અન્ના Dave Vedant H. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

અન્ના

અમે સતારામાં હતા. એક દિવસ એક મોટર બારણે આવી. તેમાંથી એક ભાઈ, મસ્ત મજાનાં ફેન્સી કપડાં પહેરેલાં, નીચે ઉતર્યા. મેં બૂમ પાડી, “આઈ, કોક આવ્યું છે આપણાં બારણે.” મને હતું અને વળી સ્વાભાવીક જ છે ને કે આઈ બહાર આવે ત્યાં સુધી એ ભાઈ બારણે વાટ જોશે. પણ એ ભાઈ તો સીધા અંદર જ પ્રવેશ્યા અને ઘરમાં બધે ઘરનાં જ હોય તેમ ફરવા લાગ્યાં. પછી મને ખબર પડી કે એ તો મારાં ભાઈ હતાં. મારાં મોટા ભાઈ, અન્ના!!

ઘણા વખત પછી દૂર શહેરમાં અભ્યાસ કરીને ઘરે પરત ફરેલાં. જમી રહ્યા પછી એમણે અમારાં બધાં માટે લાવેલી કંઇક ને કંઇક વસ્તુઓ અમને આપી. હું એ ક્ષણભરમાં જ જોઈ શકી કે અન્ના ઘરમાં સૌનાં માનીતા હતાં. આઈ તો અન્ના પર વારી જતી હતી. બાબા અને ‘આક્કા’, અન્નાની જાતજાતની મજાક કરતાં. મારી આ નાનકડી ઉગતી ઉંમરમાં મને એટલી ખબર પડી કે અન્નાનું વર્તન એ આદર્શ વર્તન. અન્નાને વાર્તા કહેવાની ટેવ અને મને સાંભળવાની. એટલે એમનાં મોઢે વાર્તા સાંભળવી મને ગમવાં લાગી.

તે દિવસથી મને ભણાવવાની જવાબદારી એમણે લઇ લીધી. હું એકડીયામાં હતી. મને વાંચતા-લખતાં ન આવડે તો ય મારાં પર ખીજાય નહીં. ખુબ હેત રાખીને મને શીખવાડે. રોજ સાંજે કંઇક ને કંઇક ભક્તિગીત ગાઈને આઈને સંભળાવે. હું પણ ત્યાં જઈને બેસતી.

હું નિશા. બાબાની સૌથી નાની દિકરી. ઘરનું સાર્વજનીક રમકડું. મારી નાનકડી ઉંમરનાં પ્રમાણમાં ખુબ ડહાપણ બતાવું. અન્ના મને રમાડતાં રમાડતાં કોક વાર ખિન્ન થાય અને આઈને કહે, “આઈ, ડાહ્યું માણસ બહુ જીવે નહિં. આ તારી નિશા આટલી ડાહી છે તે કેમ કરીને જાજી જીવશે. મને તો ચિંતા પેઠી છે.” પણ અન્નાનાં આ બોલ એમનાં ઉપર જ લાગુ પડવાનાં છે એ તો ખાલી ઉપરવાળો જ જાણતો હતો.

અમે શાહપુરમાં આવ્યાં છીએ, અમારાં મોસાળે. અમે બધાં અહીં રહેવા આવ્યાં છીએ અને અન્ના કંઇક માંદા છે. આખું મોસાળપક્ષ અન્નાની સેવા-ચાકરીમાં લાગી ગયું છે. ત્યાં બીજી બાજુ મામી અમને કોથમીરવડી બનાવી આપે. મને એમની વડી ખુબ જ ભાવે એટલે હું આઈને કટાક્ષ કરતાં મામીને દાદ આપું કે, “આ તમારી વડી ખરા માઈનામાં કોથમીરવડી છે. અમારે ત્યાં સતારામાં તો ઘરે ખાલી કોથમીર ખાતાં હોય એવું લાગે હો!” આ સાંભળીને મામી અને આઈ, બંન્ને હસી પડે.

થોડા જ દિવસમાં ઘરે બધે ગમગીની ફેલાઈ ગઈ. અન્ના જોડે ખુબ ઓછો સમય બાકી હતો. અન્નાને કેન્સર પકડાયું હતું. એક દિવસ સવારે ઉઠતાવેંત જ અમને પડોશમાં લઇ ગયા કે ત્યાં જમવાનું નોતરું છે. અમે બધાં નાના છોકરાઓ ત્યાં ગયા. કંઈ જ ખબર નહોતી પડી રહી કે અમને ત્યાં રોકવાનાં આટલા બધાં પ્રયાશો કેમ થઇ રહ્યાં હતાં. હું ઘરે જવાની વાત કરતી કે રડવાનું શરૂ કરતી કે એ પાડોશી માસી અને એમની મોટી દીકરી આવીને મને શાંત પાડે, વાતોમાં વળગાડે.

સમીસાંજે અમને ઘરે લઇ ગયા. મેં એ કમાટીભર્યું વાતાવરણ જોયું તો જોતી જ રહી ગઇ. મારાં ખખડધજ બાબાને પહેલી વાર મેં ધ્રુશકે ને ધ્રુશકે રડતાં જોયા. માહોલ એકદમ ગમગીન હતો. કોઈ કોઈની સાથે કાંઈ બોલે જ નહીં. એકદમ ચૂપ્પી હતી ઘરમાં. સ્મશાનેથી પાછાં ફરેલાં સંબંધીઓ ગરમ પાણીએ સ્નાન કરતાં હતાં, બસ એ એક જ હિલચાલ. હું દોડીને બાબા પાસે ગઈ અને એમણે મને ખોળામાં લઇ રડતાં-રડતાં કહ્યું, “નિશુ......આપણો અન્ના આપણને છોડીને ગયો. જતો રહ્યો.”
મારી સમજણ કદાચ એટલી પક્વ નહોતી કે હું સમજી શકું. મેં સામો સવાલ કર્યો, “અન્ના કેમ આપણને છોડીને જતા રહ્યાં? અને ગયા તો ગયા ક્યાં!?” બાબાનાં અશ્રુ વધુ ઉગ્ર બન્યાં અને મને મારી માસી મારી આઈ જોડે લઇ ગઈ.
મારી આઈ એકદમ બાઘાંની જેમ ચૂપચાપ પડી હતી. મને જોઇને ડૂસકે ને ડૂસકે રોવા માંડી. મામા આઈ પર ખીજાયા. બોલે, “તું આમ રડતી જ રહીશ તો છોકરાઓનું શું થશે?”

રાત જેમતેમ વીતી. દિવસો જેમતેમ વીત્યાં. ભલેને એકદમ શાંતિથી અને ગમગીનીથી પણ સમય પસાર થવા લાગ્યો. ‘ડાહ્યું માણસ બહુ જીવે નહિં!!’ અન્નાનું એ વચન આખરે અન્ના ઉપર જ સાચું પડ્યું. આઈને રોજ એ બોલ યાદ આવે અને રોવડાવી જાય.
અન્ના સાથેનાં મારાં પ્રત્યક્ષ સ્મરણો તો બસ એટલાં જ હતાં. ઘરમાં એક છોકરી માટે બાબા પછી જો સૌથી વધારે કોઈની અસર થતી હોય તો તે મોટા ભાઈની છે. એક નાની બહેન અને મોટો ભાઈ-અન્ના!! આ સંબંધને હું સારી રીતે સમજી ન શકી. મોટા ભાઈનાં પ્રેમની મારી ભૂખ અધુરી જ રહી ગઈ.

જેમજેમ નાનામાંથી હું મોટી થતી ગઈ, અન્નાની અછત વધુ ને વધુ વર્તાતી ગઈ. રક્ષાબંધન પર તો ખાસ થતું કે મારે પણ એક મોટો ભાઈ હોત તો કેટલું સારું હોત......અને પછી અન્નાનો મને એકડીયામાં ભણાવતો એ ચહેરો આંખમાં આવતો અને અશ્રુ છોડીને જતો રહેતો.