લલિતા - ભાગ 13 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 13

બા એ કિધેલી વાત લલિતાના ગળે ઉતરી હોય તેમ તે બીજે દિવસે સવારે ઉઠીને તેના બેન અને બનેવી પાસે જાય છે અને કહે છે કે 'તમે એમને ત્યાં ના પાડવા માટે નહીં જતાં. હું તેમની સાથે ફિલ્મ જોવા જવા માટે તૈયાર છું'

'કાલ સુધી તો ગભરાયેલી હતી અને ના પાડતી હતી તો અચાનક શું થઈ ગયું?' પ્રકાશભાઈ આતુરતા પૂર્વક તેને પ્રશ્ન પૂછે છે.

લલિતા કહે છે, ' બસ મેં આખી રાત બહુ વિચાર કર્યો કે મારા આવા વર્તનથી એમનું દિલ દુભાશે અને આવી રીતે સીધી ના પાડી દેવાથી સારું પણ નહીં લાગશે.'

'જો લલિતા તું પાકું વિચારીને કહે નહીંતર પછી મારે નિચાજોણું થશે.' પ્રકાશભાઈ પૂછે છે. પણ લલિતા ફિલ્મ માટે હા જ પાડે છે.

પ્રકાશભાઈ ઑફિસ માટે થોડા વહેલાં નીકળીને અર્જુન ઘરે જાય છે. સદનસીબે અર્જુન જ દરવાજો ખોલે છે.

'આવો, અંદર આવો. પપ્પા હમણાં નાહીને બહાર આવશે. બેસો.' અર્જુન પ્રકાશભાઈને આવકારતા કહે છે.

'ના અર્જુન કુમાર મારાથી અંદર નહીં અવાશે. મને મોડું થઈ ગયું છે. ફરી કોઈ વખત. આ તો હું ખાસ લલિતાનો સંદેશ લઈને આવ્યો હતો કે તે ફિલ્મ જોવા માટે તૈયાર છે પણ તમે કાલે ઘરે આવ્યાં હતાં ત્યારે હું પૂછવાનું જ ભૂલી ગયેલો કે ફિલ્મનો શૉ કેટલા વાગ્યાનો છે અને લલિતાને તમે કેવી રીતે અને ક્યાં મળશો.' એમ પ્રકાશભાઈ અર્જુનને કહે છે.

'હા, એ તો મારા મગજમાંથી જ નીકળી ગયેલું હતું. ચિંતા નહીં કરો હું સાંજે તમારા ઘરે આવીને લલિતાને લઈ જઈશ અને ફિલ્મ પુરી થાય એટલે પાછો મૂકી પણ જઈશ. ઘરની નજીક આવેલા થિયેટરમાં જ ફિલ્મ જોવા જવાનાં છે એટલે ચિંતા નહીં કરશો.' અર્જુન પ્રકાશભાઈને સવિસ્તર માહિતી આપતાં કહે છે.

પ્રકાશભાઈ અર્જુનના ઘરેથી નીકળે છે અને બીજી બાજુ જ્યંતિભાઈ નાહીને બહાર નીકળે છે. બહાર આવીને અર્જુનને પૂછે છે કે કોણ આવ્યું હતું?

અર્જુનથી સત્ય બોલાય જાય છે. ત્યાં જ્યંતિભાઈને ફરી ખાખણી ચઢે છે, 'ચાલુ થઈ ગયાં પૈસા ઉડાવવાના હમણાંથી. જલસા કરો. સવાર સવારમાં ખર્ચાની વાત ચાલુ કરી દીધી.'

અર્જુન કંઈ સામે જવાબ આપવા જાય ત્યાં ઇન્દુબેન અને બા આવી ચઢે છે. અને અર્જુને બીજી વાતમાં પાડીને તેને ઓફિસમાં જવા માટે રવાના કરી દેઈ છે. અર્જુન ઑફિસે જઈ રહ્યો હતો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહોંચ્યો હશે ત્યાં બા દોડીને નીચે આવી.

'અર્જુન, ઉભો રહે એક મિનિટ. મારે કામ છે.' બા દોડીને દાદરા ઉતરીને આવી એટલે હાંફી ગઈ હતી.

'શું થયું બા કેમ ભાગીને નીચે આવી? બે મિનીટ શ્વાસ લઈને બોલ.' અર્જુને બા ને દાદરા ઉપર બેસાડીને કહ્યું.

બા એ ધીરે રહીને તેની સાડીના પલ્લુમાં બાંધેલી ગાંઠ ખોલી અને તેમાંથી દસ રુપીયા કાઢીને અર્જુનના હાથમાં મૂકી દીધા
'લે, દીકરા મને ખબર છે તારી પાસે ખિસ્સામાં પૈસા નથી. પહેલી વખત વહુને બહાર લઈ જવાનો છે તો શું હાથ હલાવતાં જ જવાનો છે. તેના માટે કંઈ લઈ જજે અથવા તો તેની સાથે બેસીને નાસ્તો કરી લેજે.'

બા ની આવી લાગણી અને પ્રેમ જોઈને અર્જુનની આંખમાં આંસુ આવી ગયા. તેને ખબર હતી કે આ પૈસા બા એ કેટલાય દિવસો સુધી બચાવીને જમા કરેલા હશે અને મને એકી ઝટકે આપી દીધા.

અર્જુન બા ને ભેટી પડે છે. બા અર્જુનના માથે પ્રેમથી હાથ ફેરવે છે જાણે અર્જુના દરેક દુઃખને તેમ કરીને હળવા કરવાની કોશિશ કરી રહી હોય.

સાંજ થાય છે લગભગ સાંજે ૭.૦૦ વાગ્યે અર્જુન પ્રકાશભાઈના ઘરે આવે છે. જોકે પ્રકાશભાઈ અર્જુનના આવવાની ખબર હોય ઘરે જલ્દી આવી ગયાં હતાં. અર્જુનના માટે ઘરમાં ગરમાગરમ નાસ્તો અને મીઠાઈ લાવવામાં આવ્યાં હતાં.

ઘરનાં આંગણે અર્જુને જોઈ લલિતાનો હરખ સમાતો ન હતો. સહેજ ઉંચી નજર કરીને તે અર્જુનને જોઈને ફરી પાછી રસોડામાં જતી રહે છે.

'લલિતાને બોલાવશો. ૭.૩૦ નો ફિલ્મ શૉ છે. આજે હું અંદર નથી આવતો નહીંતર અમને પહોંચતા મોડું થઈ જશે. લલિતા રેડી છે ને?' એમ અર્જુન પૂછે છે.