જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 43 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 43

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:43"

આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ સામાન ખરીદીને ઘરે આવે છે મમ્મી તેના કોલેજમિત્ર અર્જુન સાથે વાતચીત કરતી હોય છે.પાર્થિવ પણ અર્જુનને ઓળખતો હોય છે.પાર્થિવને પણ તેમની સાથે સબંધ આત્મિયતાના હોય છે...માલતીબહેન ભલે તે તેમના કોલેજના મિત્રને ભુલી જાય પણ પાર્થિવ બેઉને મળાવે છે,તેના કેનેડા ચાલ્યા ગયા પછી મમ્મીનુ કોણ તેની ચિંતા સતત સતાવતી હોય છે.પાર્થિવ જાતા જાતા પણ અર્જુનને વિનંતી કરીને જાય છે કે"મારી મમ્મીને અહીં તમારી જવાબદારી પર છોડીને જાવ છું..."

હવે આગળ...

પાર્થિવ કેનેડા તો પહોંચી જાય છે.પરંતુ ઘરની યાદે તેને રાહ ભટકાવી હોય છે...પરંતુ તેને કામ પઢ તો સંભાળવુ જરૂરી બને છે પાર્થિવ કામમાં એટલો વ્યસ્ત હોય છે કે મમ્મી જોડે વાતચીત કરવાનો પણ સમય રહેતો નથી.

આમને આમ પાર્થિવની ઉમર 27ની થાય છે.માલતીબહેનની ચિંતા વધે છે...

પાર્થિવ ડેકોરેશનના બિઝનેસનુ કામ કરતો હોય છે ત્યારે માલતીબહેનનો ફોન આવે છે.પરંતુ કેનેડામાં ચાલુ કામે ફોન ઉપાડવાની મનાઈ હોય છે.એટલે પાર્થિવ ફોન ઉપાડતો નથી.

માલતીબહેન કેનેડાના નિયમોની ગરિમા જાળવતા દિકરાને કામમાં ખલેલ પહોંચાડવાનુ ટાળે છે.
આમને આમ રવિવારનો દિવસ આવે છે.

પાર્થિવ એ દિવસે અઠવાડિયાનો થાક ઉતારતો હોય છે.
માલતીબહેનનો ફોન આવે છે.

પાર્થિવ: ઓહ...સવાર સવારમાં કોણ નવરુ પડી ગયું છે...?

માલતીબહેન: એ પાર્થિવ ફોન ઉપાડ તો તારી જોડે અગત્યની વાત કરવી છે...

પાર્થિવ: અરે...મમ્મી અહીં રાત છે શાંતિથી સુવા ન દઈ શકે તું ઘરે પણ તારા નામના રાજીયા જ હતા...મને લાગ્યું અહીં આવ્યા પછી તો શાંતિ હશે પણ હું જ ખોટો હતો...

માલતીબહેન: થઈ ગયું તારુ?હજી કંઈ બાકી રહે છે....?આજકાલ ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો...

પાર્થિવ: મમ્મી શું કામ છે?આડીઅવળી વાત ન કર કામ શું છે એ કહે?આમ અડધી રાત્રે ફોન કેમ કર્યો...

માલતીબહેન: તને અર્જુન અંકલ કેવા લાગ્યા...?

પાર્થિવ: મમ્મી આ જ પુછવા ફોન કર્યો હતો...તો મારો જવાબ છે સારા...તુ તો તારા કોલેજના મિત્રને જ ભુલી ગયેલી...હું મેં જ તો તને સંપર્ક કરાવ્યો હતો.

માલતીબહેન: હા...બેટા, તે મારા પર મોટો ઉપકાર કર્યો છે એક બીજો ઉપકાર કરી દે...

પાર્થિવ: મમ્મી તારી લાલચ તો વધતી જાય છે...

માલતીબહેન: તુ સાંભળ તો ખરા દિકરા પછી બોલ...

પાર્થિવ: બોલ...મમ્મી...

માલતીબહેન: તારા માટે સબંધની બહુ વાતો આવે છે તુ કહે તો આગળ વાત ચલાવીએ...

પાર્થિવ: આ જ કહેવા ફોન કર્યો હતો?

પાર્થિવ કંઈ વિવાદ કરે એ પહેલાં તેના ઉપર ઇમર્જન્સી કોલ આવેલો...

માલતીબહેનનો ફોન હોલ્ડ પર મૂકી ને કોલ રિસિવ કર્યો.

માલતીબહેન: હેલ્લો...હેલ્લો...દિકરા પાર્થિવ

અર્જુનભાઈ: શુ થયું માલતી?કેમ આટલી ઉદાસ લાગે છે...?

માલતીબહેન: કંઈ સમજ નથી આવતું શું કરું આ છોકરાનુ મારી એક વાત માનતો નથી...જ્યારે લગ્નની વાત આવે ત્યારે છોકરાનો મૂડ સાવ બદલાઈ જાય..

અર્જુનભાઈ: દિકરો બિલકુલ એના પપ્પા પર ગયો છે...

માલતીબહેન: બસ,હવે અર્જુન....આ મજાકનો સમય નથી,એના પપ્પા તો પારકા બૈરાના શોખીન હતા,જે મળે એ આપણી મિલકત...પણ ખબર નહીં આ છોકરો શું કરવા બેઠો છે જ્યારે લગ્નની વાત આવે એટલે ભાઈના સત્તર બહાના ચાલુ...પણ હું કંઈ કમ નથી...

અર્જુનભાઈ: હા એ તો મને ખબર છે...

માલતીબહેન: આજુબાજુ એની ઉમરના છોકરા જોવો ઘરે ઘોડિયુ હેચોળે છે અને અહીં હું શું મારા પૌત્ર-પૌત્રીનુ મોઢું જોયા વગર જ ચાલી જઈશ કે શું?

અર્જુનભાઈ: અરે માલતી થોડી ટાઢી પડ તુ તો બહુ રઘવાઈ...સમય પર છોડી દે....તને નથી લાગતું કખ આપણે આપણા સબંધને ચોક્કસ નામ આપવું જોઈએ....

માલતીબહેન: તુ પાછો શરૂ થઈ ગયો.અર્જુન તારી હજી મજાક કરવાની વાત ન ગઈ હજી...

અર્જુનભાઈ: તને કેવી રીતે વિશ્વાસ અપાવુ માલતી કે હું તને દિલથી ચાહુ છું તને મારી જીવનસંગીની બનાવવા માંગુ છું.

માલતીબહેન: અર્જુન બહુ મજાક
થઈ ગઈ...અહીં જ રોકાઈ જા...

અર્જુનભાઈ: એમાં ખોટું કહ્યું મેં,તારી જોડે.લગ્નની વાત કરી તુ આટલી કેમ ઊકળી ઉઠે છે...?કંઈ સમજ નથી પડતી...?માણસને ઘડપણમાં પ્રેમ ન થાય એવું કોઈ શાસ્ત્રોમાં ક્યાં ઉલ્લેખ છે...

"ઢાઈ અક્ષર પ્રેમ કા જો,
જો જાન શકા વો પંડિત કહલાયે"
આ તો તે સાંભળ્યુ હશે...

માલતીબહેન: સાંભળ્યુ તો પણ ઘણુ છે.પરંતુ હું શું કહું છું આ તો પુસ્તકોમાં જ શોભે...આપણા બાળકો છે દરેક વસ્તુ ઉંમર હોય.

અર્જુનભાઈ: આવુ તુ વિચારે છે...

વધુમાં હવે આગળ....

આવનાર ફોન કોલ પાર્થિવના જીવનમાં શુ દસ્તક આપે છે...?પાર્થિવના જીવન પર કેવી અસર થાય છે?
માલતીબહેન અને અર્જુનભાઈના પ્રેમ સબંધો પર પાર્થિવનુ શુ મંતવ્ય હોય છે?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:44"માં મળીએ..

માલતીબહેન અને અર્જુનભાઈના પ્રેમસબંધ પર તમારી શુ રાય છે આગળ વધારવો કે લોકલાજે મૂકી દેવો પ્રતિભાવરૂપે જણાવી શકો છો?