જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 31 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 31

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:31"

આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ મમ્મી સામે નાયરા જોડે લગ્ન કરવાનો પ્રસ્તાવ શું મૂકે છે ત્યાં માલતીબહેનનો મિજાજ ઘૂમી જાય છે પરંતુ પાર્થિવને પણ સમજ નો'હતુ આવી રહ્યું કે પસંદગી કોની ઉપર ઉતારવી એકબાજુ પ્રેમ હતો તો એકબાજુ સ્કુલનો પ્રેમ હતો.
કોની પસંદગી કરવી કોને જીવનસંગીની તરીકેનુ પદ જીવનમાં આપવું પાર્થિવને સમજ નો'હતુ આવતું,માલતીબહેન પણ સમજાવી સમજાવી થાક્યા પાર્થિવ સમજવા જ નો'હતો માંગતો.
શું આ પાર્થિવની નાદાનિયત હતી? નિર્ણયશક્તિનો અભાવ હતો? કે પછી ઉંમરનો ચોક્કસ પડાવ હતો કે જેમાં યોગ્ય નિર્ણય ન લઈ શકાય કે પછી વાત કંઈ બીજી હતી?અને એ પણ શું વાત હતી એ આપણે હવે જોઈએ....

પાર્થિવ: હવે કહ્યુ તો શું થઈ ગયું?ચાલો ખબર પડી છો તો હવે ફટાફટ તૈયાર થા.
એ યુક્તિ સાચી ન પડવી જોઈએ કે બૈરા તૈયાર થવામાં ટાઢા હોય ને વાર પણ બહુ લગાડે...

માલતીબહેન: શાંતિ રાખ,તારે સહનશક્તિ કેળવવી પડશે,તારી વહૂ તો મારા કરતાંય વધુ સમય લેશે...

પાર્થિવ: મને નાયરા એટલે ગમે છે કે એને તૈયાર થવાનો બહુ સમય નથી લાગતો.

માલતીબહેન: પાછુ નાયરાનુ નામ લીધું....તને સમજ ન આવે કે એ છોકરી તારા માટે યોગ્ય નથી?

પાર્થિવ: મમ્મી શું કરું નથી ભૂલી શકાતી એને ભુલવા તો માંગુ છું છતાંય નથી ભુલી શકતો કેમકે શ્વાસ લેવાનું કોઈ ભુલી શકે છે? એમ નાયરા મારો શ્વાસ બની ગઈ છે.

માલતીબહેન: તુ તો સાવ ઘેલો થઈ ગયો છો સાવ...

માલતીબહેન નાયરાને પોતાની પ્રતિસ્પર્ધી માનતા હતા તેમને મનમાં ડર પેસી ગયો કે પોતાનો દિકરો તે કાયમ માટે ખોઈ બેસશે માટે નાયરાને ઘરની વહૂ બનાવવા નો'હતા માંગતા.

તેમને નાયરામાં સો ગુણ હોવા છતાંય અવગુણો તેમના દિલમાં છપાઈ ગયેલા.

પાર્થિવ: અરે....મમ્મી તૈયાર થા તો,શું વિચારમાં પડી ગઈ નાયરાના અવગુણો શોધવા નોટ કરી રહી છો?

માલતીબહેન: હા હવે બહુ ઘેલો ન બન તો સારુ છે...

પાર્થિવ: કોઈ સંપૂર્ણ નથી હોતું,મમ્મી જો કોઈની સંપુર્ણતા શોધવા જાશુ તો,મમ્મી આપે રોગોમાં સરી પડીએ માટે તુ મનથી સ્વસ્થ થા આપણે બેઉ વોટરપાર્ક ફરીએ...

આ ગરમીની સિઝનમાં આપણે ઠંડકની અનુભુતિ કરીએ....

માલતીબહેન: મારા મનની ગરમી ત્યારે જ શાંત થશે કે જ્યારે તુ યોગ્ય વહુ શોધી લાવે?

પાર્થિવ અને માલતીબહેન બેઉ ફરવા ઉપડી ગયા.આજ જે આનંદ કર્યો માં દીકરા એ તો ભુલ્યો પણ ન ભુલાય.

તેમને યુવાનીના દિવસો યાદ આવી ગયેલા તો આંખોનો ખુણો ભીનો થઈ ગયો.

પાર્થિવને તેઓ મનભરીને જોઈ જ રહેલા.

સમય ક્યારે સરકી ગયો એની ખબર જ ન રહી નાનકડો દિકરો પાર્થિવ ક્યારે યુવાન થઈ ગયો.ખબર જ ન રહી
પાર્થિવના બાળપણમાં ખોવાઈ ગયા.

પાર્થિવ: ચાલ તો મમ્મી હવે ભૂતકાળથી બહાર આવ, આપણે આનંદ કરવા આવ્યા છીએ તો આનંદ કર રડવુ હોય તો તને ઘણીય એવી વાત યાદ આવશે.

માલતીબહેન: હા બેટા,

પાર્થિવ: શું ખાઈશ મમ્મી?

માલતીબહેન: બેટા જે હશે તે ચાલશે તારી પસંદગીનું હું ખાઈશ.

પાર્થિવ: મમ્મી આજ તો તને સ્ટીકથી નુડલ્સ ખાતા શીખવુ,

માલતીબહેન: હા બેટા મારે પણ શીખવું છે...મને શીખવને...

પાર્થિવ: હા મમ્મી...

માલતીબહેન: સિરિયલમાં જોયેલું તો મને પણ થયું કે આવી રીતે ખાવ પણ થોડું ટફ લાગ્યું.

પાર્થિવે: કોઈ વાંધો નહીં મમ્મી હું શીખવીશ તને ચાલ હું કહું તેમ કરતી જા...

આપણે ઘરે પહોંચીએ એટલી જ વાર...

માલતીબહેન: ઘરે તો આપણે પહોંચી જાશુ આપણે....

પાર્થિવનો ત્યાં એકાએક ફોન આવી ગયો.

માલતીબહેન નૂડલ્સ ખાઈ રહેલા.

પાર્થિવ: હેલ્લો....કોણ?

નાયરા: અલ્યા વાયડા હું નાયરા...મને ભૂલી ગયો કે શું?

પાર્થિવ: ના રે હવે બોલ ને તને ભુલી જવુ પડે એવો દિવસ યાદ કરીને પણ દિલ રડી ઉઠે છે.

નાયરા: હા હો બહુ સીન ન માર...અને હા તુ ગુજરાત આવ્યો છો...?

પાર્થિવની તો જાણે ચોરી ન પકડાઈ હોય તેઓ આભાસ થઈ રહ્યો હતો.

પાર્થિવ: એ...નાયરા તને પણ ખબર પડી...ગઈ વાત જાણે એમ છે કે..

નાયરા: હા હવે બહુ ડાહ્યો ન બન મને તો ખબર જ છે...કે તુ ગુજરાતમાં આળોટી રહ્યો છો...

પાર્થિવ: મમ્મીને સરપ્રાઈઝ આપવાનું મન થયું, મમ્મીના ચહેરે જે ખુશી હતી એ જોવા લાયક હતી.

નાયરા: એ તો ઠીક છે બહુ સરસ વાત કહેવાય તે મને કહેવું પણ જરૂરી ન સમજ્યું?માણસ આટલા બધા બદલાઈ જાય? મને તો સમજ જ નથી પડતી.તે મને કહ્યું હોય તો હું ના પાડવાની હતી?

પાર્થિવ; અરે મારી માં તને કહેવાનો જ હતો? પણ અચાનક જ આયોજન કર્યું મે સોરી ભૂલ બદલ...

માલતીબહેન: પાર્થિવ બેટા કેટલી વાર ચાલ જમવા...

પાર્થિવ: મમ્મી બોલાવે છે એને કામ છે તો હું જાવ...

નાયરા: એ તો મને ખબર છે કે મારો ફોન આવ્યો છે એટલે જ તો તને બોલાવતી હશે?

વધુમાં હવે આગળ...

પાર્થિવ અને નાયરાની પ્રેમકહાની કેવી રહે છે?આ બંન્નેની પ્રેમ કહાનીમાં આર્વીનુ મોત થાય છે કે પાર્થિવની જીવનસાથી આર્વી બને છે?આ ઘટમાળમાંથી પાર્થિવ બહાર નિકળી શકે છે? પાર્થિવના મનનો સંઘર્ષ દૂર થાય છે?"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:32" મળીએ ફરી મળીએ એક નવી સફર સાથે...