જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 12 શૈમી ઓઝા લફ્ઝ,મીરાં દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 12

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:12"


આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મમ્મીના ફિટકારભર્યા શબ્દોથી મુંબઈ જાય છે.ત્યાં નવી જ સફર શરૂ થાય છે.પરંતુ આજુબાજુના પાડોશીઓ માલતીબહેનને ખરી ખોટી સંભળાવે છે ત્યાં તો માલતીબહેનની ખાસ સખી પુષ્પા તેમને તેને પોતાની વ્યથા કહી સંભળાવે છે.ત્યારે માલતીબહેનને આભાસ થાય છે કંઈક ખોટું કર્યાનો પરંતુ ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે.

પાર્થિવ સરકારી સ્કુલ અને હોસ્ટેલમાં રહેતો હોવાથી ખર્ચ તો મામુલી જ હોય છે.પરંતુ પાર્થિવ પેપર વેચવા જાતો હોય છે તો ફ્રી સમય રખડવામાં સમય બગાડવા કરતાં તે ગેરેજમાં કામ કરે છે.

કામ પુરુ કરી પાર્થિવ સ્કુલમાં જાય છે,છતાંય રિઝલ્ટ એનું ઊંચુ હોવાથી સૌ કોઈ માટે હીરો બની ગયેલો.

રાધે: દોસ્તાર તુ ક્યાંથી આવ્યો છો?તુ તો બહુ હોશિયાર છો...ચાલ આપણે મિત્ર બની જાઈએ...

પાર્થિવ વિચારમાં પડી ગયો.

રાધે: એ...બહુ ન વિચાર નહીં હું તારુ ખુન કરું...?ચાલ મિલાવ હાથ...ત્યારે...

પાર્થિવ: હા... લા... હવે બહુ સેન્ટી ન બન..

રાધે: મને ગુજરાતી બોલતા ન આવડે તું હિન્દીમાં વાત કરીશ અમારી સાથે?

પાર્થિવ: હા... કેમ નહીં?

સૌ છોકરીઓ પાર્થિવને ન્યુ મોડેલ તરીકે જોઈ જ રહેલી..તો કોઈ વાર હસવાનો મોકો ન છોડતી.

પરંતુ પાર્થિવના રિઝલ્ટે તો સૌની બોલતી બંધ કરી દીધી.

પાર્થિવ રિસેષમાં રજા લઈ ગેરેજ ગયો.

ચાલો આપણે નવા મોડેલની મજા લઈએ.

તો મિલાવો હાથ નેતૃત્વ કોણ લેશે...

પરસ્પર ચર્ચા કરતી સૌ છોકરીઓએ મોટા અવાજે એક જ નામ ઉચ્ચાર્યુ."હમારા નેતા કેસા હોગા"તો એક જ પ્રત્યુત્તર...નાયરા જૈસા..."

સૌ છોકરીઓએ નેતાગીરી નાયરાને આપી.

નાયરા: આમાં મને ક્યાં તમે સૌ યજ્ઞનું નાળિયેર બનાવો?બિચારાને હેરાન કરવાની જે યોજના છે તે છોડી ન શકો તમે ? આમ પણ તો?

પરંતુ સૌ છોકરીઓએ એક જ દોહરાયી.

સૌ છોકરીઓ નાયરાની મજાક કરતાં કહી રહેલી"નાયરા આખીય સ્કુલમાં હોટ છોકરી તુ જ છો...તો આ કામ તુ ન કરી શકે?"

નાયરા: પણ તમે સમજો...આ...

સૌ છોકરીઓ: કંઈ જ નથી સાંભળવુ અમારે તારે એને હેરાન કરવો જ પડશે...

નાયરા: શું કામ બિચારાને હેરાન કરવો છે?

સૌ છોકરીઓ: આય... હાય... હાય... શું વાત છે?

નાયરા: જોવો તમે કંઈ ખોટું ન વિચારો...એક માણસાઈના નાતે કહી રહી છું.

સૌ છોકરીઓ: આજ સુધી ક્યારેય આવું બન્યું છે કે તે કોઈ છોકરાને તે ચાખ્યા વગર છોડ્યો હોય એવો આ પહેલો દાખલો છે.

નાયરા: ચીલ...ચીલ...હું એટલી પણ દયાળુ નથી કરીશ એને હેરાન...એ પણ બહુ જ મસ્ત રીતે...

સૌ પ્રથમ: એ...હે... થઈ ને વાત...

નાયરા: પણ અત્યારે સમય નથી હેરાન કરવાનો એને...

તો અહીં પાર્થિવ ગેરેજમાં ઈમાનદારીથી કામ કરતો હતો, તેનું કામ અને કુશળતા જોઈ ગેરેજના પગાર વધારી દીધો.

પાર્થિવ: સર આપનો આભાર હું ઈમાનદારીથી કામ કરીશ...

માલતીબહેનને પોતાની ભૂલનો ભારાવાર પછતાવો હતો.

આંસુઓથી પશ્ચાપ કરી રહેલા.
તેમને દિકરાને ફોન તો લગાડ્યો પરંતુ ફોન સ્વીચ્ડ ઓફ આવી રહેલો.

માલતીબહેનની ચિંતામાં વધારો થયો હતો.પરંતુ પ્રયાસો એમને ન છોડ્યા.
તેઓ છેવટે મુંબઈ જવા પણ નિકળી ગયા.

દિકરાની ફોટો લઈ તેઓ ગલી ગલી શોધવા નિકળ્યા.

પાર્થિવ માટે સૌ મિત્રો ઘરેથી જમવાનું લઈ આવતાં.

પાર્થિવનું મિત્રવર્તુળ વિશાળ બનતું ગયું.

આ લિસ્ટમાં નાયરા શું કામ બકાત રહે?

મહેનત અને ધિરજે પાર્થિવની કિસ્મત બદલી નાંખી.

આમને આમ અભ્યાસ પણ પુરો થયો.પાર્થિવની ઇચ્છા હતી કે તે હવે બિઝનેસ શરૂ કરે...

તે સાઈકલ સફર કરતાં કરતા બેન્ક તરફ ગયો.

બેન્ક મેનેજર તેમના કેબિનમાં બેઠા બેઠા લોન પાસ કરી રહેલા.

પાર્થિવે પોતાના મનની વાત કરી.
ત્યારે તેને હજારનો હપ્તો પાસ કરતી લોન પાસ કરી આપી.દરમહિને પાર્થિવે 1000/- રૂપિયા ભરવા.એ કરાર પુરો કરી પાર્થિવ કોલેજમાં એડમિશન માટે ગયો.

કરાર પુરો કરી પાર્થિવ હોસ્ટેલમાં આવ્યો.પરંતુ ઘરની કચકચથી પર નિજાનંદની શોધ સફળ ન થઈ હોય તેઓ આજે એવો અહેસાસ તેને આરામની ઊંઘ આપી રહેલો.

કોલેજમા એડમિશન કન્ફોર્મ કરાવવા ભીડમાં ઉભો હતો.લાઈન વધતી જાતી હતી.
મારો નંબર ક્યારે આવશે એની રાહ હતી.પાર્થિવ નજાણે કેમ આર્વીના વિચારોમાં ખોવાઈ ગયો હતો.

પરંતુ પાર્થિવ ફોર્મ ભરી સીધો કામ પર ગયો.

સ્કુલમાં પાર્થિવ ન આયો તો ન આયો તો કેમ ન આયો?

વધુમાં હવે આગળ...

આ ચિંતામાં નાયરા ખોવાઈ ગઈ હતી.નાયરાનુ પાર્થિવની ચિંતામાં ખોવાઈ જાવું શું આ પ્રેમ છે કે આકર્ષણ?માલતીબહેન તેમના દિકરા સુધી પહોંચે છે કે કેમ?
"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:13"માં જોઈએ.