બલિદાન પ્રેમ નુ.. - 25 DC. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બલિદાન પ્રેમ નુ.. - 25

વિલ યુ મેરી મી? નેહા સ્તબ્ધ થઇ ને જોઈ રહી.

નેહા,શુ તું મારા સાથે લગ્ન કરીશ? મલય એ ફરી થી પૂછ્યુ.

નેહા ની આંખો આ વખતે ભરાઈ ગઈ પણ ખુશી થી.. એને હકાર માં માથુ હલાવ્યું અને ફક્ત હા જ બોલી શકી. બધા જ ખુશ થઇ ગયા...


ત્યાં જ રાજ બોલ્યો, હુ હમણાં જ મીડિયા માં કોલ કરુ છુ કે આવી જાવ... મલય સિંઘાનિયા ઇસ ગેટિંગ મેરિડ...

નહિ રાજ! મીડિયા હાલ નહીં.. હમણાં લગ્ન ફક્ત પેપર પર જ થશે. નેહા બોલી..

મલય સહીત બધા નેહા ની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા...

આખરે કેમ નેહા? મલય પૂછે છે.

નેહા પોતાના આંસુ લૂછે છે અને મક્કમતા થી બોલે છે, નહિ મલય... હમણાં નહિ... હમણાં આ લગ્ન ફક્ત કોર્ટ ના પેપર પર જ થશે... આ લગ્ન માં કોઈ પણ જાત ની ધામધૂમ નહિ..

મલય નેહા નો હાથ પકડી ને પોતાની તરફ ફેરવી ને પૂછે છે કેમ પણ?

તારુ તો ધામધૂમ થી લગ્ન કરવાનુ સ્વ્પ્ન હતું ને નેહા? સોનિયા પૂછે છે.

નેહા બધા ની સામે વારાફરતી નજર ફેરવે છે અને આગળ બોલે છે, હા મારુ સ્વ્પ્ન હતુ ધામધૂમ થી લગ્ન કરવાનું, મલય ની દુલ્હન બનવાનુ, પણ હવે બદલા ની આગ એ મારા બધા સ્વપ્ન ધોઈ નાખ્યા છે.

મલય સ્તબ્ધ થઇ ને જોઈ રહ્યો. તો શુ મારી ખુશી થી પણ વધારે તારો બદલો જરૂરી છે નેહા? કહેતા કહેતા મલય ની આંખ માં પાણી આવી ગયા.

નેહા એ આગળ વધી ને મલય ના બંને હાથ પકડ્યા અને બોલી, મલય હુ તને વચન આપુ છુ કે ધામધૂમ થી જે રીતે તુ કહીશ એ રીતે આપણા લગ્ન કરીશ પણ હમણાં એનો યોગ્ય સમય નથી. એક વખત મારો બદલો પૂરો કરી લેવા દે પ્લીઝ.
જ્યાં તે આટલો સમય રાહ જોઈ થોડી વધારે... અને આપણે લગ્ન તો કરી જ રહ્યા છીએ ને! પછી ધામધૂમ થી લગ્ન કરીશુ અને એ લગ્ન એવા જોરદાર હશે ને કે તુ ખુદ પણ કહીશ કે સારુ થયુ પહેલા ના કર્યા એમ... એક વખત મારા પર વિશ્વાસ કરી તો જો... પ્લીઝ મલય... નેહા રડમસ અવાજ થી બોલી રહી હતી.

સોનિયા રાજ અને રામુકાકા મલય અને નેહા ને જોઈ રહ્યા હતા..

ઠીક છે પણ એક શરત ... બોલ્યો..

કઈ શરત? નેહા

તારે લાલ રંગ ની સાડી પહેરી ને આવુ પડશે... મલય

નો વે,... હુ અને સાડી? જા જા... હુ તો જીન્સ પહેરી ને જ આવીશ... કહેતા કહેતા નેહા ભાગવા લાગી તો મલય એને પકડવા માટે દોડ્યો... રામુકાકા ની આંખો માં ખુશી ના આંસુ આવી ગયાં....

રાજ અને સોનિયા પણ એ લોકો સાથે બહાર તોફાન કરવા દોડ્યા.. જાણે કોલેજ નો સમય પાછો આવી ગયો એમ મસ્તીએ ચઢ્યા હતા...

એટલા માં જ નેહા ને કંઈક યાદ આવતા એ ફોન કરવા ગઈ...
આપણો પ્લાન કામ કરી ગયો... મલય ને મેં સમજાઈ દીધો છે ... સિંઘાનિયા પ્રોપર્ટી માટે તૈયાર થઇ જા... અને હા પાસપોર્ટ અને ટિકિટ રેડી રાખજે... નેહા પાછળ ફરે છે તો મલય ત્યાં જ એના સામે ઉભો હોય છે. જોડે સોનિયા અને રાજ પણ હોય છે.

હવે?

આગળ શું?

નેહા ખરેખર કરી શુ રહી છે?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો...

આપ ને મારી વાર્તા ગમી હોય તો એક અભિપ્રાય લખવાનુ ના ભૂલતા... આપ મને સ્ટીકર દ્વારા પણ પ્રોત્સાહિત કરી શકો છો.

-DC