બહેરકાકા
બહેરાકાકા: ભજન ગાય છે.હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી.
અલ્યા મુનીયા ..જો ચા પીવામાં આવે તો મજા આવી...ભજનમાં
મુનિઓ : હાલ જ લાયો કાકા..
કાકા: કોણ આયો....
મુનિઓ : કોઈ નહી ઈશારો કરી, ચા લાવ્યો.
એટલા માં વસ્તી ગણતરી કરવા બે સાહેબ આવે છે.
દરવાજો ખખડાવે છે.
કાકા બિલકુલ સાંભળતા નથી
મસ્ત ભજન ગાતાં રહે છે.
મુનિઓ અવાજ સાંભળી આવી જાય છે.
કાકા : અલ્યા ચા લાવ્યો.એમ કેમ પાછો આવ્યો.
મુનિઓ : તમે જુઓ તો ખરા દરવાજે કોણ આવ્યું છે.
કાકા : દરવાજા માં શું ના ફાવે એ તો ખુલી ગયેલા જ છે..
મુનિઓ : અરે કાકા બે સાહેબ ઊભા છે.બોલવું અંદર.
કાકા: શું કીધું ઉતાવળું બોલ
મુનિઓ કાનમાં જઈને બે સાહેબ આવ્યા છે.
કાકા : હું કઈ બેરો નથી ધીમે બોલ અને બે સાહેબ ને બોલાવી લાવ..
મુનિઓ બોલવા જાય છે...
એટલામાં કાકી આવે છે.એ પણ બહેરા હોય છે.
કાકા: કાકીને કહે છે, ચમ એટલામાં ભાઈ ના ઘેર થી પાછા આવ્યા.
કાકી : શાના ખાજા મારા ભાઈ એ કંઈ નથી દીધું મે જ ના પાડી આવડી મોટી હું તો આવી છું.
કાકા: શું લાવી.
એટલમાં મુનિઓ બે સાહેબ ને લઈને આવે છે.
કાકા: અરે બેશો બૅશો સાહેબ.
બંને સાહેબ: good morning કાકા.
કાકા: અહી ગોળ નથી કે મોર પણ લીમડે આવ્યો નથી ભાઈ .
મુનીમ કાનમાં જઈને કહે છે કે તમને ગુડ મોર્નિંગ કહે છે.
કાકી : હું ચા બનાવી આવું.
કાકા: બેસ છોની મોની.
મુનીમ : એમ કેવું સાભળી લીધું.
સાહેબ: કાકા અમે વસ્તી ગણતરી કરવા આવ્યા છે.
કાકા: અલ્યા સાહેબ તમે ગાંડા થયી ગયા છો કે શું પસ્તી તો ગણાતી હશે.
સાહેબ રઘુ : અમે વસ્તી ગણતરી કરવા આવ્યા.
કાકા. : વસ્તી હા બોલો..
સાહેબ જગુ: હું કેટલાક સવાલ પૂછવા માગું છું.
કાકી હાથમાં પગલુછણીયુ લઈને આવે છે. અને કહે છે લ્યો લૂછી દો.
રઘુ: અરે કાકા અને કાકી અમારે પ્રશ્ન કરવા છે.
કાકા: જશ્ન કરવા આવ્યા છો..પણ અમારે તો કોઈ જશ્ન નથી કરવો.
મુનિઓ કાનમાં જઈને પ્રશ્ન કરવા આવ્યા છે.
કાકા: ધીમો બોલને હું થોડો બહેરો છું.
જગુ સાહેબ: કાકા આ ઘર તમારું છે.
કાકા: એ ભાઈ હું પારકા ના ઘેર હું કામ તારી કાકી ને લઈને બેસું
રઘુ : એમ કેવું સાંભળી લીધું.
જગુ; તમારે કેવડો પરિવાર છે.
કાકી : રડતા રડતા...મારે કોઈ કરિયાવર નથી.શું કરું મને આ તારા કાકા એ કંઈ નથી દીધું.
જગુ : રઘુ સાહેબ કેવી રીતે વસ્તી ઘણત્રી કરવી.
મુનિઓ : હું એક ઉપાય કહું
જગુ : હા જે હોય તે કર બાપલા.
મુનિઓ : કાનમાં જઈને કંઇક કહે છે.
કાકા આ લોકો જેટલા ઘરમાં માણસ હોય તે બધાના ખાતામાં પૈસા નાખવા ના છે જોજો રહી ના જાય.
કાકા ,કાકી : તો પહેલા કીધું હોય તો... લાય કાનમાં ભરાવાની મશીન લાય હું બધું લખાવી દઉં.
કાકી; જો જો હો બધાના નામ લખજો.
મુનિઓ : લ્યો સાહેબ કડક મીઠી ચા.
રઘુ: અલ્યા મુનિયા તું કેવી રીતે સમજાવી શક્યો.
જગુ: અલ્યા જે હોય તે આપને તો હજી ગામ ફરવાનું છે.પકડ પેન
કાકા : લ્યો માસ્ટર આ બધાના આધારકાર્ડ ની ઝેરોક્ષ બે બાબલા બે વહુ એના બે ટપુરિયા અને અમે બે આવી ગયું.
સાહેબ : કાકા જય શ્રી કૃષ્ણ હવે કઈ વધુ જરૂર નથી..
બધું લઈ જાય છે.
રઘુ અને જગુ બાપ રે..આ સરકારી કામ અને લોકો આવા મળે ત્યારે મગજ પાકી જાય છે.
કાકા,કાકી હેડો અમે પણ ફરવા જઈએ પૈસા આવવાના જ છે ને..
મુનિઓ : મને લેતા જાવ.
બધા સાથે જાય છે.
કાકા: અલ્યા આ છે.