મમ્મી હાથ ઉગામ્યો Pravina Kadakia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમ્મી હાથ ઉગામ્યો

મમ્મી હું રાતના મોડી આવીશ .

"પુણ્યા મોડી આવે એટલે મમ્મી તેના જમવાની રાહ જુએ. "

પહેલા પુણ્યા અઠવાડિયામાં એકાદ દિવસ રાતના મોડી આવતી હતી. હમણાંથી ચાર દિવસ

મોડી આવે છે. મમ્મીને ચાર દિવસ રાહ જોવાનું આકરું લાગતું. મમ્મી બોલે કંઈ નહી પણ

દિલમાં હંમેશા શંકા કરે. જુવાન છોકરી રાતના શું કરવા મોડી આવે છે.

બાળપણથી એકલે હાથે પુણ્યાને ઉછેરી હતી. તેના જન્મ સમયે પિતા પરદેશ હતા. સુંદર સમાચાર

સાંભળી ઘરે આવવા વિમાનમાં બેઠા.

નસીબ બે ડગલાં આગળ, વિમાન અકસ્માતમાં ટૂટી પડ્યું. એક પણ પ્રવાસી બચ્યો ન હતો.

પલ્લવીએ એકલા હાથે પુણ્યાને ઉછેરીને મોટી કરી. તકલીફ પડી તેનો સામનો કર્યો. અકસ્માતમાં

પિયુષ ગયો એના કારણે પૈસા તો મળ્યા કિંતુ પૈસા માનવીની ખોટ પૂરી ન કરી શકે. હા, જીવનમાં

સુવિધા પ્રાપ્ત થાય.

પિયુષની નિશાનીને લક્ષમાં રાખી પલ્લવી એ ફરી પરણવાનો વિચાર ઉગતા પહેલા જ

ડામી દીધો. પુણ્યા જાણતી હતી. હવે એ નાની બાળકી ન હતી. માને ખૂબ પ્યાર કરતી. સાથે

પોતાના જીવનમાં સેવેલું સ્વપ્ન ઉછેરતી.. એમ. બી. એ. નું છેલ્લું વર્ષ હતું. મહેનત કરતી.

સાથે સાથે એક ખાનગી ઓફિસમાં નોકરી મળી હતી. એકાદ વખત મોડું થતું તો મમ્મી ચલાવી

લેતી. હવે એને ચિંતા થઈ. એવું તો શું કામ કરે છે કે દીકરી ચાર દિવસ મોડી આવે છે ?

પૂછવાની હિંમત ન હતી. તે જાણતી હતી પુણ્યા કોઈ પણ ખોટું કામ નહીં કરે. એટલો વિશ્વાસ

તો મમ્મીને હતો.

આજે રોજ કરતા ૧૫ મિનિટ મોડી આવી. મમ્મીના મોઢા પર પ્રશ્ન જોયો, તેને અવગણીને રુમમાં

જતી રહી. મમ્મીને ફોન કરવાનું ભૂલી ગઈ હતી કે 'આજે તે જમવાની નથી'.

ગુસ્સામાં મમ્મી રૂમમાં આવી, 'જમવાની નહોતી તો એક ફોન ન કરાય ? તને ખબર છે તારા

આવ્યા પછી આપણે સાથે જમીએ છીએ.'

'મમ્મી, કામના બોજા તળે દબાયેલી છું. માફ કરજો ભૂલી ગઈ. ખૂબ થાકેલી હોવાને કારણે હું

તારી સાથે ટેબલ પર પણ નહી બેસી શકું'.

જો એક મિનિટ પણ પુણ્યાના રુમમાં વધારે ઉભી હોત તો આંખના આંસુ બહાર ધસી આવત.

આજે તો પુણ્યાને પણ ખરાબ લાગ્યું. મમ્મીને ફોન ન કરવા બદલ દિલગીરી થઈ. ખૂબ મોડું થઈ

ગયું હતું.

માફી માગી તો પણ મમ્મી કશું બોલી નહીં. પુણ્યા થાકેલી હતી પરંતુ મમ્મીને નારાજ જોઈ દુઃખી

થઈ જેના કારણે ઉંઘ ઉડી ગઈ. મમ્મી સાથે વાત કરવાની તાકાત ન હતી. મનમાં વિચાર્યું, સવારે

મમ્મી સાથે વાત કરી તેને મનાવી લઈશ.

સવારનો સૂરજ આશાનું કિરણ લઈને આવે. મમ્મીનો ગુસ્સો ઉતરી જશે. પુણ્યાને કોઈ અફસોસ

નહી રહે કે , 'શામટે અઠવાડિયામાં ચાર દિવસ તે મોડી ઘરે આવે છે. '

દિવાળીના દિવસો હતા. પુણ્યાને થયું મમ્મીને ખુશ રાખવી હોય તો પંજાબી પહેરુંને મંદિરે મમ્મી

સાથે જાઉં . પુણ્યા આ વર્ષે ૨૫ની થવાની હતી. મમ્મીને તેના લગ્નની ચિંતા સતાવતી હતી. સવારે

ઊઠી, મમ્મીને પગે લાગી,' મમ્મી ચાલો આજે મંદીરે દર્શન કરવા જઈએ. પલ્લવીને નવાઈ લાગી,'બેટા

તને તાવ આવ્યો છે'?

કેમ મમ્મી એવું પૂછે છે ?

'તારો પ્રશ્ન સાંભળીને'.

પુણ્યા ખડખડાટ હસી પડી.

મમ્મી, પુણ્યાના લગ્ન માટે ઉતાવળી હતી, પણ પછીનો વિચાર એના દિલમાં ક્યારેય નહોતો

આવ્યો. પલ્લવીને એમ ન થતું કે પુણ્યાના ગયા પછી પોતે એકલી થઈ જશે.

પુણ્યાને આ વિચાર સતત સતાવતો હતો. તેને કારણે પવન સાથે પોતાની મૈત્રી છુપાવી હતી.

આજે પવનને ઘરે આવવાનું આમંત્રણ આપી ચૂકી હતી. મા અને દીકરી દર્શન કરીને આવ્યા. હજુ

તો ઘરમાં આવ્યા, ચાવીને પણ એની જગ્યા પર મૂકી ન હતી. ચંપલ પણ પગમાંથી કાઢ્યા ન હતા.

ત્યાં કોઈ બારણામાં આવીને પૂછી રહ્યું હતું. 'પુણ્યા મહેતા અહીં રહે છે'?

પુણ્યા પવનને જોઈને તેને ગળે વળગી.

મમ્મીને તો હજુ પવન અને પુણ્યાના સંબંધ વિશે કંઈ ખબર ન હતી.

ગુસ્સેથી 'પુણ્યા આ શું છે" કહીને થપ્પડ મારવા હાથ ઉગામ્યો !

*********************************