જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 59 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 59

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:59"

આપણે આગળ જોઈ ગયા નાયરાના અગ્નિ સંસ્કાર કરી સૌ ઘરે આવે છે ત્યારે ઈન્સ્પેક્ટર કેસની પુછપરછ માટે આવે છે,નાયરાનું મોત આકસ્મિક,કુદરતી,લાપરવાહીવશ કે પછી ષડયંત્ર ગણી શકાય...એ આપણે હવે જોઈએ...

ચિંતનભાઈ: એટલે તુ કહેવા શુ માગે છે...મને શુ મારી દિકરીનો ઉછેર કરતાં નથી આવડ્યો એમ ને...?

પાર્થિવ: તમે જાતે જ સ્વીકાર કર્યો એ સારી વાત છે....આમ પણ માણસ પોતાની ભૂલ સ્વીકારે તો નીચો ન પડે...ભૂલમાંથી તો શીખવા મળે...

ચિંતનભાઈ: આ છોકરાને નજર સામેથી હટાવો...નહીં તો...

પાર્થિવ: નહીં તો શુ કરી લેશો? મને આમ પણ તમારી સાથે વિવાદ કરવાનો કોઈ શોખ નથી.

આર્વી: આ શુ વિવાદ ઉભો કર્યો છે પાર્થિવ?અંકલ વડીલ છે તો થોડી સભ્યતા જાળવ...
ચાલો ઈન્સ્પેક્ટર હુ આવુ છુ પોલીસ સ્ટેશન...

ઈન્સ્પેક્ટર: હા...જી...ચાલો કેસની તજવીજ કરી કે આ કેસને બંધ ચેપ્ટરની માફક મારે પૂરો કરવો કંઈ ખબર પડે...

પાર્થિવ: સાહેબ આ કેસ બંધ કરવો પડે એવો તો દિવસ હુ નહીં આવવા દઉ...હુ આખરી શ્વાસ સુધી લડીશ...

આર્વી: પાર્થિવ અંકલને તારા કરતાં પણ ચિંતા વધુ હોય,એ જે બોલે એ સારા માટે જ હોય અહીં મારે મમ્મી પપ્પા નથી તો હુ એમને કેટલુ યાદ કરુ છું...

પાર્થિવ: દરેકને પોતાનું દુઃખ મોટું જ લાગે આર્વી કોઈ ખુશ હોતુ નથી.આપણી ખુશી જાતે જ શોધવાની હોય છે.આપણી આસપાસ જ ખુશી હોય છે...જેની ઉપર નજર જ કરવાની રહે છે.
તુ એ ખુશી અંકલ આન્ટીને માતા પિતા માનીને મેળવી શકે છે...

આર્વી: પણ અંકલ આન્ટી ના મનમાં જે મારા માટે ગેર સમજ અને નારાજગી છે એ દૂર થશે...?

પાર્થિવ: હુ કંઈ સમજ્યો નહીં...

આર્વી: શુ હું અંકલ આન્ટીને મમ્મી પપ્પા કહી શકું?મને મમ્મી પપ્પા મળશે...હું નાયરાની ખોટ પૂરી કરી શકુ તો મને આ બોજાથી મુક્તિ મળશે...

ચિંતનભાઈ:દિકરી આગળ રડતા હોય છે.પરંતુ આ આસુ દુઃખના નહીં પણ હરખના હોય છે....નાયરાની છબી આર્વીમાં નિહાળી રહ્યા હતા...

રેખાબેન: આપણે સમજતા હતા કે આપણા ઘરની કિકિયારી કાયમ માટે બંધ થઈ ગઈ.ભગવાને આપણી પાસેથી નાયરાને માંગી તો સામે આર્વીને તો આપી...
આવ બેટા આર્વી આ ઘરમાં તારુ સ્વાગત છે...બેટા જે પણ કંઈ તારા માટે ખોટો વિચાર કરીને પણ તને જો અમે દુઃખ પહોંચાડ્યું હોય તો અમે તારી માફી ચાહીએ છીએ...

આર્વી: તમે મને દિકરી તરીકે સ્વીકારી એ જ મારી ઉપર મોટો ઉપકાર છે...મમ્મી પપ્પાની ફરજ બને સંતાનોને ઘડવા એમાં માફી ન હોય...

પાર્થિવની આંખે હરખના આંસુ હતા જે પહેલાં ક્યારે નોહતા આવ્યા.પરંતુ આ બધામાં પાર્થિવ માલતીબહેનને માફ તો ન કરી શક્યો.

પાર્થિવ: તમે સૌ વાતો કરો હું ઈન્સ્પેક્ટર સાથે જાવ...

ચિંતનભાઈ: જાવ...હુ પણ જોવુ કેવો લડીને ઊધો પડી જાય છે તે...

પાર્થિવ: ગમે તે થાય પરંતુ મારી પત્નીને ન્યાય અપાવી જ રહીશ.તમે ભલે મમ્મી પપ્પા થઈને હાથ ઊંચા કરતા હોય પરંતુ હુ મારી ફરજ બહુ પ્રમાણિક રીતે નિભાવવા પૂરો પ્રયાસ કરીશ.

ચિંતનભાઈ: એટલે તુ કહેવા શુ માંગે છે...?

પાર્થિવ: એટલે વાત એમ છે કે હું નાયરા માટે કંઈક કરવા માંગુ છું.

ચિંતનભાઈ: કાલે સ્કૂલમાં ખવડાવીશુ...અને ગરીબને દાન આપીશું...અમારી નાયરાના જન્મ દિવસે અમે આવુ કરતાં હતા.

પાર્થિવ: અરે...હા...કાલે નાયરાનો જન્મ દિવસ છે...તો હું એની આત્માની શાંતિ માટે એને ન્યાય અપાવીશ તો તમે સ્કુલ ખવડાવજો...

ચિંતનભાઈ મૌન હતા.

પાર્થિવ: તો હું એનો પતિ છું તમે તો કદાચ જાણતા નહીં હોવ...મારી નાયરાને મોત કેવું આવ્યું છે...તે...

અંકલ એક વાત તો મને સમજમાં ન આવી...

ચિંતનભાઈ: શું તને મગજમાં હથોડા મારવાની ટેવ છે...બીજુ કંઈ જ નથી..

આર્વી: પપ્પા પહેલાં સાંભળી તો લો...

પાર્થિવ: હું અને આર્વી કેનેડા હતા પરંતુ તમે તો અહીં જ હતા તો પછી એકે દિવસ તમે કેમ દિકરી પાસે હોસ્પિટલમાં ન ગયા...એનું કારણ શું?

ચિંતનભાઈ: અમને ક્યાં ખબર હતી દિકરી ક્યાં રહે છે તે?

પાર્થિવ: વિવાદ તો મારા અને મારી મમ્મી વચ્ચે પણ ચાલે છે...જોકે મારી મમ્મી અને તમારામાં ફરક શુ રહ્યો...મારી મમ્મીએ મને એકલો મૂકેલો પછી શુ બ્રહ્મજ્ઞાન થયું કે અહીં ગરીબ બની આવેલી મળવા.પણ તમે તો સાવ જ સન્યાસી બની ગયા તમારી દિકરી રિબાઈ રહેલી તોય તથા ના લીધી તમને તો ધન્યવાદ આપવા જોઈએ...

આ માર્મિક વચનો પાછળ પાર્થિવનો આક્રોશ છૂપાયેલો હતો...

રેખાબેન: બેટા આજે અમારી દિકરીનુ બેસણું છે,હુ સમજુ છું તારા મનની વાત...

પાર્થિવ: તમે શું જાણો...તમારે તો બીજી દિકરી છે તો તમને એવું નહીં હોય એટલું બધું પણ મેં મારી પત્ની ખોઈ છે...અને આ બેસણું તો ખાલી સમાજના લોકોને તેળાવી પૈસા બગાડવાનુ એક નાટક છે...તમખ તો મા છો...ને મા માટે તો ઘણા સાહિત્ય લખાયા છે...પણ તમે તો બધી જ વાતને ખોટી સાબિત કરી.
તમે કેમ કૂમાતા સાબિત થયા નાયરા માટે દિકરીની ભૂલ એ જ હતી કે એને પરજ્ઞાતીના છોકરાને પ્રેમ કર્યો...અને હા પ્રેમ કરવો ગુનો છે! તમારી દિકરીના મોત માટે તમે જ જવાબદાર છો...

આર્વી: પાર્થિવ થોડી શાંતિ રાખ...

પાર્થિવ: એમ કેમ શાંતિ રખાય મારા માટે નાયરા બધું જ હતી.આજે હું એકલો થઈ ગયો,કાશ...નાયરાને હુ કેનેડા કોર્ટમેરેજ કરીને લઈ ગયો હોત!તો નાયરાશ

રેખાબેન: હવે...રહેવા દે તો
આવી વાત કરવાનો સમય છે...? આ બેસણું દિકરી માટે તો કરીએ છીએ....

તમને જે યોગ્ય લાગે તે કરો પણ અમને પોલીસના ચક્કરમાં ન પાડશો અમે આબરૂદાર છીએ અમારી આબરૂને દાગ લાગશે તો?

પાર્થિવ: નાયરાને તમારી લાપરવાહીએ જ મારી છે...કાશ...મેં મારી મમ્મી વિરુદ્ધ જઈ એની સાથે લગ્ન કર્યા હોત તો...

વધુમાં હવે આગળ...

પાર્થિવની જીવનની અગામી સફર કેવી રહેશે? પાર્થિવની સાહિત્ય સફર કેવી રહે છે?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:60"

તમારુ સૌનુ શુ કહેવુ નાયરાના મોત માટે જવાબદાર કોણ?આપના મંતવ્ય જરૂર જણાવજો...