સૂર્યાસ્ત - 9 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સૂર્યાસ્ત - 9

સુર્યાસ્ત ૯
ધનસુખ ડોક્ટરપ્રધાન ની કેબિન માંથી યંત્રવત ધીમા ધીમા ડગલા ભરતો એક હારેલા યોદ્ધા ની જેમ બાહર આવ્યો.બાપૂજીનો હાથ હળવેકથી પોતાના હાથ મા પકડીને એ ટેક્સી માં બેઠો.ધનસુખ ના ઉતરેલા ચહેરાને જોઈને જ સૂર્યકાંત વગર કહ્યે સમજી જ ગયા હતા કે ડોક્ટરે શું કહ્યું હશે? છતા એમણે ધનસુખ ના ખંભે હાથ રાખીને હળવેક થી પૂછ્યુ.
"બોલ ધનસુખ.શું કહ્યું ડોક્ટરે?"
ધનસુખ સાચે સાચુ કઈ રીતે કહે? કચવાતા જીવે.કંપતા સ્વરે અને થોથવાતી જીભે એ બોલ્યો.
"બધુ બરાબર છે એમ કહ્યું."
જવાબ માં બાપુજીએ સ્મિત કરતા.અને ધનસુખ ને હિંમત આપતા કહ્યુ.
"દીકરા મારા.તારો ચહેરો જ ચાડી ખાય છે કે તુ ખોટુ બોલે છે.અને ડોક્ટરે શું કહ્યું હશે?પણ તું ચિંતા ના કર.નવમા મહિના સુધી તો મને કંઈ જ નહીં થાય. બસ તુ તનસુખ ને સમાચાર મોકલ કે મને એક વાર મળી જાય."
ઘરે આવીને ધનસુખે પોતાના નાના ભાઈ તનસુખ ને ફોન લગાડ્યો અને રડમસ સ્વરે ડૉકટર પ્રધાને કહેલી વાત એને કહી સંભળાવી.સાંભળી ને તનસુખ પણ ઢીલો થઈ ગયો.અને બોલ્યો.
"ભાઈ.હુ જેમ બને તેમ જલદી આવવા ની કોશિષ કરુ છુ."
મનસુખ પણ પોતાના પિતા વિશે ડોક્ટરે કહેલી વાત સાંભળી ને રડમશ થઈ ગયો.
સપ્ટેમ્બર બે હજાર નવ ની શરૂઆત માં જ તનસુખ અમેરિકાથી આવી ગયો. પોતાના ત્રણે પુત્રોને એક સાથે જોઈને સૂર્યકાંત ને ઘણો જ હર્ષ થાય છે.ઘણા સમય પછી એમણે ત્રણે પુત્રોને એક સાથે જોયા.સંતોષ નો ઓડકાર ખાતા એ કહે છે કે.
"બસ હવે મને મરવાની મજા આવશે. હવે મને કોઈ પણ જાતનો હરખ શોક નથી રહ્યો."
"બાપુજી.અમને હજી તમારી જરુર છે."
બાપુજી ના જમણા હાથને પોતાના ચેહરા ઉપર અડાડતા મનસુખ બોલ્યો.
મનસુખ ની હથેળી ને ચુમતા સૂર્યકાંત બોલ્યા.
"બેટા.મૃત્યુ દરેક નુ નિશ્ચિત જ છે. કોઈક નુ વહેલુ કોઈક નુ મોડુ.અને બે હજાર નવ નો નવમો મહીનો પણ શરૂ થઈ ગયો છે ને?"
બાપુજીની વાત સાંભળી ને ત્રણે દિકરાઓ ને શુ બોલવુ એ સુઝતું ન હતુ. ત્રણે શોકાતુર નજરે પોતાના પિતા ને ફકત જોઈ રહ્યા.
તનસુખ ના આવ્યા ના અઠવાડિયામાં સૂર્યકાંત ની તબિયત વધારે બગડી અને એમને ફરી એકવાર શ્રીરામ હોસ્પિટલ માં દાખલ કરવા પડે છે.દસ દિવસ ની ટ્રીટમેન્ટ પછી તબિયતમાં થોડોક સુધારો દેખાતા એમને ઘરે લઈ આવવામાં આવે છે.ત્રણે દીકરાઓ બાપુજીની ઘણી જ કાળજી રાખે છે.મનસુખ ની વહુ સરલા બાપુજીના પગ દબાવી આપતી.માથુ દબાવી આપતી.અને ધનસુખ ની પત્ની પ્રિયા બાપુજીના ખાવા પીવાનું ધ્યાન રાખતી.એક દિવસ મનસુખ દુકાને જતો અને ધનસુખ પોતાના પિતા પાસે રહેતો. બીજે દિવસે ધનસુખ દુકાને જતો અને મનસુખ બાપુજીની સેવા કરતો.અને તનસુખ તો ચોવીસે કલાક પોતાના બાપુજીની ચાકરી મા રચ્યો પચ્યો રહેતો. તનસુખ જ્યારે પણ ભારત આવતો તો એ પંદર થી વીસ દિવસ માંડ માંડ રોકાતો.અમેરિકા મા એણે પોતાનો બિઝનેસ ખાસ્સો ફેલાવ્યો હતો.એટલે એ વધુ સમય પોતાના પરિવારને. પોતાના ભાઈઓ ને આપી ના શકતો. પણ આ વખતે એ દોઢ મહિનો રોકાયો. અને પોતાના બાપુજીની એણે દિલથી સેવા કરી.ઓક્ટોબરના અંતમાં એ પાછો અમેરિકા ગયો.
તનસુખ ના ગયા પછી એકાદ અઠવાડિયુ સૂર્યકાંત ને સારુ રહ્યુ. નવેમ્બરના બીજા વીકમા સૂર્યકાંત સાવ પથારી વશ થયા.ધનસુખ પહેલા તો બાથરૂમમાં લઈ જઈને બાપુજીને ખુરશી પર બેસાડીને સ્નાન કરાવતો.પણ હવે એ શક્ય ન હતું.ત્યારે એ બાપુજીને પથારીમાં જ ગરમ પાણીથી ફક્ત સ્પંચ કરતો.અને પ્રિયા એમાં એને મદદ કરતી. તનસુખ રોજ ફોન ઉપર બાપુજીના સમાચાર પૂછતો.
હવે સૂર્યકાંતના અંતિમ દિવસો શરૂ થઈ ચૂક્યા હતા.