જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 19 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 19

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:19"


આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ ક્લબ હાઉસ પહોંચે છે,રાધેને ફોન લગાડે પરંતુ ફોન ન ઉપાડતા તે બેચેન થઈ જાય છે.પરંતુ રાધે
પાછળથી રંગ લગાવી "હેપ્પી ધૂળેટી" કહી સૌને અચંબિત કરે છે,ત્યાં પાર્થિવ અને રાધે વચ્ચે મીઠો ઝગડો થાય છે.સૌ મિત્રો સાથે પાર્થિવ ધૂળેટી મજાથી ધૂળેટી રમે છે પરંતુ નાયરા આ જોઈ પોતાની ભૂલનુ પ્રાશ્ચિત કરતી હોય છે.પરંતુ અવંતિકા નાયરાને તેમની પાસે બોલાવે છે...

હવે આગળ....

નાયરા: તમે સૌ રમો...મને રંગથી એલર્જી છે...

પાર્થિવ: શું કામ તમે ખોટી જગ્યાએ રાડો નાંખો છો...?એને નથી આવવું તો ન આવે...

અવંતિકા: પાર્થિવ આ શું રીત છે વાત કરવાની,ચાલ માંફી માંગ ભૂલ બદલ...?

પાર્થિવ: ભાઈ હું શું કામ માફી માંગુ કારણ વગર અવંતિકા...ભુલ એની મરજી એની એમાં હું ક્યાં વચ્ચે આવ્યો મને કહે તો..

અવંતિકા: હા હવે બહૂ ચોપલાશ ન કર...

એ ચાલ તો નાયરા...ચાલ તુ અમારી લાગણીનુ માન નહીં રાખે?

નાયરા: મને ફોર્સ ન કર મારુ મન નથી...

પાર્થિવ: એ ને મન નથી તો શુ કામ હેરાન કરો છો?
અવંતિકા: નાયરા ચાલ તો આજ પછી આપણે ક્યાં મળવાના છીએ...

પાર્થિવ: આ એ જ અવંતિકા છે જે નાયરાને ઉપસાવી રહેલી તુ પણ તો પેલા દિવસે મળી હતી....

અવંતિકા: હા...તો...અમે મજાક કરી રહેલા એમાં શું તમારું લૂંટાઈ ગયું?

પાર્થિવ: તમારી મજાકમાં મારે ત્યાં લાચાર થવુ પડ્યું એનું શું?

અવંતિકા: જે ભૂલ થઈ એ બદલે સોરી હવે બીજું શું કરીએ તુ કહે તો સૌ મિત્રો તારી સાથે મજાક કરી રહેલા...પણ અમને નોહતી ખબર કે તને ખરાબ લાગશે...?પરંતુ આમાં નાયરાનો કોઈ વાંક નથી.

પાર્થિવ: તમે તો ચોર કા ભાઈ ગધ્ધા ચોર જેવુ જ કરવાના....ગેરેજના માલિક સારા હતા.નહીં તો મને કોણ કામ આપોત ને હું શું કરોત...?

અવંતિકા: સોરી બસ...પાર્થિવ આખાય ગ્રુપ તરફથી સોરી બિચારી નાયરાને કંઇ જ બોલ એ તો ના પાડતી હતી.પરંતુ...?અમે જ તેને દોસ્તી કસમ આપી હતી.

પાર્થિવ: કંઈ વાંધો નહીં.

નાયરા: ફ્રેન્ડ'સ...?

પાર્થિવ: હા...

નાયરા: તુ ગુસ્સે તો નથી ને ....જો તને ખરાબ લાગ્યું હોય તો ...

પાર્થિવ:કહ્યું ને ઈટ્સ'ઓકે...વધુ બોલીશ તો ફરીથી કિટ્ટા કરીશ...દઈશ.

નાયરા:પ્લીઝ એવુ ન કર...

પાર્થિવ: તો ચાલ હવે હસીને બતાવ તો...

નાયરા: 🤣🤣🤣😊😊😁😁😁😁

પાર્થિવ: ગૂડ ગર્લ...

નાયરા: આમ પણ તો તુ કાલનો દિવસ તો છે...પછી...

આટલું કહીને નાયરા રડી રહી હતી.

અવંતિકા: ચાલ નાયરા પોતાની જાતને સંભાળ તો પાર્થિવ જીવનમાં આગળ વધવાનું વિચારી રહ્યો છે.સફળતા તરફ કદમ ભરી રહ્યો છે...તો એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ નિરાશ કરવો યોગ્ય નથી.

નાયરા: પણ અવંતિકા...હું...?

અવંતિકા: શું તું....? ખુલીને વાત કર તો કંઈ ખબર પડે...અમે તારી આવી વાંકી ભાષા નહીં સમજી શકીએ...

વધુમાં કહે, ચાલ મુક્તિ આપણે જઈશુ...?

મુક્તિ: પણ જો તો ખરી! નાયરાને આમ છોડી કેમ ચાલ્યું જવાય જોવો રડી રહી છે...

અવંતિકા: ચાલો હવે મુક્તિજી...નાયરા હવે આપણેને ભાવ ન આપે....કેમકે પાર્થિવની ગર્લફ્રેન્ડ છે તો...

મુક્તિ: ચાલો હવે આપણે નહીં તો ઘરે મોડા પહોંચીશુ.

અવંતિકા: હા...હવે ટેક કેર નાયરા...

મુક્તિ: એ....ચાલ તો બપોરના ત્રણ વાગ્યા હજી કેટલી વાર અહીં રહેવું છે...?ઘરેથી ફોન આવે છે...ચાલ તો અવંતિકા...

અવંતિકા:ચાલ નાયરા હવે નિકળીએ...

નાયરા:અવંતિકા જો તો ખરી કેવા ખેલ છે?
આજે મારે ને પાર્થિવના સબંધો સુધર્યા ને પાર્થિવ ને અમે બેઉ સાથે નથી...

આટલું કહી નાયરા રડી પડી.બેઉ મનમૂકી હોળી રમ્યા પરંતુ પ્રેમની સાથે આંસુ પણ હતાં.

નાયરાને રડતા જોઈ પાર્થિવ પણ રડી રહેલો.

નાયરા: અભી તો હમ મિલે થે,ઓર એકાએક જુદાઈ...એસા ક્યુ...?

પાર્થિવ: બહુ સેન્ટી ન થા અલગ ક્યાં પડ્યા છીએ...આપણે તો એક જ છીએ...ને....

નાયરા: તુ મારી પાસે નથી ને...

પાર્થિવ: જ્યારે યાદ આવે ત્યારે એક કોલ કરી દેજે...ને...એમાં આટલું રડવાનું ક્યાં આવે છે...હું તો જાણે સબંધો ફાડીને...જાતો...

નાયરા: એક શબ્દ નહીં હો પાર્થિવ નહિ તો તને મારી મારીને તોડી નાંખે તને તો મજા આવતી હશે મને મૂકી ને જવાની કેમ કે ત્યાં બહુ ગોરી મેડમો હશે...પણ મારુ શું થશે તુ ત્યાં જાઈ મને ભૂલી તો નહીં જાય ને...?મને કહે તો....?

પાર્થિવ: રાધે...એ લા આજે આ માર ખાવાની
થઈ છે...ઊભી રહે તો...?

નાયરા: આવુ અચાનક બની ગયું એને સ્વીકારતા સમય લાગશે...

પાર્થિવ: ચાલ ને નાયરા આપણે બેઉ આ પ્રેમભરી મુલાકાતને યાદગાર બનાવીએ...

નાયરા: એ...પાગલ થઈ ગયો છે...અત્યારથી લગ્ન પછી...શું કરીશું...

પાર્થિવ: એ...પાગલ ડબલ મિનિંગ શું કામ નિકાળે છે...આપણે રેસ્ટોરન્ટમાં સાથે કોફી ન પી શકીએ...?

વધુમાં હવે આગળ...

કેવી રહે છે,પ્રેમભરી મુલાકાત,પાર્થિવની સામાન્ય માણસથી રોમેન્ટિક લેખક સુધીની સફર કેવી રહે છે તે "જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:20"માં જોઈએ..