બલિદાન પ્રેમ નુ.. - 21 DC. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

બલિદાન પ્રેમ નુ.. - 21

નેહા એના મમ્મી અને નાના ભાઈ વિહાન ને લઇ ને રાતોરાત અમદાવાદ છોડી ને મુંબઈ આવી ગયા...

મુંબઈ જવાનો એક માત્ર વિકલ્પ હતો કે તુ મારા સુધી ના પહોંચી શકે મલય... કારણ કે હુ જાણતી હતી કે મુંબઈ જેવી મોટી સિટી માં મને શોધવું ના બરોબર જ હશે.

અમે ૨ દિવસ ના ભૂખ્યા હતા.. ઘરે થી જે થોડો નાસ્તો પડ્યો હતો એ લઇ ને આવ્યા હતા એ પણ પૂરો થઇ ગયો હતો. મુંબઈ માં કામ એટલા જલ્દી મળી નથી જતુ. અમે ૨ દિવસ બધે ફર્યા પછી એક જગ્યા એ મંદિર માં ગયા. અમે ત્યાં દર્શન કાર્ય અને મનોમન હુ ભગવાન સામે બે હાથ જોડી ને રડી પડી અને બોલી રહી હતી "હે ભગવાન! તારા આ બાળકો આજે ભૂખ્યા છે. મારા પપ્પા ના કાતિલ ને સજા આપવી છે મારે. હવે તુ જ કંઈક રસ્તો બતાવ. કંઈક ચમત્કાર કર પ્રભુ. કંઈક કર. મારા પપ્પા ના કાતિલ સુધી પહોંચાડી દે મને એક વાર. પ્રભુ." ત્યાં જ અચાનક મંદિર માં જોર થી પવન ફૂલવા લાગ્યો અને મંદિર ની ઘંટડીઓ હળવા લાગી. મેં આંખો ખોલી ને જોયુ તો એક વ્યક્તિ દેખાઈ અને મને વિશ્વાસ થઇ ગયો કે ભગવાન એ મારી સાંભળી લીધી છે.

કોણ હતું એ? સોનિયા એ વચ્ચે પૂછ્યું.

જયારે મારા પપ્પા નું અવસાન થયુ ત્યારે હોસ્પિટલ માં મેં વોર્ડબોય અને સિસ્ટર ની વાતો સાંભળી હતી. જેના લીધે મેં વોર્ડબોય અને સિસ્ટર ને ધમકી આપી કે તમે મારી મદદ નહિ કરો તો હુ પોલીસ ને બોલાવીશ. એ બંને ડરી ગયા અને મદદ કરવા તૈયાર થઇ ગયા. ત્યાર બાદ વોર્ડબોય અને સિસ્ટર એ એ વ્યક્તિ નો ચહેરો મને સ્કેચ કરવામાં મારી મદદ કરી. અને જણાવ્યું કે એ વ્યક્તિ કોઈ જોડે વાત કરી રહ્યો હતો કે હવે આપણે મુંબઈ માં મળીશુ.

બસ મંદિર માં મેં જેને જોયો એ વ્યક્તિ એ જ હતો જેણે મારા પિતા ની ઝીંદગી છીનવી લીધી.

હુ એ વ્યક્તિ ની પાછળ પાછળ ગઈ પણ ત્યાં સુધી માં એ ક્યાંક દેખાયો નહી. અમે થોડે આગળ એક ધાબા ટાઈપ કંઈક જોયુ. ત્યાં જમવા માટે ગયા પણ પૂરતા પૈસા તો હતા નહીં. એટલે વિચાર્યું કે હવે મારે કરવુ શુ?
એટલા માં જ ધાબા નો મલિક એના કોઈ કર્મચારી સાથે માથાકૂટ કરી રહ્યો હતો કે રસોઈ બનાવી આપે તો હુ તને પૈસા આપી દઈશ કેમ કે ધાબા ના માલિક ને જોઈ ને લાગતું હતુ કે એને હમણાં હમણાં જ ધાબુ ચાલુ કર્યું છે એટલે એના પાસે પણ એડવાન્સ અપાય એટલા રૂપિયા નહિ હોય જયારે કર્મચારી પૈસા પહેલા માંગી રહ્યો હતો. એમ પણ આ મુંબઈ છે. અહીં કોઈ કોઈ નુ સગુ નથી થતુ.

એટલા માં અમે જોયું કે કર્મચારી ધાબા ની બહાર નીકળી ગયો. અને ધાબા નો માલિક માથે હાથ દઈ ને ઉભો હતો. એટલા માં મને એક આઈડિયા આવતા હું એના પાસે ગઈ અને મેં એને ઓફર આપી કે હું રસોઈ કરી આપું બદલા માં એને અમને ત્રણેય ને જમવાનું આપવાનુ.

એ પહેલા તો વિચાર માં પડ્યો પણ એના પાસે બીજો કોઈ રસ્તો નહતો એટલે એને હા પાડી અને હું રસોડા માં ગઈ.
ધાબા ના માલિક એ જયારે મારુ નામ પૂછ્યુ તો મેં રાધા કહી દીધુ. જેથી ક્યારેય વકીલ કે તુ આવે તો નેહા મળે નહિ તમને લોકો ને.

તને તો ખબર જ છે ને મલય! કે મારા હાથ ની રસોઈ જે એક વાર ખાય એ ખાતુ જ રહી જાય.

બસ ધાબા પર પણ એ થયુ. બધા ને જમવાની મજા આવી. ધાબા નો માલિક પણ ખુશ થઇ ગયો. એને મને ત્યાં કામ પર રાખી લીધી અને ૨ ટાઈમ જમવાનું અને ઉપર થી વિહાન ને ભણવા નો ખર્ચો આપવાનો વાયદો કર્યો એને. જોત જોતા માં એક વર્ષ વીતી ગયુ અને ધાબા નો એ માલિક રોનયો એક મોટી ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ નો માલિક રોની શેઠ બની ગયો.

આગળ શુ કરશે નેહા ?

વકીલ જોડે બદલો કેવી રીતે લેશે નેહા?


આપ નો અભિપ્રાય જરૂર લખજો વાચક મિત્રો.

આગળ જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.

-DC