Seth Sundarlal books and stories free download online pdf in Gujarati

શેઠ સુંદરલાલ

નાટક

શેઠ સુંદરલાલ ની જય હો શેઠ સુંદરલાલ ની જય હો...

પાછળ મુનીમજી અને બીજા ચાર લોકો જય જ્ય કાર બોલાવતા જાય.


શેઠ સુંદરલાલ ખુરશીમાં બીરાજ માન થાય છે.બે જણ પવન નાખે છે.

સુંદરલાલ શેઠ: મુનિમજી પૈસાની ઉઘરાણી કરી છે.ને દહી ખાકે...

મૂનીમજી : હા શેઠ બધાને અહી તેડાવી લાવ્યો છું જોર લગાકે...

સુંદરલાલ શેઠ : તો પહેલા ને હાજર કરો વ્યાજ લાવ્યો કે નહી તેની ખાતરી કરી છે ને?

મુનિમજી : આ બોલાવીને લાવ્યો જોર લગાકે.

ચંદુ ચોટલી વાળો : રડતા રડતા આવે અને કહે છે શું વાત કરું સુંદરલાલ શેઠજી..

સુંદરલાલ શેઠ : બોલને હવે દહી ખાકે..

ચંદુ ચોટલી વાળો: સાહેબ મારી મરઘી ઈંડુ આપતી નથી.બજાર જવાતું નથી.પૈસા આવતા નથી પછી શી રીતે તમારી મૂડી અને વ્યાજ ભરું.

શેઠજી: મુનીમજી ક્યાં ગયા દહી ખાકે

મુનિમજી : અરે આવ્યો શેઠજી જોર લગાકે.

શેઠજી: મુનિમજી ચંદુ ચોટલી વાળાને ઈંડા મુકી આપો.

મુનીમજી : અરે શેઠજી હું કેવી રીતે ઈંડા આપુ જોર લગાકે..

શેઠજી : અરે નવી મરઘી આપો ઈંડા મૂકે તેવી.દહી ખાકે..

મુનીમજી કહે સારું લો.આ મરઘી જોર લગાકે.

શેઠજી : ચંદુ ચોટલી આવતા મહિને વ્યાજ તો આપી જજે દહી ખાંકે.

ચંદુ : હા શેઠજી મારી ચોટલી ના હમ આપી જ જઈશ વ્યાજ.

ચંદુ જાય છે.

શેઠજી : અલ્યા મુનિમજી ક્યાં ગયો દહી ખાકે

મુનીમ જી: અરે શેઠજી આયો જોર લગા કે.

શેઠજી ચાલો બીજા પેલા લગ્ન કરવા પચાસ હજાર લઈ ગયા પછી ક્યાં ગયો.દહી ખા કે.

જગ્ગુ જોડા વાળો: અરે આયો આયો...
શેઠજીના પગ પકડી કહે હું વાત કરું શેઠજી

લઈ ગયો પૈસા પચાસ હજાર.
એક વખત લગ્ન કર્યા તે જતી રહી બીજા કર્યા તે પણ જતી રહી.
હવે એવું થયું કે જૂની આવી ગયી અને નવી રિસાઈ ને બેસી છે.
જૂની જતી નથી અને નવી આવતી નથી
એમાં હું બરબાદ થયી ગયો કેવી રીતે પૈસા આપુ.

શેઠજી: મુનીમ જી ... જગ્ગુ જોડા વાળાને ત્રીજા લગ્ન કરી આપો દહી લગાકે..

મુનીમજી : શેઠજી એક બેરી છે બીજી બોબડી છે એ બે તો છે. ત્રીજી તોતડી લાવી દઉં. જોર લગાકે.

શેઠજી : જે હોય તેને બૈરી જોઈએ છે તો તોતડી ચાલશે.દહી લગાકે.

જગ્ગુ જોડા વાળો: અરે શેઠજી મારે ત્રીજી નથી જોઈતી હવે તો એકેય નથી જોઇતી બાપા હું લગ્ન કરી થાકી ગયો તમારા પૈસા દૂધે ધોઈને આપી દઈશ મને માફ કરજો.

શેઠજી : સારું એક વર્ષ ની મહેતલ આપુ દહી લગાકે..

જગ્ગુ જોડા વાળો જાય છે.

શેઠજી: મુનીમ જી હવે કોઈ છે હોય તો બોલાવી લાવો આજે તો કોઈ રોકડી નથી થઈ પૈસા આપ્યા પછી પાછો આપવાનું કોઈ નામ જ નથી લેતું.

મુનિમજી હા હા શેઠજી હજુ તો રંગીલો રાજા છે ને. જોર લગાકે બોલાવી લાવું.


રંગીલો રાજા: શૂટ, બુટ ચશ્મા ,મોબાઈલ ગાડી અને સેવા કરવા વાળા ચાર માણસ.એક મોઢું લૂછે.બીજો ચંપલ પકડે ત્રીજો પંખો નાખે ચોથો ગાડી ચલાવે.

મુનીમજી : અરે ક્યાં ગયો જોર લગાકે ફોન કરવા દે. એ રંગીલા રાજા હેલો..

રંગીલો રાજા: અરે આયો આયો...

ગીત ગાય છે...

પૈસા વાળા અમે થયી ગયા જોવા વાળા જોઈને રહી ગયા....ભાઈ રહી ગયા...


શેઠજી : અરે પહેલા આ શેઠ ના પૈસા મુકને બાપા પછી તું તારે ચોરે ચડીને ગાજે હો કે... દહી ખાકે


રંગીલો રાજા: શેઠજી આપણે કોણ
પાછળ વાળા રંગીલો રાજા.

મુનીમજી: જે હોય તે ભાઈ પૈસા આલને જોર લગાકે.

રંગીલો રાજા: લો શેઠજી આ રૂપિયા વ્યાજ હાથે આલતો જાઉં છું.હો કે..


શેઠજી : અલ્યા તે તો સાચે પૈસા આપ્યા.


પોલીસ આવે છે...

એ ચોર ચોર...

શેઠજી: કોણ ચોર.. છે.આ કોણ બૂમ પાડે દહી લગા કે.

મુનીમ જી : અરે પોલીસ સામે બૂમ પાડે કોઈએ બેંક લૂંટી છે.

શેઠજી ; અરે લે તારા રૂપિયા મારે કઈ ના જોઈતું અહી થી જા...

રંગીલો રાજા: અને બધા ભાગે છે.

પોલીસ ત્યાં આવે છે.અને શેઠજી ને પૂછે છે.અહીથી કોઈને પૈસા લઈ જતા જોયા.
એને બેંક લૂંટી છે.તમે નથી લીધા ને પૈસા નહિતર પોલીસ સ્ટેશન લઈ જઈશ..

શેઠજી ના હો કે દહી લગા કે.એ મુનીમ જી મને જેલ ની બહુ બીક લાગે ભાગો..ભાગો..

બંને ભાગે છે.
પોલીસ પણ ત્યાંથી શોધવા નીકળી જાય છે.

શેઠજી : અલ્યા મુંનીમજી મે તો બધાને વ્યાજે પૈસા આપીને બરબાદ થયી ગયો કોઈના આવતા નથી. દહી લગાકે

મુનીમજી : શેઠજી જે આપ્યા તે ભૂલી જાવ અને કોઈ નવો બીજો ધંધો શરૂ કરીએ જોર લગાકે

શેઠજી હા ચાલો જાગ્યા ત્યાંથી સવાર.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED