બલિદાન પ્રેમ નુ.. - 16 DC. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બલિદાન પ્રેમ નુ.. - 16

મલય અને રાજ વિચારો માં ખોવાયેલા બંને ની આંખો ક્યાં લાગી ગઈ ખબર જ ના પડી.

નેહા વિચારો માં ડૂબી હતી એને ઘડિયાળ માં નજર કરી રાત ના ૩ વાગી ગયા હતા. એને સોનિયા સામે નજર કરી એ સુઈ રહી હતી. એ ધીમે થી રૂમ માં થી બહાર આવી. એને મલય ના રૂમ તરફ જોયું ધીમે થી દરવાજો ખોલી ને તો મલય અને રાજ બંને સુઈ રહ્યા હતા.

એ ચુપચાપ દબાતા પગલે નીચે આવી. એને એક નજર નીચે ના રૂમ માં કરી રામુકાકા પણ સુઈ રહ્યા હતા અને જોર જોર થી નસકોરા બોલાવી રહ્યા હતા.

એ આગળ વધી હોલ માં આવી અને કોઈ ને ફોન લગાવ્યો.

સામે છેડે થી અવાજ આવ્યો, હેલો

હેલો નેહા બોલુ છુ. આપણા પ્લાન ને અંજામ આપવાનો વખત આવી ગયો છે. મારો પાસપોર્ટ બની ગયો છે અને જલ્દી જ આવી ને તમને મળીશ.

હા નેહા, ધન્યવાદ. તુ ના હોત તો આ ક્યારેય શક્ય ના થાત. સામે વ્યક્તિ બોલ્યુ.

ઠીક છે હુ ફોન મુકુ છુ. નેહા ફોન મૂકી ને આગળ જાય છે ત્યાં જ અંધારુ હોવાથી સીડી માં મૂકેલુ ફલાવર વાસ નીચે પડી જાય છે જેના અવાજ થી રામુકાકા જાગી જાય છે. રામુકાકા ફટાફટ બહાર આવે છે અને જોવે છે તો નેહા રસોડા માં પાણી ભરી રહી હોય છે.

અરે નેહા દીકરા તમે? આટલી રાતે? રામુકાકા પૂછે છે.

હા કાકા. પાણી જોઈતું હતુ. તમે મૂકી ગયા હતા પણ એ ગરમ થઇ ગયું એટલે ઠંડુ લેવા આવી હતી. માફ કરજો મારા લીધે તમારી ઊંઘ બગડી.

નહિ નહિ કોઈ વાંધો નહિ.

કાકા કાલે સવાર નો નાસ્તો હું જાતે બનાવીશ. તો કાલે તમારી રજા.... જલસા કરજો કાલે. નેહા ઉપર જતા જતા કહી ને ગઈ.

રામુકાકા એ નેહા ના ચહેરા પર પહેલા જેવી ચમક જોઈ. રામુકાકા હસતા હસતા પોતાના રૂમ માં જઈ ને સુઈ ગયા.

**************

સવાર પડી ગઈ હતી અને સૂર્યોદય થઇ ચુક્યો હતો. મલય આળસ મરડી ને ઉભો થાય છે. બાજુ માં જોવે છે તો રાજ હજી ઊંઘી રહ્યો હોય છે. એટલા માં મલય ને વહેલી સવાર ની આરતી સંભળાય છે. એ સમજી જાય છે કે નેહા જ છે એટલે પોતે ફટાફટ નહિ ધોઈ ને નીચે જાય છે.

ઘર માં મંદિર નો રૂમ પહેલા થી અલગ જ હોય છે. નેહા ત્યાં આરતી કરી રહી હોય છે. સોનિયા અને રાજ પણ આરતી ના અવાજ થી જાગી જાય છે અને તૈયાર થવા જાય છે.મલય નીચે આવે છે. નેહા ની પાછળ ઉભો હોય છે. જેવી નેહા પાછળ ફરે છે કે મલય એને જોતો જ રહી જાય છે.

નેહા એ ગઈ કાલે કરેલી ખરીદી માં થી લાલ રંગ નો જરદોસી વર્ક વાળો સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હોય છે. નીચે ચુડીદાર પહેરી છે અને લાલ રંગ ની વર્ક કરેલી ચુનર માથા પર ઓઢી છે. કાળા રંગ ની આઇલાઇનર આંખો માં કાજલ નથી કરી. લાલ રંગ ની બિંદી. ગુલાબી કલર ની લિપસ્ટિક અને કાન માં લાલ રંગ ના ઝુમખા. એક હાથ માં બ્રેસલેટ તો બીજા હાથ માં ઘડિયાળ. જેવી નેહા મલય તરફ ફરે છે પવન ના લીધે એને માથે ઓઢેલો દુપ્પટો નીચે સરકી જાય છે. એના ખુલ્લા વાળ હવા માં લહેરાઈ રહ્યાં છે. નેહા મલય ને આરતી લેવા કહે છે. મલય આરતી લે છે પણ એની નજર નેહા પર થી નથી હટતી.

એટલા માં રાજ અને સોનિયા પણ નીચે આવે છે. એ લોકો પણ નેહા ને જોઈ ને દંગ રહી જાય છે.

વાહ નેહા! આજે તો અપ્સરા લાગી રહી છે. મેનકા પણ તને જોઈ ને હલી જાય છે યાર! સોનિયા નેહા ને કહે છે.

એટલા માં રાજ મલય પાસે આવે છે અને મલય ના મોઢા પર હાથ મૂકી ને મજાક ના મૂડ કહે છે, મુહ તો બંધ કરો અંકલ.

બધા હસી પડે છે.

રામુકાકા નાસ્તો લગાવજો. નેહા ઓર્ડર કરે છે.

બધા નાસ્તો કરવા આગળ વધે છે પણ નેહા મલય નો હાથ પકડી ને ઉભો રાખે છે.

મલય નેહા સામે જોઈ ને ઈશારા માં પૂછે છે શું થયુ?

નેહા મલય નો હાથ પકડી ને નીચે ઘૂંટણ પર બેસી જાય છે. અને મલય ના બંને હાથ પોતાના હાથ માં લે છે.

મલય રાજ સોનિયા રામુકાકા બધા ત્યાં જ ઉભા હોય છે.

મલય મારી સાથે લગ્ન કરીશ? નેહા પૂછે છે.

મલય નુ હૃદય એક ધડકન ચુકી જાય છે. એનું હૃદય ધક ધક કરવા લાગે છે. એ વિચારે છે કે ક્યાંક હુ સપનુ તો નથી જોઈ રહ્યો ને.?

રાજ સોનિયા અને રામુકાકા ને પણ નવાઈ લાગે છે.

બધા એક બીજા સામે જોઈ રહે છે.

સે યસ ! સે યસ મલય! રાજ અને સોનિયા બૂમો પાડે છે.

મલય ની આંખો માં થી આંસુ પડી જાય છે. નેહા ઉભી થાય છે અને મલય ના ચહેરા પર આવેલા આંસુ લૂછે છે. મને ખબર છે કે મારા માટે ના બોવ સવાલો તારી પાસે છે. હુ આજે તને બધી જ હકીકત જણાવા માંગુ છુ. પછી તને જે યોગ્ય લાગે એ નિર્ણય લેજે. હુ તારા દરેક નિર્ણય માં તારી સાથે છુ.



આખરે નેહા કરી શુ રહી છે?

રાધા બની ને કોને લગ્ન નો વાયદો કર્યો નેહા એ?

નેહા નો પ્લાન શુ છે?

નેહા કોને ફોન કરી રહી હતી?

એનો પાસપોર્ટ કોના પાસે છે?

શું નેહા મલય ને હકીકત કહેશે?



જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરવાનું ના ભૂલતા.

આપ ને મારી સ્ટોરી કેવી લાગી એ વિશે આપ નો અભિપ્રાય જરૂર લખજો મિત્રો.

-DC