જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 41 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 41

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:41"

આપણે આગળ જોઈ ગયા કે,માલતીબહેન તેમના ઘરમાં અજાણ્યા સખ્સના આગમનથી મુઝાઈ જાય છે તો અહીં માલતીબહેન અને અજાણ્યા શખ્સ વચ્ચેનો સબંધ શું હોય છે,પાર્થિવના જીવનમાં શું વળાંક આવે છે તે હવે જોઈએ...

હવે આગળ...

અજાણ્યો શખ્સ: માલતીબહેન આટલી પણ અજાણ ન બન તો સારુ છે...

માલતીબહેન: આપણે ઓળખીતા છીએ એનો શું પુરાવો તમારી પાસે...?

અજાણ્યો વ્યક્તિ: કેટલાક સબંધોમાં પૂરાવા જ શ્વાસ અને હ્રદયના ધબકાર હોય છે.તુ મહેસુસ કર...તો તને આપો આપ મળી જશે.

માલતીબહેન: વાતોથી મને રસ્તો ન ભટકાવો...તમે છો કોણ એ તો કહો...?

અજાણ્યો વ્યક્તિ: જરા મગજ પર જોર નાંખો તો સમજાશે...પણ જોર કોને મગજને આપવું છે ક્યાં?

માલતીબહેન: હવે બહુ શાણા ન બનો હવે કહી પણ દો...કે આપ કોણ છો તે...? આમ પણ હવે મારી સમજશક્તિ અને સહનશીલતા બેઉ હવે ક્ષીણ થવાના આરે છે,કંઈ એવુ ન બને કે ભોગ આપ બનો એના...

માલતીબહેન ઘડિયાળના ટકોરાને સાંભળી રહેલા પાર્થિવના આવવાની રાહ જોઈ રહેલા...

મનમાં તો ખરા થઈ રહેલા "આ પાર્થિવ મારો રોયો જાતા જાતા પણ મને ફસાવતો જાશે કે શું? કોણ છે આ જો મને ખબર પડી તો જાશે કામથી...

"સાંજ પડવા આવી પણ જરાય ભાન છે?આ છોકરો બહાર જાય એટલે ઘરનુ સરનામુ જ ભુલી જાય...આવે એટલે વાત..."

અજાણ્યો વ્યક્તિ: શુ હંમેશા બિચારા છોકરા પાછળ લાગેલીને લાગેલી રહે છે છોકરો મોટો થયો હવે એને છૂટો મૂક ક્યાં સુધી તારી સાડીની ગાંઠે બાંધી રાખે!

માલતીબહેન: હે ભગવાન તમે બ્હેરા છો અક્કલના ઓછા છો કે શું ?

અજાણ્યો વ્યક્તિ: કેમ આવુ બોલે છે?હું જ્યાં સુધી ઓળખુ છું એ તુ માલતી નથી...

માલતીબહેન: મેં તમારો પરિચય માગ્યો મારા અને મારા દિકરા વચ્ચે આમ તમારો ચંચુપાત કરવો મારા સવાલનો જવાબ નથી..

અજાણ્યો સખ્સ: સબૂત જ જોઈએ છે ને? તો લે જો...આ સબૂતરૂપે આ ફોટો જો...અને હવે કહે કે વ્હેમ છે...?

માલતીબહેન તો એકાએક તૂટીને ઢગલો થઈ ગયા...હસવુ કે રડવુ કંઈ સમજ નો'હતુ આવતું...

પરંતુ ઘણા વર્ષો બાદ પોતાના પ્રિય પાત્રને મળ્યા હતા તો આનંદ અનેરો હતો.

અજાણ્યો સખ્સ તો મૌન હતો.

પરંતુ માલતીબહેન તરફથી શબ્દબાણ છૂટી રહ્યા હતા.

માલતીબહેન: હવે આમ એકાએક પરત આવવાનું શું કારણ? આ ઝૂરાપારુપિ કામળાને હવે મેલ લાગ્યો છે તાણાવાણા પણ હવે સબંધોરૂપી ગુંથણીથી ઢીલા પડી ગયા હવે આમ એકાએક પરત આવવું...કંઈ સમજાયુ નહીં...?

અજાણ્યા વ્યક્તિ:બહુ ખેલ ખેલ્યા આપણે બેઉ અજાણ્યા અજાણ્યાના ચાલને માલતી આપણે બાળપણની દુનિયામાં ખોવાઈ જાઈએ...

માલતીબહેન: કેટલીક બાબતોને સપનામાં જ જીવવી સારી લાગે...હકીકતમાં નહીં...

અજાણ્યો સખ્સ: કેમ...હું જાણી શકું...કારણ...?

માલતીબહેન: તુ તો જાણે જ છો....કે પંચાવન વર્ષે ઘણું બધુ બદલાઈ ગયું આપણું હવે આ દિવસોમાં ક્યાં પરત જવાય છે...?

અજાણ્યો વ્યક્તિ:હું માલતી તારા જીવનમાં ચાલ્યો જાવા નથી આવ્યો...

માલતીબહેન:તો અર્જુન આમ,કામરૂપી બાણ છોડી મને તારા વિરહમાં ફરી ઝુરાવાની તૈયારી સાથે આવ્યો છે...અને હા....જો એ માટે આવ્યો હોય...તુ....

આટલું કહી માલતીબહેને પોતાના કઠણ હૈયામાં દબાવી રાખેલી લાગણીઓથી લથબથ જળધારા તેમના બાળપણના પ્રેમ સામે માઝા મેલે એ પહેલાં જ પોતાની જાતને સંભાળી લીધી.

તુ કેમ આવ્યો છો અર્જુન બધુ જ બદલાઈ ગયું ન પરિસ્થિતિ મારા હાથમાં છે કે ન તારા હાથમાં છે...બધુ જ બદલાઈ ગયું વાલા...

અર્જુન: માલતી થોડી ઠંડી પડ તો...પહેલા ચાલ પાણી પી લે...

માલતીબહેન: તરસ એટલી ગહન છે કે પાણી પણ તરસ છુપાવી શકે તેમ નથી...

કેટલા વર્ષો વિતિ ગયા પછી આ સરનામું કેમ યાદ આવ્યું...?

અજાણ્યો સખ્સને જરા ખોતર્યો તો પોતિકો અર્જુન નિકળ્યો જેની સાથે લગ્ન પરિવારના કારણે શક્ય નો'હતા બન્યા.

પરંતુ આ અચાનક થયેલું મિલન પણ માલતીબહેનને સપના જેવું જ લાગી રહેલું જો આંખ ખૂલી તો સપનું વિસરાઈ જાશે....મનમાં ડરનો પણ જન્મ થયેલો હતો.

અર્જુન: માલતી જીવનમાં શું ચાલે કહે તો...

માલતીબહેન: દિકરો વિદેશથી આવ્યો એટલે ઘર તેની રાડો કુકવાથી આનંદિત લાગે તેનો બોલાચાલી પછી કાલથી જોવા નહીં મળે ફરી એ જ એકલતા ચાર દિવાલો સાથેની મિત્રતા...મારી અકબંધ છે....

માલતીબહેનના ચાલતા શબ્દને અર્જુન અટકાવે છે...

બસ માલતી...એક શબ્દ નહીં તુ તારા દિલને અહીં જ વહેતું કરી દે...જેથી તને પણ હળવાશ લાગશે...

માલતીબહેન:અર્જુન આ ક્યાં શક્ય છે?મારો દિકરો આવતો જ હશે અને...એ મને આમ જોઈ જાશે તો એ મારી પાસેથી કેવા ગુણો ગ્રહણ કરશે...?મારી ઈજ્જત,આબરૂ પ્રતિષ્ઠા,બેય પર સવાલ કરશે...

વધુમાં હવે આગળ....

માલતીબહેન અને અર્જુનનુ આ મિલન અધુરુ રહે છે કે પુર્ણ થાય છે એમાં પાર્થિવનુ યોગદાન કેવું રહે છે?પાર્થિવ તેના જીવનમાં ઉદભવતી સમસ્યાઓનુ સમાધાન લાવી શકે છે? તેની જીવનસંગીની કોણ બને છે? બે પ્રેમિકા વચ્ચે પિસાતો પાર્થિવ શું નિર્ણય લે છે?શુ તેનો નિર્ણય યોગ્ય હોય છે કે?અયોગ્ય...એ "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:42"માં જોઈએ ...