સૂર્યાસ્ત - 7 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યાસ્ત - 7

સુર્યાસ્ત ૭
શાંતા બહેને દુકાનવાળા ને પૂછ્યુ.
કેટલા રૂપિયાની છે ભાઈ?"
"ફક્ત બાર રૂપિયાની છે બહેન."
"બાર રૂપિયા?"
બાર રુપિયા ભાવ સાંભળીને શાંતા બહેને અલકા ના હાથમાંથી ઢીંગલી લઈને દુકાનવાળા ને પાછી આપતા કહ્યુ.
"બહુ મોંઘી છે ભાઈ.રહેવા દો."
"શું કામ દીકરીને નારાજ કરો છો?તમે કેટલા આપશો બોલો?"
"છ રુપિયા મા આપવી છે?"
શાંતા બહેને પૂછ્યુ.તો દુકાનવાળાએ હસતા હસતા કહ્યુ.
"શું બેન? બાર રૂપિયાની ઢીંગલી માં છ રૂપિયાની કમાણી તે કાંઈ હોતી હશે?
રૂપિયો ઓછો આપજો બસ."
શાંતાબેન હજી કાંઈ કહેવા જતા હતા. પણ ત્યા સૂર્યકાંતે ખિસ્સા માથી દસ રૂપિયાની નોટ કાઢીને દુકાનવાળા ને આપતા કહ્યું.
"લ્યો આ દસ રૂપિયા રાખો.અને વાત આટોપો."
ત્યાં શાંતાબેન.
"ઉભા રહો જરાક.તમને તો બહુ ઉતાવળ ભઈસાબ."
"હવે ક્યાં સુધી રકઝક કરવી.મુકને માથાકૂટ."
સૂર્યકાંતે કહ્યુ.ત્યાં એ જ દુકાનમાં એક મોટા પાણી ભરેલા ટબ માં એક નાની એવી પતરા ની બોટ તરતી હતી.અને એની ઉપર ધનસુખ ની નજર પડી.અને એ બોલી ઉઠ્યો.
"બા.બા.કેવી મસ્ત બોટ છે જુઓને."
શાંતા બહેને એનો હાથ પકડીને ખેંચતા કહ્યું.
"બેન માટે ઢીંગલી લેવાઈ ગઈ છે હો.
હવે કાંઈ લેવાનું નથી."
ધનસુખ ચૂપચાપ બા ની આંગળી પકડીને ચાલવા લાગ્યો.
બસ સ્ટોપ પર આવ્યા તો બહુ લાંબી લાઈન ઉતારુઓ ની લાગેલી હતી. સૂર્યકાંતે આ લાઈન જોઈને કહ્યુ.
"કિરણ.જેટલી વાર માં આપણો નંબર આવશે ત્યાં સુધીમાં તો આપણે ચાલતા વાંદરા સ્ટેશને પહોંચી જઈશુ.બોલ કેમ કરશુ?"
"તો ચાલો.ચાલવા માંડીએ."
શાંતા બહેને પતિની વાતને સ્વીકારી લેતા કહ્યુ.
"તુ એક પાંચ મિનિટ છોકરાઓને લઈને અહીં ઉભી રહે.હું હમણાં આવુ છુ."
કહીને સૂર્યકાંત જતા રહ્યા અને એ બે ચાર મિનિટમાં પાછા આવી પણ ગયા. શાંતા બહેને પૂછ્યું.
"ક્યાં ગયા હતા?"
"વોશરૂમ."
સૂર્યકાંતે સ્માઈલ કરતાં કહ્યું.
ઘરે પહોંચતા સુધીમાં તો ધનસુખ રસ્તામાં જ સૂર્યકાંત ના ખંભે માથું નાખીને સુઈ ગયો હતો.
સવારે જ્યારે એ ઉઠ્યો તો સૂર્યકાંતે
કહ્યુ.
"ધનસુખ જા તારી બા પાસેથી કથરોટ લઈ આવ."
ધનસુખ રસોડા માથી કથરોટ લઈને આવ્યો.પછી સૂર્યકાંતે મેનકા ને કહ્યુ.
"બેટા મેનકા.એક કળશી પાણી લઈ આવતો."
મેનકા પાણીની કળશી લઈને આવી. સૂર્યકાંતે કળશી નું પાણી કથરોટમાં ઠાલવ્યુ.અને પછી ધનસુખ ને કહ્યુ.
"જા ધનસુખ.નાની બેન ક્યાં છે?એને બોલાવી લાવતો."
ધનસુખ નાની બેન ને બોલાવી લાવ્યો. પછી સૂર્યકાંતે શાંતા બહેનને હાંક મારી.
"કિરણ અહીં આવતો.સાથે માચીસ લેતી આવજે."
પાણી ભરેલી કથરોટ ની ફરતે ત્રણેય છોકરાઓને સૂર્યકાંતે બેસાડ્યા.અને પછી પોતાના બંડી ના ખીસ્સા માંથી એમણે એક બોક્સ કાઢ્યુ.અને ધનસુખ ને દેખાડતા બોલ્યા.
"આ જો ધનસુખ.તારે આ બોટ લેવી હતી ને?"
બાપુજી ના હાથમાં પોતાને ગમતી બોટ નું બોક્સ જોઈને ધનસુખ ને સુખદ આશ્ચર્ય થયુ.અને આનંદના અતિરેકમાં આવી જઈને એ બાપુજીને વળગી પડ્યો.સૂર્યકાંતે એ બોટ ને કથરોટ ના પાણી માં મૂકી.અને એની ઉપર એક નાનો એવો મીણબત્તીનો ટુકડો મૂક્યો. અને જેવી મીણબત્તી સળગાવી.કે બોટ "ફટ.ફટ.ફટ"
કરતી કથરોટમાં ગોળ ગોળ ફરવા લાગી ધનસુખ બોટ ને કથરોટ મા ગોળ ગોળ ફરતી જોઈને આનંદથી કિકિયારીઓ. અને તાળીઓ પાડવા લાગ્યો.અને એ ફરિવાર એ પોતાના પિતાના ગળે વળગી ગયો.
"બાપુજી.બાપુજી.મારા બાપુજી."
........ધનસુખ ને પોતે એના બચપનમાં આ રીતે સરપ્રાઈઝ આપેલી.એ સૂર્યકાંત ને અત્યારે યાદ આવી ગયુ.અને એમને એ પણ યાદ આવ્યું કે.બે દિવસ પછી જ મારા ધનસુખ નો આઠ ડિસેમ્બરના જન્મદિવસ છે.મારા જન્મદિવસે ધનસુખે મને આ બ્રેસલેટ આપીને રાજી રાજી કરી નાખ્યો હતો.તો મારે પણ એને એના જન્મદિવસે કાંઈક આવવું જોઈએ.જેમ એણે મને સરપ્રાઈઝ આપી.એમ મારે પણ એને કંઈક સરપ્રાઈઝ આપવી જોઈએ.જેનાથી મારો ધનસુખ રાજી.રાજી થઈ જાય. પણ હું એને શું ગિફ્ટ આપુ?અને આ ગિફ્ટ લાવવામાં કોની મદદ લવ. કારણકે પોતે તો શરીર થી લાચાર હતા. સૂર્યકાંત વિચાર મા ડૂબી ગયા.અને પછી એમના ચહેરા ઉપર એક સંતોષનું સ્મિત આવી ગયુ.અને એ હળવા થઈને નચિંત થઈને ઉંડી નિંદ્રા મા પોઢી ગયા.