સ્નેહ શ્રદ્ધા Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ શ્રદ્ધા

સ્નેહ હરખ ઘેલો બની ગયો. તેની આંખો માં કર્તવ્યના મોતી ઝળકી ઊઠ્યા. શ્રદ્ધા ને દીધેલો વિશ્વાસ રંગ લાવ્યો. તેને જ કારણે શ્રદ્ધા ને સારી જગ્યા એ નોકરી મળી ગઈ હતી.

" શ્રદ્ધા! તું તારી બાયોડેટા આપ. મારા એક મિત્ર ની ઓફિસ માં વેકેન્સી છે. હું તને ત્યાં ગોઠવી દઈશ."

મિત્ર તરફ ના વિશ્વાસે તેણે શ્રદ્ધા ને વચન આપ્યું હતું.

બીજે જ દિવસે પોતાની બાયોડેટા તેણે ધીરજના હાથમા થમાવી અપીલ કરી હતી.

" મારી શ્રદ્ધા માટે આટલું કરજે. હું તારો ઉપકાર કદી નહીં ભૂલું. "

પણ ત્યાર બાદ સ્નેહે ધીરજ ને ફોન કર્યા. તેની ઓફિસ ના ચક્કર પણ કાપ્યા પણ કાંઈ જ ન વળ્યું. ધીરજ તરફનો વિશ્વાસ ફુગ્ગા ની જેમ ફુસ થઈ ગયો.

પ્રથમ વાર સ્નેહ ને પોતાની ભૂલ સમજાઈ. એક વ્યકિત પર વિશ્વાસ રાખી બીજાને વચન નહીં આપવું જોઈએ.

શ્રદ્ધાએ પ્રથમ વાર નિરાશા ના - અવિશ્વાસ ના સૂરો કાઢ્યા હતા.

" નોકરી ને મારો ગોળી!! "

" ગોળી મારૂં? મને તો બંદૂક પકડતા પણ નથી આવડતું. અજાણતા માં ક્યાં ક ખોટું નિશાન લાગી ગયું તો? કોઈ નવાણિયો કુતાઈ જશે. "

શ્રદ્ધા ના ગુસ્સા નો છેદ ઉડાવવાનો પ્રયત્ન કરતા સ્નેહે મશ્કરી કીધી.

શ્રદ્ધા એ કોઈ પ્રતિભાવ વ્યક્ત ન કર્યો.

તે કેવળ હળવું સ્મિત રેલી મૂક બની ગઈ.

તેની આંખો માં છુપાયેલી હતાશા સ્નેહ ને સ્પર્શી ગઈ. જૂઠી નીવડેલી આશ બદલ તેનું હૈયું સમસમી ગયું. આશાના બળ પર મુસ્તાક શ્રદ્ધા એ મળેલી તક ખોઈ નાખી હતી. તેની યાદે સ્નેહ પરેશાન થઈ ગયો.

ગમે તે થાય શ્રદ્ધા ને સારી નોકરી અપાવવા ની જવાબદારી મારી. સ્નેહે મનોમન નિર્ણય કર્યો

ત્યાર બાદ તેણે તનતોડ પ્રયાસો આદરી દીધા. જાણીતા ઓળખીતા બધાનો સંપર્ક સાધ્યો. દોઢ મહિના ની આકરી રઝળ પાટને અંતે સઘળી સવલતો સાથે 800 રૂપિયાની નોકરી શોધી કાઢી.

શ્રદ્ધા સમાચાર જાણી હરખઘેલી બની ગઈ. પ્રભુએ teni
પ્રાર્થના સાંભળી અને પતિનું કરજ ફેડવાનું સ્વપ્ન હાથ વેંત જણાયું.

" સ્નેહ! તારી ઉમદા લાગણીનું ઋણ હું ક્યારે ઉતારી શકીશ? તારી કર્તવ્ય ભાવના ને કઈ રીતે બિરદાવું? "

" ગાંડી! સ્નેહના તે કોઈ વળતર હોતા હશે.. નિશ દિન હસતી રહેજે. તારા પતિનો ખ્યાલ રાખજે.. અને અમને ભૂલતી નહીં. બસ આ જ વળતર છે. "

સ્નેહની વાતો સાંભળી શ્રદ્ધા ની આંખો ચૂઈ પડી. માનના સંકેત રૂપ તેનું મસ્તક ઝૂકી ગયું. તેણે વાંકા વળી સ્નેહ ના ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. પણ સ્નેહે તેને અટકાવી ગળે વળગાડી દીધી.

0000000000000

" મીના! આજે મારૂં કર્તવ્ય પૂરું થયું. શ્રદ્ધા ને સારી મજાની નોકરી મળી ગઈ. હવે તેના સઘળા દળદર ફીટી જશે. "

" ચાલો. ઘણું જ સારું થયું. બિચારી ના દુઃખ નો અંત આવી જશે. તમારી ઓફિસ માં તેને મળતું પણ શું હતું? દેવાના ભારથી તેના પતિની તો કેડ જ ભાંગી ગઈ હતી.

" મીના! તું કેટલી સારી છે! શ્રદ્ધા ની જેમ તું પણ કોઈનું દુઃખ કે પીડા ઝીરવી નથી શકતી. "

" હવે પ્રશંસાના ફૂલ વરસાવવાનું છોડો અને પેટ પૂજા કરી લો. મારી રસોઈ ઠરી જશે "

ખોટો ગુસ્સો કરી તે પોતાના પતિને રસોડામાં લઈ ગઈ.

00000000000000

સ્નેહ ને મન શ્રદ્ધા ઘણું બધી હતી. સુંદર સંસ્કાર પત્ની મળી હતી. મજાના બે બાળકો પણ બહેનનું સુખ તેના નસીબમાં નહોતું. વાત્સલ્ય ભૂખ્યા સ્નેહ ને શ્રદ્ધા ના રૂપમાં બહેન મળી હતી. જેને કારણે તેનું જીવન વહેણ પલટાઈ ગયું હતું.

શ્રદ્ધા સાથેના ત્રણ વારસો સ્નેહ માટે ઉમદા સાબિત થયા હતા. રોજની માફક અંતિમ દિવસે પણ તેઓ સાંજના છૂટીને સ્ટેશન સુધી સાથે હતા.

શ્રદ્ધા ની કંપની છૂટી જવાના ખ્યાલે સ્નેહ ઉદાસ થઈ ગયો હતો.

" શ્રદ્ધા આપણે સાથે બેસી ને ચા પીશું? "

" સ્યોર! "કહી તેણે સંમતિ આપી દીધી.

અને તે ગદગદિત થઈ ગયો.

બંને હોટલમાં દાખલ થયા. સ્નેહ ખાલી ટેબલ નિહાળી તે તરફ આગળ વધ્યો. પણ શ્રદ્ધા તેનો હાથ પકડી ફેમિલી રૂમમાં લઈ ગઈ.

તેના વર્તને સ્નેહ આભો બની ગયો.

" સ્નેહ! તારી સાથે હું દુનિયાના કોઈ પણ ખૂણામાં સુરક્ષિત છું. "

બેઠક લઈ સ્નેહે વેઇટર ને કેક્સ અને મેંગોલા નો ઓર્ડર આપ્યો.

સ્નેહ પોતાનું હૈયું ખોલવા માંગતો હતો . તેથી જ તેણે શ્રદ્ધા ને ઓફર કરી હતી. શ્રદ્ધા તેની મન : સ્થિતિ પિછાણી ગઈ હતી.

" બોલો શું વાત છે? "શ્રદ્ધા એ કેક નો ટુકડો મોઢામાં મૂકતા સવાલ કર્યો.

કેવી રીતે વાત કરવી?

સ્નેહ દ્વિઘા અનુભવી રહ્યો હતો.

તેને ખામોશ જોઈ શ્રદ્ધા એ પોતાનો સવાલ દોહરાવ્યો.

અને સ્નેહની આંખો ભીની થઈ ગઈ.

તે જોઈ શ્રદ્ધા પણ અશાંત બની ગઈ.

સ્નેહ ભૂતકાળના કોઈ પોપડા ઉવેખવા મથી રહ્યો હતો. તે જાણી શ્રદ્ધા એ તેને ધરપત દીધી હતી!!

" સ્નેહ.. ભૂતકાળ ને યાદ કરીને શું કામ પોતાને દુઃખી કરી રહ્યાં છો? "

" શ્રદ્ધા તું કેટલી ભોળી, સરળ અને નિખાલસ છે. મારા પર વિશ્વાસ રાખનાર મારી બેનડી ને હું કેમ અંધારામાં રાખી શકું ? "

" તારા ગયા બાદ ભૂતકાળ ની આગ મને પુન : તેની ઝાળ માં લપેટી લેશે. શ્રદ્ધા મારી વાતો હું કોને કરીશ? ખુશીના પ્રસંગે પણ આંખ ભીની થઈ જાય છે. તે જ બતાવે છે કે માનવી કેટલો સ્વાર્થી છે!! "

" સ્નેહ! અમારા બારણાં સદાય તમારે માટે ખુલ્લા છે. મન થાય ત્યારે દોડી આવજો... અમે બંને તમારી સાથે છીએ. તમે મારી ઓફિસ માં પણ નિ : સંકોચ ફોન કરી શકો છો. "

" શ્રદ્ધા હું ગમે તેટલો ખરાબ હોઈશ. પણ તારા સાનિધ્યમાં બધું જ બદલાઈ ગયું છે. "

" શું મારા વખાણ કરવા જ મને હોટલમાં લઈ આવ્યા છો? "

મેંગોલા નો છેલ્લો ઘૂંટ ગળે ઉતારતા છણકો કરી શ્રદ્ધા ઊભી થઈ ગઈ. કાઉન્ટર પર તેને પર્સ ખોલતી નિહાળી સ્નેહ તેની પાસે પહોંચી ગયો. અને શ્રદ્ધાએ કાઢેલા પૈસા મુકાવી ખુદ બિલ ચૂકવી દીધું.

રસ્તામાં બંને ખામોશ હતા. હદય પર વજનદાર શિલા મુકાઈ ગઈ હતી.

પ્રયત્ન કરવા છતાં પણ શબ્દો બહાર નીકળતા નહોતા.

શ્રદ્ધા ને લેડિઝ કંપાર્ટમેન્ટ માં ચઢાવતા સ્નેહ નું હૈયું ભરાઈ આવ્યું.

તેની આંખોમાં ધસી આવતા આંસુ શ્રદ્ધા એ પોતાના હાથ રૂમાલ વડે લૂંછી નાખ્યા.

ગાડી ને સિગ્નલ મળ્યો. ઘોંઘાટ ભર્યા વાતાવરણમાં ડુસકા સાથે એક તીણો અવાજ સંભળાયો.

" આવજો! "

00000000000000000

ત્યાર બાદ બંને ના રાહ પલટાઈ ગયા.

તેઓ વારે તહેવારે બંને ના ઘરે મળતા હતા. ફોન પણ કરતા હતા.

એકાએક શ્રદ્ધા બીમાર પડી ગઈ.

સાંભળી સ્નેહ ધ્રૂજી ગયો.

તેને પેટ નું અલ્સર થયું હતું.

આ બીમારીની વિશ્વની દસ જીવલેણ બીમારીમાં ગણતરી થતી હતી.

ડોક્ટર ની વાત સાંભળી શ્રદ્ધા નો પતિ પણ ગભરાઈ ગયો હતો. પાણીની માફક પૈસા વેર્યા હતા. પણ બીમારી મટવાનું નામ લેતી નહોતી.

જયારે કોઈ દવા કારગત નીવડતી નથી ત્યારે પ્રાર્થના જ તેનો અંતિમ ઈલાજ છે. આ વાતનો સ્વીકાર કરી સ્નેહે ભગવાન ને પ્રાર્થના કરવા માંડી અને તેની બીમારી દુમ દબાવીને નાસી ગઈ.

પ્રભુ એ ટેલિફોન પર સમાચાર આપ્યા.

" કોણ સ્નેહ! હું પ્રભુ.. તમારી પ્રાર્થના રંગ લાવી.. તમારી બહેન શ્રદ્ધા તદ્દન ઓલ રાઈટ થઈ ગઈ. "

તે સાંભળી સ્નેહ ગાંડોતૂર બની ગયો.

" સાંજના મળવા આવું છું. " કહી તેણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

પણ ધાર્યું ઘણીનું જ થાય છે.

સાંજે મીના ને સાથે લઈ જવાના ખ્યાલે તે ઘરે પહોંચ્યો.

પણ તેની દીકરી બીમારીમાં પટકાઈ ગઈ હતી.

" શું ભગવાન બદલામાં પોતાની દીકરી નું બલિદાન લેશે? "

આ ખ્યાલે તેના સમગ્ર દેહમાં પરસેવો છૂટી ગયો.

ડોક્ટર ના સૂચન પ્રમાણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

પ્રભુ અને શ્રદ્ધા પોતાના ઘરમાં કાગડોળે સ્નેહ ની વાટ જોતા હતા.

બીજે દિવસે શ્રદ્ધા એ ઓફિસ માં ફોન કર્યો ત્યારે ઓપરેટરે સમાચાર આપ્યા.

" તેમની બેબી હોસ્પિટલમાં છે. તેથી તેઓ ઓફિસ આવ્યા નથી. "

તે જાણી શ્રદ્ધા ઘણી જ અપસેટ થઈ ગઈ.

તેને તરત જ હોસ્પિટલ દોડી જવાનું મન થયું.

પણ તે ક્યાં હતી,? તે વિશે શ્રદ્ધા બિલ્કુલ અજાણ હતી.

તે જ વખતે સ્નેહનો ફોન આવ્યો.

સ્નેહા એ બેબી ની ખબર પૂછી હોસ્પિટલ ની જાણકારી મેળવી.

બોસ નો કોલ આવતા શ્રદ્ધા તેમની કેબિનમાં ગઈ.

તેની બોડી લેન્ગવેજ નિહાળી બોસે સવાલ કર્યો.

" શું વાત છે મિસિસ શ્રદ્ધા?"

" સર! મારા ભાઈ ની બેબી બીમાર છે.! "

" તમારો ભાઈ? તમને તો કોઈ ભાઈ નહોતો. "

" સર! સ્નેહ શર્મા!! તમે તો તેને સારી રીતે ઓળખો છો!! "

" ઓહ આય એમ સોરી.. તમને નોકરી અપાવવા ભારે ઝહેમત ઉઠાવી હતી. "

" સર! મારી દરેક પ્રવૃત્તિ માં તેમણે મને સાથ આપ્યો છે. તેમની પ્રાર્થના જ મને મોતના મોઢામાંથી બહાર ખેંચી આવી હતી.. "

" મિસિસ શ્રદ્ધા યુ કેન ગો... આ સમયે તમારી હાજરીની તેમને વિશેષ જરૂર છે. "

" થૅન્ક યુ સો મચ... સર. "

" આ તો મારૂં કર્તવ્ય છે. મિસિસ શ્રદ્ધા સ્ત્રી પુરુષ ના સંબંધની અવગણના કરી મેં બહું જ મોટી ઠોકર ખાધી છે. "

" મારી વાઈફ પણ એક પુરુષ ને ભાઈ માનતી હતી. મેં તેમના સંબંધો પ્રતિ સંદેહ કર્યો જેને કારણે મારે તેને ખોવાનો વારો આવ્યો. મારી ભૂલનું પ્રાયશ્ચિત આવા સંબંધો નું સન્માન કરવામાં જ સમાયું છે. "

શ્રદ્ધા બોસ નો આભાર માની પ્રભુને જાણ કરી હોસ્પિટલ જવા નીકળી પડી.

બે દિવસ બે રાત ખુબ જ અજંપામાં વ્યતીત થઈ ગયા.

બધાએ ભેગા મળી સમૂહ પ્રાર્થના કરી.

અને ત્રીજે દિવસે સવારે તેણે આંખો ખોલી.

પ્રભુના હાથમા combo નિહાળી આદત મુજબ ઝૂટવી લીધી.

અને આઈસક્રીમ આંટી કહી શ્રદ્ધા ને વળગી પડી..

આ દ્રષ્યે સ્નેહ અને મીનાની આંખોમાં હરખના આંસુ ઉમટી આવ્યા.

તેમના વચ્ચે ની આત્મીયતા નિહાળી ધીરજ પણ મોઢામાં આંગળી નાખી ગયો. તેણે સ્નેહ અને શ્રદ્ધા ની માફી માંગી.

" સ્નેહ! મને માફ કરજે. શ્રદ્ધા ને પારકી ગણી મેં કોઈ પ્રયત્નો નહીં કર્યા. તેને માટે નોકરી મેળવવાની તારી
રઝળપાટ આજે સમજાઈ. તારી બહેનને છેહ દેવા બદલ મારો આત્મા સતત ડંખી રહ્યો છે. તારા હૈયે ઊભી થયેલી આ છાપ હું કઈ રીતે ભૂંસી શકીશ? આ જગતમાં કોઈ કોઈ
ને માટે આટલી મહેનત કરતું નથી..."

" હું મારી છાપ ભુસવાનો પ્રયત્ન કરીશ. "

આટલું કહી ફળની ટોપલી બેબીના હાથમા થમાવી દીધી.

00000000000000000


..