જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 38 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 38

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:38"

આપણે આગળ જોઈ ગયા કે...પાર્થિવ કેનેડા જવાની તૈયારી કરતો હોય છે,પરંતુ પાર્થિવને કેનેડા જાય એ પહેલા મમ્મીના હાથે બનાવેલો નાસ્તો યાદગીરી સ્વરૂપે
લઈ જવાની ઈચ્છા હોય છે... માલતીબહેન દિકરાને નિરાશ ન કરતાં નાસ્તો બનાવી દે છે, પરંતુ જાતાજાતા મમ્મીને શું સરપ્રાઈઝ આપે છે,એ સરપ્રાઈઝથી માલતીબહેનના વર્તનમા શું ફેરફાર થાય છે? પરંતુ પાર્થિવ જ્યારે નાયરા સાથે લગ્નની માંગણી કરે છે,ત્યારે માલતીબહેન કેમ ઢીલા પડી જાય છે? તેમનું આ કરવાનું શું કારણ હોય છે... નાયરાની હકીકત વિશે વાકેફ હોય છે હોય છે તો એવી શું હકીકત હોય છે તે હવે જોઈએ...

માલતીબહેન દિકરા શું સરપ્રાઈઝ છે મને કહે તો...આમ ન હોય,

પાર્થિવ: મમ્મી સરપ્રાઈઝ તો તને અત્યારે નહીં મળે...એ તો તને કાલે જ મળશે હા...

માલતીબહેન: મને સરપ્રાઈઝ કાલે જ આપવા માંગે છે તો થોડી માહિતી આપ..

પાર્થિવ: અહ...નો ચિટિંગ મમ્મા,તે તો મને અન્યાયથી દૂર રાખ્યો હતો અને તુ જ અન્યાય કરે છો...આ ન ચાલે...હો...

માલતીબહેન: હા હવે ડાહ્યા,બહુ સીન ન કર પહેલાં હાથ ધોઈ જમી લે...ઠંડુ થાય છે....

પાર્થિવ: મમ્મી તારે કરવું હોય કે કર તને સરપ્રાઈઝ તો કાલે જ મળશે...તુ મને તારા હાથે છેલ્લી વાર જમાડીને નહીં મોકલે...

માલતીબહેન: જા તુ બાલમંદિરમાં મોટો જ નથી થતો...આટલા મોટાને મારે ખવડાવવાનુ...?

પાર્થિવ: હા જ તો તારો લાડકો દિકરો નહીં હું...

માલતીબહેન: હા... હવે બહુ કલર ન કર સામાન કંઈ રહી નથી જાતો ને...નહીં તો કેનેડા કેમનુ તને મોકલીશ..?

પાર્થિવ: કશુ જ અશક્ય નથી....મમ્મી તુ બોલીશ ને ખાલી તો પણ વસ્તુ સેકડો પ્રયોજન દૂર પહોંચી જાશે...તારા ગળામાં તાકાત છે...

માલતીબહેન ત્રાંસી નજર કરી પાર્થિવને નિહાળી જ રહેલા...

માલતીબહેન: ઊભો રહે તો...બહુ બગડી ગયો છે કેનેડા તો કોઈ કહેવાવાળુ નહીં હોય એટલે ભાઈને જલ્સા પડ્યા હશે પણ...ઊભો રહે તો...

પાર્થિવ આગળ પાર્થિવ ને પાછળ માલતીબહેન પછી બાકીની વાત છડી પૂરી કરે એ પહેલાં

પાર્થિવ: અરે...મમ્મી આ...હ....હ...આ....હ...બહુ વાગશે....મને...

માલતીબહેન: તને વાગશે....તો જ તુ બીજીવાર સરખુ બોલતાં શીખે,આ મારે તારી સાથે પહેલાં કરવુ જોઈતુ હતું...પણ કહેવાય છે ને કે,"જાગ્યા ત્યારથી સવાર.."

પાર્થિવ: પ્લીઝ મમ્મી રહેવા દે હુ તો મજાક કરતો હતો...

માલતીબહેન: મેં તને દૂર શું કર્યો તુ તો સાવ બગડી જ ગયો..

પાર્થિવ: મમ્મી મજાક કરતો હતો શું તુ પણ...

માલતીબહેન: હા...હા ઠીક છે...તને એ શરતે જ માફી મળશે...

પાર્થિવ: એ... શું શરત અને આટલી નાની મજાક બદલે તે તો મને મણનો તો પરસેવો પડાવી થકવ્યો.

માલતીબહેન: એ બ્હાને તારી કસરત
થઈ ન ગઈ.એ દિકરા તુ મારો લાડકો દિકરો નહીં...

પાર્થિવ: મમ્મી તુ ગમે તેવા મસ્કા લગાડે અથવા પોલીસ કરે તને સરપ્રાઈઝ તો કાલે જ મળશે...પેપર આવ્યા પહેલાં લીક ન કરાય...

માલતીબહેન: એવુ તો શુ છે...તુ શું મારી માટે ખાસ ભેટ લાવ્યો છો કે શું?

પાર્થિવ: હા...એવું જ સમજ...આવી ભેટ ન તો તને ક્યારે પપ્પાએ આપી હશે કે ન તો તને નાના એ આપી હશે.

પાર્થિવ શુ ભેટ આપશે એવી તો શું ભેટ હશે કે જેને જણાવતા પણ દિકરો આનાકાની કરે છે...આ વિચારીને માલતીબહેનને રાતનો ઉજાગરો થયો.

માલતીબહેનની ખુલ્લી આંખો પાર્થિવને વધુ ને વધુ આનંદ અપાવતી...

માલતીબહેન: દિકરા આટલું બધું તે શું છુપાવવાનુ કહી દેને....શું કામ મને ઉજાગરો કરાવે છો...

પાર્થિવ: મમ્મી ધિરજ રાખ ધિરજના ફળ મીઠા..

માલતીબહેન: મિઠાશ બહુ ન જોઈએ નહીં તો મધુપ્રમેહ કરશે...

પાર્થિવ: મમ્મી સમજુ છું તારા હૈયાની ઉત્સુકતા પરંતુ ધિરજ અને ક્ષમાએ વીરપુરુષોનુ હથિયાર છે...

માલતીબહેન: બહુ જ્ઞાન ન આપ,મને કહે તો કેટલી રાહ જોવડાવીશ....

પાર્થિવ: બસ મમ્મી થોડી જ તો રાહ જોવાની છે એટલી પણ નહીં જોઈ શકે...?

માલતીબહેન:જીવનમાં રાહ જોઈને તો દિવસ કાઢ્યા છે હજી કેટલી રાહ જોવાની છે...તારા પપ્પાએ આ કર્યું તો ઠીક છે દિકરા...તુ પણ મને રાહ જોવડાવીશ...

આમને આમ ઠંડા વિવાદમાં રાત વિતિ સવાર પડી ઉગતા સુરજની કિરણ માલતીબહેનના જીવનમાં ખુશીઓ લાવે છે કે...

સવારે ઉઠી પાર્થિવે મમ્મીની આંખે પાટો બાંધી દીધો...

વધુમાં હવે આગળ...

પાર્થિવનુ પુનઃઆગમન ભારતમાં થાય છે? સાહિત્યની રોમાંચક સફર અને રોમેંટિક વાર્તાની સફર કેવી રહે છે?માલતીબહેન શું હિંમત કરી નાયરાની હકીકત દિકરાને જણાવી શકે છે? એવી તો શું હકીકત હોય છે? કે જેને જણાવતાં માલતીબહેન અટકાઈ જતાં હોય છે...? નવા વળાંક સાથે મળીએ આપણે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:39"મા જોઈએ.