અનોખી પ્રેતકથા - 10 (અંતિમ પ્રકરણ) મૃગતૃષ્ણા mrigtrushna" દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

અનોખી પ્રેતકથા - 10 (અંતિમ પ્રકરણ)

એ બધાં જ "ડોક્ટર એન્ડ્યુસને બોલાવો, ડોક્ટર દેવીને બોલાવો. રૂમ નંબર ૧૦ના પેશન્ટે રિસ્પોન્સ કર્યો છે. હાથ હલાવ્યો છે. બીપી" એમ બૂમાબૂમ કરી રહ્યા હતાં. મેં એકાદ બે સ્ટાફને પૂછવાનો પ્રયત્ન કરી જોયો પણ કોઈ મારા તરફ ધ્યાન જ નહોતું આપતું. જાણે કે હું એમનાં માટે ત્યાં હાજર જ નથી એવું વર્તન મને અકળાવી રહ્યું હતું. મેં હજી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો પણ પરિણામ શૂન્ય. હું હવે ખરેખર અકળાયો હતો અને બૂમ પાડી, " હું પણ અહીં ડોક્ટર જ છું." એમ કહી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનો જ હતો ત્યાં ડોક્ટર એન્ડ્યુસ મને ઝડપથી નર્સ સાથે આવતાં દેખાયાં એ નર્સને પેશન્ટ માટે સૂચનાઓ આપી રહ્યાં હતાં એટલે એમનું ધ્યાન કદાચ મારી તરફ નહોતું પણ પાછળ આવતી દેવીએ તો મને જોઈને વણજોયો કર્યો ત્યારે મને ખરેખર દુઃખ થયું અને હું બેન્ચ પર ફસડાઈ પડ્યો.


આખરે શું થઈ રહ્યું છે એ સમજવું મારી માટે ખરેખર અઘરું પણ જરૂરી હતું. ડોક્ટર્સ અને સ્ટાફ એક સ્પેશિયલ રૂમ તરફ જઈ રહ્યા હતા. હું એમને જોઈ રહ્યો હતો અને મારું સબકૉન્સિયસ માઈન્ડ કંઈક તાળો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

અચાનક મને ઝબકારો થયો કે એ રૂમમાં કોણ છે? એ પેશન્ટને તો મેં ના કદી જોયો છે, ના અટેન્ડ કર્યો છે. શું આ પેશન્ટને મારાથી છૂપાવાયો છે? પણ શા માટે?

આ બધું વિચારીને મારું મગજ બહેર મારી ગયું હતું અને ત્યાંજ મેં મારા મમ્મી પપ્પાને ઉતાવળે એ રૂમમાં જતાં જોયાં. મને ફાળ પડી કે શું થયું હશે? મારા મમ્મી પપ્પા અહી પ્રેતલોકમાં શા માટે છે? ક્યારે આવ્યા? કઈ રીતે? હવે મારી ધીરજે જવાબ આપી દીધો.

અચાનક યાદ આવ્યું, નર્સ બોલી હતી રૂમ નંબર ૧૦. એ રૂમમાં તો હું હતો જ્યારે મારું ઍક્સિડન્ટ થયો હતો. હું રૂમ તરફ ભાગ્યો. ત્યાંના પેશન્ટને જોઈ મારું હ્રદય ધબકારો ચૂકી ગયું. હું પાછળ ફેલાયો. આ કઈ રીતે શક્ય બને! ઈટ્સ નૉટ પૉસિબલ.

હું ફરી ખાતરી કરવા આગળ ગયો. મમ્મી પપ્પા ખુશ હતાં, મમ્મી મારી માથે હાથ ફેરવી રહ્યાં હતાં, પપ્પા હાથ જોડી ડોક્ટરનો આભાર માની રહ્યાં હતાં. બીજાં ડોક્ટર્સ અને સ્ટાફ ડોક્ટર એન્ડ્યુસ અને ડોક્ટર દેવીને અભિનંદપ આપી રહ્યાં હતાં. હું રૂમમાં બેડ પર હૉસ્પિટલ ગાઉનમાં સૂતો હતો. મેડિકલ ઈક્વિપમેન્ટ્સ મારી બોડી અને સિસ્ટમ્સ નોર્મંલ હોવાનો પુરાવો આપી રહી હતી પણ હું તો અહીં ઊભો હતો. મેં મમ્મી પપ્પાને બોલાવવાનો અને જણાવવાનો પ્રયત્ન કર્યો કે હું અહીં ઊભો છું પણ એમણે ન સાંભળ્યું. મને ડર પેંઠો જે એક મહિના પહેલાં થયું હતું એ જ ઘટના હું જોઈ રહ્યો છું કે શું? શા માટે? એ પણ એક મહિના પછી. મેં જાગવાનો પ્રયાસ કર્યો કે કદાચ હું ઉંઘમાં સપનું જોઈ રહ્યો છું ત્યાં જ ડોક્ટર એન્ડ્યુસનો અવાજ મારા કાને પડ્યો.

"વેલડન સ્ટાફ... આપણે કરી બતાવ્યું. એક ડીપ કૉમામા ગયેલાં પેશન્ટને આપણે સાયકોલોજીકલ વર્ચ્યુઅલ લાઈફ ઍક્સપરિમેન્ટ ટૅકનિકની મદદથી પાછો લાવવામાં સફળ રહ્યા છે. કૉન્ગ્રેટ્સ ટુ ઓલ ઑફ યુ. બાકી બધું તો ઠીક છે પણ પેશન્ટ જ્યારે ભાનમાં આવે ત્યારે એને વર્ચ્યુઅલ લાઈફમાંથી નોર્મલ લાઈફમાં લાવતાં થોડા સમય લાગશે. આપણે વધુ સાવધાન રહેવું પડશે. પેશન્ટને શૉક ન લાગવો જોઈએ. આપણે જેમ એક મહિનો વર્ત્યા છે એમ જ થોડાં દિવસ વર્તશુ. ધીરે ધીરે પેશન્ટને ટ્રીટમેન્ટ ની સમજ આપીશું અને નોર્મલ લાઈફ જીવવા તૈયાર કરી દઈશું. અમરના મમ્મી પપ્પા હું આપનાં અમારા પરનાં વિશ્વાસ માટે ખૂબ ખૂબ આભારી છું. હજું થોડાં દિવસ સંયમ રાખી અમર સામે ન આવતાં. સમયાંતરે હું તમને એને જોઈ શકો તેવી વ્યવસ્થા કરી દઈશ. આઈ હોપ કે તમે સમજશો કે આ અમરની ઝડપી અને હેલ્ધી રિકવરી માટે કેટલું જરૂરી છે. મમ્મી પપ્પા ડોક્ટરને હાથ જોડી સંમતિ આપી રહ્યાં હતાં.

અહીં ઊભો હું હજું પણ એ વાત પચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે હું ક્યારેય મર્યો જ નહોતો પણ એક થેરાપી હેઠળ પ્રેતલોકની કાલ્પનિક દુનિયામાં સારવાર લઈ રહ્યો હતો.

બીજું કોઈ હોત તો કદાચ જલ્દી સમજી ન શક્યું હોત પણ હું પોતે સાઈકોલોજીનો સ્ટુડન્ટ આ થૅરાપી વિશે જાણતો હતો જેનો દુનિયામાં માત્ર એક વ્યક્તિ પર પ્રયોગ થયો હતો અને બીજો હું.

હું જીવિત છું એ ખુશી મારા હ્રદયમાં સમાતી નહોતી. હું નાનાં બાળકની જેમ કૂદવા માંડ્યો, નાચવા માંડ્યો, ડોક્ટરની આસપાસ, મમ્મી પપ્પાની આસપાસ, સ્ટાફની આસપાસ, અરે! મારી ખુદની આસપાસ. જ્યારે મારો ઉત્સાહ શમ્યો મેં મારા જ શરીર પર લંબાવી દીધું અને નિરાંતની નિદ્રામાં સરી પડ્યો.

(સમાપ્ત)

*********************
નોંધ: આ પ્રકરણમાં જણાવેલી થૅરાપી કલ્પના માત્ર છે. મેડિકલ સાયન્સમાં આવી કોઈ થૅરાપીનો ઉલ્લેખ લેખિકાએ સાંભળ્યો કે જાણ્યો નથી છતાં "આશા અમર છે." એ વાત જેટલી કાલ્પનિક છે એટલી જ સત્ય પણ પુરવાર થયેલ છે એ આપ સૌ જાણો જ છો. જોકે હું ખૂબ સારી લેખિકા નથી છતાં આશા છે, કાલ્પનિક તો કાલ્પનિક પરંતુ કંઈક નવું વાંચવા મળ્યું હશે.

અસ્તુ

- મૃગતૃષ્ણા
🌸🌸🌸