અનોખી પ્રેતકથા - 9 મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી પ્રેતકથા - 9

"તું અહીં?!" એવાં મારા પ્રશ્ન પર એ બોલ્યું,

"હા હું. કેમ હું પેશન્ટ ન હોઈ શકું!"

"ઓહહ...‌ તો તમે પેશન્ટને જાણો છો ડોક્ટર અમર. સારી વાત છે પણ અહીં સિનિયર્સ પણ છે એ ધ્યાન રાખો. પહેલી સલાહ, પેશન્ટને ગમે તે રીતે ઓળખતાં હો તો પણ શાંત રહો. એ બહાર ગમે તે હોય પણ હૉસ્પિટલમાં એ પેશન્ટ અને તમે ડોક્ટર છો એ યાદ રહેવું જોઈએ." ડોક્ટર એન્ડ્યુસ કડકાઇથી બોલ્યાં.

"સૉરી સર... એક્સટ્રીમલી સૉરી."

"હા તો મીસ કૅટી. પ્રોબ્લેમ શું છે?" મારા તરફથી નજર હટાવી ડોક્ટરે એમનું ધ્યાન પેશન્ટ પર કેન્દ્રિત કર્યું.

"ડોક્ટર હું અહીં કોઈની બેદરકારીનાં કારણે છું. એ વ્યક્તિ પણ અહીં જ છે. હું એની સાથે રહેવા ઈચ્છું છું. હું અહીં કોઈને ઓળખતી નથી અમે પોતાનું ધ્યાન રાખવા પણ સક્ષમ નથી." કૅટી દયામણું મોં કરી બોલી.

"હમ્... હમમમમ્‌... એની સાથે રહેવાથી શું થશે." ડોક્ટરે પૂછ્યું.

"કંઈ નહીં પણ અમે એકબીજાને સમજવાનો અને એકબીજાને સહારે જીવવાનો મતલબ કે સાથ આપવાની કોશિશ કરીશું. એ બહાને મને પણ મળી જશે જે મારું ધ્યાન રાખી શકે." કૅટી ફરી ધીમાં સૂરમાં બોલી.

હું સમજી ગયો હતો કે એ કોની વાત કરી રહી છે પણ ડોક્ટર એન્ડ્યુસ સામે કંઈ પણ કરવા કે કહેવા સક્ષમ નહોતી.

"જૂઓ મીસ કૅટી બદલાની ભાવનાથી કોઈનું ભલું નથી થયું એટલે જો એવી કોઈ ભાવનાથી પ્રેરાઈને તમે એ વ્યક્તિ સાથે રહેવાની જીદ કરતાં હો તો તે ‌વ્યાજબી. બીજી વાત જેમ તમે જીવ ખોયો તેમ તે વ્યક્તિએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ વાતને પ્રારબ્ધ માની લેશો તો અહીં રહેવું સરળ બનશે નહિ તો જે લૉ ડિપાર્ટમેન્ટના સહારે તમે આ વાત રાખી છે એ લૉ ડિપાર્ટમેન્ટ સત્ય જાણ્યાં પછી તમારાં માટે આકરું વલણ ધરાવતું થઈ જશે. આઈ થિન્ક તમે સમજી રહ્યાં છો હું જે કહી રહ્યો છું. અહીં સત્ય છુપાવવું લગભગ અશક્ય છે એ તો તમે જાણી જ ગયાં હશો. આખરી નિર્ણય તો તમારો જ રહેશે. બોલો શું કહો છો?"

"સર... હું સાચું કહું છું. મારઃ મનમાં બદલાની ભાવના નહિવત્ છે જ હું માત્ર અહીં પણ એકલી રહેવા નથી ઈચ્છતી બસ."

"ઠીક છે તો હું રિપોર્ટ મોકલી દઈશ લૉ ડિપાર્ટમેન્ટને. હવે તમે તમારા નિયત સ્થળે જઈ શકો છો."

"થેંક્યું ડોક્ટર." કહી કૅટી જતી રહી.

"તમારું શું કહેવું છે ડોક્ટર અમર?"

"સર મને તો આ બિલાડી બદલો લેવા જ એ વ્યક્તિ સાથે રહેવા માંગે છે એવું લાગે છે."

"એવું કેમ લાગે છે તમને?"

"કારણકે હું જાણું છું."

"તમે કઈ રીતે જાણો છો."

"કારણકે એ વ્યક્તિ હું જ છું."

"તો તો પછી આ ખૂબજ સરસ મોકો છે તમારી પાસે એ ગેરસમજણને દૂર કરવાનો. એ બહાને તમને એકલું પણ નહીં લાગે, એક પેટ મળી જશે. અને તમને બંનેને એકબીજાનો સથવારો."

"પણ સર એ મને..."

"એ તમને શું ડોક્ટર અમર? એ તમને કોઈ નુક્સાન તો હવે નહીં જ પહોંચાડી શકે પણ તમારી પાસે તક છે મિત્ર બનાવવાની. મારી સલાહ છે કે કૅટીને તમારી પાસે રાખી લો."

એમ કહી ડોક્ટર બીજા પેશન્ટ તરફ આગળ વધી ગયાં અને હું અસમંજસમાં ત્યાં જ ઉભો રહી ગયો.

તે કામનો પહેલો દિવસ મારો શું કરું શું ના કરું? એમ વિચારતાં જ બીજાં પેશન્ટ અટેન્ડ કરતાં કરતાં પતી ગયો.

રૂમ તરફ ડિપોર્ટ થતાં ડોક્ટર દેવીએ પણ એ જ સલાહ આપી જે ડોક્ટર એન્ડ્યસે આપી હતી. અને મેં વિચાર્યું ચલો બે જણા કહે છે તો વાતમાં તથ્ય હશે જ."

"ડોક્ટર અમર સાંજે મળીએ ફનઝોનમાં." ડોક્ટર એન્ડ્યુસ બોલ્યાં અને મેં થોડાં કમને હા કહી એમને બાય કર્યું.

આ માણસ કઈ રીતે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે એમ વિચારતાં વિચારતાં હું રૂમમાં પ્રવેશ્યો. થોડોક સૂકો નાસ્તો અને કૉફી પી હું એ વિચાર ખંખેરી ફનઝોનમાં જવા તૈયાર થઈ ગયો.
મારા આશ્ચર્ય વચ્ચે ડોક્ટર એન્ડ્યુસે એકવાર પણ હૉસ્પિટલ કે કૅટીની વાત ન કરી, માત્ર મારી સાથે એન્જોય કર્યું અને મને પણ રિલેક્સ રહેવા કહ્યું.

મોડી રાત્રે આવી સૂઈ ગયો. સવારે રાબેતા મુજબ હૉસ્પિટલ પહોંચ્યો તો ત્યાં અફરાતફરીનો માહોલ હતો. નર્સ અને વોર્ડ બોય આમ તેમ ભાગી રહ્યાં હતાં.

(ક્રમશઃ)