જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 47 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 47

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:47"

આપણે આગળ જોઈ ગયા કે,નિપાનુ વર્તન માલતીબહેન માટે અકળામણ ભર્યું હોય છે.આ વાતથી અર્જુનભાઈ આવેશમાં આવીને નિપા ઉપર હાથ ઉપાડે છે.
ઘરમાં વાતાવરણ વધુને વધુ ગંભીર બનતું જાય છે...પરંતુ અહીં પાર્થિવની ચિંતા પણ સતાવી રહી હોય છે

અર્જુનભાઈ: નિપા હવે બહુ થાય છે...

નિપા: પપ્પા તમે થોડો પણ વિચાર ન કર્યો કે તમારા ઘરમાં યુવાન દિકરી છે એવો?

અર્જુનભાઈ: પણ કહે તો ખરા મેં શું ખોટું કર્યું કે તુ આટલી બધી મારા ઉપર ભડકી રહી છે...

નિપા: પપ્પા પેલા દિવસે તમે તો મને બહુ સભ્યતાના પાઠ આપી રહેલા પોલીસ સ્ટેશનમાં આજે તમે કેમ અસભ્યતા પર આવ્યા.

માલતીબહેન: જે થઈ ગયું છે એ ભુલી જાવ...બેઉ આમ ને આમ તમારા સબંધો ખરાબ થશે.

નિપા: તમે તમારા આ મિત્રને સમજાવો...

માલતીબહેન: નિપા શાંત રહે તો?...શુ કંઈ પણ બોલે જાય છે...તુ...તારા પિતા છે...એ તો જો તુ...

નિપા: ઓ પ્લીઝ હજી તમને આવ્યાનો એક દિવસ પણ નથી થયો ને તમે પપ્પાને મારા વિરુદ્ધ કરી દીધા...તમે તો ગજબ છો...

અર્જુનભાઈ: બહુ થયુ હો નિપા તારુ તુ પણ શાંતિથી રહે ને મને પણ રહેવા દે..તુ માન ન માન તુ સાસરેથી રિસાઈને આવી છે...ને...!

માલતીબહેન: એ...રહેવા દો ને શુ ઝગડે રાખો છો...દિકરી તો નાની છે પણ અર્જુન તુ પણ તો દિકરીથી પણ નાનો બનતો જાય છે...તુ તો પિતા છે સમજણ શક્તિ તારે ઊંચી રાખવી પડે.

નિપાને માલતીબહેન માટે અણગમો હતો.પરંતુ પપ્પાને એ કંઈ કહી શકે તેમ નો'હતી.

સંધ્યાકાળ હતો એટલે માલતીબહેન રોજિંદાક્રમ અનુસાર પૂજાપાઠ કરવા બેસી ગયા.એ નિપા અહીં આવ તો...

નિપા: શુ કામ છે ? પપ્પાને મારા વિરુદ્ધ કરી શાંતિ ન મળી કે શું એક મિનિટ તમે તો પાપ આચરીને તો પાટે બેઠા છો...તો તમે યાદ રાખજો..

માલતીબહેન: શું કહેવા માંગે છે બેટા?તને તારી મમ્મીએ વડીલો સાથે વાત કરવાની તમીઝ પણ નથી શીખવાડી...

નિપા: વડીલ...હા...હા...હા...હા...કોણ વડીલ કેવા વડીલ...વડીલ બનવાની લાયકાત તો ધરાવો...અને હા વડીલો પાસેથી નાના સારુ શીખે પરંતુ તમારી પાસે શુ સારુ શીખવા મળ્યું,અને હા તમારા દિકરાને ખબર પડશે તો એને પણ તો ધક્કો લાગશે ને...એક મિનિટ હું હમણાં જ ફોન કરું...એને પણ તો ખબર પડે ને એની મમ્મીના કારનામા...

માલતીબહેન: દિકરા અત્યારે રહેવા દે...હું જાતે જ જણાવી દઈશ.પરંતુ સમય નથી યોગ્ય અત્યારે...

નિપા:આમાં પણ સમય જોઈએ ખરાબ સમાચાર આપવા માટે સમય થોડો જોવાય...

અર્જુનભાઈ: નિપા તુ રૂમમાં જા...તને કહ્યું ને બહુ થયો તારો બકવાસ...ઘરનું કામ ન કરવું હોય તો ન કર પણ રૂમમાં ચૂપચાપ મૂગી બેસી રહે નહીં તો મારાથી ન બનવાનું બનશે...

નિપા: આ બાઈનો જાદુ બાકી ગજબ છે...હો...

માલતીબહેન પ્રેમથી નિપાનુ દિલ જીતવા માંગતા હતા.પરંતુ નિપા તેમનું અપમાન કરી હૈયું ચીરી નાંખતી.

નિપા માલતીબહેનની ના હોવા છતાંય પાર્થિવને ફોન લગાડે છે.
પાર્થિવનો ફોન વ્યસ્ત આવતો હોય છે...

પાર્થિવ મુંબઈ આવી ગયો.હોસ્પિટલમાં નિયમ હતો કે ફોનમાં મોટા અવાજે ઘાટા ન પાડવા...

ડોક્ટર અનુજ : એ કબીર જા તો બહાર કોણ શોર મચાવી રહ્યું છે?આ હોસ્પિટલનો નિયમ છે છતાંય...

કબીર: કોઈ સુંદર છોકરી છે સાથે કોઈ ભાઈ છે...?

ડોક્ટર અનુજ: એ...ટણપા તને કહેવામાં આવે એટલું કર ને...

પાર્થિવ નવા નંબરે આવેલો ફોન કટ કરી દીધો પરંતુ...ફોન ફરી આવ્યો...

નિપા: આ પણ...તો...ગજબ છે બાકી,ફોન જ ન ઉપાડે...બની શકે કે અભિમાન...આવી ગયું હોય...

પાર્થિવે લોકેશન જોઈ તો ગુજરાતની જ મળી...

પાર્થિવ મનથી અકડાઈ ઉઠ્યો...આ મમ્મીને પણ ઝપ નથી શું ફોન કરે જાય છે.આર્વી ફોન ઉપાડી તો લે...કંઈ ખબર પડે અગત્યનું કામ પણ હોઈ શકે....

પાર્થિવ: તને કહ્યું કોઈને ડોઢ ડાહ્યા બનવાનું...મારી નાયરા હોસ્પિટલમાં છે...જો કંઈ નિયમોનું ઉલ્લંઘન થશે તો નાયરાને હુ ખોઈ બેસીશ તને શુ ખબર પડે પ્રેમની...મારી નાયરા...

ત્યાં નર્સને પાર્થિવ અથડાઈ ગયો તો હાથમાંથી ફસ્ટેજ બોક્ષ પડી ગયું દવાની શીશીઓ ફૂટી ગઈ.

નર્સ: કોણ તો તમે,જોઈને ચાલતા હોય તો મોટું નુકસાન કર્યું...તમે તો મારું...

પાર્થિવ: સોરી કહ્યું ને મેં...હવે પુરુ...

નર્સ: ગજબના માણસ છે આ એક તો ચોરી ઉપરથી સીના ચોરી....

આર્વી: બહેન સોરી આ ભાઈ થોડા ગમમાં છે...એમની પ્રેયસીની તબિયત ખરાબ છે તો...?માફ કર દો આમને એમના તરફથી હુ સોરી કહુ...

પાર્થિવ: કોઈ જરૂર નથી આવી બાઈઓની માફી માંગવાની...

નર્સ: ગજબના માણસ છો આપ...આપ જે હોય એ તમારા ઘરે...એમાં અહીં શું છે?અહીં શાનો પાવર બતાવો છો?

કંમ્પાઉન્ડર: એ કોણ છો તમે કેમ અહીં શોર મચાવી રહ્યા છો...?

પાર્થિવ: સાહેબ આ સત્યવતી હોસ્પિટલ છે?

કંમ્પાઉન્ડર: હા જી...શું કામ છે?

પાર્થિવ: નાયરા...અવસ્તીને મળવુ છે?

કંમ્પાઉન્ડર: અહીં નાયરા અવસ્તી બે છે તમારે કોનું કામ છે?

પાર્થિવે ફોન માંથી ફોટો દેખાડતા કહ્યું; આ....રહી તે...

પરંતુ કંમ્પાઉન્ડર આર્વીને જોઈ રહેલો,મોં માંથી લાળ ટપકી રહેલી...આર્વીના નકસિક શરીર બંધારણને તે નિહાળી જ રહેલો.આર્વી અકળાઈ રહેલી,...

આર્વી જેવી સુંદર છોકરી પહેલીવાર કંમ્પાઉન્ડરે જોઈ હતી

પાર્થિવ: ઓય....ભાઈ સાહબ,એક્સ ક્યુઝ મી...

કમ્પાઉન્ડર આર્વીને એકીટશે નિહાળી જ રહેલો...

પાર્થિવે ફરી ઝંઝોળતા પુછ્યું,એ...ભાઈ સાહબ,ગજબ છો તમે હું તમને કંઈ પુછી રહ્યો છું,જવાબ તો આપો,108 રૂમ ક્યાં છે?

ત્યાં પાર્થિવને માલતીબહેનનો ફોન આવતો હોય છે તો પાર્થિવ ફોન ટાળવા પ્રયાસ કરે છે...

વધુમાં હવે આગળ,

શુ ઈરાદો હોય છે,કંમ્પાઉન્ડરનો?અહીં માલતીબહેન શુ નિપાના દિલમાં પોતાનુ સ્થાન બનાવી શકે છે? શુ નિપા અને અર્જુનભાઈના બગડેલા સબંધો સુધારી શકે છે?
આપણે આ વાત સાથે મળીએ "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:48"માં જોઈએ.