કાયા પલટ Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાયા પલટ

શાંતા આજે સવારથી આંટા મારતી હતી. ચાલવાની તકલીફ હતી. કશુંક બને તેવી એંધાણી તેને લાગતી હતી. પણ શું ? એ પ્રશ્નનો ઉત્તર મળ્યો ન હતો. રોજ સવારના નવ વાગ્યા સુધી વહુ ચા ન આપે. ચા પીવાય જાય, દસેક મિનિટ શાંતા આજે સવારથી આંટા મારતી હતી. ચાલવાની તકલીફ હતી. કશુંક બને તેવી એંધાણી તેને લાગતી હતી. પણ શું ? એ પ્રશ્નનો ઉત્તર મળ્યો ન હતો. રોજ સવારના નવ વાગ્યા સુધી વહુ ચા ન આપે. ચા પીવાય જાય પછી દસેક મિનિટે ચાર બિસ્કીટ આપી જાય. શાંતાને પગની તકલીફ હતી તેથી ઉભા થઈને ચાલવાની આળસ આવતી.

કોણ જાણે કેમ આજે બધી આળસ દુમ દબાવીને ભાગી ગઈ હતી. હૈયામાં ચેન પડતું નહી. ચા પણ આજે સાડા સાત વાગે મળી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેની સાથે બિસ્કિટ પણ આવ્યા. તેને મનમાં થયું જરૂર દાળમાં કંઈક કાળું છે. મન કોઈ રીતે માનતું ન હતું. જવાબ મેળવવો હોય પણ કોની પાસેથી. વહુ તો બોલે ત્યારે દાંતિયા કરતી હોય અથવા મ્હોં મચકોડતી હોય. દીકરો વાત કરવા આવે તો પેલી પાછળ ઉભી જ હોય.

જાણે મા અને બેટા તેની જ વાતો ન કરવાના હોય !

ખેર પગ દુખતા હતાં છતાં આંટા મારવાનું બંધ ન થયું. છોકરાને તો શાળાએ જવાની ધમાલ હોય. દાદી સાથે શું વાત કરે? ચા પીને માળા ફેરવવા બેઠા પણ ડાબી નહી જમણી આંખ ફરકતી હતી.  હવે તો ખરેખર હ્રદયમાં ધ્રાસકો પડ્યો! કશુંક અશુભ બનવાનું છે.

આજે વર્ષો થયા ભર જુવાનીમાં સતીશ, અકસ્માતમાં શાંતાને છોડી વિદાય થયો હતો. શાંતાએ એકલે હાથે સરિતા અને સમીરને મોટા કર્યા. ભણાવ્યા, ગણાવ્યા અને ઠેકાણે પાડ્યા. સરિતા નસીબવાળી  નીકળી, દેખાવડી હોવાને કારણે સાહિલ તેને પરણીને લંડન લઈ ગયો. લડંનમાં તેનો ધિકતો ધંધો હતો. સરિતા અવારનવાર માને લંડન લઈ જતી. શાંતાને દીકરીને ત્યાં અડવું લાગ્યું. જતી પણ અદ્ધર મને રહેતા અને પાછી આવતી.

શાંતા ખૂબ સાલસ હતી. તેને દીકરાની સાથે પણ બહુ ગમતું નહીં. દીકરો લાખ તેના પર વારી જાય પણ તેની વહુની આંખો વાંચવામાં તે સફળ નીવડી હતી. બાળકોને તો જાણે ,દાદી પાસે જાય તો અભડાઈ ન જાય તેમ રાખતી. ખેર, દીકરાનો જીવ સાચવવા રહી હતી.

તેના બાળપણની સખી રમા તેને વારંવાર મળતી. તેની સાથે દિલ ખોલીને વાત કરતી. રમાએ પોતાના સાસુમા પાછળ ગામમાં, ’અપના ઘર’ નામની સંસ્થા ચાલુ કરી હતી. જે સ્ત્રીઓ ઘરમાં કોઈ ન સંઘરે તેવી સ્ત્રીઓને ઉદ્યમ શીખવી માન ભેર રાખતી. કોઈને નાનમ ન લાગે અપના ઘરમાં રહેવાથી.

શાંતાની આંખે જો ઈશારો કર્યો તો સાચો હતો. સમીર આજે વહેલો નોકરી પરથી આવ્યો અને માને કહે , ‘ચાલ મા આજે તને ફરવા લઈ જાઉં ,સાથે મોટી હોટલમાં જમવા જઈશું’. સમીરની પત્ની સલોની બોલી, ‘હા બા તમે બન્ને આજે જાવ મારે લેડીઝ મિટિંગમાં જવાનું છે’.

શાંતાને કશી ગંધ આવી પણ બોલી નહિ. કોઈ દિવસ નહિને સમીર આજે મને બહાર જમવા લઈ જશે. તેને હોટલમાં જમવાનો શોખ હતો. તેના શોખ બધા સતીશની સાથે ચિતામાં હોમાઈ ગયા હતા. બાળકોની પરવરિશમાં કદી સળવળ્યા પણ નહીં.

જાણે તેના પગ સારા હોય તેમ ચાલવાની તાકાત એનામાં એકાએક આવી ગઈ. સમીર સાથે નીકળી તેનો આનંદ સમાતો નહોતો. બંને જણા આરામથી જમ્યા અને પાછા વળતા સમીર બોલ્યો, મા અમે ઘર બદલવાના છીએ. તને તકલીફ ન પડે એટલા માટે થોડા દિવસ તમારી સગવડ અંહી કરી છે. બધું ગોઠવાઈ જશે પછી તને અમે ઘરે લઈ જઈશું. ‘

શાંતા સમજી ગઈ. આ વહુની ચાલ છે. પોતાને માથે કોઈ આળ ન આવે એટલે એકલા સમીરને ચડાવી મોકલ્યો. તેને માટે કંઈ પણ બોલવાનું હતું જ નહીં.

‘સારું બેટા, તું સુખી રહેજે. તારી સગવડતાએ મને લઈ જજે.’

સમીરે ગાડીમાંથી માનો સામાન કાઢીને એ ‘ઘરડાં ઘરમાં’ ગોઠવ્યો. તેનું હૃદય અંદરથી રડતું હતું પણ પોતાની સ્ત્રી પાસે લાચાર હતો. આને લાચારી કહેવી કે ના મર્દાઈ તે મા નક્કી ન કરી શકી!

શાંતાને પગની તકલીફ સિવાય નખમાં પણ રોગ ન હતો. તેણે બીજે દિવસે રમાને ફોન કર્યો રમા આવી ,જોઈને સમજી ગઈ.

‘શાંતા, તું બેગ ખોલતી પણ નહીં. હું તને મારા ગામના ‘અપના ઘર’ની મેનેજર બનાવી ત્યાં રાખીશ. તારી કળા સ્ત્રીઓને શીખવજે. તારા માટે થેરપિસ્ટ બાંધી દઈશું. તારા પગ જોતજોતામાં સરખા થઈ જશે.’

શાંતા એકીટસે રમાને જોઈ રહી.

‘અરે, ગાંડી હું તને નથી ઓળખતી’.

‘તું અને હું તો બાળપણની પ્રીતના તાંતણે બંધાયેલા છીએ’.

બીજે દિવસે રમા પોતાની ગાડીમાં શાંતાને ગામ લઈ ગઈ. ત્યાં તેની રહેવાની સરસ સગવડ હતી. હોશિયાર શાંતાએ સંસ્થાનું કામ સમજી લીધું. ભલે તેની ઉમર ૬૦ ઉપરની હતી પણ કામ કરવામાં તે પાવરધી હતી. તેને ખબર હતી સમીર કે તેની પત્ની કોઈ ભાળ કાઢવા આવવાના નથી. મહિના પછી બન્ને બાળકોને પત્ર દ્વારા જાણ કરી. સુંદર સ્થળ અને વાતાવરણમાં ગોઠવાઈ ગઈ છે, તેવા શુભ સમાચાર આપ્યા. રમા તેના પતિ સાથે દર રવિવારે ત્યાં આવતી. સંસ્થાની બીજા કાર્યકર્તા અને તેમાં રહેતા વ્યક્તિ શાંતાની કાર્યદક્ષતાથી ખુબ ખુશ હતા.

શાંતાએ પોતાની હોશિયારી અને આવડતથી ‘અપના ઘર’ની સુરત બદલી નાખી. તેની દેખરેખ હેઠળ ‘અપના ઘરની’ બહેનો હુન્નરમાં પાવરધી બની પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. તેમની કલાની કદર થઈ. જે શાંતાએ પતિના વિયોગમાં પણ હરફ નહોતો ઉચ્ચાર્યો તેણે આજે ગામની તથા સંસ્થાની  કાયા પલટ કરી.

તેના બાળકો માની સિકલ જોઈ હરખાઈ ઉઠ્યા કે લજવાયા તેને પૂછી જોઈએ ?

Liked by 2 people ચાર બિસ્કિટ આપી જાય. શાંતાને પગની તકલિફ હતી તેથી ઉભા થઈને ચાલવાની આળસ આવતી.

કોણ જાણે કેમ આજે બધી આળસ દુમ દબાવીને ભાગી ગઈ હતી. હૈયામાં ચેન પડતું નહી. ચા પણ આજે સાડા સાતે મળી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેની સાથ બિસ્કિટ પણ આવ્યા. તેને મનમાં થયું જરૂર દાળમાં કાંઇ કાળુ છે. મન કોઈ રીતે માનતું ન હતું. જવાબ મેળવવો હોય પણ કોની પાસેથી. વહુ તો બોલે ત્યારે દાંતિયા કરતી હોય અથવા મ્હોં મચકોડતી હોય. દીકરો વાત કરવા આવે તો પેલી પાછળ ઉભી જ હોય.

જાણે મા અને બેટા તેની જ વાતો ન કરવાના હોય !

ખેર પગ દુખતા હતાં છતા આંટા મારવાનું બંધ ન થયું. છોકરાઓને તો શાળાએ જવાની ધમાલ હોય. દાદી સાથે શું વાત કરે? ચાપીને માળા ફેરવવા બેઠી પણ ડાબી નહી જમણી આંખ ફરકતી હતી.  હવે તો ખરેખર હ્રદયમાં ધ્રાસકો પડ્યો! કશુંક અશુભ બનવાનું છે.

આજે વર્ષો થયા ભર જુવાનીમાં સતીશ, અકસ્માતમાં શાંતાને છોડી વિદાય થયો હતો. શાંતાએ એકલે હાથે સરિતા અને સમિરને મોટા કર્યા. ભણાવ્યા, ગણાવ્યા અને ઠેકાણે પાડ્યા. સરિતા નસિબવાળી  નિકળી, દેખાવડી હોવાને કારણે સાહિલ તેને પરણીને લંડન લઈ ગયો. લડંનમાં તેનો ધિકતો ધંધો હતો. સરિતા અવારનવાર માને લંડન લઈ જતી. શાંતાને દીકરીને ત્યાં અડવું લાગતું. જતી પણ અદ્ધર મને રહેતી અને પાછી આવતી.

શાંતા ખૂબ સાલસ હતી. તેને દીકરાની સાથે પણ બહુ ગમતું નહી. દીકરો લાખ તેના પર વારી જાય પણ તેની વહુની આંખો વાંચવામાં તે સફળ નિવડી હતી. બાળકોને તો જાણે ,દાદી પાસે જાય તો અભડાઈ ન જાય તેમ રાખતી. ખેર, દીકરાનો જીવ સાચવવા રહી હતી.

તેની બાળપણની સખી રમા તેને અવારનવાર મળતી. તેની સાથે દિલખોલીને વાત કરતી. રમાએ પોતાની સાસુમા પાછળ ગામમાં,’અપના ઘર’ નામની સંસ્થા ચાલુ કરી હતી. જે સ્ત્રીઓને ઘરમાં કોઈ ન સંઘરે તેવી સ્ત્રીઓને ઉદ્યમ શિખવી માન ભેર રાખતી. કોઈને નાનમ ન લાગે અપના ઘરમાં રહેવાથી.

શાંતાની આંખે જે ઈશારો કર્યો તે સાચો હતો. સમિર આજે વહેલો નોકરી પરથી આવ્યો અને માને કહે , ‘ચાલ મા આજે તને ફરવા લઈ જાંઉ ,સાથે મોટી હોટલમાં જમવા જઈશું’. સમિરની પત્ની સલોની બોલૉ, ‘હા બા તમે બન્ને આજે જાવ મારે લેડીઝ મિટિંગમાં જવાનું છે’.

શાંતાને કશી ગંધ આવી પણ બોલી નહી. કોઈ દિવસ નહીને સમિર આજે મને બહાર જમવા લઈ જશે. તેને હોટલમાં જમવાનો શોખ હતો. તેના શોખ બધા સતીશની સાથે ચિતામાં હોમાઇ ગયા હતા. બાળકોની પરવરિશમાં કદી સળવળ્યા પણ નહી.

જાણે તેના પગ સારા ન હોય તેમ ચાલવાની તાકાત એનામાં એકાએક આવી ગઈ. સમિર સાથે નિકળી તેનો આનંદ સમાતો ન હતો. બન્ને જણા આરામથી જમ્યા અને પાછા વળતા સમિર બોલ્યો , મા અમે ઘર બદલવાના છીએ. તને તકલિફ ન પડે તેટલા માટે થોડા દિવસ તારી સગવડ અંહી કરી છે. બધું ગોઠવાઈ જશે પછી તને અમે ઘરે લઈ જઈશું. ‘

શાંતા સમજી ગઈ. આ વહુની ચાલ છે. પોતાને માથે કોઈ આળ ન આવે એટલે એકલા સમિરને ચડાવી મોકલ્યો. તેને માટે કાંઇ પણ બોલવાનું હતું જ નહી.

‘સારું બેટા, તું સુખી રહેજે. તારી સગવડતાએ મને લઈ જજે.’

સમિરે ગાડીમાંથી માનો સામાન કાઢીને એ ‘ઘરડાં ઘરમાં’ ગોઠવ્યો. તેનું હ્રદય અંદરથી રડતું હતું પણ પોતાની સ્ત્રી પાસે લાચાર હતો. આને લાચારી કહેવી કે નામર્દાઈ તે મા નક્કી ન કરી શકી!

શાંતાને પગની તકલિફ સિવાય નખમાં પણ રોગ ન હતો. તેણે બીજે દિવસે રમાને ફોન કર્યો રમા આવી ,જોઈને સમજી ગઈ.

‘શાંતા, તું બેગ ખોલતી પણ નહી. હું તને મારા ગામના ‘અપના ઘર’ની મેનેજર બનાવી ત્યાં રાખીશ. તારી કળા સ્ત્રીઓને શિખવજે. તારા માટે થેરપિસ્ટ બાંધી દઈશું. તારો પગ જોતજોતામાં સરખો થઈ જશે.’

શાંતા એકીટસે રમાને જોઈ રહી.

‘અરે, ગાંડી હું તને નથી ઓળખતી’.

‘તું અને હું તો બાળપણની પ્રીતને તાંતણે બંધાયેલા છીએ’.

બીજે દિવસે રમા પોતાની ગાડીમાં શાંતાને ગામ લઈ ગઈ. ત્યાં તેની રહેવાની સરસ સગવડ હતી. હોશિયાર શાંતાએ સંસ્થાનું કામ સમજી લીધું. ભલે તેની ઉમર ૬૦ ઉપરની હતી પણ કામ કરવામાં તે પાવરધી હતી. તેને ખબર હતી સમિર કે તેની પત્ની કોઈ ભાળ કાઢવા આવવાના નથી. મહિના પછી બન્ને બાળકોને પત્ર દ્વારા જાણ કરી. સુંદર સ્થળ અને વાતાવરણમાં ગોઠવાઈ ગઈ છે, તેવા શુભ સમાચાર આપ્યા. રમા તેના પતિ સાથે દર રવીવારે ત્યાં આવતી. સંસ્થાની બીજા કાર્યકર્તા અને તેમાં રહેતી વ્યક્તિઓ શાંતાની કાર્યદક્ષતાથી ખુબ ખુશ હતા.

શાંતાએ પોતાની હોશિયારી અને આવડતથી ‘અપના ઘર’ની સુરત બદલી નાખી. તેની દેખરેખ હેઠળ ‘અપના ઘરની’ બહેનો હુન્નરમાં પાવરધી બની પોતાના ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. તેમની કલાની કદર થઈ. જે શાંતાએ પતિના વિયોગમાં પણ હરફ નહોતો ઉચ્ચાર્યો તેણે આજે ગામની તથા સંસ્થાની  કાયા પલટ કરી.

તેના બાળકો માની સિકલ જોઈ હરખાયા કે લજવાયા તેને પૂછી જોઈએ ?