મોબાઈલ (નાટક) Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોબાઈલ (નાટક)

મોબાઈલ બન્યો અભિશાપ


શિક્ષક: દૂરથી વાલી અને બાળકોના હાથમાં મોબાઇલ લઈને જીવ બાળે છે .અરે.g આ દેશનું શું થશે? બાળકો ભણવાના બદલે હાથમાં મોબાઈલ લઈને બેઠા છે તેમજ તેમના વાલીને પણ શું કહેવું તેમના હાથમાં મોબાઈલ છે, કોણ કોને સમજાવે?

ભગાભાઈ: કેમ છો સાહેબ મજામાં ને?

શિક્ષક: ભગાભાઈ દૂરથી તમને દેખાય છે ને એ જોઈને મને એમ થાય છે કે આ બાળકોનું શું થશે? વાલીઓનું તો જીવન જેમતેમ કરીને પસાર થઈ ગયું પણ આ બાળકોનું ભાવીનું શું ?બધાના હાથમાં મોબાઈલ જોઈને મારું હૈયું બળે છે.

ભગાભાઈ: સાહેબ મને ખબર છે કે આજ કાલ લોકોને મોબાઇલનું એટલું બધું વ્યસન થઈ ગયું છે કે ક્યાં અટકશે એ ખબર નહીં?

શિક્ષક: ભગાભાઈ મેં આ લોકોને જાગૃત કરવા માટે નાટક દ્વારા લોકોને સમજાવવાની વિચાર્યું છે જો તમે મને સાથ આપો તો હું એ કરવા માટે તૈયાર છું, મારા જ બાળકો દ્વારા તૈયાર કરેલું નાટિકા હું ગામ લોકો વચ્ચે કરાવવા તૈયાર છું.

ભગાભાઈ: અરે સાહેબ એમાં તો વળી કહેવાનું હોય! એ તો સારું કામ છે, લોકો જો સારા સંસ્કાર તરફ વળે એનાથી બીજું રૂડું શું! આ મોબાઇલને લત છૂટી જાય અને બાળકો ભણતર તરફ વળે એ હું પણ ઈચ્છું છું બોલો મારે શું મદદ કરવાની છે?

શિક્ષક ; ભગાભાઈ તમે ગામ લોકોને ભેગા કરો ,બાળકોને પણ સાથે લાવે એ રીતે કરજો, શાળાના બાળકો તો હાજર જ છે એ તો હાજર જ રહેશે. હું તૈયારી કરું ત્યાં સુધી તમે ગામ લોકોને ભેગા કરો.

ભગાભાઈ ;હા સાહેબ હું હાલ જ બધાને ભેગા કરું છું તમે તૈયારી કરો.

(ભગાભાઈ મોઢેથી બૂમો પાડીને કહે છે કામની જાહેર જનતાને જણાવવાનું કે શાળાના મેદાનમાં આજે મોબાઈલ શાપ કે અભિશાપ એ વિશે નાટક થવાનું હોવાથી દરેક જણ એ હાજર રહેવું અને ઘરમાં દરેકને પણ સાથે લાવવા)

બધાજ ભેગા થાય છે.

દ્રશ્ય :1

મોબાઈલ લઈને બે બાળકો રૂપેશ અને મિતેષ ગેમ રમે છે.

રેવાભાઈ કહે ;રંજના આજે રવિવારની રજા છે.તો ફ્રી થાય એટલે મોબાઈલમાં પિકચર જોઈએ

અને તેમની પત્ની રંજના મોબાઈલ માં પિકચર જોવે છે.

મીના અને રીના મોબાઈલ માં વિડિયો બનાવે છે.

ગીત વગાડે છે.ગોરે ગોરે મુખડે....

દાદા -દાદી બૂમો પાડે છે પણ કોઈ સાંભળતું નથી.

રિંકુ નાની છોકરી જેં એકલીને ભણવું છે એને દાખલો આવડતો નથી એટલે બધા શીખવા જાય છે.બધા એનું સાંભળતા નથી.

દાદા- દાદી પણ હાથમાં માળા લઈને આ લોકો સામે જોઇને હે રામ એમનું શું થશે.

રસોઈ કરનાર કામવાળી: અરે આ લોકો સાવ મોબાઇલમાં પાગલ બની ગયા છે જમવાનો સમય થઈ ગયો જમવાનું બની ગયું છતાં પણ કોઈને ભૂખ લાગી નથી આ મોબાઇલમાં તો એવું તો શું મળતું હશે કે કોઈને ભૂખ જ લાગતી નથી મને તો એ જ સમજાતું નથી.મારે શું મારે તો શું હું ભલી ને મારી રસોઈ ભલી. હવે તો રસોઈ થઈ ગઈ ચલો આપણે આપણી ફરજ પૂરી કરીને બોલાવી લઈએ
શેઠ,શેઠાણી ચાલો જમવાનું થયી ગયું છે.

ડાઇનિંગ ટેબલ પર મૂકી દે બધા ઈચ્છા થશે તેમ જમી લેશે.

દાદા દાદી જાતે આવીને જમવા બેસી જાય છે.

રિંકું પણ જાતે થાળી લઈને અલગ બેશી જાય છે.

બંને છોકરા થાળીમાં ખાવાનું લઈને મોબાઇલમાં હિન્દી ગીત વગાડતા જોતા નાચતા ખાય છે.

મીના અને રીના થાળીમાં ખાવાનું લઈને ઝગડે છે.કોઈ કોઈની ફરિયાદ સાંભળતો નથી.


દ્રશ્ય ;2


મેઘના અને તેનો પતિ જીગર બંને ખેતરેથી ઘેર આવે છે.મેઘના રસોઈ બનાવે છે.

બે દીકરી ટીની અને જીગી બંને ઘરકામ કરી ભણવા બેશે છે.અને જીવણભાઈ તેમની પાસે બેસીને હિસાબ લખે છે.

નાનો છોકરો દાદા અને દાદીના ખોળામાં રમે છે.


મેઘના રસોઈ બનાવી બધાને બોલાવે છે.બધા સાથે જમીને વાત કરે છે.

મેઘના કહે ટીની અને જિગી ,જગુ,રઘુ લેસન કર્યું ના કર્યું હોય તો કરજો અમે ભણેલા નથી પણ બેટા નિયમિત શાળમાં જે ભણાવે તે ભણજો.

ચારે જણાં હા મમ્મી

જગુ અને રઘુ કહે દાદા જોડે રામાયણ ની વાત સાંભળીએ.

ટીની અને જીંગી મમ્મી અમે હવે રમીએ.

પોતાની સખી સાથે રમવા જાય છે.

જગુ અને રઘુ કહે દાદા જોડે રામાયણ ની વાત સાંભળીએ.


સતોડીયું રમે છે. લંગડી પકડતા ગીલી ડંડા લખોટી રમે છે.

ઘરે આવીને ફરી પાછા હાથ પગ ધોઈને ભણવા બેસી જાય છે.

શિક્ષક; ગામલોકોને કહે છે તમે જોયું ને નાટક દ્વારા કે જે પહેલા જમાનામાં જે સંસ્કાર દાદા- દાદી પાસેથી મળતા હતા માતા-પિતા તરફથી મળતા હતા એનું કારણ મોબાઈલ નહોતા એટલે મા-બાપ દાદા દાદી જોડે સારા સંસ્કાર પણ મળી રહેતા . પહેલા જમાનામાં એક જ પંગતમાં બધા જમતા હતા એ વખતે સારી બધી વાત થઈ જતી કંઈ પણગામમાં બન્યું હોય કંઈ કામ હોય તો પણ એકબીજા સાથે સુખ દુઃખની વાતને વહેંચણી થતી હતી.

ભગાભાઈ: સાચી વાત છે સાહેબ તમારી ખરેખર પહેલાના જમાનાનું જીવન અને અત્યારના જમાનાના જીવનમાં ઘણો બધો ફરક પડી ગયો છે.

શિક્ષક: ભગાભાઈ ફરકમાં તો આપણે ટેકનોલોજીની રીતે આગળ વધ્યા છે પરંતુ એ ટેકનોલોજી નો ઉપયોગ આપણે સદ ઉપયોગ કરવાની બદલે દૂર ઉપયોગ કરીએ છીએ ટેકનોલોજીને કારણે આપણને ઘણો બધો ફાયદો થયો છે.

ભગાભાઈ: હું પણ જાણું છું સાહેબ કે ટેકનોલોજીને કારણે આપણને કોઈપણ સમાચાર મોકલવા હોય તો whatsapp ના માધ્યમથી જલ્દીથી મોકલી શકીએ છીએ.

શિક્ષક: ભણવા માટે google youtube એમાં ઘણું બધું મળી રહે છે જે પણ પ્રશ્નનો ઉકેલ ન મળતો હોય google દ્વારા આપણે મેળવી શકીએ છીએ ટેકનોલોજી ની રીતે તો આપણને ઘણો બધો ફાયદો થઈ ગયો છે પહેલા જમાનામાં આ વસ્તુનો ઉપયોગ થતો ન હતો પરંતુ અત્યારે આ વસ્તુનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે ઘણા જ આગળ વધી જઈએ .

ભગાભાઈ; સાચી વાત છે સાહેબ તમારી પરંતુ હવે ટેકનોલોજી નો ઉપયોગ શિક્ષણ અને પ્રશ્નોના ઉકેલ કરવા માટે જ થાય તો આ મોબાઇલની સમસ્યામાંથી દૂર થઈ જાય.

શિક્ષક: ફક્ત નાના બાળકોને સમજાવવાની જરૂર છે કારણ કે જો તમે નાના બાળકોને અત્યારથી જ ફોન આપી દેશો તો તેની આંખોને નુકસાન થશે મગજને નુકસાન થશે મોબાઈલનું રેડીએશન તેની યાદ શક્તિ માં ઘટાડો કરશે અને દિન પ્રતિદિન બાળકને મોબાઇલની એટલી બધી આદત પડી જશે તે બધા સંબંધો ભૂલીને ફક્ત મોબાઇલ સાથેનો સંબંધ જાળવી રાખશે.

ભગાભાઈ: ઘરના વડીલો એ વાતનું ખૂબ જ ધ્યાન રાખે એ પણ કામ વિના મોબાઇલનું વધુ ઉપયોગ ના કરે તો જ નાના બાળકો પણ એમનામાંથી કંઇક શીખશે.
નાના બાળકોને તો હાલ મોબાઈલ આપવાની જરૂર નથી હા એને શિક્ષણ માટે થોડી વાર જરૂર હોય તો જોડે બેસીને સમજાવવા પૂરતો આપો એનાથી વધારે આપવાની જરૂર નથી.

શિક્ષક: ટેકનોલોજી દુનિયામાં આપણે મોબાઈલ નો ઉપયોગ કરવો લેપટોપનો ઉપયોગ કરવો એલીડી નો ઉપયોગ કરવો એ સારી બાબત છે પરંતુ વધુ ઉપયોગ ના થાય એનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણકે મોબાઈલ આવવાથી બાળકો મોબાઇલ પૂરતા મર્યાદિત ન થાય એનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ મોબાઇલ સાપ પણ છે અને અભિશાપ પણ છે મોબાઈલ સારા કામમાં પણ આવે છે અને વધુ પડતો ઉપયોગ કરવામાં આંખોને વધુ નુકશાન થાય છે.

ગામના ચાર વ્યક્તિ
સાહેબ અમે સમજી ગયા આજ પછી અમે અમારા બાળકોને આજુબાજુના બાળકોને તેમજ વડીલોને અને તેમના વાલીઓને પણ સમજાવીશું કે મોબાઈલ નો ઉપયોગ કામ હોય ત્યારે જ કરવો બાકી નાના બાળકોને મોબાઇલ વધુ પડતો આપવો જોઈએ નહીં અને બાળકો વધુ ને વધુ ભણે શાળામાં આવે અને ધ્યાન ભણવામાં રાખે તેવો પ્રયત્ન કરીશું

શિક્ષક:ચાલો જાગ્યા ત્યાંથી સવાર