જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 50 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 50

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:50"

આપણે આગળ જોઈ ગયા કે...
નાયરાની એકાએક બગડતી તબિયત પાર્થિવને મનથી તોડી રાખે છે.આર્વી પાર્થિવને સાચવી લે છે.પરંતુ ઘરેથી વારંવાર ફોન આવતો જોઈને પાર્થિવની ચિંતામાં વધારો કરે છે.

હવે આગળ....

માલતીબહેન: બેટા નિપા અત્યારે રાત છે આવી વાત કરવાનો સમય છે?

ત્યાં જ પાડોશીનુ ટોળુ આવ્યું,

"શરમ છે તમારામાં આખો દિવસ શું ભવાઈઓ કરે રાખો છો...?નથી તમે રાત જોતા કે નથી દિવસ,
માલતી તારે તો કેમ કોઈની જોડે બનતી નથી? અરે...આ ઉંમરે લાજ ન આવે...આ છોકરી તો તારા કરતાં ઘણી નાની છે તને ઝગડવા કોઈ ન મળ્યું એટલે નાની છોકરી જોડે શરૂ પડી ગઈ....?

તો બીજુ ટોળું આ ભવાઈની મજા લઈ રહ્યું હતું.

અર્જુનભાઈ: આ જોઈ લે તારા કારણે થાય છે...એક મિનીટ તુ સાસરીથી તો રિસાઈને નથી આવી ને? જે હોય એ સાચુ કહેજે...

માલતીબહેન પાડોશીઓના ટોળાને શાંત કરે છે...

નિપાના આવ્યા પછી માલતીબહેનના ઘરે પાડોશીઓનો સતત ઘસારો રહે છે.

અર્જુનભાઈ: જો તારા કારણે આવા દિવસ જોવાના આવ્યા છે હજી ખબર નહીં કે તુ અમારો જીવ લઈને છોડીશ કે શું ?

નિપા: તમારુ કરેલું જ તમને નડે છે એમાં મારો શું વાંક....

અર્જુનભાઈ: તુ ભલે સાચુ નથી કહેતી પરંતુ તને સાસરીમાંથી કાઢી મૂકી હશે બોલ...

નિપા: પપ્પા હજી આમને આવે બહુ દિવસો પણ નથી થયા ને તમે તો સાવ બદલાઈ જ ગયા...

પાર્થિવ કોલ બેક કરે છે ત્યારે ફોન નિપા ઉપાડે છે...

પાર્થિવ: મમ્મી શું કામ હતું?
માલતીબહેન નિપાના હાથમાં ફોન છીનવીને વાત વાળતા કહે,

"માલતીબહેન: બોલ...બેટા જયશ્રી ક્રિષ્ના...

પાર્થિવ: હા...એ તો બધું ઠીક છે પણ મમ્મી ફોન કેમ કર્યો એ તો કહે...

માલતીબહેન: દિકરા તારી યાદ આવી ગઈ...

પાર્થિવ: મમ્મી આ કંઈ ભાવૂક થવાનો સમય છે અહીં મારે ઘણા કામ હોય...તારે ફોન કરી આવી ફાલતુ વાતો કરવી હોય તો ફોન મૂક હોસ્પિટલમાં છું...

નિપા: તમે જ પાર્થિવ છો ને...

પાર્થિવ: હા...જી તમે કોણ તમારો પરિચય મમ્મીએ કદી આપ્યો નથી...

નિપા: એ ક્યારેય નહીં આપે તમને...

પાર્થિવ: શુ મતલબ છે?તમારો...મમ્મી નહીં આપે તો તમે આપો આપનો શુભ પરિચય...

નિપા: શબ્દજાળ પાથરવામાં તો પ્રાવિણ્ય સારુ છે આપનું પણ આપની મોહિની અહીં નહીં ચાલે...એ યાદ રાખજો...

પાર્થિવ: અત્યારે હું હોસ્પિટલમાં છું...બહુ ગંભીર સમસ્યા છે તો વાત કરી શકુ એમ નથી.

નિપા: બહુ ગજબ વાત છે...

પાર્થિવ: મહેરબાની કરીને સમજો ને...

નિપા: હા...જી...

અર્જુનભાઈ: હવે શાંતિ થઈ ને, જીવ ખાતી હતી તે...

નિપા પગ પછાડી પોતાના રૂમમાં ચાલી જાય છે.

તો અહીં નાયરા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતી હોય છે.

આર્વી: પાર્થિવ આ સમય મગજ ગૂમાવવાનો નથી...

પાર્થિવ: શું કરુ કહે તો,એકબાજુ પરિસ્થિતિ મારી ખરાબ છે ને...

આર્વી: શુ થયું વિગતવાર કહે તો,

પાર્થિવ: મમ્મી ઘરેથી ફોન પર ફોન કરે જાય છે...

આર્વી: અરે...આટલી નાની વાત સરખુ થઈ જાશે હિંમત રાખ...

પાર્થિવ: તુ મારી માટે દૂવા કર કે નાયરા સરખી થઈ જાય તો મારે હેરાનગતિ થોડી ઓછી થાય...

આર્વી: મમ્મી પણ ખોટા નથી બની શકે કે તારી યાદ આવતી હોય...

નાયરાને સતત અ સુરક્ષિત હોવાનો ભય સતાયા કરે છે,ઘરે મમ્મી પપ્પાને ત્યાં પણ આજ મળ્યુ અને પાર્થિવ તરફથી પણ તેને બેવફાઈ મળી હોવાનો અહેસાસ તેને રડવા મજબૂર કરે છે,આ પરિસ્થિતિ તેને માનસિક રીતે તોડી દે છે.તેને પ્રેમ અને વિશ્વાસના બદલામાં દગો મળ્યો હોય તેવું લાગે છે.તે બોલી નથી શકતી પરંતુ મહેસૂસ કરતી હોય છે.

નર્સ: તમે હિંમત હારી જાશો તો તમને જ તકલીફ મળશે...

નાયરા: આમ પણ તો આ જીવનમાં રહ્યું છે શું? મમ્મી પપ્પાએ મને આમ છોડી દીધી જે પ્રેમ માટે હું આખી દુનિયા સામે લડી એને મને આમ મૂકી દીધી,એને મારી પાસે હોવુ જોઈતુ હતું એની જગ્યાએ તેની ફ્રેન્ડ પાસે છે..

નર્સ: હું સમજી શકુ છું,પરંતુ આમાં મને જાણકારી ન હોય તો હું શું બોલી શકુ....

આ નાયરાના છેલ્લા શબ્દો હતાં.

નર્સ:એ...સિસ્ટર ડોક્ટરને બોલાવો...

સિનિયર નર્સ: હા...હા....તુ આમને.સાચવ હું જાઉ છું...

જુનિયર નર્સ: હા દીદી તમે સાચવજો...

નાયરાને ખેંચ આવતા નર્સના સ્ટાફ વચ્ચે દોડધામ મચી જાય છે.

જે સિનિયર નર્સ હતા એ ત્રણમાળ ઉતરીને ડોક્ટરના કૅબિનમાં ગયા.

પાર્થિવ: આર્વી તુ શાંતિથી આવ હું અંદર જાઉ ત્યારે નાયરાની દવાનો સમય થઈ ગયો છે...

આર્વી: હુ પણ તો તને એ જ કહેવા જાતી હતી...નાયરા પાસે તારે નથી જાવાનુ...આમ લમણે હાથ દેવાથી કંઈ નહીં ચાલે...

પાર્થિવ નાયરાને આમ જોઈ વધુ ચિંતામા સરી પડે છે...

પાર્થિવ અકડાઈને રાડારાડ કરે એ પહેલાં...

નર્સ: આમ પણ તો અમારે લેટ થાય છે માટે શાંતિ જાળવો તો સારુ છે...અમારી ટીમ પૂરી કોશિષ કરી જ રહી છે...

વધુમાં હવે આગળ...

કેવી રહે છે નાયરાની ધરતીથી સ્વર્ગારોહણની સફર એ આપણે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:51"
માં જોઈએ...