જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 36 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 36

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:36"

આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને નાયરાનો સબંધ તૂટવાના આરે હોય છે.આર્વી મજાક કરી પાર્થિવને આ આઘાતથી બહાર નિકાળવા પ્રયાસ કરતી હોય છે.પરંતુ માલતીબહેન જડતાથી સજ્જ હોય છે.તેમને અહમ અતિપ્રિય હોય છે દિકરાની ખુશી સાથે કંઈ જ લેવા દેવા હોતું નથી...

પાર્થિવ અને નાયરાની સફર આગમી કેવી રહે છે તે હવે જોઈએ

પાર્થિવ ઉત્સાહથી શાકભાજી લઈ આવ્યો સાથે કરિયાણુ પણ...

પાર્થિવને ગણગણતો જોઈ માલતીબહેન પણ વિચારમાં સરી જાય છે.

નક્કી આ છોકરાને કંઈક રોગ થયો લાગે છે.ઘડીકમાં તો અતિશય ઉત્સાહમાં આવી જાય તો ઘડીકમાં તો સાવ નિરાશ ઢગલો થઈ જાય આ મામલો શું છે?

માલતીબહેનનું મનમાં ગણગણવાનુ સરખું થયું નો'હતુ.જો આ છોકરાનુ આમ જ રહ્યું તો હું એક દિવસ જરૂર પાગલ બની જાઈશ.

દિકરાને પુછ્યા વગર તે રહી ન શક્યા
"માલતીબહેન: પાર્થિવ તબિયત તો ઠીક છે ને?"

પાર્થિવ: મને શું થાય મને કહે તો...?

માલતીબહેન: આ તો ખાલી એમ જ પુછ્યુ.

પાર્થિવ: હુ તો રહ્યો તંદુરસ્ત પાછી ખોટું અર્થઘટન ન કરતી.કેમકે તારા વિચારોના મૂળ હંમેશા ખોટી જગ્યાએ જ પ્રસરેલા હોય છે.

માલતીબહેન: કંઈ પણ બોલે જાય છે...બોલે એ પહેલાં વિચારીને બોલ...

પાર્થિવ: હા...હવે સાચુ કહ્યું એટલે કેટલું ખરાબ લાગ્યું...સાચું બોલવું તો ગમે છે,પરંતુ સાચુ સાંભળવુ કોઈને પણ નથી ગમતું.

માલતીબહેન: શું લાવ્યો બતાવજે શાકભાજી અને કરિયાણુ...200 રૂપિયામાં..જરા હું પણ તો જોવું...

પાર્થિવ: તારો દિકરો તો ઉસ્તાદ છે ઉસ્તાદ....

માલતીબહેન: હમણાં જોવુ એટલે ખબર પોતાની જાતને અતિશય વખાણવીએ પાગલપન કહેવાય..એ તો ખબર જ હશે ને...એ જવા દે પહેલાં બતાવ...

પાર્થિવ: અરે...મમ્મી તારે તો બહુ લપ કરવા જોઈએ...એ પાછુ જોયા વગર પહેલાં જોઈ તો લે...અને હા..એક બીજી વાત આટલી મોંઘવારીમાં 200 રૂપિયાનુ કોણ આપે? દુકાનદારો મારી પણ મજાક ઊડાડતા હતા.

માલતીબહેન: દુકાનદારોની આ હિંમત!કોણ હતું નામ આપ...તો...એને જવાબ આપવા માટે હું બરાબર છું.

પાર્થિવ: હા...જા એટલે વધુ બુધ્ધિ દેખાય તારી જા...એક તો મજાક તે મારો બનાયો...200 રૂપિયા કેનેડામાં કોઈ ભિખારીને આપીએ તોય નથી લેતું બોલ...અને...તુ પૈસા બચાવવા માટે
થઈ આબરૂ ઉતારે...શું આ જ જોવાનું રહી ગયું હતું?

માલતીબહેન: બહુ જોક કરવાનું રહેવા દે...પહેલાં બતાવ તો ખરા તને લાવતા કેવું આવડ્યું છે...કેમકે બચત કરતાં શીખો જીવનમાં કામ આવશે...નહીં તો લોન ભરતા ભરતા ઉંમર વિતિ જાશે તો...ય બેટા લોન નહીં પૂરી થાય.પછી બેન્ક મેનેજર,શાહુકાર,અથવા તો વ્યાજ આપનાર પેઢીની ઘરમાં આવનજાવન આપણી ઇજ્જતની કેવી લિલામી કરે..
કેમકે એક પગારમાં કેવી રીતે ઘર ચલાવી શકાય એ તને સમજાવવા જ 200 રૂપિયામાં તુ કેવી વસ્તુ લાવે છે એ જોવું હતું.

પાર્થિવ: અરે...મમ્મી મને લાગે છે કે પપ્પાના ચાલ્યા જાવાના આઘાતમાં તારુ માનસિક સંતુલન ખોરવાઈ ગયું છે ઈલાજની જરૂર તારે છે મારે નહીં...તને પોતાને જ ખબર નથી કે તુ શું કરી રહી છો તે? અત્યારે સમય છે આવા ગાડા કાઢવાનો બહાર મોઘવારી તો જો...દુકાનદારો મારી જે તારા ચક્કરમા મજાક કરી છે...એની તો વાત જ ન પુછ તો સારુ છે...

આટલું શરમમાં તો મારે જીવનમાં ક્યારેય નોહતુ મુકાવું પડ્યું.

માલતીબહેન: થઈ ગયું તારુ...કે હજી કહી રહી જાય છે...જીવનમાં બચત સારી હતી મારી એટલે તો તને કેનેડા મૂકી શકી નહીં તો વ્યાજવા ભરતા ઉંમર ન પૂરી થાતી.

પાર્થિવ:અરે....મમ્મી મગજને સ્થિર કર હું માનુ છું તે બહુ કારમી પરિસ્થિતિ જોઈ છે તો એને વર્તમાન સાથે શું લાગે વળગે...?

અહીં તો હું સારુ કમાઉ છું,વાત વસ્તુ ખરીદીની નથી વાત મારી પસંદગીની છોકરીની છે...એની સાથે આ શું લાગે વળગે...?

માલતીબહેન: કેમ ન વળગે...વળગે ને...

પાર્થિવ: મમ્મી આમ પણ તારા ચક્કરમાં મારુ માથુ ફાટી ગયું છે તો વધુ ન ફેરવતી...તારા મનમાં શું ચાલે છે?એ મારે જાણવુ જ રહ્યું...

માલતીબહેન: એટલે એમ કે નાયરા આ ઘરની વહૂ નહીં બની શકે?

પાર્થિવ: કારણ જાણી શકુ કે કેમ?મમ્મી ગોળ ગોળ ન ફેરવતી નહીં તો હું આજે સાચે કહી રહ્યો છું ભાન મર્યાદા નહીં રહે હા...

માલતીબહેન: હિંમત છે તુ સાચુ સાંભળી શકીશ?

વધુમાં હવે આગળ...

શુ જાણતા હોય છે માલતીબહેન નાયરા વિશે? માલતીબહેન નાયરાને કેમ ઘરની વહૂ બનાવતા અચકાય છે? પાર્થિવનો નિર્ણય શું હોય છે આ જાણી ને?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:37"માં જોઈએ.