નો ગર્લ્સ અલાઉડ - ભાગ 1 Nilesh Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 1

" અનન્યા! હું કઈ રીતે કહુ તને?" આકાશને સમજાતું નહોતુ કે એણે જે સાંભળ્યું એ કઈ રીતે અનન્યાને જણાવે.

" જે પણ હોઇ એ જલ્દી કહી દે ને!" અનન્યા જાણવા માટે તલપાપડ થઈ રહી હતી.

" સોરી... અનુ...મારાથી આ નહી કહેવાય!..."

" તો હું હમણાં જ ફ્લાઈટમાં બેસીને અમેરિકા આવી જવું છું..."

" અરે ના અનુ.. એવું ના કરતી! તું અહીંયા આવીશ તો વાત વધારે બગડી જશે..."

" તો મારા અમેરિકાના સોદાગર જે તે જાણ્યું છે એ કહેવાની તકલીફ લેશો?"

" હા હું કહું છું...પણ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી તું તારું મોં બંધ જ રાખીશ ઓકે?"

" ઉફ્ફ..ઓકે મેં મોં પર તાળું મારી દીધું છે..અને ચાવી તારી પાસે છે હવે બોલ.."

આકાશે જે આગળની બે મિનિટમાં જે વાત જણાવી એ સાંભળીને અનન્યાના જીવન પર આભ ફાટી પડ્યું.

" હેલો હેલો અનન્યા! શું થયું? જવાબ તો આપ!" આકાશ ફોન પર અનન્યાની બૂમો પાડતો રહ્યો પરંતુ અનન્યાનો ફોન નીચે જમીન પડી ગયો હતો.

" આટલો મોટો વિશ્વાસઘાત અને એ પણ મારી સાથે! કોઈ આટલો નિર્દયી કઈ રીતે હોઈ શકે!" કોફી શોપ પર બેઠેલી અનન્યાની સામે કોફીમાંથી નીકળતા ધુમાડામાં પણ એમને રાહુલ જ દેખાઈ રહ્યો હતો. અનન્યાના આંખોમાંથી નીકળતા દડદડ કરતા આંસુઓ કોફી સાથે ભળી રહ્યા હતા. ત્યાં જ પાછળથી કિંજલ આવી અને એને અનન્યાને પાછળથી આંખો પર હાથ રાખતી બોલી. " પહેચાના?" હાથ ભીના થતાં જ કિંજલે હાથ ફરી લઈ લીધા. અનન્યાની સામેની ટેબલ પર બેસતા બોલી. " અનુ... તું રડે છે! શું થયું?" અનન્યા કંઈ બોલી ન શકી. તેણે કિંજલના હાથને મજબૂતાઈથી પકડી લીધા અને ટેબલ પર જ માથુ ઢાળીને રડવા લાગી. કિંજલે અનન્યાના માથા પર હાથ ફેરવ્યો અને શાંત રહેવા માટે કહેવા લાગી.

થોડીકવાર અનન્યા ઊભી થઈ અને રૂમાલ વડે પોતાના આંસુ લૂછ્યા. " અનુ મેં તારી આવી હાલત પહેલા ક્યારેય નથી જોઈ..મને તો હતું કે તારા સ્વભાવમાં રડવું નિરાશ થવું, ચૂપચાપ બેસી રહેવું એવી બાબતો તારા જીવનમાં છે જ નહિ! તું તો એકદમ ખુલ્લા મને જીવવાવાળી ચુલબુલ છોકરી છો તો પછી આજે તું કેમ રડે છે! શું થયું? કંઇક તો બોલ..."

" કિંજલ આ રડવા પાછળનું કારણ રાહુલ છે..." અનન્યા એ આખરે મૌન તોડ્યું.

" રાહુલ! તારો બોયફ્રેન્ડ!..."

" હા એ જ રાહુલ કે જેના માટે હું કઈ પણ કરવા તૈયાર હતી..."

" હતી મતલબ શું થયું છે રાહુલ સાથે?"

અનન્યા એ ઊંડો શ્વાસ લીધો અને જે વાત આકાશે તેમને જણાવી એ જ વાત તે કિંજલને કહેવા લાગી.

રાહુલ અને અનન્યાનું રીલેશનશીપ છેલ્લા ત્રણ વર્ષથી ચાલતું હતું. અનન્યાને કોઈ છોકરો પંસદ ન કરે એવું શક્ય જ ન હતું! મોર્ડન જમાનાની ફેશનેબલ છોકરી જો જોવી હોય તો એનું સાક્ષાત્ ઉદાહરણ જો કોઈ હોય તો એ અનન્યા હતી. હંમેશા મોજમસ્તીમાં જીવતી, ફેશનમાં રહેતી અનન્યા આજે પણ સંસ્કારોમાં પોતાની ભારતીય સંસ્કૃતિ ભૂલી ન હતી. એના પહેરવેશમાં ભલે થોડીક મોર્ડન દેખાતી પરંતુ ચરિત્ર બાબતે હંમેશા મર્યાદા રહેતી. અને આનો જ ફાયદો રાહુલે અમેરિકા જઇને ઉઠાવ્યો. રાહુલ માટે અનન્યા માત્ર એક ટાઇમપાસ કરવા માટેનું સાધન હતું. આમ તો રાહુલને પણ અનન્યા પ્રત્યે પ્રેમ જીવંત થઈ જતો અને એના લીધે જ તેણે એક વખત અનન્યાને અમેરિકામાં હંમેશા માટે શેટલ થઈ જવાની ઑફર પણ કરી હતી. પરંતુ અનન્યા ભારતને છોડીને વિદેશી સંસ્કાર અપનાવવા નહોતી ઈચ્છતી અને આના લીધે રાહુલ અને અનન્યા વચ્ચે વારંવાર જઘડો થયા કરતો. રાહુલ કામના બહાને અમેરિકા જતો રહ્યો અને અનન્યા ભારતમાં રહીને આ રીલેશનશીપને સંભાળતી રહી. લોંગ ડિસ્ટન્સ રીલેશનશીપમાં રહેવું આજના જમાનાના યુવાનો માટે ખૂબ મુશ્કેલ છે પરંતુ અનન્યા એ અહીંયા પણ ધીરજથી કામ લીધું. દરરોજ વોઇસ કોલ અને વિડ્યો કોલ કરીને રાહુલના ખબરઅંતર પૂછી લેતી. આ રીતે બંને વચ્ચે પ્રેમ જળવાઈ રહ્યો પરંતુ થોડાક દિવસોથી અનન્યાને કંઇક અજુગતું લાગવા લાગ્યું. રાહુલનો બદલાયેલો સ્વભાવ અનન્યા બરોબર ઓળખી ગઈ. ' જરૂર રાહુલ મારાથી કંઇક છૂપાવે છે?' રાત દિવસ બસ આવા જ વિચારે અનન્યાને પરેશાન કરી દીધા. ' મારે મારા મનનું સમાધાન તો લાવવું જ પાડશે' અડધી રાતે અનન્યા એ આકાશને કોલ કર્યો અને રાહુલ વિશે બધી જાણકારી મેળવવાનું કામ સોંપ્યું. આકાશ અનન્યાનો ફ્રેન્ડ હતો જે વારંવાર કોઈ કામ માટે ભારત અમેરિકાની ટ્રીપ લેતો રહેતો અને આજે જ્યારે આકાશને રાહુલના કાળા કરતૂત વિશે જાણકારી મળી ત્યારે તેણે અનન્યાને બધી હકીકત જણાવી દીધી.

રાહુલ અનન્યાને છેલ્લા છ મહિનાથી ચીટ કરી રહ્યો હતો. તેમના લગ્ન છ મહિના પહેલા જ કોઈ વિદેશી છોકરી સાથે અમેરિકામાં થઈ ગયા હતા. જ્યારે આ વાતની જાણ અનન્યાને થઈ તો તે ભાંગી પડી. રાહુલ જેવો છોકરો આવું કરશે! એમના વિશ્વાસમાં જ નહોતું આવી રહ્યું!

" ઓહ માય ગોડ! રાહુલે આવું કર્યુ? મને તો વિશ્વાસ નથી આવતો યાર...મતલબ આટલો ભોળો, ક્યૂટ, હેન્ડસમ છોકરો પણ આવું કરી શકે?" કિંજલના શબ્દોમાં રાહુલ વિશેની બુરાઈ કરતા એમના વખાણ વધારે હતા. આ સાંભળીને અનન્યા બોલી. " ભોળો ક્યૂટ હેન્ડસમ...." ટેબલ પર જોરથી હાથ પછાડ્યા અને ફરી બોલી. " તું રાહુલની બુરાઈ કરે છે કે તારીફ.! રાહુલ અને ક્યૂટ? માય ફૂટ!! એણે જે કર્યું છે ને એ સાંભળીને તો મને કોઈનું ખૂન કરવાનું મન થાય છે!"

અનન્યાનો અવાજ આખા કોફિશોપમાં ફેલાઈ ગયો. ખૂનની વાત સાંભળતા જ આસપાસ બેઠેલા વ્યક્તિઓ ટેબલ પરથી ઉભા જ થઈ ગયા. કિંજલ પરિસ્થિતિને સંભાળતા હસતા મુખે બધા સામે જોઇને બોલી. " બેસો બેસો.. કંઈ નથી થયું! આ તો અમે નાટકની તૈયારી કરી રહ્યા છે ને એટલે...ડરવાની કોઈ જરૂર નથી.. કંટીન્યુ કંટીન્યુ...":

" અનન્યા શું કરે છે તું? થોડાક ધીમા અવાજે બોલ..બધા સાંભળે છે..."

" મારે હવે કંઈ બોલવું જ નથી....કે નથી મારે કોઈનું સાંભળવું...આઈ વોન્ટ પીસ...મને તું થોડાક સમય માટે એકલી છોડી દે..."

" પણ અનન્યા....હું તને આવી હાલતમાં?" કિંજલ પોતાની ચિંતા વ્યક્ત કરતી બોલી.

" પ્લીઝ કિંજલ તું જા અહીંયાથી....." અનન્યાનો ગુસ્સો વધી રહ્યો હતો.

" પણ અનન્યા?"

" તું અહીંયાથી જા છો કે હું જાવ?"

" ઓકે હું જાવ છું...પણ તું પહેલા પ્રોમિસ કર કે તું મને કહ્યા વિના આગળ એક પણ પગલું નહિ ભરે....

અનન્યા એ માત્ર હમમ કરીને જવાબ આપ્યો.

કિંજલ અનન્યાને ભેટી પડી અને પછી ત્યાંથી જતી રહી પણ રાહુલની યાદો અનન્યાને કોરી ખાઈ રહી હતી. આ એ જ કોફી શોપ હતો કે જ્યાં અનન્યા અને રાહુલ પ્રથમ વખત મળ્યા હતા. આ એ જ કોફી શોપ હતી કે જ્યાં રાહુલે પોતાના હાથેથી અનન્યાના હોઠ પર પડેલી આછી કોફીને સાફ કરી રહી હતી અને કહ્યું હતું કે ' હું આ કોફીની માફક તારા હોઠેથી તારા દિલમાં પ્રવેશ કરવાની ઇજાજત માંગુ છું....શું મને ઇજાજત છે?" અને અનન્યા એ એક પળ પણ વિચાર કર્યા વિના રાહુલને ઈજાજત આપી દીધી હતી.

ક્રમશઃ