશે..

-DC