જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 57 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 57

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:57"

આપણે આગળ જોઈ ગયા કે નાયરાના આકસ્મિક અવસાનથી પાર્થિવ મનથી તૂટી ગયો હોય છે.નાયરાના મોત માટે જવાબદાર માલતીબહેન અને તેમની રૂઢિચુસ્ત માનસિકતાને ઠેરવે છે તો ચિંતનભાઈ અને રેખાબેન પણ ગંભીર આઘાતમાં હોય છે...
હવે નાયરાની અંતિમયાત્રા કેવી નિકળે છે...એ આપણે હવે જોઈએ..

માલતીબહેન: દિકરા...આવુ ન બોલ...

પાર્થિવ: આમ ન બોલુ તો શુ બોલુ મને કહે તો..તારા કારણે મારો સંસાર ઉજળ્યો છે...

અર્જુનભાઈ: આ શુ બોલે જાય છે..દિકરા તને ભાન છે કંઈ? તારી મમ્મીને ક્યારનોય તુ ઉતારી પાડે છે..આ સભ્યતા શીખ્યો ફોરેન રહીને?હુ તો તને ડાહ્યો માનતો હતો..

પાર્થિવ: તમારુ પણ તો ગજબ છે...

ત્યાં નાયરાના માસા માસી નાના નાની કાકા કાકી સૌ નાયરાના અંતિમ વિધિમાં હાજરી આપવા આવે છે...

રેખાબેન: આજે દિકરીની ખોટી જીદે જ એનો જીવ લીધો...

ચેતનાબેન: રેખા મન શાંત રાખ...આમાં તો પ્રભુને ગમ્યું તે ખરુ બહેન કોઈ શુ કરે...?

ધિરેનભાઈ: બહેન રેખા તુ તો વડીલ છે..આમ શોકમાં ડૂબીશ તો તારા બીજા બાળકો પર પણ અસર થાશે...

માટે થોડી મજબૂત થા...

રેખાબેન: ભાઈ જ્યારે પરિસ્થિતિ પોતાના ઉપર આવે એટલે ખબર પડે...

નાયરાના નાના નાની: "અરે...રે...આ તો અનર્થ થઈ ગયો કેવી વિટંબણા...?અમે ઘરડા જીવીએ છીએ...ને મારી દિકરી અમારી વચ્ચે નથી...ભગવાન આવો ઉપહાસ કોઈની સાથે ન કરતાં...

નાની: એ...રેખા આ કેવી રીતે બન્યું મને કહે તો...

રેખાબેન: આ બધું બનવા પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ આ છે...

નાની: આમ રેખા કોઈના ઉપર ન ઢોળી દેવાય....લાપરવાહી તો થયી છે તારાથી પણ તો...દિકરીને આમ...પરિસ્થિતિના ભરોસે છોડવી એ તમારી મુર્ખામી હતી....તો બીજા શુ કામ ફાયદો નહીં ઉઠાવે...

સપનું જોયુ હતું કે દિકરીની ડોલી સજાવીશુ પરંતુ નસીબે અર્થી સજાવવા માટે લાચાર કર્યા...

નાયરાની અંતિમયાત્રા સવારે 7:45એ નિકળી...

"રામ બોલો ભાઈ રામ..."
રામ નામ સત્ય હૈ બાકી સબ મિથ્યા હૈ"
નાયરાના પિતા તો બહુ મજબૂત હતા.પરંતુ રેખાબેનને શાંત પાડતા એ પણ રડી પડ્યા..નાયરાના ઘરમાં તો ગમગીની છવાઈ ગયેલી...

નાનો ભાઈ વિનુ: મમ્મી દીદી કેમ કંઈ બોલતી નથી તને ખબર નથી કે દીદીને આમ લપેડો નથી ગમતો એ ઉઠશે એટલે સૌ જોડે ઝગડશે..

રેખાબેન: બેટા એ નહીં ઉઠે...

વિનુ: એમકેમ નહીં ઉઠે હુ ઊઠાડીશ...ના શુ ઉઠે રસોડામાંથી પાણી લાવુ પછી તો ઉઠશે ને...પપ્પા અને દાદાને દવા કોણ આપશે...હુ અને નાનકી તો રહ્યા બાળકો...

રેખાબેન: આટલી લપલપ કરો છો તો શીખવાની ખબર ન પડે...નાયરા હવે નહીં ઉઠે...

ચિંતનભાઈ: આ શુ રીત છે....બાળકો છે એ સમજે..?શુ રેખા આ ઘટી ગયું છે એને આપણે બદલી શકવાના છીએ...?નહી તો પછી બાળક પર ગુસ્સો કરી શુ આપણને મળશે...

બેટા,તમારે હવે એકલા જ રમવું પડશે...તમારી દીદી હવે નહીં આવે...

વિનુ: કેમ પપ્પા...?

ચિંતનભાઈ: તમારી દીદી હવે ભગવાન પાસે ચાલી ગઈ.

વિનુ: પણ કેમ નક્કી મમ્મીએ કંઈ કર્યું હશે...

પાર્થિવ: હા...બેટા,તારી દીદી મારા કારણે ભગવાન પાસે ગઈ છે હુ જ છુ એ કમ નસીબ..આ પાપ કરનારો પ્રેમીના નામે કલંક...

રેખાબેન: આવડા છોકરાના મગજ પર શુ અસર પડશે...એ તો વિચારો...

પાર્થિવ: મુહુર્ત વિતિ જાય છે કોને મળવાનું બાકી રહી જાય છે...? જેને મળવાનું હોય એ મળી લો...દોણી પણ તો ભરવાની છે...

મારી ઈચ્છા હતી કે નાયરા જોડે લગ્ન કરુ અમે સાથે જીવવા મરવાની કસમો પણ ખાઈ હતી પરંતુ કુદરત સામે આપણી શુ વિસાત!

અને વધુમાં અમૂકની ખરાબ નજર પડે એટલે જિંદગી તબાહ થઈ જાય...
નાયરાને દુલ્હનરૂપે વિદાય કરવામાં આવી...પાર્થિવે નાયરાની સૂની માંગ તેના રક્તથી ભરી.મંગળસૂત્ર પહેરાવ્યુ...

માલતીબહેન: દિકરા હવે તો નાયરા તારી પત્ની બની...

પાર્થિવ: મમ્મી બસ કર તુ ન બોલ તો સારુ છે...આ અનર્થ તારા કારણે જ થયું છે...મારે નાયરા સાથે હરવુ ફરવુ હતું સુખ દુઃખ વહેચી સાથે ઘરડા થવુ હતું...

અર્જુનભાઈ: પાર્થિવ હવે બહુ થયું તારુ મારો હાથ ઉપડી ન જાય...

પાર્થિવ: આ અમારા ઘરની વાત છે....એમાં તમે બહારવાળા કોણ બોલનાર...તમારામાં જ સમજ નથી તો મમ્મીને શુ આપવાના...?

આ તમારી સાથે બન્યું હોય તો...

અર્જુનભાઈ : મારી સાથે બન્યું છે...પણ આમાં સબંધોનુ આયુષ્ય પુરુ થયુ હોય એવું પણ તો બની શકે ને....

પાર્થિવ: તમે મમ્મીનો ખોટો પક્ષ ખેંચે જાવ છો...તમે જોવો મમ્મીને સાચો પ્રેમ કરતા હોય તો ગમની રૂઢિચુસ્ત માનસિકતા બદલવામાં કામિયાબ રહ્યા હોત...

નાયરાની અંતિમયાત્રા નિકળી...પોલીસે લાશને પોસ્ટમોર્ટમ કરવાની વાત કરી તો પાર્થિવે સ્પષ્ટ શબ્દોમાં ના કહી...

પાર્થિવ: હુ નાયરાને નજર સમક્ષ કપાઈ રહેલી જોઈ શકુ એટલો મહાન નથી...

પોલીસ: જેવી તમારી ઈચ્છા...

રેખાબેનના ઘરની તો રોનક જ ચાલી ગયેલી...પોલીસની આવનજાવન વધી રહેલી...

નાયરાના ભારે હૈયે અગ્નિ સંસ્કાર કરી ઘરે આવ્યા...

આર્વી અનાથ છોકરી હતી તો રેખાબેન અને ચિંતનભાઈએ એને પોતાની જ દિકરી માની...

શુ રેખાબેનના દિલમાં આર્વી માટે જે ગેર સમજ હતી તે દુર થાય છે?શુ પાર્થિવ આ આઘાતજનક પરિસ્થિતિમાંથી બહાર આવી શકે છે?એમાં નાયરાનો શુ ફાળો હોય છે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:58"મા જોઈએ.ચાલો હવે આર્વી અને પાર્થિવના લગ્ન મોકુફ રહ્યા છે...ફરી મળીએ પાર્થિવના જીવનના નવા વળાંક સાથે....