"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:27"
આપણે આગળ જોઈ ગયા કે આર્વીનુ પાર્થિવને એકાએક મળવુ નાયરાને વિચારમાં મૂકી દે છે.નાયરા ઈર્ષાવશ આર્વી માટે ન બોલવાનું બોલી બેસે છે પરંતુ પાર્થિવની સમજાવટથી મામલો શાંત પડે છે કે કેમ એ આપણે હવે જોઈએ...
પાર્થિવ: એનું નામ આર્વી છે...આમ ગરોળી ગરોળી શું કરે છે? ક્યારની વાતની તે મને ફોન શું કામ કર્યો હતો ઝગડવા...
નાયરા: અરે...પાર્થુ મેં તો તારી તબિયત પુછવા ફોન કર્યો હતો.
પાર્થિવ: મને નથી લાગતું કે તબિયત પુછવાના તારા લક્ષણો હોય આ...
નાયરા: એટલે કહેવા શું માગે છો?તારી સ્કૂલ ફ્રેન્ડના આવવાથી હું બદનામ...?વાહ બેટા તારુ આ ગજબ છે હો...
આર્વીને વધુ બેસવું સારુ લાગ્યું નહીં...
આર્વી: પાર્થિવ ટેક કેર હું જાવ છું.
પાર્થિવ: હા....આર્વી....સાચવી ને જાજે...
આર્વી: હું ચાલી જઈશ...
ચાલ હું પણ આવું...અહીં બેસીને શું કરું...?
નાયરા: તો પેલી ગરોળી હજી સુધી તને ચોટેલી જ છે...એકવાર મને આવવા દે....
પાર્થિવ: તે મને જો તબિયત પુછવા ફોન કર્યો હોય તો આ શું છે તું ક્યારનીય આર્વીને મનફાવે તેમ બોલે જાય છે...તને સબૂત તો આપ્યો હું તારો છું...
નાયરા: જોઇ તમારી જાત આજે અહીં તો કાલે અહીં....બહાર ગમે તે કર લગ્ન તો તારે મારી સાથે જ કરવા પડશે...એટલે પેલી ગરોળીને હદમાં રહેવાનું કહી દેજે...અને હા બોલ શું મારા માટે સરપ્રાઈઝ છે....તે સરપ્રાઈઝ મને આપી તો દીધું....હવે હું શું સરપ્રાઈઝ લઉ તારું?
પાર્થિવ: નાયરા તારુ માનસિક સંતુલન ઠેકાણે નથી અત્યારે જ્યારે શાંત પડે ત્યારે ફોન કરજે....હું તારો જ છું ને તારો જ રહીશ...
નાયરા: ખોટા મસ્કા ન માર...હું એટલી સરળતાથી તો નહીં છોડું....
પાર્થિવ નાયરાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો...
પરંતુ નાયરાનો ગુસ્સો વધુને વધુ વધી રહ્યો હતો....
તેને મનમાં ભય હતો કે તેની પરિસ્થિતિ ધોબીના કૂતરા જેવી ન થાય....
પાર્થિવ: નાયરા હું પછી ફોન કરુ મારે એસેસરીઝનુ કામ છે,ત્યાં લગ્નનો ઓર્ડર છે ને મારે ધારાવાહિક સિરિઝ લખવી છે...
નાયરા: પહેલી પેલી ગરોળી અને પછી આ ધારાવાહિક ખબર નહીં પાર્થિવ તે કેનેડા જઈ શુ કારનામા કર્યા છે?મેં ભૂલ કરી નાંખી કે તને મેં છૂટો મૂકી દીધો...મારે સાથે આવવુ જોઈતું હતું...
જ્યારે કોઈ પણ સબંધોમાં શક પ્રવેશે છે ત્યારે સબંધો ખોખલા બને છે.પરંતુ અતિવિશ્વાસ પણ પાગલપન કહેવાય છે માટે સબંધોમાં મર્યાદા હોવી જરૂરી છે.
આમને આમ દિવસો વિતતા ગયાં...પાર્થિવને થયું કે મમ્મીને મળવા જાવ...પાર્થિવ ગુજરાત ગયો.
માલતીબહેન પોતાના દિકરાને જોઈ ઘેલા ઘેલા થઈ ગયા.
"એ....જોવો કંકુમાં...એ....પુષ્પાડી....જો મારો દિકરો આવ્યો છે...મારી આંખોનો તારો આવ્યો છે....દિકરા આવી ગયો....મારો લાલ...બેસ...પાણી આપું..."
પુષ્પાબેન: હા,મારા દિકરા પાર્થિવ તુ આવી ગયો...?
પાર્થિવે મમ્મીના આશીર્વાદ લીધા તો સાથે સાથે પુષ્પામાસીના પણ આશીર્વાદ લીધા...
કંકુ માં: જોયું માલતી મારો દિકરો ભલે કેનેડા રહ્યો હોય પોતાના સંસ્કાર નથી ભુલ્યો.
માલતીબેન: મારા દિકરાને ઘરમાં પણ નહીં આવવા દો કે શું?
અમદાવાદની પોળમાં સૌ કોઈ પાર્થિવને જોવા બાઈઓ ટોળુ વળી ભેળી થયેલી...
પાર્થિવ કેટલો બદલાઈ ગયો...અહીં રહેતો કાળિયો પાર્થિવ કેનેડા જઈ કેટલો ધોળો થઈ આવ્યો.
કંકુ માં: છોકરો પરદેશથી આવ્યો છે તોય મુઈઓ બિચારા છોકરાને ઝપ નથી લેવા દેતી...જાવ કઉ છુ ઘરમાં તમારી ડોશીઓને કેવા આવું...?જાવ...
સૌ બાઈઓ પરસ્પર ટકરાતી ટકરાતી ઘર તરફ ભાગી રહી હતી.
વધુમાં કંકુ માં કહે બેટા પાર્થિવ અને માલતી આજે મારા ઘેર જમજે...
માલતીબહેન: પણ કંકુ માં આની શું જરૂર છે તમે મારા ત્યાં જમો...
કંકુ માં: હું બનાવીશ માલતી તારા કરતાં હું વધુ યુવાન જો તને તો કમરની તકલીફ થઈ પણ હું જો નેવુ વર્ષેય જો કેવી દોડાદોડી કરુ છુ...
પાર્થિવ: હા માજી તમે તો સુપર વુમન છો...માંની ગયા તમારા પાવરને...પણ તમે સૌ બેસો...
માલતીબહેન: એ...હે શુ વાત કરે આમ જો ઘડિયાળના ટકોરાથી સાથે પેટ પણ ખાવાનું માંગે છે ને તુ કહે રહેવા દો... એમ કેમ...
પાર્થિવે કહ્યું આજે તમારે કોઇએ જમવાનું બનાવવાનું નથી... આજે હું જમવાનું બનાવે...
માલતીબહેન: બેટા આ શું વાત થઈ...ત્યાં એ તુ કરે ને અહીં પણ...ના ચાલ બેસ તો હું કરુ વાર કેટલી...કંકુમાં જોડે વાત કર...એ તને કેટલો યાદ કરતાં હતા દાદી અને પૌત્ર બેઉ તમતમારે નિરાંતે વાતો કરો...
પાર્થિવ ઉભો થાય એ પહેલાં જ માલતીબહેને પ્રેમથી છણકો કરી બેસાડી દીધો...
માલતીબહેન:કહ્યું ને પાર્થિવ બેસ તુ હું બનાવીશ તો વાર નહીં લાગે....
જમવામાં પાર્થિવની મનપસંદ ડીશ બની રહી હતી.
કંકુ માં: બોલ પાર્થિવ તારી તો બહુ ગોઠેણો થઈ હશે...
પાર્થિવ: ના હવે દાદી...જોવો
કંકુ માં: જોજે ઘેલો બૈરાંની જેમ શરમાય છે...જાણે કે કોઈ છોડી ઓય આવી ન હોય...
પાર્થિવ ચોતરફ નજર કરી રહેલો...તેની તરસી નજર એના પિતાને શોધી રહેલી...
માલતીબહેન: શું થયું બેટા...કેમ ઉદાસ છો...?
પાર્થિવ: કંઈ જ તો નહીં...
માલતીબહેન: ના મને કહે તો,હું તારી માતા છું મને તો તારા મનની વાત ખબર પડી જાય...તુ ન કહે તોય...
પાર્થિવ: કંઈ જ નહીં મમ્મી...
માલતીબહેન: તે લખવાનું ચાલુ કર્યું સરસ પ્રવૃત્તિ છે...બેટા આમ જ તુ આગળ વધતો રહે...મેં તો તારો ફોટો બહુ બધાંયને બતાવ્યો....
કે જોવો મારો પાર્થિવ...કેટલો હોશિયાર છે...સૌ કોઈ તને જોઈ ખુશ થઈ ગયું...
કંકુમાં: માલતી દિકરી તારો દિકરો આમ જ આગળ વધતો રે...તારા બદામના લાડવા આજે ચમત્કાર કરી રહ્યા છે...
કંકુમાં માલતીબહેન અને પાર્થિવ જમી રહ્યા હતા.અને ઘણાં વર્ષે મળ્યા હોવાથી વાતો જ નો'હતી ખૂટી રહી.
કંકુ માં: પાર્થિવ કેનેડામાં જમવાનું આવુ હોય કે પછી બોકડિયાનુ...હા...હા...હા...
માલતીબહેન: શુ પણ કંકુમાં તમેય ખાતી વખતેય શાંત નથી બેસતા...
કંકુ માં: હું જાવ કાલ મારા ઘરે...જમવાનું રાખજો બેય જો કંઈ બ્હાનુ કાઢ્યું છે તો વાત છે તમારી બેઉની...
પાર્થિવ: હા દાદી હું મમ્મીને યાદ કરાવીશ...
કંકુ માં: તમારી માં દિકરાની વાતો જ નહીં ખૂટતી હોય...એમાં હું ખોટું હવનમાં હાડકું બનું...ને હું તો આ હાલી...
તમ તમારે જમાવો બેઉ મહેફિલ...
માલતીબહેન: કાલે કંકુ માં તમારા ઘરે મહેફિલ જમાવીશુ...
કંકુ માં : જય શ્રી કષન...
માલતીબહેન અને પાર્થિવ વાતોમાં ખોવાઈ ગયા.માં ને દિકરો ઘણા વર્ષે મળ્યા હોવાથી દિલ પર બાધેલો લાગણીઓનો સેતુ આજે તૂટી રહ્યો હતો આંસુઓ ન પાર્થિવના કહ્યામાં હતાં કે ન માલતીબહેનના કહેવામાં...
પાર્થિવ; મમ્મી પપ્પા ક્યાં છે?એમના શું ખબર ?
વધુમાં હવે આગળ....
શું સમાચાર હોય છે પાર્થિવના પિતાના?માલતીબહેનના ઘરની વહુ કોણ થશે આર્વી કે નાયરા?આ બેઉ માંથી માલતીબહેન પોતાની પસંદગીનો કળશ કોની ઉપર ઢોળશે તે...આપણે..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:28" જોઈએ.