સૂર્યાસ્ત - 5 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યાસ્ત - 5

બે હજાર નવનો નવેમ્બર મહિનો શરૂ થયો.સૂર્યકાંતને શરીરમાં વધુ નબળાઈઓ દેખાવા લાગી.સૂર્યકાંત.જે અત્યાર સુધી બે પગે અડીખમ ચાલતા હતા.એ હવે ત્રણ પગે એટલે કે લાકડી ના ટેકે ટેકે ધીમે ધીમે ચાલવા લાગ્યા.
નવેમ્બર મહિનાની દસ તારીખે રાતે ધનસુખે પોતાની પત્ની પ્રિયાને કહ્યુ.
"પ્રિયા તને યાદ છે? બાપુજી નો સોળ નવેમ્બરના જન્મદિવસ છે."
"હા મને યાદ છે."
પ્રિયા એ કહ્યું.
"પ્રિયા હું બાવન વર્ષનો થયો.પણ મેં ક્યારેય બાપુજીને હેપી બર્થ ડે પણ વિશ નથી કર્યું."
ભીની આંખે ધનસુખ બોલ્યો.પ્રિયા પોતાના પતિના ચહેરાને જોઈ રહી. અને હવે આગળ શું બોલે છે એની એ રાહ પણ જોઈ રહી હતી.ધનસુખ આગળ બોલ્યો.
"મારી ઈચ્છા છે પ્રિયા.કે હું જીવનમાં પહેલી વખતે.આ ફેરે.બાપુજીને હેપી બર્થ ડે વિશ કરું.અને ત્યારે સાથે બાપુજીને કોઈ એવી વસ્તુ ગિફ્ટ પણ આપું કે જેનાથી બાપુજી રાજી થાય."
"તમારો વિચાર બહુ જ સારો છે.તમે કાંઈ વિચાર્યું છે કે શું ગિફ્ટ આપશો?"
પ્રિયાએ પૂછ્યું.
"હા પ્રિયા.મારો વિચાર બાપુજીને બ્રેસલેટ ગિફ્ટ કરવાનો છે.કેમ રહેશે?"
"વિચાર તો ઉત્તમ છે.પણ બ્રેસલેટ ગિફ્ટ કરવો હોય તો આજ કાલમા જ્વેલર્સને ઓર્ડર આપવો પડશે ને.જેથી પંદર તારીખ સુધીમાં એ તૈયાર કરી આપે."
"તારી વાત બરાબર છે પ્રિયા.હું સવારે દુકાને જાવ ત્યારે તું પણ મારી સાથે કે.જી.મા આવજે.ત્યાં આપણે બ્રેસલેટ નો ઓર્ડર આપી દઈએ.પછી હું ત્યાંથી દુકાને નીકળી જઈશ.અને તું ઘરે પાછી આવતી રહેજે.અને હમણાં બાપુજીને કાંઈ કહેતી નહી મારે....."
"...હા ભઈ.મને ખબર છે તમારે બાપુજીને સરપ્રાઈઝ આપવાની છે."
ધનસુખ ને અધવચ્ચે રોકીને પ્રિયા ટહુકી.
બીજે દિવસે સવારે બાપુજીની રજા લઈને ધનસુખ દુકાને જવા નીકળ્યો.તો સાથે સાથે પ્રિયાએ પણ બાપુજીની રજા લેતા કહ્યુ.
"બાપુજી હું પણ બજારમાંથી થોડી ખરીદી કરતી આવું છું."
"ઠીક બેટા જલ્દી આવજો."
કહીને બાપુજીએ રજા આપી.
પ્રિયા અને ધનસુખ કે.જી.જ્વેલર્સ માં પહોંચ્યા. પ્રિયાને જ્યારે પણ કંઈ દાગીનો ઘડાવવો હોય તો એ બાપુજી સાથે અહીં અવારનવાર આવતી. એટલે જ્વેલર્સ પ્રિયાને સારી રીતે ઓળખતો હતો.એમણે.
"આવો.આવો પ્રિયા બહેન."
કહીને આવકાર આપ્યો.અને પછી પૂછ્યુ.
"આજે કેમ કાકા ના આવ્યા?અમેરિકા ગયા છે કે શું?"
"અમેરિકાથી તો આવી ગયા.પણ તબિયત નાદુરસ્ત છે.એટલે તમારા બનેવીને લઈને આવી છું."
ધનસુખ ની ઓળખાણ આપતા પ્રિયા એ કહ્યુ.
ધનસુખે બે હાથ જોડીને જવેલર્સને
"જય શ્રીકૃષ્ણ."
કહ્યું.
"જય શ્રી કૃષ્ણ.બોલો શું બતાવુ.?"
શેઠે પૂછ્યુ.ધનસુખે કહ્યુ.
"બાપુજી નો સોળ તારીખે જન્મ દિવસ છે.એમના માટે એક બ્રેસલેટ બનાવવું છે."
જ્વેલર્સ બ્રેસલેટ ની ડિઝાઈનો ધનસુખ અને પ્રિયાને દેખાડવા લાગ્યો.બે ચાર ડીઝાઈનો જોઈને.ધનસુખે કહ્યું.
"જુઓ ભાઈ.બ્રેસલેટ ઉપર મારે એક નામ કોતરાવવું છે."
જ્વેલર્સે તરત એક કાગળ અને પેન ધનસુખની સામે મુક્યા.
"શું નામ લખવું છે? એ આની પર લખો."
*સૂર્ય-કિરણ*
ધનસુખની બાનું નામ શાંતાબેન હતું. પણ સૂર્યકાંત એમને હંમેશા કિરણ કહીને જ બોલાવતા.એટલે ધનસુખે આ નામ લખવાનુ કહ્યુ.અને જ્વેલર્સને ઍડવાન્સ પૈસા આપતા પૂછ્યુ.
"બ્રેસલેટ લેવા ક્યારે આવું?"
"પંદર તારીખે ગમે ત્યારે આવીને લઈ જજો."
પંદર તારીખના દુકાનેથી ઘરે જતા ધનસુખે બ્રેસલેટ કલેક્ટ કર્યું.સોળ નવેમ્બરના સવારે ઉઠતા વેંત ધનસુખ બાપુજીને પહેલા તો પગે લાગ્યો.અને પછી બાપુજીને હેપી બર્થ ડે વિશ કરીને બાપુજીના કાંડામાં બ્રેસલેટ પહેરાવ્યુ. પોતાના દીકરાએ પહેલીવાર પોતાને હેપ્પી બર્થડે વિશ પણ કર્યું.અને આવી સુંદર ગિફ્ટ પણ આપી.આ જોઈને સૂર્યકાંત ગદ ગદ થઈ ગયા.
"આની શું જરૂર હતી દીકરા?"
અને પછી બ્રેસલેટ ઉપર શું લખ્યું છે તે જોવા પોતાના કાંડાને પોતાની આંખોની નજદીક લાવીને જોયુ.
*સૂર્ય-કિરણ*
આ નામ વાંચીને સૂર્યકાંત આનંદિત થઈ ગયા.અને બોલ્યા.
"ધનસુખ.આ તારી ગિફ્ટ મારા માટે ખરેખર અમૂલ્ય છે."