વરદાન કે અભિશાપ - ભાગ 28 Payal Chavda Palodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરદાન કે અભિશાપ - ભાગ 28

વરદાન કે અભિશાપ (ભાગ-૨૮)

            (નરેશ મકાન ખરીદવાની વાત પ્રકાશના ઘરે રૂબરૂમાં જઇને કરે છે. એક અઠવાડિયા પછી મકાન ખરીદવાનું મૂર્હત નકકી થાય છે. ધનરાજભાઇ નરેશને પચાસ ટકા જેટલા પૈસા આપે છે અને બાકીના પૈસા ચારેય ભાઇઓ આપે છે. હવે નરેશની ઇચ્છા આ મકાન ભાડે આપવાની હતી. જેથી તેના પપ્પાને વધારાની એક આવક ઉભી ઇ જાય. એ માટે તે અને સુશીલા ત્રણ થી ચાર દિવસ મકાનની સાફ-સફાઇ કરવા જાય છે. નરેશને પપ્પાને ભાડવાત મળી ગયો છે અને મકાન ભાડે આપી દઇએ એ વિશે વાત કરવાનો ઘણો ઉત્સાહ હોય છે જયારે ધનરાજભાઇ ને મણિબેનને નરેશને તે જ મકાનમાં રહેવા મોકલવાનો ઇરાદો હતો. પણ આ તો નરેશ જ તેમની સામે આવી જાય છે. આખરે ધનરાજભાઇ નરેશને મકાન પર તેને જ રહેવાન જવાની વાત કરી લે છે. મણિબેન અને ધનરાજભાઇ બંને નરેશને કોઇ નાના બાળકને સમજાવતા હોય એ રીતે બહુ જ પ્રેમથી સમજાવે છે. નરેશના આંખમાંથી તો આંસું જ સૂકાતા નથી. હવે આગળ..............)

            નરેશ અને સુશીલા એકબીજાની સામે જોઇ રહ્યા હોય છે. એક શબ્દ પણ બોલવાની તેમના બંનેમાં હિંમત ન હતી. એક ઝાટકામાં તો તેમની દુનિયા જ બદલાઇ ગઇ. કયાં અહી માતા-પિતાની છત્રછાયામાં રહેવાનું હતું અને કયાં હવે એકલા બંગલામાં રહેવાનું !!!!! નરેશ નિઃસાસો નાખતાં કહે છે કે, કાશ મે પ્રકાશને મકાન ખરીદવાની વાત જ ન કરી હોત તો આજે મારે ભોગ ન આપવો પડત.......!!!!!!!

સુશીલા : પણ તમે પપ્પાને વાત કરી જુઓને. હાલ આપણે આ મકાનમાં રહેવા નથી જવું. કોઇ બીજાને મોકલી દે.

નરેશ : હમમ............તારી વાત સાચી છે. હું હાલ જ પપ્પાને કહી આવું છું.

            એટલી વારમાં તો ધનરાજભાઇ અને મણિબેન નરેશના રૂમમાં આવી જાય છે. આવતાં જ તેઓ નરેશ અને સુશીલાના માથે હાથ મૂકે છે અને શાંત મને મકાન પર રહેવાની તૈયારી કરવા કહે છે. ધનરાજભાઇને જોતાં નરેશ ખુશ થઇ જાય છે કે કદાચ પપ્પાને હવે હું મનાવી લઇશ. તે તરત જ તેમને ભેટી પડે છે.

નરેશ : પપ્પા, મારે તમને એક વાત કહેવી હતી ?

ધનરાજભાઇ : હા બોલ.

નરેશ : મારે નવા મકાનમાં રહેવા નથી જવું તમે બીજા કોઇ ભાઇને ત્યાં મોકલી દોને.

            ધનરાજભાઇ અને મણિબેન તો આશ્ચર્યથી એકમેકની સામે જુએ છે.

ધનરાજભાઇ : એ શકય નથી, બેટા. તારે જ રહેવું જવું પડશે.

નરેશ :  પણ હું જ કેમ ? ભાનુપ્રસાદ છે, કમલેશ છે અને સુરેશભાઇ પણ છે. તો પછી હું જ શું કામ અલગ રહેવા જવું?

ધનરાજભાઇ : આ મકાન લીધું ત્યારે મે નહોતું વિચાર્યુ કે તું આ મકાન પર જઇશ. પણ મકાન લીધા પછી મને થયું કે આ મકાન તો તારા કામમાં જ આવશે.  

નરેશ : પણ કેમ ? હું ખુશ છું આ ઘરમાં.

ધનરાજભાઇ : અમે પણ ખુશ જ છીએ પણ મે બહુ જ સમજી વિચારીને તને આ મકાન આપી દીધું છે. જો સુરેશ તમારા બધા કરતાં મોટો છે અને તેને જમીન છે એટલે તેને મકાન બનાવવા મદદ કરીશું, ભાનુપ્રસાદ તો સૌથી નાનો છે એટલે અહી મકાનમાં તે ઉપર બરાબર છે અને કમલેશની વહુ તો કાયમથી અહી તારી મમ્મી જોડે છે એટલે એ અહી રહેશે. તું મોટો છે એટલે તારે માટે આ ઘર લઇ લીધું.  

નરેશ : (તેને પિતાનું આ વલણ કઇ સમજાયું જ નહિ. આખરે તેણે બગાવત પર જ ઉતારવાનું જ નકકી કર્યુ.) મારે નથી જવું મકાન પર. તમારે જેને મોકલવો હોય તેને મોકલી દો. (એમ કહીને તે રૂમની બહાર જાય છે. ત્યાં જ ધનરાજભાઇ લાગીસભર શબ્દોથી બોલાવે છે)

ધનરાજભાઇ : બેટા, આ મકાન તારા માટે જ છે અને એમાં જ તારી ભલાઇ છે અને (પછી એકદમ ગુસ્સામાં) જો તું આ મકાનમાં રહેવા ના જાય તો આ બંને મકાન હું વેચી મારીશ અને તમે બધા ઘરના ભાડા ભરજો.

નરેશ : પપ્પા હવે તમે મને ઇમોશનલ બ્લેકમેઇલ કરો છો.

ધનરાજ : એવી વાત નથી. પણ તારે જવું જ પડશે. મારી વાત માની લે. નહીતર હું બંને મકાન વેચી મારું.

          નરેશ અને સુશીલા લાગણીશીલ હોવાને કારણે બંને તેઓની ઝાળમાં ફસાઇ જાય છે અને આખરે તેમની છેલ્લી નાકામ કોશીશ પણ કઇ અસર નથી કરતી ને તેઓ હતાશ થઇને નવા ઘરમાં જવા માટે તૈયારીઓ ચાલુ કરી દે છે.

            ધનરાજભાઇ અને મણિબેન માટલી મૂર્હતનું નકકી કરી દે છે. જેમાં તેઓ તેમની પુત્રી ગીતાને હાથે માટલી મૂકાવાના હોય છે. જેના કાયમથી તેમના પતિ સાથે ઝઘડા જ ચાલતા હોય છે. નરેશના બનેવીની માટલી મૂર્હત પર પધરામણી શું લઇને આવે છ તે હવે જોવાનું રહ્યું!!!!!!!!!!!!!!!!!!!!!! અને તે બંનેના આવવાથી બધા થોડા ચિંતામાં તો હતા જ. પણ દીકરી છે એટલે આવકાર આપવો પડે.  

 

(દીકરી ગીતા અને જમાઇ ગોરધનના આગમનથી પરિવારજનો કેમ ચિંતામાં હતા ? જે રહસ્ત અકબંધ છે શું એમાં આમનો પણ કોઇ મહત્વનો ભાગ છે?)

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૯ માં)

-  પાયલ ચાવડા પાલોદરા