બલિદાન પ્રેમ નુ.. - 11 DC. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બલિદાન પ્રેમ નુ.. - 11

હા મને ખબર છે.. તારા પપ્પા એ કઈ જ નથી કર્યું પણ બધુ કરેલુ મારુ જ છે... અનિકા મેડમ બોલ્યા તો નેહા એમના સામે આશ્ચર્ય થી જોઈ રહી..

નેહા અનિકા મેડમ વિશે જૂની યાદો જ વિચારી રહી હતી કે એટલા માં જ એના રૂમ નો દરવાજો કોઈક એ ખખડાવ્યો... નેહા એ જોયું તો સામે મલય ઉભો હતો... નેહા તરત જ બેડ પર બેઠી થઇ ગઈ અને ઘડિયાળ માં જોયું તો બપોર ના ૩:૩૦ વાગ્યા હતા.

અરે મલય આવ ને! અંદર આવ! નેહા બોલી.

સોરી તને ડિસ્ટર્બ કરી પણ એ એક્ચ્યુઅલી માં મારી એક ફાઈલ કમ્પ્યુટર વાળા ટેબલ માં છે તો હુ લઇ શકુ? મલય પૂછે છે.

અરે હુ એમ જ બેઠી હતી. કઈ ડિસ્ટર્બ નથી કરી અને હા તારું જ ઘર છે. તારે જે જોઈએ એ લઇ લે. નેહા બોલી.

નેહા વોશરૂમ માં ફ્રેશ થવા જતી રહે છે. ત્યાં જ મલય ટેબલ માં ફાઈલ શોધે છે અને એને કંઈક જરૂરી બીજા કાગળ યાદ આવતા એ સામે નું વૉર્ડરોબ ખોલે છે કાગળ લેવા માટે.

વૉર્ડરોબ ખોલતા જ એની આંખો ફાટી જાય છે. આ શું?
એની અંદર નાસ્તા ના પેકેટ જોવા મળે છે. મલય વિચાર માં પડી જાય છે કે આ અહીં આવી રીતે છુપાઈ ને નાસ્તો મુકવાનો શુ મતલબ છે? નેહા આવુ ક્યાર થી કરવા લાગી ગઈ. એટલા માં વોશરૂમ માં થી નેહા નો બહાર આવવા નો અવાજ આવતા મલય વૉર્ડરોબ ફટાફટ બંધ કરી ને ફાઈલ લઇ ને ઉભો રહે છે.

નેહા બહાર આવે છે તો મલય એને જોયા જ કરે છે. નેહા મોઢું ધોઈ ને લૂછતી લૂછતી બહાર આવે છે. એના ચહેરા પર એ પાણી ના છાંટા ચમકતા હતા... એના ખુલ્લા વાળ જેને નેહા બાંધવા જ જતી હતી કે મલય બોલી ઉઠ્યો, "રહેવા દે ને! તારા વાળ ખુલ્લા જ સારા લાગે છે."

નેહા એ એના સામે જોયું તો મલય પોતાની ફીલિંગ્સ છુપાઈ ના શક્યો અને નેહા ની એકદમ નજીક જઈ ને ઉભો રહી ગયો... નેહા એની આંખો માં જોઈ રહે છે.. નેહા ને આજે પણ એની આંખો માં પોતાના માટે અપાર પ્રેમ દેખાય છે...
નેહા ના ચહેરા પર એક લટ આમ તેમ ઉડ્યા કરતી હતી જેને મલય સરખી કરે છે... મલય ના હાથ નો સ્પર્શ થતા જ નેહા ને એક અજીબ લાગણી નો અનુભવ થાય છે જેના માટે છેલ્લા પાંચ વર્ષ થી એ જાણે તડપતી હતી... નેહા ની આંખો માં પાણી ભરાઈ આવે છે.... એ મલય થી દૂર જવા જાય છે પણ પગ ભીના હોવા થી લપસી જાય છે અને મલય એને પડતા બચાવી લે છે... મલય એ બંને હાથ થી નેહા ને કમર થી પકડી રાખી હોય છે.બંને એક બીજા ની આંખો માં ખોવાયેલા હોય છે... બંને એક બીજા માટે પોતાનો પ્રેમ પોતાની આંખો માં છુપાઈ નથી શકતા.

નેહા મલય નો હાથ છોડાવી ને ઉંધી ફરી જાય છે... એ રડી રહી હોય છે. મલય એના સામે આવી ને ઉભો રહી જાય છે.
નેહા પોતાના આંસુ છુપાવા માંગે છે પણ છુપાઈ નથી શક્તિ.

મલય નેહા ના ખભા પર હાથ મૂકી ને પૂછે છે. શુ થયુ?

નેહા મલય ને વળગી પડે છે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.ક્યાંય સુધી મલય એના માથા પર હાથ મૂકી ને એને શાંત કરવા પ્રયત્ન કરે છે. મલય નેહા ને બેડ પર બેસાડે છે અને પાણી આપે છે. મલય નેહા ના પગ આગળ બેસે છે અને એને પૂછે છે. નેહા તુ તારી મુસીબત મને કહીશ નહિ તો મને સમજ કઈ રીતે પડશે? એક વાર મારા પર વિશ્વાસ કરી ને તો જો. નેહા કઈ બોલી નથી શક્તિ. એ ચુપચાપ નીચુ જોઈ ને બેઠી હોય છે.

એટલા માં રામુકાકા આવે છે. રામુકાકા દરવાજો ખખડાવે છે. રામુકાકા ને આવતા જોઈ ને નેહા આંસુ લૂછી ને ઉભી થાય છે અને મલય પણ ઉભો થાય છે.

નીચે રાજ સાહેબ અને સોનિયા મેડમ આવ્યા છે. રામુકાકા જણાવે છે.

મલય બહાર સીડીઓ સુધી જાય છે અને રાજ ને બેસવાનુ કહી ને પોતે પાછો નેહા પાસે આવે છે.

નેહા આર યુ ઓકે? મલય પૂછે છે.

હમ્મ .. નેહા હલકી સ્માઈલ સાથે હકાર માં માથુ હલાવે છે.

રાજ અને સોનિયા કદાચ શોપિંગ માટે આવ્યા હશે. જઈએ આપણે? નેહા પૂછે છે.

હા ચાલ તૈયાર થઇ જા હું પણ ફ્રેશ થઇ જઉ પછી જોડે જ જઈએ.મલય બોલે છે.

નેહા હમ્મ કહી ને ચેન્જ કરવા જતી રહે છે.

જેમ તમે નેક્સટ પાર્ટ ની રાહ જોતા હતા એમ હું પણ આપણા અભિપ્રાય ની રાહ જોઉં છુ મિત્રો... તો અભિપ્રાય લખવાનું ભૂલતા નહિ...

નેહા નું રડવા નું કારણ શુ હશે?

નેહા નાસ્તો વૉર્ડરોબ માં કેમ છુપાવે છે?

શું બધા જોડે શોપિંગ પર જય શકશે? કે ત્યાં કોઈ મળશે?

જોઈએ નેક્સટ પાર્ટ માં...
જોડાયેલા રહો ... મને ફોલો કરો...

-DC